Book Title: Sunjo re Bhai Sad
Author(s): Hitruchivijay
Publisher: Viniyog Parivar
Catalog link: https://jainqq.org/explore/005619/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ સુણજો રે ભાઈ સાદ (લેખ-સંગ્રહ) શ્રી અતુલ શાહ (હાલ મુનિશ્રી હિતરુચિવિજયજી મહારાજ) * સંપાદક * અમૃત શર્મા * પ્રકાશક * વિનિયોગ પરિવાર મુંબઈ For Personal & Private Use Only Page #2 -------------------------------------------------------------------------- ________________ SUNJO RE BHAI SAD LEKH SANGRAH BY ATUL SHAH (PRESENT-MUNI HITARUCHI VIJAYAJI) લેખક ૦ શ્રી અતુલ શાહ (હાલઃ પૂજ્યપાદ, સંઘસ્થવિર, પરમકારુણિક આચાર્યદેવ શ્રીમદ્ વિજય રામચંદ્રસૂરીશ્વરજી મહારાજના વિનેય મુનિ શ્રી હિતરુચિવિજયજી મહારાજ) - સંપાદક અમૃત શર્મા આ લેખ-સંગ્રહ આમ તો ‘ગમતાનો ગુલાલ’ કરવાનો એક પ્રયાસ માત્ર છે અને એટલે જ આમાંના ગમી ગયેલા કોઈ પણ વિચારના પ્રસાર માટે સમગ્ર પુસ્તકની કે તેમાંના કોઈ પણ લેખની કોઈ પણ ભાષાના વર્તમાનપત્ર કે સામયિકમાં પ્રસિદ્ધ કરવા માટે કોઈની પણ પૂર્વમંજૂરીની આવશ્યકતા નથી. હા; આમાંનો કોઈ પણ લેખ તમે કોઈ પણ સ્વરૂપે છાપો તો તેની એક નકલ અમારી જાણ માટે અમને મોકલી આપવા ભલામણ: • પ્રકાશક-સંપર્કસૂત્ર વિનિયોગ પરિવાર ગ્રાઉન્ડ ફલોર, ગોપાલ સદન, શ્રી સુધીર/અનિલ શાહ પેઠેવાડી, જાંબલી ગલી, બીજે માળે, રશીતલભુવન, બોરીવલી (પશ્ચિમ), મુંબઈ- ૯૨ શીતલબાગ, વાલકેશ્વર, મુંબઈ-૬ ઘર : ૩૬૩૩૬૮૭, ૩૬૧૯૩૬૯ પેઢી : ૩૬૧૨૩૨૪, ૩૬ ૨૫૧૮૦ પ્રથમ આવૃત્તિ : દીપાવલી, ૬૦૪૭ ૫૦૦૦ પ્રત વીસ રૂપિયા દ્વિતીય આવૃત્તિ : અક્ષય તૃતીયાં, ૨૦૪૮. ૫૦૦૦ પ્રત [૨]. For Personal & Private Use Only Page #3 -------------------------------------------------------------------------- ________________ સંપાદન વેળાની સંવેદના માનવજાતના પૂરાણા ઈતિહાસમાં નહીં સર્જાઈ હોય એવી ભયાનક ઉથલપાથલ છેલ્લા સો-બસો વર્ષના ટૂંકાગાળામાં સર્જાઈ છે. સંખ્યાતીત વર્ષોથી ચાલી આવતી સાત્તિમય અને અલ્પતમ પાપવાળી જીવનવ્યવસ્થાને ઉખેડીને ફેંકી દેવાઈ છે. એ જીવનવ્યવસ્થાને ઉખેડીને ફેંકી દેવાના હાથા બન્યાં છે આધુનિક કેળવણી, વિજ્ઞાનવાદ અને યંત્રવાદ. પરિણામે સર્જાયાં છે નાસ્તિકતા અને અનાચાર, બેકારી અને બીમારી, ગરીબી અને મોંઘવારી અને આવું તો કંઈ કેટલુંયે ! અને જો આમ જ ચાલ્યા કરો તો આવતીકાલ અતિભયાનક બન્યા વિના રહેરો નહિ. આ વાતની સમજ-પોતાના ઢસરડાઓમાંથી ઊંચી ન આવી શકતી-ભોળી પ્રજાને તો આવી શકે તેમ જ નથી. પણ દીર્ધદષ્ટિવાળા મહાનુભાવો પોતાની સંજયદષ્ટિથી કળી શકે તેમ છે. એ દીર્ધદષ્ટામહાનુભાવોની એક નૈતિક જવાબદારી પણ છે કે તત્કાલીન દ્રવ્ય-ક્ષેત્ર-કાળ અને ભાવના હિતાહિતનું સંપૂર્ણ આકલન કરવું અને માર્ગાનુસારીપણાથી લઈને શેલેશી-કરણ સુધીના પોતપોતાની ભૂમિકા મુજબ સાધના કરતા-સાધકોને માટે સાનુકૂળ વાતાવરણ-પર્યાવરણ (પરિ આવરણ) સરજવું. * સંવેદનશીલ ચિંતકો કેવળ ચિંતન કરતા રહી નિષ્ક્રિય રહે તો પૃથ્વીને રસાતાળ જતાં વાર ન લાગે. પરંતુ યથાર્યદષ્ટિપૂર્વક પરહિતમાં પ્રવૃત્ત એવા ભગવદ્ભાવને પામેલા પુણ્યપુરુષોથી લઈને સર્જન કક્ષાની વ્યક્તિઓએ આજ સુધી પોતાની કરૂણાશીલ પ્રકૃતિથી નૈતિક ઉત્તરદાયિત્વ સમજીને સમયે સમયે આ પંરતી ઉપર ઉગતા સ્વચ્છેદાચારને ડામી દીધેલો જણાય છે. કંઈક એવા જ કરુણાસભર સંવેદનશીલ દિલ અને દૂરંદેશી દિમાગના માલિક એવા શ્રી અતુલ શાહના બહુમુખી વ્યક્તિત્વ અને નૈતિક ઉત્તરદાયિત્વનું એક પાસું છે આ પુસ્તક. તેઓલીના લેખનમાં સાતત્ય, સાહિત્યપરકતા, માર્મિતા, વેધકતા, તર્કબદ્ધતા વગેરે લક્ષણો આંખે ઊડીને વળગે તેવાં છે. તેમનો એક એક રાષ્ટ સ્વસંવેદનની ભૂમિકા ઉપરથી ચૂંટાઈને નીકળેલો હોવાથી હૃદયસ્પર્શી બની રહે છે. સતત અને બહોળા વાંચનના પ્રભાવે તેઓ પોતાના લેખમાં ચોટદાર કાવ્યપંક્તિઓ, મહાવરા અને દષ્ટાંતો ટાંકતા હોવાથી ગમે તેવો સૂકો વિષય પણ રસદાર બની રહે છે. સુપર કોમ્યુટર જેવા તેઓર્થના મગજમાંથી [૩] For Personal & Private Use Only Page #4 -------------------------------------------------------------------------- ________________ આંકડાકીય માહિતીઓ તથા અર્વાચીન અને પ્રાચીન સંદર્ભો સતત લિપિબદ્ધ થતા હોય એવું આ લેખો વાંચનારને જણાયા કરશે. પોતાને દરેક વિષયનો રસ અને દરેક વિષયનો તલસ્પર્શી અભ્યાસ કરવાની ટેવ હોવાને કારણે વિશાળ પરિપ્રેક્ષ્યમાં તે તે વિષયની અર્થઘટના તેઓ કરી શકે છે. વાચકવર્ગની ક્ષમતા અને રુચિને ધ્યાનમાં રાખી, હિતકારી વM કેટલું ઉપાદેય બનશે તેનો વિચાર કરી રજૂઆત કરવામાં તેઓ એક્કા છે. સરળ વાતને કેવળ વિદ્રોગ્ય ભાષામાં કહેવામાં કે સીધીસાદી ભાષામાં કઠિન વાતની રજૂઆત કરવામાં કહી શકાય કે તેમનો કોઈ જવાબ નથી. વિશ્વમાં એક જ વસ્તુ-બાબતમાં જુદી જુદી માન્યતાવાળા લોકો હોવા છતાં તે પદાર્થ બદલાતો નથી. અથવા તો નામભેદે અર્થભેદ થતો નથી. આ વાસ્તવિકતાને ધ્યાનમાં રાખીને યથાર્થ વસ્તુની મુલવણી હિતકારી રીતે કરવામાં આવે તો ઘણાના હિતનું કારણ બની શકે. ઉપરચોટિયા ને ભોગવાદી વિચારકો (!)ની પ્રચુરતાના આ યુગમાં મૂલગામી ને સર્વાગી વિચારધારાની સાક્ષાત્ મૂર્તિ સમા આ યુવાદાને જોઈ કયા સહૃદયનું હૈયું નૃત્ય ન કરે ? પોતાના કુટુંબમાં, આડોશમાં, પાડોશમાં કે મિત્રોમાંયે આવો વિચારક શોધ્યો ન જડે તેવા સંયોગોમાં અને આકાશમાં. આમ-તેમ ઊડવાની યુવાન વય હોય ત્યારે જાગતિક ચિંતાઓનો ભાર લઈ મૂળને પકડવા મંડ્યા રહેવું એને એક સુખદ આશ્ચર્ય જ ગણવું પડે. ' લેખશ્રીએ પોતાની જૈન, આર્ય, મહાજન અને જન તરીકેની ફરજને અનુલક્ષીને ખૂબ ચાવી-ચાવીને જુદા જુદા સમયે લખાયેલા લેખો દ્વારા આ પુસ્તકમાં પીરસ્યું છે. આપણે સહુ પીરસેલી વાનગીને ભરપેટ આરોગીએ અને જમાનાવાદના અતિ ભયાનક રોગને દૂર ભગાડીએ. નવસારી, અક્ષય તૃતીયા, વિ.સં. ૨૦૪૮ અમૃત રામ Jain Education Interational For Personal & Private Use Only Page #5 -------------------------------------------------------------------------- ________________ સુણવા જેવો સાદ સંસ્કૃતિનો , મુનિરાજ શ્રી હિતરુચિવિજયજીના નામે આજે જેનો/અજેનોમાં ખૂબ જ આદરમાન ધરાવતું વ્યક્તિત્વ જ્યારે અતુલ શાહ તરીકે પ્રખ્યાત બનતું જતું હતું, અને એમનાં અંતરમાં જે મનોમંથન/ચિંતન ચાલતું હતું, એ ઘણાં વર્તમાનપત્રો, માસિકો અને ...... વક્તવ્યો દ્વારા અવારનવાર બહાર પડતું અને બહાર પડતાંની સાથે જ એ સામી વ્યક્તિને વિચારમગ્ન બનાવી દેતું એ ચિંતન જ “સુણજો રે ભાઈ સાદ’ના સાર્થક નામે પ્રકાશિત થઈ રહ્યું હોય, ત્યારે કોણ આનંદ ન અનુભવે ? સંસ્કૃતિની ખળખળ વહેતી એ સરવાણી એવી તો પાણીદાર હતી કે, ગમે તેવા તડકા/ભડકા એના એક બુંદને પણ શોષવા, સૂક્વવા સમર્થ ન હતા. યુગોના યુગોથી વહેતાં પાણીના વહેણમાંથી. એવું તો સંસ્કૃતિ-સંગીત રેલાતું હતું કે, ભલભલાને એ સંગીત માણવાનું મન થઈ જાય ! પણ અંગ્રેજો આ દેશમાં આવ્યા અને ગયા, આ વચગાળામાં એવી એક ફૂટનીતિ-વિકૃતિની જાળ બિછાવી ગયા છે, ધીમે ધીમે સંસ્કૃતિની એ સરવાણીનું સંગીત પીણું પડ્યું. પછી