Book Title: Sunjo re Bhai Sad
Author(s): Hitruchivijay
Publisher: Viniyog Parivar

Previous | Next

Page 47
________________ - - ૩૫ સુણજોરે ભાઈ સાદ સુરતમાં બાલાજી રોડ, નાની છીપવાડ ખાતે રહેતાં મધુબહેન શ્રોફ પાસેથી કેમિકલ વગરનો ગોળ અને ખાંડ મેળવવાની કોશિરા કરીને તે પણ ગ્રાહકોને પૂરાં પાડશે. મુંબઈગરાઓ જેમ છોકરીની પસંદગીમાં ગુણ કરતાં રંગ-રૂપ પર વધારે ધ્યાન આપીને પછી જીવનભર પેટ ભરીને પસ્તાય છે, તેવું જ ગોળ-ખાંડનું પણ છે. બેલગામમાં ગોળનું મોટા પાયે ઉત્પાદન કરતા એક પરિચિતે મને એક વાર કહ્યું હતું કે મુંબઈની બજારમાં જે ગોળ વેચવા મોકલવો હોય તેમાં તેને સફેદ કરવા તેઓ સૌથી વધુ કેમિકલ ઠાલવે છે. કારણ કે બીજાં નાનાં શહેરોવાળા હજી થોડો ઓછો સફેદ ગોળ હોય તો ચલાવી લે છે પણ મુંબઈગરાઓને તો એકદમ ઊજળો ગોળ જ જોઈએ, જે ઢગલાબંધ કેમિકલ નાખ્યા સિવાય શક્ય નથી. ખાંડમાં પણ આવું જ છે. આગલી પેઢીના લોકોને ખ્યાલ હશે કે તેમના બાળપણમાં થોડીક પીળાશ પડતી બૂરું ખાંડ જ મળતી. આઝાદી પછીની આપણી સરકારોએ ખાંડ બનાવવાનો ઉત્તર પ્રદેશનો વિરાટ દેશી ઉદ્યોગ ભાંગી નાખીને મહારાષ્ટ્રના ખાંડિયા રાજાઓના હાથમાં ખાંડનો ઉદ્યોગ સોંપી દીધો ત્યારથી સંકરનાં કારખાનાવાળા સલ્ફરને બાળીને સલ્ફર ડાયોક્સાઈડ. નામનો ખૂબ નુકસાનકારક વાયુ ખાંડને સફેદ બનાવવા શેરડીના રસમાં મેળવે છે. સલ્ફર નામનું રસાયણ તત્ત્વ તથા તેમાંથી બનતા ઘણા પદાર્થો મનુષ્યના . શરીર માટે હાનિકારક છે એ હવે સિદ્ધ થઈ ગયેલી વાસ્તવિકતા છે, છતાં હિન્દુસ્તાનનાં ખાંડનાં કારખાનાંઓમાં ખાંડ બનાવવામાં લાખો કિલોગ્રામ - સલ્ફર રોકટોક વિના વપરાય છે. આ સલ્ફરને કારણે જ ૪૦ લાખ ટન મોલાસિસ ફેંકી દેવી પડે છે. અપોષણના નામે આપણાં બાળકોએ સેંકડો પેઢીઓથી જેને ચાખ્યાં પણ નથી એવાં ઈંડાં શાળાઓમાં ખવડાવવાની યોજના ઘડનારાઓ જે આ સાકરસમ્રાટો પર અંકુશ લગાવી સલ્ફર ન વાપરવા દે તો ભારતનાં તમામ ૩૫ કરોડ બાળકોને દેનિક ૩૦ ગ્રામ જેટલો પૌષ્ટિક ગોળ આખું વર્ષ આપી શકાય અને સલ્ફર વાપરેલ મોલાસિસમાંથી જંગી પ્રમાણમાં દારૂ અને આલ્કોહોલ બને છે તે રોકાય તે નફામાં. દારૂબંધી માટે ઝઝૂમનારા ગાંધીવાદી પ્રધાનો પણ આવી પાયાની બાબતોમાં કાંઈ જ પગલાં લેતા નથી એ એક આશ્ચર્ય છે. જૂના જમાનામાં ખેડૂતો ખેતરે ખેતરે શેરડીની સાથે સાથે જ વાવેલા ભીંડીના છોડના રસનો ઉપયોગ કરી ખાંડ અને ગોળની કાળાશ દૂર કરતાં. ખાંડને આજે સફેદ ઝેર તરીકે ઓળખાવાય છે તેમાં દોષ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104