Book Title: Sunjo re Bhai Sad
Author(s): Hitruchivijay
Publisher: Viniyog Parivar

Previous | Next

Page 87
________________ ૭૫ - સુણજે રે ભાઈ.સાદ --~-~-~~~~~-~~-~એથી તમને તાજુ-સસ્તું તેલ મળશે તથા તમારા પશુઓને તાજો ખોળ મળશે. શહેરોને તેલીબિયાં અને દૂધ વેચવાને બદલે તેમને વધારાનું તેલ અને શુદ્ધ ઘી વેચો. , (૪) ગામેગામ ઝઘડા અને કલેશ-કંકાસનું મૂળ વાવતી ચૂંટણીઓનો સદંતર બહિષ્કાર કરી દરેક જ્ઞાતિના આગેવાનોનું પંચ બનાવી તે પંચ દ્વારા જ તમારા ગામનો વહીવટ કરો. ગામના ઝઘડાઓનો ન્યાય પણ તે પંચ પાસે જ કરાવો. સરકારી કોટૅ સુધી તમારા ઝઘડા ન લઈ જાવ. (૫) તમારા ગામની ગોચરની જમીનનું કોઈપણ ભોગે રક્ષણ કરો. ગોચરની જમીનમાં સરકારી કે ખાનગી કોઈપણ દબાણ થવા ન દો. ગોચરની જમીન પડાવી લેવી એ મૂંગા પશુના મોંમાથી ખોરાક પડાવી લેવા બરાબર છે. જે ગામમાં ચરિયાણ સમૃદ્ધ હો તે ગામનું એક પણ ઢોર કતલખાને નહિ જાય. સત્યાનારની ગોઝારી ખાઈમાં ફસાવું ન હોય તો નીચેના કાર્યો કદાપિ કરશો નહિ ? (૧) તમારા ગામમાં સંકર ગાયને પ્રવેશ પણ કરવા દેશો નહિ. સંકર ગાય તમને પાયમાલ કરી દેશે. (૨) ડેરીઓની માયાજાળમાં ફસાશો નહિ “શ્વેત-કાંતિ’ના રૂપાળા નામ નીચે ડેરીઓ તમારા ગામમાંથી દૂધનું ટીપેટીપું પડાવી લેશે. તમારાં બાળકો માટે પણ દૂધનું ટીપું નહિ બચે. તમારા ગામના વલોણા બંધ પડશે અને ચોકખુ ઘી મળતું બંધ થશે. છાસનાં દર્શન પણ દુર્લભ થશે. માટે તમારા આરાધ્ય દેવની સમક્ષ પ્રતિજ્ઞા કરો કે તમે તમારા ગામમાંથી દૂધનું એક ટીપું પણ બહાર નહિ જવા દો. તમારા ઢોરના આંચળમાં રહેલું દૂધ તેના વાછરડાં અને તમારાં બાળકો માટે છે. શહેરની ડેરીઓના દુરુપયોગ માટે નહિ. - (૩) તમારા ગામમાં ટયુબવેલ કે બોર ખોદવા દેશો નહિ, નહિતર ભવિષ્યમાં પાણી વિના ટળવળીને મરશો. (૪) તમારા ફૂવા ઉપર ડીઝલ કે વીજળીની મોટર કે પમ્પ મૂકશો નહિ, બળદથી ખેંચતા કોશ વડે જ સિંચાઈ કરજો. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104