ધીરે ધીરે એ સંસ્કૃતિને જ વિકૃતિના ” વહેણમાં અભડાવીને આગળ વહેવડાવવાનો પ્રયાસ થયો અને ગૌરવભરી એ ગઈકાલ પછી તો એવી તારાજ- આજ ઊગી ચૂકી છે કે, એ ગઈકાલને હવે ધોળે દહાડે દીવો : લઈને શોધવા નીકળવું પડે એમ છે. આવી કટોકટીની કપરી પળે મા ‘સાદનું મહત્ત્વ ખૂબ જ વધી જાય છે. એથી એનું કંઈક સિંહાવલોકન કરીએ. - આપણી પાસે માત્ર સમદ્ધ જ નહિ, પરંતુ વૈવિધ્યથી પણ સંપૂર્ણ વારસો છે. પણ આપણને એનો ગર્વ નથી. ઉપરથી આપણે ભાડૂતી વારસો, વૈભવ મેળવવા દરિદ્રનારાયણ દેશોની કાકલૂદી કરીએ છીએ. આજે “પર્યાવરણ” નો પવન વાઈ રહ્યો છે. માટે પર્યાવરણની સુરક્ષા કરવી હોય તો પણ માંસાહાર છોડીને અન્નાહારને અપનાવવો જોઈએ. પર્યાવરણની સુરક્ષા માટે પણ અપનાવવા જેવી જો કોઈ સંસ્કૃતિ હોય, તો તે ભારતીય સંસ્કૃતિ છે. ફર્ટિલાઈઝરનું આક્રમણ નહિ ખાળવામાં આવે, તો અનાજ-પાણી અને કુલ-ફળ થોડાં જ વર્ષોમાં રસ-કસ ગુમાવી બેસશે. કદથી એ કદાચ કામણગારાં લાગશે, પણ શરીરને પુષ્ટિ આપવામાં એ મદદગાર નહિ બની શકે. જેની જાહેરાતો ખૂબ જ છેતરામણી હોય છે એવાં બેબીકુડ, જંતુનાશક દવાઓ, પોસ્ટ્રીકથી જો આપણે પેતરાં નહિ. તો વિકાસના નામે એના વિનાશને જ આપણે હાથે કરીને ઉછેરી છે, જેના વિપક છે આપણે જ આપણું અસ્તિત્વ ખોઈ બેસીશું. ]િ For Personal & Private Use Only Page #6 -------------------------------------------------------------------------- ________________ સોથી વધુ અહિંસક ગણાતો દેશ ગુજરાત આજે હિંસા ભણી જે વેગથી દોટ મૂકી રહ્યો છે, એ જોતાં ચિંતિત જ નહિ, કડક બની જઈને સરકારના કાન પકડવાનું મન થાય એવું છે. રાજ્યાશ્રયે હિંસાને આજના જેવું ઉત્તેજન છે ક્યારેય મળવા પામ્યું ન હતું. એ ઉત્તેજનને તોડી પાડવા સરકારના કાન પકડનારું પરાક્રમ જગાડવું જ રહ્યું. નહિ તો ગુજરાતનું જે એક આગવું ગૌરવ આજે પણ અખંડિત છે, એ ગૌરવ ગાયબ થઈ ગયા વિના નહિ રહે ? જે દેશમાં ઘી-દૂધની નદીઓ વહેતી હતી અને તેલ-ગોળના ભોગવટાના અધિકારી તો જોડા અને ઘોડાજ ગણાતા માટે જ એવી કહેવત પ્રચલિત બની હતી કે, તેલ ખાય જોડા અને ગોળ ખાય ઘોડા! આ દેશમાં આજે ઘી-દૂધ તો ઠીક, પાણીની પણ તંગી વરતાવા માંડી છે અને તેલ તો એવા ખેલ ખેલી રહ્યું છે કે, જેને જોતાં જોતાં જ તેલ નીકળી જાય! તેલના આ ખેલનો ઉકેલ જો કોઈની પાસે હોય, તો તે ભારતીય જીવન-વ્યવસ્થાની પાસે જ છે. જે બંધોને આજે વિકાસના દ્વાર ગણીને અવનવા નામે બિરદાવવામાં આવે છે, એ ‘બંધ’ સાચી રીતે જોઈએ, તો વિકાસને બંધ કરીને વિનાશને ખેંચી લાવતી તબાહી જ છે. પણ આજે દેશની આંખ બંધ જ નહિ, અંધ બની ગઈ છે. એથી એક દિવસમાં જેની પાછળ કરોડો રૂપિયા હોમાઈ જતા હોય એવી ‘નર્મદા બંધ’ જેવી યોજનાઓ પ્રજાના સાચા વિરોધની ગળચી દબાવી દઈનેય આગળ વધારાઈ રહી છે. બંધ એટલે શું ? રોજરોજ મફતમાં રોકડા મળતા પાણીને, વર્ષો બાદ પૈસાથી ઉધારે આપવાના વાયદા એટલે જ આજના બંધો ! આવા બંધોના કારણે જ આપણી સંસ્કૃતિનો વિકાસ બંધ થઈ ગયો છે. એથી જ ભણેલા નહિ, છતાં ગણેલા ગામડિયા લોકો બંધોના વિરોધમાં જે નારા પોકારે છે, એ ખૂબ જ સચોટ છે કે, અમારી રોકડી નદીઓ અમને પાછી આપો, તમારા ઉધાર બંધો અમારે જોઈતા નથી ! શાસકોની આંખ બંધ જ નહિ, અંધ પણ બની ગઈ છે. એની સચોટ પ્રતીતિ કરાવતી નર્મદા બંધ જેવી યોજનાની ભયંકરતા સરકાર ઉપરાંત સમાજે અને સંસ્થાઓએ પણ સમજવી રહી. કેમ કે.ટીપે ટીપે જેમ સરોવર ભરાતું હોય છે, એમ આવી યોજનાઓ પણ સમાજના જનજન તરફથી મળતા સહકારના સરવાળાને પાયો બનાવીને જ આગળ વધતી હોય છે. આજની ઘણી ઘણી ફરિયાદ’ ફરી યાદ પણ ન આવે, એવી મૂળગામી રીતે દૂર કરવી હોય, તો આ સાદના નાદને સાંભળવો, સત્કારવો અને સાકાર કરવો જ રહ્યો ! જે ધ્યેયને નજર સમક્ષ રાખીને “સુણજો રે ભાઈ સાદ” નું લેખન-સંકલન-પ્રકાશન કરાયું છે, એ ધ્યેયને સિદ્ધ કરવાના સંકલ્પ સાથે આ સાદ જો ઝીલવામાં આવે, તો જેની સુરક્ષા કાજે આ સાદ નાખવામાં આવ્યો છે, એ સંસ્કૃતિનું સંગીત વિકૃતિના વાતાવરણને વિખેરી દઈને પુનઃ ગુંજી ઉઠ્યા વિના નહિ જ રહે ! આવા વિશ્વાસ સાથે આ ‘સાદનું પુનઃસ્વાગત ! શ્રાવણ વદ અષ્ટમી, વિ.સં.૨૫૧૮ * પાલીતાણા આચાર્ય વિજયપૂર્ણચન્દ્રસૂરિ For Personal & Private Use Only www.jalnelibrary.org Page #7 -------------------------------------------------------------------------- ________________ For Personal & Private Use Only Page #8 -------------------------------------------------------------------------- ________________ જેમ જેમ હુંડા અવસર્પિણીકાળ આગળને આગળ ધપતો જાય તેમ તેમ ધર્મીજનને સાચા ધર્મી બની રહેવામાં ઘણા પ્રતિકૂળ પ્રવાહોનો સામનો કરવો પડે છે. કંઈપણ નવું સામે આવે તો તેને આવકારતાં, અપનાવતાં, યોલવું પડે, વિચારવું પડે, ચકાસવું પડે. નહીં તો ઊજળા લેબલ નીચે સડેલો માલ આવી જાય. લેવાને બદલે દેવાના થઈ જાય. આવું ન થઈ જાય તે માટેની સમજણ અને આવી પરિસ્થિતિમાં શું કરવું જોઈએ, શું કરી શકાય ! એ પ્રશ્નોનો ઉત્તર અહીં મળે છે. સુગમ રૌલીમાં, સરળ રીતે સમજણ મળે છે. ચોગરદમ વહેતા પ્રવાહથી નરાતાળ જુદો જ સાદ અહીં સાંભળવા મળે છે. નાના-મોટા-જાડા-ઝીણા ધર્મના, રાષ્ટ્રના, જ્ઞાતિના પ્રશ્નોને ઉકેલવાની મથામણ મળે છે. આ પુસ્તકના વિચારો સાથે તમે સંમત ન હો તો પણ આને પૂર્વાગ્રહમુક્ત થઈને વાંચજો. ઉતાવળો અભિપ્રાય બાંધી ઉવેખશો નહિ. આમાં મણ સત્ય છુપાયેલું છે તેવી શ્રદ્ધા સાથે આ લેખો પાસે જશો તો જરૂર તમારા વિચારોનું નવું પરિમાણ પ્રાપ્ત થરો. આ લેખોના લેખક ભાઈશ્રી અતુલ (વર્તમાનમાં મુનિ હિતરુચિવિજયજી)ને માટે, આપણે ત્યાં જેમ ગર્ભશ્રીમંત રાબ્દ છે તેમ મને ગર્ભશ્રાદ્ધ રાબ્દ બંધબેસતો લાગે છે, શાસ્ત્રમાં મળે છે. તેઓનો જન્મ જ જાણે આ કાર્ય માટે ન થયો હોય ! તેઓ અવળે રસ્તે આગળ વધી ગયેલાને, અટવાઈ ગયેલાને, એક ભોમિયાની જેમ પ્રેમાળ સાદ કરે છે. ઠપકો આપવાને બદલે, હૂંફાળો હાય લંબાવે છે. અતીતનો અફ્સોસ કરવાને બદલે વર્તમાનને સાચા રસ્તે વાળવા આહ્વાન કરે છે. આપણે એ નરવા, ગરવા સાદને સાંભળવાનો છે. સાંભળીને, મૂળગૃહે પહોંચાડનાર મૂળ માર્ગે મક્કમ ડગ માંડવાના છે. અને એ ડગલાં માંડતી વખતે મકરંદ દવેની પેલી પંક્તિ હૈયે અને હોઠે રમતી રાખવાની છેઃ ‘“મન હો મારા સહુ દોડે ત્યાં એકલું થોભી જા.'' થોભવામાં કશું ગુમાવવાનું નથી પણ ગુમાવેલું પાછું મેળવવાનું છે. આવા સુંદર વિચારો પણ દોષદષ્ટિવાળા અને દૃષ્ટિદોષવાળા જીવોને નહીં રુચે તેવું પણ બને પણ તેથી શું ! વાચકો સ્વયં નિરક્ષીર વિવેક દૃષ્ટિથી આને આધારે શુભ વિચારોનો આદર કરે અને દૂષિત વિચારોનો પરિહાર કરે. પ્રાન્તે. લેખકની લેખિનીમાં સદ્ધર્મ પ્રત્યેના જીવંત અનુરાગના સાતત્યનો જે રણકાર સંભળાય છે તે રણકાર આપણો બને એ જ અપેક્ષા સાથે... ભા..