Book Title: Sunjo re Bhai Sad
Author(s): Hitruchivijay
Publisher: Viniyog Parivar

View full book text
Previous | Next

Page 14
________________ સુણજોરે ભાઈ સાઠ નેહરુ અને એમના ચેલાઓએ આ વૈવિધ્યપૂર્ણ વારસાની ઉપેક્ષા કરીને. હાઈબ્રીડના નામે કહેવાતી સુધારેલી જાતોનો જે પ્રચાર ર્યો છે તેના પાપે આ હજારો જાતો પૃથ્વીના પટ પરથી કાયમ માટે નામશેષ થઈ જાય એવો ભય ઊભો થયો છે. આજે પણ પરિસ્થિતિ એટલી હદે વણસી ચૂકી છે કે આપણે ડાંગરના કુલ ઉત્પાદનના ૭૫% ઉત્પાદન માટે આમાંની કેવળ ત્રણ જ જાતો પર આધાર રાખતા થઈ ગયા છીએ. વિનાશ વેરવાના વિજ્ઞાનમાં પાવરધા બનેલા યુરોપ-અમેરિકાના દેશો સામે ભારતના રાજકારણીઓ ક્યારેય અવાજ ઊંચો કરવા જાય તો જેનેટિક સાયન્સમાં તેમણે કરેલી પ્રયગતિનો દુરુપયોગ કરી આ ત્રણ જાતોમાં કોઈ અકળ રોગનો ફેલાવો કરે તો આપણા સત્તાધીશોએ તેમની પાસે નાકલીટી તાણતા જેવું પડે તેવી પરિસ્થિતિ આપણે હાથે કરીને ઊભી કરી છે. અન્નના ક્ષેત્રમાં આપણે મૂર્ખ ઈન્વેસ્ટરની જેમ આપણું બધું મૂડીરોકાણ મર્યાદિત ક્ષેત્રમાં કરીને પોતાની જાતે જ કોર્નડ’ થઈ ગયા છીએ. તે જ મૂર્ખામીનું પુનરાવર્તન આપણા સમૃદ્ધ પશુધનના ક્ષેત્રમાં પણ કેટલાક ભોળા સમાજસેવકો તથા સરકારે શરૂ ર્યું છે. કહેવાય છે કે જ્યાં દેવદૂતો પગ મૂકતાં ડરે છે ત્યાં મૂર્ખાઓ ધસી જાય છે. જાણે આ કહેવતને સાર્થક કરવાનું કામ આપણી સરકારે કાંકરેજ અને ગીર જેવી વિશ્વવિખ્યાત નસલો ધરાવતી આપણી પશુઓની જાતોને જર્સી અને હોલસ્ટીન-ફિઝિયન જેવી જાતો સાથે ક્રોસ-બ્રીડ કરીને કર્યું છે. અનાજના ક્ષેત્રમાં આ પગલાની આગેવાની ડૉ. સ્વામિનાથને લીધેલી તે રીતે પશુધનનું સત્યાનાશ કરવાનું બીડું અમૂલવાળા ડૉ. કુરિયન અને એમના સાથીદારોએ ઝડપી લીધું છે. કેટલાક “લાતોના ભૂત વાતોથી નથી માનતા. તેમને વારવા માટે તેઓ હારે એ પૂર્વશરત થઈ પડતી હોય છે. ભારતીય અર્થવ્યવસ્થાના ઉહ અભ્યાસી, પોરબંદરના વિદ્વાન વેણીશંકર મુરારજી વાસુએ સંખ્યાબંધ લેખો તથા પુસ્તિકાઓ દ્વારા ગાયોના સંકરીકરણની યોજના સામે ચેતવણીની સાયરન નહીં, પણ ઢોલ વગાડેલા. ગાંધીજી દ્વારા સ્થપાયેલી સંસ્થા મુંબઈ કૃષિ ગોસેવા સંઘે મધ્ય પ્રદેશના એનિમલ હસબન્ડ્રી ખાતાના નિવૃત્ત ડિરેકટર તથા જબલપુર વેટરનરી કૉલેજના પ્રિન્સિપાલ પદે રહી ચૂકેલા ડૉ. એમ. વાય. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104