Book Title: Sunjo re Bhai Sad
Author(s): Hitruchivijay
Publisher: Viniyog Parivar

View full book text
Previous | Next

Page 70
________________ નીતિશાસ્ત્રો – વર્તમાન સંદર્ભમાં અંગ્રેજીમાં એક કહેવત છે કે જો તમારે કૂતરાને “શૂટ કરવો હોય તો પહેલાં તેને હડકાયો જાહેર કરવો જોઈએ. આ દેશની પ્રજા ઉપર લકરી સામ્રાજ્ય સ્થાપવામાં અંગ્રેજોને માટે સૌથી મોટું અવરોધક બળ ક્ષાત્રતેજથી લસલસતા અને શૌર્ય તથા શૂરાતનના જીવંત પ્રતીક સમા રાજવીઓ હતા. પ્રજાની નજરમાં તેમને નીચે ઉતારી દેવા માટે અંગ્રેજોએ રાજકુમાર કોલેજોમાં અંગ્રેજ પ્રિન્સિપાલો દ્વારા ઉછેરેલા અને યુરોપ-અમેરિકાની સહેલગાહો કરવી સુરા અને સુંદરીના રવાડે ચઢાવી દીધેલા-પાંચ-દસ ટકા રાજવીઓને આગંળ કરી ગૌબ્રાહ્મણપ્રતિપાળ રાજવીઓની ૯૫ ટકા સંસ્થાને બદનામ કરવાની ગોબેલ્સનીતિનો અમલ કર્યો અને મેકોલેના ધાવણ ધાવીને મોટા થયેલા આ દેશના શિક્ષિત (!) કાળા અંગ્રેજોએ તેમાં ‘લોલ કે !” સૂર પુરાવીને ૧૯૪૭ની ૧૫મી ઑગસ્ટ આ ગૌરવવંતી પરંપરાને મૃતપ્રાયઃ કરી દીધી તે પહેલાં આમાંના ઘણાં રજવાડાં પોતાના રાજકુમારોને ભલભલા ભૂપતિઓની પણ પરવા ન કરે તેવા બ્રાહ્મણ પુરોહિતો પાસે ‘મનુસ્મૃતિ', શુકનીતિ', કૌટિલ્યનું અર્થશાસ્ત્ર’, ‘મહાભારતનું શાંતિપર્વ’, તથા કામર્જકીય નીતિસાર' જેવા ગ્રંથો ભણાવી તેમનું પાયાનું ઘડતર કરતા. આ દેશના અર્થતંત્ર કે સમાજવ્યવસ્થાનો કક્કો પણ ન જાણનાર અને રાવણના નાનાભાઈ વિભીષણ માટે “હૂ ઈઝ ધીસ બિભીષણ' કહી ભારતીય સંસ્કૃતિ વિશેનું પોતાનું તલસ્પર્શી જ્ઞાન (!) પ્રગટ કરનાર ‘દૂન’ સ્કૂલના વારસદારોને આપણાં જંગલી (?) પૂર્વજોએ ઉપરના ગ્રંથોમાં શાણપણનો કેવો ખજાજો ઠાલવ્યો છે તેની કાંઈક ઝાંખી કરાવવાનો આજે વિચાર છે. તેને માટે તે તે ગ્રંથોનાં થોડાંક અવતરણો અને ૨૧મી સદીમાં પ્રવેશવા થનગની રહેલા પશ્ચિમચક્ષુઓની પૉલિસીઓની તે અવતરણો સાથે થોડીક સરખામણી કરી લેવી ઉચિત રહેશે. કામદકીય નીતિસાર (ગુજ, અનુવાદ : ઈચ્છારામ સૂર્યરામ દેસાઈ અને પ્રાણજીવન શાસ્ત્રી)ના એક સુંદર બ્લોકના ગુજરાતી અનુવાદથી જ શ્રીગણેશ કીએ. “પૃથ્વી રૂપી ગાયને દોહવાની ઇચ્છા હોય તો પૃથ્વીના વાછરડા જેવી For Personal & Private Use Only Jain Education International www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104