૧૧, ૨૦૪૭ જગદ્ગુરુ હીરસૂરિજી મહારાજ સ્વર્ગવાસ તિયિ, રાજકોટ. [૮] For Personal & Private Use Only પં. પ્રદ્યુમ્ન વિજયગણિ Page #9 -------------------------------------------------------------------------- ________________ 'આજનો યુગધર્મ ગાંધીજીને એક વાર કોઈએ પૂછ્યું કે તમારી અને જવાહરલાલ નહેરુ વચ્ચે શો ફરક છે ? ત્યારે ગાંધીજીએ ચોદ્ધક જવાબ આપેલો. એમણે કહ્યું : જવાહર એમ : ઈચ્છે છે કે અંગ્રેજો હિંદુસ્તાનમાંથી જાય, પણ એમની અંગ્રેજિયત અહીં રહે, જ્યારે હું એમ કહું છું કે અંગ્રેજોને રહેવું હોય તો ભલે અહીં આપણા મહેમાન બનીને રહે, પણ અંગ્રેસિયત તો હિંદુસ્તાનમાંથી જવી જ જોઈએ.’ | પહેલી નજરે કદાચ સામાન્ય લાગતો આ ફરક ખરેખર તો પાયાનો ફરક છે. અને એ ફરકે જ આપણને આજની અત્યંત વિષમ ને દયનીય સ્થિતિમાં લાવી મૂક્યા છે. દેશ આઝાદે થયો અને ગાંધી-ચીંધી દિશામાં જવાને બદલે નહેરુ દોર્યો સાવ ઊલટી દિશામાં ઘસડાતો ગયો. પરિણામે, અંગ્રેજી ગયા પણ અંગ્રેજિયત તો અહીં રહી જ ગઈ, બધે વધારે ને વધારે ફૂલતી-ફાલતી ગઈ, અહીં ઘર કરી ગઈ. આજે રાજકીય દષ્ટિએ ગુલામી ભલે ગઈ હોય, પણ વૈચારિક દષ્ટિએ ને સાંસ્કૃતિક દષ્ટિએ તો આપણે. :.. વધુને વધુ ગુલામ બની ગયા છીએ અને વધુ ને વધુ ગુલામ બનતા જઈએ છીએ. કારણ કે આપણે અંગ્રેજયતથી, અંગ્રેજોની ને પશ્ચિમના દેશોની સભ્યતાથી અંજાઈ - ગયા છીએ. એ સભ્યતા જ આપણા દિમાગ ઉપર, આપણા આચાર-વિચાર ઉપર, આપણી રહેણીકરણી ઉપર, આપણી અર્થવ્યવસ્થા ઉપર, આપણાં આદર્શો બે અરમાનો ઉપર સવાર થઈ ગઈ છે. એનું જ શાસન ચારે કોર ચાલી રહ્યું છે. એટલે ખરું ? જોતાં હજીયે આપણે સ્વતંત્ર નહીં, ગુલામ જ છીએ. ગાંધીજી માત્ર અંગ્રેજોના જ * નહીં, આવી અંગ્રેજયતના સામ્રાજ્યમાંથીયે આપણને છોડાવવા માગતા હતા. - આ સામ્રાજ્ય ઘણું સૂક્ષ્મ છે. તે પોતાની આણ શસ્ત્રોથી નહીં, વિચારસરણીથી ફેલાવી રહ્યું છે. એ એક ભૌતિકવાદી વિચારસરણી છે. ભોગવાદને અમર્યાદ બહેકાવતા રહેવામાં જ સુખ છે, એમ તે માને છે. ગળાકાપ હરીફાઈને તેણે પ્રગતિનું સૌથી મોટું ચાલકબળ માન્યું છે. પૈસો તેનો પરમેશ્વર છે. પ્રકૃતિને લૂંટાય તેટલી લૂંટવી અને પ્રકૃતિના ધણિયામા બનવું તે એનું ધ્યેય છે. આવી વિચારસરણી છે કારણે એક એવી સભ્યતા ઉભી થઈ છે, જેનું સ્વરૂપ વધુ ને વધુ આરારી, અમાનુષી અને અકલ્યાણકારી બનતું જાય છે. આજે આપણી સામેનો સૌથી મોટો પડકાર કોઈ હોય, તો તે આ છે. આ એક ફિલસૂફીનો પડકાર છે. વિકૃત વિચારસરણીનો પડકાર છે. તે વિસરણીના દોય ને અપૂરો બતાવીને તેમજ તેની સામે તેનાથી ચઢિયાતી બીજી સમયુક્ત :ચારસરણી રજૂ કરીને જ આ પડકારનો સામનો થઈ શકશે. અનેક ૯િી For Personal & Private Use Only Page #10 -------------------------------------------------------------------------- ________________ ક્ષેત્રમાં, અનેક મોરચે આ માટે લડાઈ આપવી પડશે. અનેક દષ્ટિકોણથી અનેક રીતે આપણે આપણી વાત સમજાવવી પડશે. આ નાનકડી પુસ્તિકાને હું આપણી આ લડાઈના એક ભાગરૂપે જોઉં છું અને હોંશભેર આવકારું છું. આજની આપણી સમસ્યાઓની એવી રીતે ઘણી ઊંડી છણાવટ કરતા રહેવી પડશે. આજે આપણા ઉપર વિચારસરણોના સામ્રાજ્યનું જે આક્રમણ થઈ રહ્યું છે, તેમાં અનેકાનેક પાસાં છે. તેમાંનાં કેટલાંક પાસાંનું લેખકે સરસ દર્શન કરાવ્યું છે. અનાજની વિવિધ જાતોનું નીકળી રહેલું નિકંદન, પશુની ઉત્તમ ઓલાદોનું થઈ રહેલું ધોવાણ, રાસાયણિક ખાતરો-જંતુનાશકો-હાઈબ્રીડ બિયારણ વગેરેનું આક્રમણ માંસાહારની મોહજાળ, .બેબીકૂડ-હેકૂડ-ટીનવૂડ વગેરેનાં ભમરાળાં પ્રલોભનો, પર્યાવરણનો નીકળી રહેલો કચ્ચરઘાણ, પરંપરાગત વાસ્તુવિઘા-આરોગ્યવિદ્યા વગેરેનો થઈ રહેલો વિનાશ- આમ અનેક ક્ષેત્રોનું અવલ્લેકન-નિરીક્ષણ કરીને લેખકે આજની આપણી સમસ્યાઓનાં મૂળ કારણો ઉપર આંગળી ચીંધી બતાવવાની કોશિશ કરી છે. લેખકે પોતે એક લેખમાં કહ્યું છે તેમ “નિદાનું પરિવર્જનમ્” રોગનાં કારણોનું સ્પષ્ટ નિદાન થાય, અને તે કારણો દૂર કરવા કોશિશ કરીએ, તે જ રોગને નાબૂદ કરવાનો શ્રેષ્ઠ ઉપાય છે. આ પુસ્તિકાના લેખક ભાઈ અતુલ એક તેજસ્વી યુવાન છે. પૂર્વજન્મના સંસ્કારને બળે, તેમજ આ જન્મના પુરુષાર્થને બળે તેઓ આજની આ સભ્યતાની માયાજાળમાં ફસાયા નથી; એટલું જ નહીં, આ માયાજાળની ભુલભુલામણી બતાવવાની ક્ષમતા પણ એમની બુદ્ધિમાં છે તથા એ માયાજાળને કાપવાની ' ' ઈચ્છાશક્તિ પણ તેઓ બતાવી શક્યા છે. આજે સંસારનો માર્ગ છોડીને સાધુતાનો માર્ગ એમણે અપનાવ્યો છે, ત્યારે પણ આ સભ્યતાની માયાજાળને કાપીને વેરણછેરણ કરી નાખવાનો ઉત્સાહ ને પુરુષાર્થ એમણે છોડ્યો નથી, એ વલણ ઘણું પ્રરાંસાપાત્ર છે. “ધારયતિ ઈતિ ધર્મઃ” માનવીનું ને સમાજનું જે ધારણ-પોષણ કરે છે, તે જ ધર્મ છે. આજનો યુગધર્મ આ ભૌતિકવાદી ઔદ્યોગિક સભ્યતાનો સામનો કરવામાં, તેની પાછળ આસુરી ફિલસૂફીને નેસ્તનાબૂદ કરવામાં જ રહેલો છે. તેના વિના આજે સમાજનું સમત્વયુક્ત ધારણું-પોષણ રાજ્ય નહીં બને. ભાઈ અતુલ પ્રત્યેના પ્રેમ-આદરથી પ્રેરાઈને એમના લઘુબંધુ તેમજ મિત્રોએ સંસારી અવસ્થામાં લખાયેલ એમના લેખોનું આ સંકલન પ્રકાશિત કરવાનો જે અભિક્રમ લીધો છે, તેની પાછળની ભાવનાને હું બિરદાવું છું. આ ભાવના ભાઈ અતુલને જે વિચારો પ્રત્યે પ્રેમ હતો, તે વિચારોનું વધુ અધ્યયન-મનન તેમજ. આચરણ કરવામાંયે એમને પ્રેરતી રહેશે, એવી શુભકામના પ્રદર્શિત કરું છું પિંડવળ, ૧૪ ઑક્ટોબર, ૧૯૯૬ કાન્તિ શાહ (સંપાદક - ભૂમિપુત્ર) [૧૦] For Personal & Private Use Only www ainelibrary.org Page #11 -------------------------------------------------------------------------- ________________ * સાંકળીયુ ૧. આપણા દેશના સમૃદ્ધ અને વૈવિધ્યપૂર્ણ વારસાનો આપણને ગર્વ છે ખરો ? ૧ ૨. માંસ છોડો-પર્યાવરણ બચાવો. ૩. ફર્ટિલાઈઝર સબસીડી-ધીમું ઝેર. ૪. નાના બાળકોની હત્યા કરવાના અનેક રસ્તા-બેબી ફૂડ’ તેમાંનો એક છે. ૧૮ ૫. જંતુનાશકમાંના ‘જંતુ શબ્દનો વાસ્તવિક અર્થ ‘માનવ છે? ૬. પોસ્ટ્રીફાર્મ્સ કે કોન્સન્ટેશન કેપ્સ? ૭. હેલ્થ-કુડનો ક્રેઝ હવે મુંબઈમાં. ૮. ગુજરાતની મચ્છીમાર સરકારનો કાન કોઈ પકડરો ખરું? ૯. તેલના આ વરવા ખેલનો વાસ્તવિક ઉકેલ શો છે ? ૧૦. વિચાર-શુદ્ધિની દિશામાં ૧૧. નિદાનું પરિવર્જનમ્ ૧૨. બી, ખાતર અને દવા ૧૩. નીતિશાસ્ત્રો-વર્તમાન સંદર્ભમાં ૧૪. નર્મદાની નહેરોમાં શું વહેરો? નર્મદાનું પાણી કે ગુજરાતની પાછળથી પસ્તાયેલી પ્રજાનાં આંસુ ! ૧૫: નર્મદા યોજના : ધ ઓપિયમ ઓફ ધી માસીઝ ૧૬. તમારા ગામમાં આટલું કરજો, આટલું ન કરજો - ૧૭. અહિંસા દેવીની હૃદયમંદિરમાં પ્રતિષ્ઠા ૧૮. ધાર્મિક ઉત્સવો : ધનનો ધુમાડો ? ૧૯. હરખતેડાં For Personal & Private Use Only Page #12 -------------------------------------------------------------------------- ________________ મારી નમ્ર સમજ મુજબ તો ઇલેક્ટ્રિસિટી, રોડ, રેલ્વે, તાર-ટપાલ અને Zasiel nisl industry PLZ Technical. Personnel et ilssil 541કોલેજ સુધીનું સઘળું Infra-structure જ મિકેનાઈઝડ ઈન્ડસ્ટ્રીઝને Economically viable બનાવે છે. Welfare-state (વિનોબા જેને II-fare-state, કહેતા)ના નામે ઊભું થયેલું આ વિરાટ સરકારી સ્થાપિત હિત જ્યાં સુધી Infra-structure ને ઊભું કરવા અને પોષવા અબજોનું મૂડીરોકાણ કરતું અટકશે નહિ ત્યાં સુધી બેકારી, ગરીબી, ઔદ્યોગીકરણ, પ્રદૂષણ વગેરેની સમસ્યાઓ દૂર કરવાના કોઈપણ પ્રયત્નો થાગડ-થીગડ જ રહેશે અને કામના અધિકાર ની વાતો માત્ર વાતો જ બની