Book Title: Sunjo re Bhai Sad
Author(s): Hitruchivijay
Publisher: Viniyog Parivar

View full book text
Previous | Next

Page 86
________________ તમારા ગામમાં આટલું કરજો આટલું ન કરજો ગૌરવવંતા ગ્રામ્ય પ્રજાજનો ! રાજા રામ અને શ્રીકૃષ્ણના વારસદાર સમા ગૌ-બ્રાહ્મણપ્રતિપાળપ્રજાપાલક રાજાઓને ફગાવી દઈ છેલ્લા પચાસ વર્ષોથી આપણે માથે લોક્શાહી, ચૂંટણી અને બહુમતીનું રાજ ઠોકી બેસાડવામાં આવ્યું છે જેના પરિણામે આજે અખા દેશમાં ગરીબી, બેકારી, બીમારી, મોંઘવારી અને નાસિક્તાએ ભરડો લીધો છે તથા ચૂંટણીના પાપે ગોકુળિયાં ગામ કલહકંકાસનો અડ્ડો બની ગયા છે. તમારા ગામને આમાંથી ઉગારી લેવું હોય તો પશુરક્ષા, વનરક્ષા, ભૂરક્ષા અને જળરક્ષા માટે કટિબદ્ધ બની ગામના ભલા માટે સરકારની આશા છોડી દો. તમારા ગામને ગોકુળિયું બનાવવા નીચે મુજબ દઢ નિશ્ચય કરો : (૧) ઘઉની ખેતી છોડી તમારી બાપદાદા ખાતા તેવી દેશી જુવારબાજરાની ખેતી તરફ પાછા વળો. જેથી ગામના લોકોને સારુ-સસ્તું અનાજ અને ગામના પશુઓને સારો ચારો મળશે. વિલાયતી ખાતર, સંકર બિયારણ અને જંતુનાશક દવાઓથી તમારા અનાજને મોંધુ અને ઝેરી બનાવશો નહિ. વિલાયતી ખાતર તમારી જમીનનો કસ ચૂસી લઈ તેને વાંઝણી બનાવી દેશે. જમીનને બચાવવા, પૌષ્ટિક અનાજ પેદા કરવા અને કરજથી બચવા માત્ર છાણિયા ખાતરનો જ ઉપયોગ કરો. (૨) પહેલાંના જમાનામાં ગામમાં દર ૫૦ ગાય દીઠ એક સારો સાંઢખૂટ રાખતા. પરંતુ તે ઘણખૂટ તમારા ગામની ગાયોની ઓલાદનો જ હોવો જોઈએ. તે ઘણખુંટનો સારામાં સારો ઉછેર થાય તે માટે સમગ્ર ગામે ભેગા મળી તેના ઘાસચારા-દાણની જૂના જમાનામાં હતી તેવી વ્યવસ્થા કરવી, જેથી સંકરીકરણનું પાપ ગામમાં પેસે નહિ. (૩) તમારા ગામની જરૂરિયાત પૂરતા તલ-સરસવ ઉગાડી તેનું તેલ તમારા ગામમાં જ ઘાંચી દ્વારા બળદઘાણી વડે કઢાવવાની વ્યવસ્થા કરો. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104