રહેશે. શ્રી અતુલ શાહ નમ્ર સૂચન આ પુસ્તકમાંથી કોઈ પણ લેખ આપ કોઈ છાપા કે મેગેઝીનમાં પ્રસિદ્ધ કરો ત્યારે લેખક તરીકે મુનિશ્રી હિતરુચિવિજયજી મહારાજનો નામોલ્લેખ કરવો હોય તો કૌસમાં કરવો. પરંતુ મુખ્યપણે શ્રી અતુલ શાહના નામે જ પ્રસિદ્ધ કરવા ભલામણ છે. આ પુર કે તેઓશ્રીએ ‘અતુલ શાહ તરીકે લખેલું છે. For Personal Private Use Only Page #13 -------------------------------------------------------------------------- ________________ - આપણા દેશના સમૃદ્ધ અને ? વૈવિધ્યપૂર્ણ વારસાનો આપણને ગર્વ છે ખરો ? - દુનિયાભરમાં ચોખાની કેટલી જુદી જુદી જાતો અસ્તિત્વમાં ધરાવતી હશે તેનું અનુમાન કરવાની કોશિશ કરશો ? સો-બસો, હજાર-બેહજાર કે વધુમાં વધુ હિમ્મતબાજ વ્યક્તિ ય દસ-વીસ હજાર સુધીનું અનુમાન મૂકી અટકી જશે. હકીકતમાં દુનિયાભરમાં ચોખાની જુદી-જુદી એક લાખ વીસ હજાર જાતો અસ્તિત્વ ધરાવે છે. જેમાંથી સૌથી વધુ એટલે પચાર હજારથી ય વધુ જાતો તો વિશ્વના સૌથી સદ્ભાગી દેશ હિન્દુસ્તાનની ધરતી પર જ પાંગરી છે. ગરીબ દોશોની સેવા અને સહાયના અંચળા નીચે પતના સ્થાપિત હિતોને મજબૂત કરતી ફોર્ડ ફાઉન્ડેશન કે રોકફેલર ફાઉન્ડેરાન જેવી સંસ્થાઓ જેના પર કબજો ધરાવે છે તેવી મનિલા સ્થિત ઈન્ટરનેશનલ રાઈસ રિસર્ચ ઇન્સ્ટિટ્યુટ આમાંની ૮૩,૦૦૦ જાતો પર કબજો જમાવીને બેસી ગઈ છે. આમાંથી મોટા ભાગની જાતો પહેલાં આપણા દેશના કબજામાં કટક ખાતેના સેન્ટરમાં હતી અને તેની નિગેહબાની કરતા હતા. આપણે જેને માટે ગૌરવ લઈને કરી શકીએ એવા લબ્ધપ્રતિષ્ઠ કૃષિ વૈજ્ઞાનિક ડૉ. આર. એચ. રિછારિયા. આ આખોય સમૃદ્ધ વારસો જ્યારે કટકથી ફિલિપન્સ ખાતે લઈ જવાના કાવતરામાં સામેલ થવા ડૉ. રિછારિયા પર અકથ્ય દબાણ લાવવામાં આવ્યું ત્યારે પોલાદી મનોબળ ધરાવતો આ માણસ તૂટ્યો પણ મૂક્યો નહીં. જીવનભર ભેખ લઈને તેમણે જે. સર્જન કરેલું ત્યાંથી તેમને ફોતરાની જેમ ફેંકી દેવાયા છતાં તેમણે મચક ન આપી. અંતે આંતરરાષ્ટ્રીય રાજકારણના સફાઈભર્યા દાવપેચ અનુસાર ડૉ. સ્વામિનાથનને મનિલાસ્થિત આ ઈન્સ્ટિટ્યુટનું પ્રમુખપદ ઓફર કરવામાં આવ્યું. આ દેશમાં કહેવાતી હરિયાળી કાતિ લાવવા માટે જેમનાં ગુણગાન ગાતાં આ દેશના અબુ ભણેલાઓ થાકતા નથી તે ડૉ. સ્વામિનાથને આંતરરાષ્ટ્રીય સ્થાપિત હિતો સાથે ભળી જઈ આ દેશનો સમૃદ્ધ વારસો મનિલાસ્થિત આ સંસ્થાને ચાંદીની તાસક પર ભેટ ધરી દીધો. For Personal & Private Use Only Page #14 -------------------------------------------------------------------------- ________________ સુણજોરે ભાઈ સાઠ નેહરુ અને એમના ચેલાઓએ આ વૈવિધ્યપૂર્ણ વારસાની ઉપેક્ષા કરીને. હાઈબ્રીડના નામે કહેવાતી સુધારેલી જાતોનો જે પ્રચાર ર્યો છે તેના પાપે આ હજારો જાતો પૃથ્વીના પટ પરથી કાયમ માટે નામશેષ થઈ જાય એવો ભય ઊભો થયો છે. આજે પણ પરિસ્થિતિ એટલી હદે વણસી ચૂકી છે કે આપણે ડાંગરના કુલ ઉત્પાદનના ૭૫% ઉત્પાદન માટે આમાંની કેવળ ત્રણ જ જાતો પર આધાર રાખતા થઈ ગયા છીએ. વિનાશ વેરવાના વિજ્ઞાનમાં પાવરધા બનેલા યુરોપ-અમેરિકાના દેશો સામે ભારતના રાજકારણીઓ ક્યારેય અવાજ ઊંચો કરવા જાય તો જેનેટિક સાયન્સમાં તેમણે કરેલી પ્રયગતિનો દુરુપયોગ કરી આ ત્રણ જાતોમાં કોઈ અકળ રોગનો ફેલાવો કરે તો આપણા સત્તાધીશોએ તેમની પાસે નાકલીટી તાણતા જેવું પડે તેવી પરિસ્થિતિ આપણે હાથે કરીને ઊભી કરી છે. અન્નના ક્ષેત્રમાં આપણે મૂર્ખ ઈન્વેસ્ટરની જેમ આપણું બધું મૂડીરોકાણ મર્યાદિત ક્ષેત્રમાં કરીને પોતાની જાતે જ કોર્નડ’ થઈ ગયા છીએ. તે જ મૂર્ખામીનું પુનરાવર્તન આપણા સમૃદ્ધ પશુધનના ક્ષેત્રમાં પણ કેટલાક ભોળા સમાજસેવકો તથા સરકારે શરૂ ર્યું છે. કહેવાય છે કે જ્યાં દેવદૂતો પગ મૂકતાં ડરે છે ત્યાં મૂર્ખાઓ ધસી જાય છે. જાણે આ કહેવતને સાર્થક કરવાનું કામ આપણી સરકારે કાંકરેજ અને ગીર જેવી વિશ્વવિખ્યાત નસલો ધરાવતી આપણી પશુઓની જાતોને જર્સી અને હોલસ્ટીન-ફિઝિયન જેવી જાતો સાથે ક્રોસ-બ્રીડ કરીને કર્યું છે. અનાજના ક્ષેત્રમાં આ પગલાની આગેવાની ડૉ. સ્વામિનાથને લીધેલી તે રીતે પશુધનનું સત્યાનાશ કરવાનું બીડું અમૂલવાળા ડૉ. કુરિયન અને એમના સાથીદારોએ ઝડપી લીધું છે. કેટલાક “લાતોના ભૂત વાતોથી નથી માનતા. તેમને વારવા માટે તેઓ હારે એ પૂર્વશરત થઈ પડતી હોય છે. ભારતીય અર્થવ્યવસ્થાના ઉહ અભ્યાસી, પોરબંદરના વિદ્વાન વેણીશંકર મુરારજી વાસુએ સંખ્યાબંધ લેખો તથા પુસ્તિકાઓ દ્વારા ગાયોના સંકરીકરણની યોજના સામે ચેતવણીની સાયરન નહીં, પણ ઢોલ વગાડેલા. ગાંધીજી દ્વારા સ્થપાયેલી સંસ્થા મુંબઈ કૃષિ ગોસેવા સંઘે મધ્ય પ્રદેશના એનિમલ હસબન્ડ્રી ખાતાના નિવૃત્ત ડિરેકટર તથા જબલપુર વેટરનરી કૉલેજના પ્રિન્સિપાલ પદે રહી ચૂકેલા ડૉ. એમ. વાય. For Personal & Private Use Only Page #15 -------------------------------------------------------------------------- ________________ સુણજો રે ભાઈ સાદ મંગફુલકર જેવા તજૂના નેતૃત્વમાં નિષ્ણાતોની સમિતિ નીમેલી. જેણે દેશભરમાં ફરીને હજાર કરતાં વધુ પશુપાલકો તથા ત્રણસો કરતાં વધુ પશુપાલન સાથે સંકળાયેલી સરકારી-સૈચ્છિક સંસ્થાઓની મુલાકાત લઈને આપેલા પોતાના રિપોર્ટમાં વિદેશી ગાયો સાથે કોસ બ્રીડીંગ પર પ્રતિબંધ મૂક્તો કાયદો કરવાની ભલામણ કરેલી. છતાં કાયદો કરવાની વાત તો બાજુએ રહી પણ એ જ સરકારી તંત્રો હજુ પણ ગામડે ગામડે ક્રોસ બ્રીડીંગનો પ્રચાર , કરતાં થાકતા નથી. ભારતીય નિષ્ણાતોની સલાહની અવગણના કરનાર સરકારે હાર્યા વળવું પડે તેવા સમાચાર ઇંગ્લેન્ડથી પ્રાપ્ત થયા છે. વિદેશી આખલાકે તેનું વીર્ય અહીં લાવી અહીંની ઉત્તમ ઓલાદ સાથે તેનું સંસ્કરીકરણ કરવાનો વિરોધ કરનારા નિષ્ણાતોની એક દલીલ એ પણ હતી કે આપણી ઓલાદ જેવી રોગપ્રતિકારક શક્તિ વિદેશો ગાયો ધરાવતી ન હોવાથી સંકરીકરણના આવા કાર્યક્રમો દ્વારા તેમની નબળી રોગપ્રતિકારક શક્તિ પણ * સંક્રમિત થશે. આવો કોઈ ચેપી રોગ વિદેશી આખલાઓના વીર્ય દ્વારા આપણી ગાયોમાં સંક્રમિત થશે તો આપણે વિશાળ સંખ્યામાં આપણા અણમોલ પશુધનને ખોવાનો વારો આવશે. સૂર્યની સામે આંખ મીંચી દઈને સૂર્યના અસ્તિત્વનો જ ઈન્કાર કરતા ભોળા ઘુવડની જેમણે એન. ડી. ડી. બી. અને આઈ. ડી. સી.ના ઓફિસરો અને તેમના પાળીતા સરકારી અધિકારીઓ આ ચેતવણીઓ સામે આંખ મીંચી દઈ જાણે આવા કોઈ ભયનું અસ્તિત્વ જ ન હોય તેમ વર્તતા હતા. પરંતુ બ્રિટનમાં હજારો ગાયોને મોતના મોંમાં ધકેલી દેનાર “મેડ કાઉ ડિસીઝ’ નામનો રોગ જે રીતે ખતરનાક પરિમાણ ધારણ કરી રહ્યો છે અને તેણે દુનિયાભરમાં તથા ખાસ કરીને યુરોપમાં જે પ્રત્યાઘાતો જન્માવ્યા છે તે કદાચ આ.સરકારી ઘુવડોની આંખો ખોલાવીને રહેશે તેમ લાગે છે. ગાયોના ચેતાતંત્રની અસર કરતા આ રોગનું સત્તાવાર નામ બોવાઈન સ્પોન્ચીફોર્મ એન્કફલોપથી અથવા ટૂંમાં બી.એસ.ઈ. છે. બ્રિટનની ગાયોને ગાંડી બનાવનાર આ રોગ તેમને લાગુ પડ્યો હોવાથી તેવી રોગિષ્ઠ ગાયોનું માંસ લોકોના પેટમાં ન જાય તે હેતુથી ફન્સથી માંડીને સાઉદી અરેબિયા સુધીના દેશોની સરકારોએ બ્રિટનમાંથી ગાયનું માંસ આયાત કરવા પર સખત પ્રતિબંધ મૂકી દીધો છે. જગતના સુધરેલા ગણાતા દેશો પણ પોતાના આર્થિક For Personal & Private Use Only Page #16 -------------------------------------------------------------------------- ________________ સુણજો રે ભાઈ અદ સ્વાર્થ ખાતર લોકોના સ્વાથ્ય સાથે કેવાં ચેડાં કરે છે તેનો ખ્યાલ એ બાબત પરથી આવશે કે એક જુનિયર બ્રિટિશ મિનિસ્ટરે હમણાં કેન્ચ લોકોને એમ કહ્યું છે કે ફ્રાન્સનું પેરિયર નામનું મિનરલ વોટર પ્રદૂષણયુક્ત હોવા છતાં અમે તેને નભાવી લીધું હતું તેમ તમે પણ આ રોગિષ્ઠ માંસ સામે ઝાઝો શહાપોહ ન કરો. “તેરી બી ચૂપ ઓર મેરી બી ચુપની નીતિ અજમાવવાની સલાહ પોતાની જાતને અતિવિકસિત ગણાવતા દેશના પ્રધાન આપે ત્યારે આપણા પ્રધાનો આવું કેટલું વૈદ્ય-ગાંધીનું સહિયારું કરતા હશે તે કલ્પનાનો વિષય છે. ફ્રાન્સનો આ પ્રતિબંધ બ્રિટનની મીટ લૉબી માટે એક મોટા ફટકા.સમાન નીવડયો છે કારણ કે બ્રિટનની બીફની કુલ નિકાસનો અર્ધા કરતાં વધુ હિસ્સો ફોન્સ ખરીદતું હતું. હજી ગયા વર્ષે જ ફાન્સે ૧૫૭૦ લાખ પાઉન્ડની કિંમતનું ૭૧,૩૦૦ ટન બીક બ્રિટન પાસેથી ખરીદેલું. રશિયાએ તથા ઑસ્ટ્રિયાએ પણ બ્રિટિશ બીફની આયાત બંધ કરી છે તો બીજા કેટલાક દેશોએ ૧૮ જુલાઈ ૧૯૮૮ પહેલાં જન્મેલાં બ્રિટિશ પ્રાણીઓ (જીવતાં)ની આયાત ઉપર અંકુશ દાખલ કરી દીધો છે. જો આવાં પ્રાણીઓ જોખમકારક હોય તો કુસ્પિન આણિ મંડળીએ તેમના કોસબ્રિડીંગમાં પ્રોગ્રામ માટે ૧૮ જુલાઈ ૮૮. પહેલાં જન્મેલા પરદેશી આખલાઓ કે તેમનું થિજાવી દીધેલું વીર્ય આયાત કર્યું હશે અને ગામડે ગામડે તે દ્વારા જે પશુઓ પેદા કર્યા હશે તે ભારતમાં પણ આવો વિનાશ નહિ વેરે ? અને આવાં કોઈ ગંભીર પરિણામો આવે તો તેની જ્વાબદારી ઓપરેશન ફલડ અને શ્વેતક્રાંતિના આ પ્રણેતાઓની રહેશે ખરી ? જો કે ચેોંબિલની અણુરજની અસરવાળું બટર પણ તેમની અંગત જાયદાદ જેવી ડેરીઓ દ્વારા લોકોના પેટ સુધી પહોંચાડી દેવાની ધૃષ્ટતા કરી શકનાર આ લોકો આવી કોઈ જવાબદારી સ્વીકારે એ શેખચલ્લીના સપના જેવી વાત છે. મેનકા ગાંધી જેવાં કો'ક ભડ (ધ વન ઍન્ડ ઓન્લી મેન ઈન ધ કેબિનેટ?) પ્રધાન પાસે આ બાબતનું ખાતું હોય અથવા કલોડ અલ્વારિસ જેવો કો’ક એકલવીર પત્રકાર તેમનાં કારસ્તાન ખુલ્લા પાડે તો જ આવાં તત્ત્વોને ‘લાઈનમાં લાવવાની કાં'ક આશા રાખી રાકાય. બ્રિટનમાં આ રોગ કેમ ફાટી નીકળ્યો તેનો ઈતિહાસ પણ રસપ્રદ છે. તપાસ કરતાં જાણવા મળ્યું કે બ્રિટિશ ખેડૂતો પોતાની ગાયોને માંસયુક્ત ખોરાક For Personal & Private Use Only Page #17 -------------------------------------------------------------------------- ________________ સુણજે રે ભાઈ સાદ ખવડાવતા હતા. ગાય જેવા તદ્દન બિનમાંસાહારી પ્રાણીને આવા ઘંઈ પણ પ્રકારનું પ્રાણિજ પ્રોટન કે ઘેટાંનું મુડદાલ માંસ ખવડાવવા પર હવે બ્રિટિશ સરકારે પ્રતિબંધ લાંઘો છે. રોગિષ્ઠ ઘેટાંનું માંસ ખવડાવવાથી તેનો ચેપ ગાયોને લાગવાથી આ રોગ પ્રસર્યો હોવાનું મનાય છે. આપણા દેશમાં પણ ઘણાને ખબર નહિ હોય કે બનાસ, અમૂલ, સાગર જેવી ડરીઓ દ્વારા તૈયાર કરવામાં આવતું અને યેનકેનપ્રકારણે ખેડૂતોને જે ખરીદવા મજબૂર કરવામાં આવે છે તે પશુદાણ કે પશુઆહાર પ્રાણિજ પદાર્થોથી સર્વથા મુક્ત નથી હોતાં. તેમાં હજી બ્રિટનની જેમ સીધેસીધું માંસ વાપરવામાં નથી આવતું પણ ડેરીઓના આ કેટલફીડ બનાવવામાં વપરાતાં દ્રવ્યો બનાવવા માટે પણ વાપરવામાં આવતાં બીજાં કેટલાંક પેટાદ્રવ્યોની ઝીણવટભરી ચકાસણી કરનારને તુર્ત ખ્યાલ આવશે કે એ પશુઆહાર પ્રાણિજ દ્રવ્યોથી સર્વથા મુક્ત નથી. મુંબઈના તબેલાવાળા પણ પોતાની ભેંસોને આવો તૈયાર પશુઆહાર જ ખવડાવતા હોય છે. તેથી પ્રાણીજ પદાર્થોનો અંશ પણ પોતાના પેટમાં ન જવા દેવાની દઢ માન્યતાવાળા લોકો માટે આવી ડરીઓનું દૂધ, બટર કે તેમાંથી બનાવેલું ઘી વપરાય કે કેમ તે વિચારવું રહ્યું. દેશની વર્તમાન સમસ્યાઓના વાસ્તવિક ઉકેલની ઊંડી કોઠાસૂઝ ધરાવનાર રાજકોટના એક વિદ્વાન પ્રભુદાસ બેચરદાસ પારેખને ટી.બી.ની સારવાર માટે પાટણના એક વૈદ્યરાજે અમદાવાદ પાસેના સૂકી પ્રદૂષણયુક્ત હવા ધરાવતા પાનસર નામના ગામમાં મહિનો રાખેલા, ત્યારે દર્દીના પેટમાં લીમડો જાય અને તેનો ગુણ થાય તેવી ઈચ્છાથી વૈદ્યરાજ ત્યાં બાંધેલી બકરી અને ગાયને લીમડો ખવડાવી તેનું દૂધ પ્રભુદાસભાઈને પિવડાવતા જેથી તે દૂધમાં લીમડાના ગુણ આવે, સાજા થયા પછી આ દાખલો ટાંકી પ્રભુદાસભાઈ કહેતા કે આ દેશની અન્નાહારી પ્રજાને સીધેસીધી માંસાહારી બનાવવી શક્ય નથી તેથી આ રીતે ડેરીઓ દ્વારા પશુદાણમાં જ પ્રાણિજ તત્ત્વો દાખલ કરી પશુઓને ખવડાવી તે પશુઓના દૂધ દ્વારા આડકતરી રીતે પ્રાણિજ તત્ત્વો અન્નાહારીઓના પેટ સુધી પહોંચાડવાનો કાર્યકમ આરંભાયો છે. : પહેલી નજરે તો આ કોઈ તરંગી રૂઢિચુસ્ત માણસનો કલ્પનાવિલાસ લાગી, પણ જીનિવા ખાતે મળેલી વર્લ્ડ ડેરી કોન્ફરન્સમાં આપણી સરકારના એક સત્તાવાર પ્રતિનિધિએ કરેલું વિધાન જોતાં લાગે કે આવું કાંઈબજ હોય For Personal & Private Use Only Page #18 -------------------------------------------------------------------------- ________________ n. સુણજો રે ભાઈ સાદ ( તો નવાઈ નહિ. આપણા પૈસે પરદેશાની સહેલગાહ કરનારા એ પ્રતિનિધિઓ બીજા દેશોના પ્રતિનિધિઓ સમક્ષ ભાષણ આપતાં એમ કહેલું કે અમારા દેશનાં પશુઓની તલમાં અમારા લોકોની ધાર્મિક ભાવનાઓ આડે આવે છે, માટે આપણે સૌએ ભેગા મળી એવા ઉપાયો શોધી કાઢવા જોઈએ કે જેથી લોકોની લાગણીઓ ઉર્યા સિવાય આપણે તેની તલ વધારી શકીએ.’ પશુઓના કોસબ્રીડીંગનો કાર્યક્રમ કદાચ આવી કોઈક કોન્ફરન્સમાં શોધી કઢાયેલા ઉપાયના પરિપાકરૂપ જ જણાય છે. સંકર ગાયોના પુરસ્કર્તાઓ ભલે ગમે તેટલી વાર ના પાડે પણ એ હકીકત છે કે સંકર ગાયોમાં વાછહાં ખેતીના કે બળદગાડામાં જોતરવાના કામમાં આવતાં નથી અને પરિણામે તલખાના ભણી જ ધકેલાઈ જાય છે. હવે આ સંકરણનો કાર્યક્રમ જેમ જેમ આગળ વધતો જાય તેમ તેમ જન્મેલી વાછરડીઓ તો લોકો હજી દૂધ માટે ય ઉછેરે પણ. વાછરડાઓ તો સીધા કતલખાને જ જાય. પરદેશોમાં ગાયોનો ઉછેર દૂધ અને માંસ માટે (મિક પરપઝ અને મીટ પરપઝ) જ થતો હોવાથી તેમને તો આ ઈષ્ટ છે પણ આપણો ખેડૂત તો ગાયનું દૂધ અને ખેતી માટે (મિલ્ક પરપઝ અને ડ્રાફટ પરપઝ) ઉછેરતો હોવાથી સંકર ગાય તેના કામની જ નથી. એક બાજુ દેશના સમગ્ર કૃષિ-આધારિત અર્થતંત્રની આધારશિલારૂપ બળદથી તે વંચિત રહે અને બીજી બાજુ દેશની વિશાળ બહુમતી ધરાવતી અહિંસાપ્રેમી પ્રજા કતલખાને જતાં સંકગાયનાં વાછરડાંથી નારાજ રહે તેવી ગાંડી નીતિ અપનાવવા પાછળ ક્યો તર્ક કામ કરતો હશે? હકીકતમાં તો દેશના જેનેટિક રિસોર્સીઝના નાશથી ચિંતિત વિદ્વાનોએ જ નહિ પણ જીવદયા અને પંજરાપોળો માટે કરોડો રૂપિયા ખર્ચતા લોકોએ પણ આ કોસબ્રીડીંગની સરકારી નીતિનો સખત વિરોધ કરવો જોઈએ, નહિતર એક દિવસ જ્યારે લાખો-કરોડોની સંખ્યામાં ગાયોના સંકરીકરણ સુધી વાત પહોંચશે તથા તે સંકર ગાયોના વાછરડા કશાય કામમાં ન આવવાથી ભેંસના પાડાની જેમ યાંત્રિક કતલખાનાંઓને પુરવઠો પૂરો પાડવાનું સાધન બની રહેશે ત્યારે દેશની બધી પાંજરાપોળો તથા ગૌશાળાઓ ભેગી થઈને પણ તેને બચાવી નહિ શકે. “રોગ અને શત્રુને તો ઊગતો જ ડામી દેવો સારો એમ નીતિશાસ્ત્રકારે કહ્યું છે. For Personal & Private Use Only Page #19 -------------------------------------------------------------------------- ________________ સુણજો રે ભાઈ સાદ પશુઓથી માંડીને અનાજનાં બીજ સુધીના દરેક ક્ષેત્રમાં પ્રચારાતું સંકલકત્સ્ય, જે આ દેશના સમૃદ્ધ વારસાના રક્ષણ માટેની લડાઈના જંગમાં શત્રુઓની મોખરાની હરોળમાં છે, તેને ઊગતું ડામી દેવામાં તો આપણે કાચા નીવડ્યા છીએ, પણ આ દુશ્મન દેશના મૂલ્યવાન જર્મપ્લેમ રિસોર્સીઝનો સફાયો બોલાવી દે તે પહેલાં તેનો ખાતમો બોલાવી દેવાની તક હજી ઊભી છે. પ્રદેરોપ્રદેશના આ વૈવિધ્યને નષ્ટ કરી એકવિધતા દાખલ કરવામાં કેટલું જોખમ રહેલું છે તેનો એક દાખલો બસ થઈ પડશે. ચોખાની દુનિયાભરમાં રહેલી એક લાખ વીસ હજાર જાતોમાંની જે ૮૩,૦૦૦ જાતો પર મનિલાબી ઈન્ટરનેશનલ રાઈસ રિસર્ચ ઈન્સ્ટિટ્યુટ કબજો જમાવી બેસી ગઈ છે તેમાંની “ઓરિઝા નિવારા" નામની ભારતનાં જંગલોમાં થતી એકમાત્ર જાત એવી છે કે જે ‘ગાસી સ્ટન્ટ વાયરસ ડિસીઝ નામના રોગ સામે પ્રતિકારકશક્તિ પૂરી પાડનાર “જીન્સ’ ધરાવે છે. હવે જો આ જાત જંગલના જે એકાદ નાનકડા ભાગમાં થતી હોય તે જંગલને તમે એકાદ બંધ બાંધવાના નામે કે રેલવેલાઈન નાખવાના નામે નષ્ટ કરી દો.તો સમગ્ર માનવજાતે એ એકમેવ જાતથી કાયમ માટે નાહી નાખવાનું રહે અને પછી જો હાલ વપરાતી પ્રચલિત જાતોને ગ્રાસી ટન્ટ ડિસીઝ લાગુ પડે તો ભૂખમરાને કારણો ટપોટપ મરતા લાખો લોકોને જોઈ હાથ જોડી બેસી રહેવા સિવાય હાયમાં કશું ન રહે. અમદાવાદમાં વસ્ત્રાપુર તલાવડી ખાંતે અરવિંદ સોસાયટીમાં “સંવર્ધન તથા ‘એસોસિયેશન ફોર ધ પ્રોપગેશન ઑફ ઇન્ડિજિનસ જેનેટિક રિસોર્સીઝના નામે સંસ્થા ચલાવતા શ્રી કોરા માથેન અને મિત્રો પોતાની મર્યાદિત શક્તિઓ વડે, નષ્ટ થતા જતા આ વારસાને બચાવી લેવા ઝઝૂમી રહ્યાં છે. ડાંગર, દેશી વૃક્ષો, તેલીબિયાં અને પશુઓના ક્ષેત્રમાં આપણે કેટલી વૈવિધ્યસભર જાતો ધરાવતા હતા તેની માહિતીનું આદાનપ્રદાન કરવા પાંચ-પાંચ સંમેલનો બોલાવી તે ચર્ચાનો સંગ્રહ કરતાં પુસ્તકો પણ તેમણે બહાર પાડ્યાં છે. વૃક્ષારોપણના ક્ષેત્રે નીલગિરિ અને સુબાવળ જેવી નુકશાનકારક જાતો, ખેતીના ક્ષેત્રે બનાવટી રાસાયણિક ખાતરો, જંતુનાશક ઝેરો તથા ધરતીના ભૂગર્ભ જળભંડારો ખાલીખમ થઈ જાય તેટલું મબલખ પાણી માગતી હાઈબ્રીડ ઘઉં, ચોખા, શેરડી, કપાસની જાતો, તેલીબિયાંના ક્ષેત્રે સૌરાષ્ટ્રની For Personal & Private Use Only Jain Education Interational Page #20 -------------------------------------------------------------------------- ________________ સુણજો રે ભાઈ સાદ લીલી નાઘેર ધરતીને એક દિવસ રણમાં પરિવર્તિત કરી દેવાનું જોખમ ખડું કરનાર મગફળી તથા કૃષિ આધારિત અર્થતંત્રની કરોડરજ્જુ જેવા બળદો ખેડૂતના હાથમાંથી ઝૂંટવી લઈ ગરીબ ગ્રામવાસીઓના પોષણનાં એકમાત્ર સાધન દૂધને પણ વેપારની ચીજ બનાવી દઈ તેમને અલભ્ય બનાવી દેનાર સંકર ગાયો સુધીના આ વર્ણસર અનિષ્ટોથી જે દિવરો પ્રજા યાકે તે દિવસે મૂળ જાતોનાં બીજ પણ બચ્યાં હો તો કદાચ આપણે પુનઃ સર્જન કરી શકીશું. પરંતુ રાંડ્યા પછીના ડહાપણની આ વેળા આવે તે પહેલાં જ અગમબુદ્ધિ ગુજરાતીઓ પોતાની સઘળી શક્તિ અને વગ વાપરીને રાજકારણીઓ, સચિવો અને સમાજના અગ્રણીઓ સુધી આ વાત પહોંચાડી, ભૂલ્યા ત્યાંથી પાછા ફરી આ આત્મઘાતક નીતિઓને ઊલટાવી દેવા યોગ્ય. દબાણ લેવા તો હજી સાવ મોડું થયું નથી. પરંતુ જો આપણે હજી નહિ જાગીએ તો “ફિર પછતાયે ક્યા હોવત, જબ ચિડિયા ચૂગ ગઈ ખેત’ને યાદ કરી રોવા સિવાય બીજું કશું આપણા હાથમાં નહિ હોય. Jain Education Interational For Personal & Private Use Only Page #21 -------------------------------------------------------------------------- ________________ માંસ છોડો-પર્યાવરણ બચાવો મેનકા ગાંધીના નવે.’૯૧ ‘ઈલે. વીકલી’ના એક લેખ અનુસાર.માંસાહાર પર્યાવરણને અપાર નુક્શાન પહોંચાડે છે.. જેમ ફ્રીઝ કે એર કન્ડિશનર ઓઝોનના પડમાં ગાબડાં પાડવા દ્વારા કે પેટ્રોલ-ડીઝલનાં વાહનો હવાને પ્રદૂષિત કરવા દ્વારા પર્યાવરણને હાનિ પહોંચાડે છે, તે જ રીતે માંસ માટે ઉછેરાતાં ઘેટાં-બકરાં-ડુક્કર-ગાય-બળદ કે મરઘાં સુદ્ધાં પર્યાવરણ સામે મોટા જોખમરૂપ બની ગયાં છે. વ્યાપારી હેતુથી ઉછેરાતી ગાયે વર્ષે ૧૫૦૦ લિટર દૂધ આપવું જ પડે છે, મરઘીએ રોજનું ઈંડું પેદા કરવું જ પડે છે, જ્યારે ભૂંડણે ૧૪ બચ્ચાં જણવાં જ પડે છે એટલું જ નહિ તે બધાંનું ભેગું વજન છ મહિનામાં. જૂ. ૧.૦૦૦ કિલોગ્રામ થવું જ જોઈએ અને આ બધા માટે જૂના જમાનામાં માણસ માટે બિનઉપયોગી પદાર્થો ઢોરોને ખવડાવતા તે પૂરતું ન થઈ પડે. માંસાહારીઓ માટે ઉછેરાતા આ પ્રાણીઓને જાત-ભાતનો ખોરાક આપવો પડે છે. કોઈને કલ્પના પણ હરો કે દુનિયાભરમાં મારવામાં આવતી માછલીઓમાંથી ચોથા ભાગની માછલીઓનો ઉપયોગ તો આવા પશુઓના આહાર માટે ‘ફિશમીલ' તૈયાર કરવા માટે થાય છે. સમગ્ર ત્રીજા વિશ્વની પ્રજાને ભાગે જેટલું અનાજ અને કઠોળ આવે છે તેથી વધુ અનાજ-કઠોળ તો માત્ર અમેરિકા અને રશિયા જ પોતાના પશુઓ (અલબત્ત, માંસની મજા માટે ઉછેરાતા)ને ખવરાવી દે છે. આ વાંચ્યા પછી કયો સમજદાર નાગરિક ત્રીજા વિશ્વના દેશોની ભૂખમરાની સમસ્યા માટે વસતિવધારાને દોષ આપશે ? કહેવાતા વિકસિત દેશો ગરીબ દેશોના ભાગના અનાજને આ રીતે વેડફી દે છે તેના તરફ્થી લોકોનું ધ્યાન બીજે ખેંચી જવા માટે તેમણે ગરીબ દેશોની બધી રામસ્યાઓના એક માત્ર કારણરૂપે વસતિવધારાનું નાડું પકડાવી દીધું હોય એમ નથી લાગતું ? જેથી તેમની મોજમજા અબાધિતપણે ચાલુ રહે અને બીજી બાજુ વસતિવધારા નામના ‘હલકા લોહીના હવાલદાર'ને માથે દોષારોપણની ચાબુકો વીંઝાતી રહે. બ્રિટન પોતે જેટલું અનાજ ઉગાડે છે તેના ત્રીજા ભાગનું અનાજ ખાવા જાનવરોને માંસ માટે તગડા કરવા ખવડાવે છે. For Personal & Private Use Only Page #22 -------------------------------------------------------------------------- ________________ ૧૦ સુણજો રે ભાઈ સાદ આટલું જ અનાજ ઉમાશંકર જોશીના ૨૫ કરોડ ‘ભૂખ્યા જનોનો જઠરાગ્નિ' રામાવવા કાફી થઈ પડે. એક બાજુ માંસાહારીઓના જીભના ચસકા માટે સાટલો અક્ષમ્ય વેડફાટ કરવામાં આવે અને બીજી બાજુ ભારત જેવા દેશોમાં અનુકંપાની ઉત્તમ લાગણીથી પ્રેરાઈ ભૂખે મરતાં પશુઓને ઘાસનો એક મૂળો પણ નીરવામાં આવે તો “ગરીબો ભૂખે મરતા હોય ત્યારે નકામા જાનવરોને ખવડાવવામાં અનાજ-ઘાસ વેડફી નાખવામાં આવતું હોવાનો’’ હોબાળો કરવામાં આવે તે કેટલું વાજબી ગણાય એ પણ વિચારણીય છે. ‘ઘરનાં, છોકરાં ઘંટી ચાટે અને ઉપાધ્યાયને આટો' કહેવત નિશાળીયાને સદષ્ટાંત સમજાવવી હોય તો કામ આવે તેવો ક્લાસિક દાખલો તો એ છે કે ભૂખે મરતા ભારત સહિતના ત્રીજા વિશ્વના આ જ દેશો દર વર્ષે બસો લાખ ટન જેટલો પશુઆહાર ઈ.ઈ.સી. (યુરોપિયન ઈકોનોમિક કમ્યુનિટી)ના ‘ઉપાધ્યાયો’ના કલ્યાણાર્થે નિકાસ કરે છે. ઈ.ઈ.સી.ના દેશોમાં પેઠા થતા. માંસ અને દૂધના દસમા ભાગનું માંસ અને દૂધ, ભારત સહિતના ત્રીજા વિશ્વના ‘ગરીબ પણ દરિયાવ દિલના’ દેશો જે પશુઆહાર ત્યાં મોકલી આપે છે તેને આભારી છે. માત્ર આ પશુઆહારની નિકાસ જ બંધ કરી દેવામાં આવે તો શ્રીમાન કુરિયન અને તેમના મિત્રો દર વર્ષે લાખ્ખો-કરોડોનું મોઘું હૂંડિયામણ દૂધના પાઉડરથી માંડીને ગંધાતા બટર-ઓઈલ સુધીની ચીજવસ્તુઓની આયાતમાં વેડફી નાખે છે તે અટકી જાય. શ્વેત રાષ્ટ્રોના આ બગલાઓ બધે જ એકસરખા ધોળા છે. બ્રિટન કે .ઈ.ઈ.સી.ના દેશો ભારત જેવા દેશોના પશુઓને ભૂખે મારવાની જવાબદારી ઉપાડી લે છે તો દક્ષિણ અમેરિકાના ગરીબ દેશોના જંગલોનો ખાત્મો બોલાવી દેવાની જવાબદારી ‘પોતાના પાડોશીને પ્રેમ કરવાની કળા'માં પાવરધા યુ.એસ.એ. એ ઉપાડી લીધી છે. દુનિયાભરમાં વરસાદ ખેંચી લાવતા દક્ષિણ અમેરિકાનાં ગાઢ જંગલોનો ખાત્મો એટલા માટે બોલાવી દેવામાં આવે છે કે જેથી અમેરિકનોને બહુ ભાવતી માંસની વાનગી ‘હેમ્બર્ગર' માટે માંસ પેદા કરવા જાનવરો ઉછેરી રાકાય. જીવનના સારા-નરસા કોઈપણ ક્ષેત્રમાં અમેરિકનો - યુરોપિયનોથી પાછળ ન રહેવા કટિબદ્ધ એવા કેટલાક આપણા દેશવાસીઓએ પણ આ જ દિશામાં કદમ ઉઠાવ્યાં છે. મુંબઈની ફાઈવસ્ટાર હોટલો. વિમાનોમાં દેશ-પરદેશ ઉડતા નવધનિકો અને મોટી મોટી કંપનીઓની કેન્ટીનોમાં ચીકનનું માંસ પૂરું પાડી શકાય તેવા ‘ઉમદા હેતુથી For Personal & Private Use Only Page #23 -------------------------------------------------------------------------- ________________ . :- * * * સુણજો રે ભાઈ સાદ ૧૧ અહમદનગર પાસે શરૂ થનાર “એગ્રીટક નામની હેચરી વર્ષે ૯૧,૦૦,૦૦૦ કિલો જેટલા ચોખા, મકાઈ અને સોયાબીન મરઘાઓને તગડા કરવા ખવડાવશે, જેટલું અનાજ કદાચ ૯૧,૦૦૦ જેટલા ભૂખ્યા લોકોને આખું વર્ષ બે ટંક પેટ ભરીને ખાવા ચાલી શકે. બેડા પાણી માટે જે દેશમાં બહેનોએ દસ-દસ કિલોમીટર સુધી પગ ઘસડવા પડે છે તે જ દેશમાં આ હેચરીવાળા મહાશય બાર જેટલા બોરવેલ ખોદી રોજના લાખ માણસને પીવા માટે પૂરું પાડી શકે તેટલું પાણી વેડફી નાખશે. દેશસેવાના આ મહાન ફાર્ય’માં તેમને સાનુકૂળતા કરી આપવા માટે ૯૮૦ લાખના તેમના આ પ્રોજેકટમાં ૬૦૦ લાખ રૂપિયા જેટલી લોનની ખેરાત તો આઈ.ડી.બી.આઈ., આઈ.એફ.સી.આઈ, સ્ટેટ બેંક અને આઈ.સી.આઈ.સી.આઈ. જેવી ચાર બેંકો જ કરશે. માંસાહારીઓ માંસ ન ખાતા હોત તો અનાજની તીવ્ર અછત સર્જાત અને અન્નાહારીઓ ભૂખે મરત, માટે પોતે માંસ આરોગીને અનાજ બચાવવાનું સુકૃત કરતા હોવાનો દાવો કરનાર મહાનુભાવોને ખબર હશે ખરી કે બે લાખ ટન જેટલું પ્રાણિજ પ્રોટીન મેળવવું હોય તો વીસ લાખ ટન જેટલું વનસ્પતિજ પ્રોટીને તે આ પ્રાણીઓને ખવડાવવું પડે છે ! સાત કિલો જેટલું અનાજ વેડફાય ત્યારે એક - કિલો જેટલું અનાજ માંસ પેદા થાય છે ઘઉં કે ચોખાના રૂપમાં પ્રોટીનનું એક યુનિટ પેદા કરવા માટે ઊર્જાના બે થી દસ એકમો વપરાય છે. જ્યારે બીફ, મટન, ઈંડાં કે ડુક્કરના માંસના રૂમાં એટલું જ (એક યુનિટ) પ્રોટીન પેદા કરવા માટે ૧૦ થી ૭૮ યુનિટ જેટલી ઊર્જ વેડફાઈ જાય છે. ઊર્જાના ઘેરી કટોકટીના યુગમાં ઊર્જાના આવા અક્ષમ્ય વેડફાટને સે નભાવી લેવાય ! - મિડલ-ઇસ્ટના દેશોમાં માંસની નિકાસ વર્ષોવર્ષ વધારવા રહી વિદેશી હૂંડિયામણની આવકની મધલાળ લોકોને બતાવતા વેપાર ખાતાના પ્રધાનો અને અમલદારો હકીકતમાં ઘોડા વેચીને ગધેડો ખરીદતા મૂર્ખ ફૂલણજીની જેમ કુલાય છે. નિકાસ થયેલ એક કિલો માંસ કદાચ સો રૂપિયાની નોટ કમાઈ આપતું હશે પણ એટલું માંસ પેદા કરવા માટે દેશે તેનાથી પાંચ ગણી કિંમતનાં કુદરતી સાધનોનું સત્યાનાશ કાઢી નાખવું પડે છે. ગણતરી વગરની નિકાસના આવા રવાડે ચડીને દક્ષિણ અમેરિકાના દેશો તો બરબાદ થઈ ચૂક્યા છે અને ભાસ્તને પણ જો વધુ નિકાસ અને પરિણામે વધુ ગરીબાઈના વિષયમાં For Personal & Private Use Only Page #24 -------------------------------------------------------------------------- ________________ ૧૨ સુણજો રે ભાઈ સાદ ફસાવી દેવામાં આવશે તો રવિબાબુની ‘શસ્ય શ્યામલા આ ધરતી પર થોડાક દાયકામાં ઘાસનું એક તણખલું પણ નહીં ઊગે. અંત પણ મેનકા ગાંધીના શબ્દોથી જ કરીએ તો “જો તમે ધરતીની લીલી ચાદરને રક્ષવા માંગતા હોવ, હવામાં પ્રાણવાયુનું કે જમીનમાં ચોખ્ખા પાણીનું પ્રમાણ વધારવા માગતા હોય તો શરૂઆત માંસ ખાવાનું છૌડવાથી કરો, બાકી બધું પછી આવે છે.” તા.ક. : જાન્યુઆરી ૭, ૧૯૯૧ના ‘ટાઈમ' મેગેઝિનમાં પ્રગટ થયેલ વિગત અનુસાર ૧૯૮૦ની સાલમાં જેટલાં જંગલોનો નાશ કરવામાં આવ્યો તેમાં ૭૨% જંગલોનો નાશ માંસ માટેનાં પ્રાણીઓનો ઉછેર કરવા માટે કરાયેલ. For Personal & Private Use Only www jainelibrary.org Page #25 -------------------------------------------------------------------------- ________________ ફર્ટિલાઈઝર સબસીડી : ધીમું ઝેર છાપાંઓના તંત્રી પોતાના તંત્રીલેખમાં ફર્ટિલાઈઝર પર અપાતી સબસીડીને કુપાત્રે દાન' ગણાવી આવી સબસીડીઓને સત્વરે બંધ કરવાની . ભલામણ કરે કે દુનિયાભરના પર્યાવરણવાદીઓ-કહેવાતી હરિયાળી ક્રાંતિના ' ભાગરૂપ-બનાવટી ખાતરોના વપરાશની વાંઝણી બનતી જતી જમીનો અંગે : ચેતવણીની સાયરન બનાવવા માથું પછાડીને મરી જાય તો પણ, સબસીડી દૂર . કરવાની વાત તો આધી રહી, પરંતુ નફફટ થઈને સબસીડીમાં વધારો જાહેર કરવામાં આવે છે તે હકીકત આપણે સ્વીકારેલી કલ્યાણ રાજ્યની વિભાવનામાં રહેલી કેટલીક મૂળભૂત ક્ષતિઓ તરફ અંગુલિનિર્દેશ કરે છે. ફર્ટિલાઈઝરોના રૂપમાં દવાના ડોઝ જમીનને આપી તેની પાસેથી વધુ કામવધુ પાક લેવાના લોભમાં સોનાનાં ઈંડાં આપણી મરઘી જેવી જમીનને વેરાન બનાવી ખતમ કરવાનું આત્મઘાતી વલણ રહેલું છે એવી સીધી સાદી વાત અતુલ શાહ કે છાપાનો તંત્રી સમજી શકે પણ મધુ દંડવતે કે વી. પી. સિંધના ભેજામાં ન ઊતરે એવું નથી. હકીકતમાં ૧૯૪ 9 પછી જીવનના દરેક ક્ષેત્રની જેમ રાજ્યવ્યવસ્થામાં પણ નહેરુ આણિ મંડળીએ પરદેશી ‘વેસ્ટમિન્સ્ટર મોડલ’ સીધેસીધું અપનાવી લીધું એના પાપે ચૂંટણીમાં બહુમતી મેળવવા લોકોને રાજી રાખવાનું એકમાત્ર ધ્યેય વી. પી. કે દંડવતે જેવા પ્રામાણિક અને નિષ્ઠાવાન ગણાતા રાજકારણીઓને પણ ‘પોપ્યુલિસ્ટ પોલિટિક્સ (લોકપ્રિયતાનું રાજકારણ)ની આવી ગોબરી નીતિઓ અપનાવવા મજબૂર. કરે છે. પ્રજાનું વાસ્તવિક કલ્યાણ ઈચ્છતા જાગરૂક વિચારકે આવા સમયે આ કે તે વ્યક્તિને બે-ચાર ગાળો આપીને કે ઈધરઉધરના થોડા ધમપછાડા મારીને બેસી રહેવામાં આત્મસંતોષ ન અનુભવતાં પશ્ચિમચા નહેરુની ‘વેલફેર સ્ટેટ (વિનોબા જેને પોતા ચાટડૂક શૈલીમાં ‘ઈલફેર સ્ટેટ' કહેતા)ની ઉછીની લીધેલી વિષકન્યાને અરબી સમુદ્રમાં નાખી આવવી પડશે. પણ લોકશાહી, બહુમતવાદ, ચૂંટણીપ્રથા જેવી આ કન્યાઓને “પવિત્ર ગાય ગણી તેને અડવામાં પણ પાપ માનનારા અને આ લોખંડી એકદાની અંદર જકડાયેલા For Personal & Private Use Only Page #26 -------------------------------------------------------------------------- ________________ ૧૪ : સુણજો રે ભાઈ સાદ રહી આમતેમ વાગડથીગડ કરવામાં કૃતકૃત્યતા અનુભવનારા સુક્ષુ ભાઈઓનું પત્રકારત્વથી માંડીને સમાજસેવા સુધીના સઘળાં ક્ષેત્રોમાં જ્યાં સુધી વર્ચસ્વ છે ત્યાં સુધી એ વાત તો નજીકના ભવિષ્યમાં શકન્ય જણાતી નથી. તેથી જાતે નોંતરાતી દેશની બહાલી જોઈ ન શક્તા વિચારવંતોએ જ્યારે જ્યારે આવું બને ત્યારે ત્યારે, એ નાણામંત્રી હોય કે પ્રધાનમંત્રી, તેમની ઉપર ચારે બાજુથી વિચારોનો એકધારો મારો ચલાવવો જોઈએ. કડવી દવા પાવાની પોતાની ફરજમાંથી ચૂકી માવતર કયારેક કમાવતર બને તો પછી છોરુએ પણ એ કમાવતરને કડવી દવાના ફાયદા જણાવી તે પાવા માટે મજબૂર કરવી પડે. ફર્ટિલાઈઝરની જ વાત કરીએ તો આ સબસીડીઓ અને સરકારી પ્રચારના પડઘમના પાપે આ દેશમાં માત્ર પ૩,૦૦૦ ટન અને ૨,૧૨,૦૦૦ ટનની અલ્પ માત્રામાં વપરાતા ફોસ્ફટિક અને નાઈટ્રોજિનસ ફર્ટિલાઈઝરોનો વપરાશ ૨૭ વર્ષમાં જ વધીને ૧૯૮૭-૮૮માં અનુક્રમે ૨૨,૫૯,૦૦૦ ટન અને ૫૮,૩૬,૦૦૦ ટનની ભયજનક સપાટીએ પહોંચી ગયો. કમનસીબીની વાત તો એ છે કે એક મેકોલેના વખતથી પ્રગતિના ભ્રામક ખ્યાલોમાં રાચતું આપણું ભોટ શિક્ષાણખાતું દુનિયાભરના બૌદ્ધિક ફર્ટિલાઈઝરના આ વધતા વપરાશને જ્યારે ભય અને ચિંતાની નજરે જુએ છે ત્યારે તે તેને પોતાનાં પાઠ્યપુસ્તકોમાં ‘પ્રગતિની પારાશીશી’ તરીકે ગણાવે છે. આ પ્રગતિ'ના પરિણામે આપણી જમીનમાં ૧૯૬૦ થી ૧૯૯૦ના ત્રીસ વર્ષમાં ૨૧,૬ ૮,૫૫૫ ટન જેટલું ફલોરિન ને ૫૫૩૨ ટન જેટલું યુરેનિયમ ઊડે સુધી પેસી અડ્ડો જમાવી બેસી ગયું છે. જેના કારણે આપણે જે અનાજ ખાઈએ છીએ તેમાં ૨૫૭૫ પી.પી.એમ. ફલોરિન પણ ખાવું પડે છે અને દર એક કિલો અનાજ દીઠ યુરેનિયમના ૨૪૩ બિકવેરીલ્સ (એકમનું નામ) પણ પેટમાં પધરાવવા પડે છે. શ્રી આર. અશોકકુમારે જાન્યુ'૯૦માં તૈયાર કરેલી એક મેન્યુસ્લિપની ગણતરીઓના ચોંકાવનારાં પરિણામો અનુસાર તો આપણા દેશની સિંચાઈ હેઠળની જમીનના ભૂગર્ભજળમાં નાઈટ્રેટનું પ્રમાણ ૩૦૨ પી.પી.એમ. જેટલું થઈ ગયું છે. જ્યારે વધુમાં વધુ સલામત મર્યાદા ૪૫ પી.પી.એમ.ની છે. નાઈટ્રોજનયુક્ત કૃત્રિમ ખાતરોના વપરાશે આપણી જમીન, ખોરાક અને પીવાના પાણી સુધીના પ્રાથમિક આવશ્યકતાઓને કેટલી ભયજનક રીતે પ્રદૂષિત કરી દીધી છે. તેનો આથી વધુ બીજો આંખ ઉઘાડનારો પુરાવો શો —– For Personal & Private Use Only Page #27 -------------------------------------------------------------------------- ________________ સુણજો રે ભાઈ સાદ ૧૫ હોઇ શકે ? મુખરજી પી. નેજા અને સુશીલ એ.કે. જેવાઓએ કરેલા અભ્યાસોનાં તારણ એમ બતાવે છે કે મોટા બંધોના વિસ્તારોમાં ભૂગર્ભ જળમાં ફ્લોરિનનું પ્રમાણ ભયજનક રીતે વધી જાય છે. મહેસાણા જિલ્લાનાં અસરગ્રસ્ત બે ગામોમાં થયેલો અભ્યાસ ક્લોરિનનું પ્રમાણ ૩.૨ પી.પી.એમ. થી ૩.૮ પી.પી.એમ. જેટલું બતાવે છે. જ્યારે નાગાર્જુનસાગર વિસ્તારમાં એ પ્રમાણ ૩ થી ૧૩ પી.પી.એમ. અને તુંગભદ્રા ડેમની આજુબાજુના ગામડાંઓમાં ૫.૪ થી ૧૨.૮ પી.પી.એમ. સુધીનું જણાય છે. ફર્ટિલાઈઝરોનો વપરારા આ જ ગતિએ વધતો રહ્યો તો ઈ.સ. ૨૦૦૦ની સાલ સુધેમાં ભૂગર્ભજળમાં ક્લોરિનનું પ્રમાણ ૧૧.૮ થી ૫૦ ૫ી:પી.એમ. સુધીનું અને ઈ.સ. ૨૦૫૦ સુધીમાં ૮૩ થી ૩૫૦ પી.પી.એમ. સુધીનું થઈ જશે..આંકડાઓની ઇન્દ્રજાળમાં જેમને રસ ન પડે તેમની જાણ માટે એ જણાવું જરૂરી થઈ પડશે કે ઉચિત માત્રાથી વધુ પડતા લોરિનવાળું પાણી પીવાથી સાંધા જકડાઈ જવાની તકલીફ્ એટલે હદે વધી જાય છે કે આવા પ્રદૂષિત પાણીવાળા ગામડાંમાં લોકો રાત્રે સૂતી વખતે પથારી ઉપર.જાડું દોરડું લટકાવી રાખે છે, જેનો ટેકો લઈ સવારે પથારીમાંથી બેઠા થઈ શકાય. બળદોને જ્યારે આવું પાણી પીવું પડે છે ત્યારે બેઠેલા બળદોને ઊભા કરવા બે ખેડૂતોએ શિંગડાં ખેંચી તેમને મદદ કરવી પડે છે, બળદ જેવા રાક્તિશાળી પ્રાણીની આ દશા થાય ત્યારે માણસની તો શી વલે થાય ? છાપાંઓનાં વેપાર-ઉદ્યોગને લગતાં પાનાંના સંપાદકો નવા-નવા ફર્ટિલાઈઝર પ્લાન્ટોના સમાચાર હોરો હોશે પીરસતા હો ત્યારે કે કહેવાતા ખેડૂત નેતાઓ ફર્ટિલાઈઝરના ભાવોમાં સબસીડી મેળવવા પોતાની રાજકીય વગનો ઉપયોગ કરતા હો ત્યારે પોતે પ્રજાના હિતસ્ત્રીનો કે હિતરાત્રુનો રોલ અદા કરી રહ્યા છે તે વિચારવા ધોભતા હશે ખરા ? મહાભારતની સિરિયલ જોઈ ‘જ્ઞાન ને શાણપણ’નાં અદ્ભુત વારસા સમા આ મહાકાવ્યને મનોરંજન મેળવવાનું સાધનમાત્ર બનાવી દેનાર પેઢીને એ ખ્યાલ પણ નહિ હોય કે મહાભારતનું શાંતિપર્વ આદર્શરાજ કેમ ચલાવવું તેનું પણ સચોટ નિરૂપણ કરે છે. આધુનિક વિજ્ઞાનના અંધશ્રદ્ધાળુઓને જેમાં વહેમ અને પુરાણ સિવાય કાંઈ જડતું નથી તેવા આ મહાકાવ્યની કેટલીક વાર્તાઓ For Personal & Private Use Only Page #28 -------------------------------------------------------------------------- ________________ સુણજો રે ભાઈ સાદ પ્રતીકાત્મક રીતે સુંદર મેસેજ (સંદેશ) આપી જાય છે. આવી જ એક લવાર્તામાં ગાયના દરેક અંગપ્રત્યંગમાં જુદા જુદા દેવતાઓએ પોતાનો વાસ કરી લીધા પછી મોડા પડેલા લક્ષ્મીજી પોતાને કોઈ એક અંગમાં રહેવા દેવાની વિનંતી કરે છે, ત્યારે ગાય કહી દેછે કે ‘“મારા દરેક અંગનો કબજો કોઈને કોઈ દેવતાએ લઈ લીધો હોવાથી ચાંય જગ્યા નથી તેથી તમારે રહેવું હોય તો મારા છાણમૂત્રમાં રહી શકો છો.’’ (શક઼ન્મુત્રે નિવસેતુ) અને લક્ષ્મીજીએ તે વાતનો સ્વીકાર કરી ત્યારથી ગાયના છાણ-મૂત્રમાં નિવાસ કર્યો. મોટાં મોટાં થોથાં પાછળ હજારો ટન કાગળોના વેડફાટ કર્યા પછી તથા રીસર્ચને નામે પ્રજાની પસીનાની કમાણીના અબજો રૂપિયાનો વ્યય કર્યા પછી પણ કહેવાતા અર્થશાસ્ત્રીઓ જે વાત સમજી શકતા નથી તે મહાસત્ય મહાભારતકારે એક કથાના ઉપનય દ્વારા કેવું સુપેરે સમજાવી દીધું છે. ૧૬ પશુઓના છાણ-મૂતરમાં લક્ષ્મીજીનો વાસ છે એ વાત જો રાજકારણીઓ અને સચિવો ખરેખર જાણતા હોત તો એ પશુઓની મોટા પાયા પર તલ કરી તેમનાં ચામડાં અને માંસની નિકાસ કરી વિદેશી હૂંડિયામણ કંમાઈ તે વિદેશી હૂંડિયામણમાંથી ફર્ટિલાઈઝરની આયાત કરી તેના વપરાશ માટે સબસીડી આપવાની ‘ગાયને દોહીને કૂતરાને પાવાની’ મૂર્ખામી કરત ખરા ? ફર્ટિલાઈઝરના ભાવમાં સબસીડી, ટ્રેક્ટરો ખરીદવા માટે ઓછા વ્યાજની લોન, અનાજના પોષણક્ષમ ભાવો, સિંચાઈ અને વીજળીના દરોમાં રાહત, આવી જાતભાતની માંગણીઓ કરીને ‘જગતના તાત’ ખેડૂતને દી' ઉગ્યે સરકાર પાસે શકોરું લઈ ભીખ માંગતા માંગણીઓમાં પરિવર્તિત કરી દેનાર ખેડૂત નેતાઓને હૈયે જો ખેડૂતનું સાચું હિત વસ્યું હોય તો તેમણે હરિયાળી ક્રાંતિની ભ્રાંતિને સવેળા જાકારો આપી દઈ ખેતીના આસમાને આંબવા લાગેલા ખર્ચને ધરતી પર ઉતારવાનો પ્રયાસ કરવો જોઈએ. બાપદાદા પાસેથી વારસામાં મળેલી જમીન, પરંપરાગત ચાલી આવતી બળજોડી તથા ઓજારો, ગયા વરસનું સાચવેલું બિયારણ, ધરના ઢોર પાસેથી મફ્ત મળતું છાણ-ખાતર અને એક પૈસાનો ય સિંચાઈ દર ભર્યા સિવાય બાપીકા કૂવામાંથી કોશ દ્વારા ખેંચી લેવાતા પાણીને કારણે એક જમાનામાં ખેતીની ‘ઈનપુટ’ ઝીરો હતી. જે કાંઈ પાકતું તે ચોખ્ખો નફો રહેતો, જ્યારે આજે કૃષિ યુનિવર્સિટી અને એગ્રિકલ્ચરલ ડિપાર્ટમેન્ટોએ For Personal & Private Use Only : Page #29 -------------------------------------------------------------------------- ________________ .* સુણજો રે ભાઈ સ્પદ . શીખવેલી સુધરેલી ખેતીના પુણ્યપ્રતાએ ફર્ટિલાઈઝર, જંતુનાશક દવાઓ, સંકર બિયારણો અને ટ્રેકટસેથી માંડીને ડીઝલ એન્જિનો સુધીના ખર્ચાઓએ ખેડૂતની નાનકડી કમર પર એટલો મોટો બોજો નાખ્યો છે કે એક પાક લેતો ૫૦ વર્ષ પહેલાંનો ખેડૂત જેટલો સુખી હતો તેટલો સુખી ત્રણ પાક લઈ વારે માસ વેઠ કરતો આજનો પંજાબ-હરિયાણાનો ખેડૂત પણ હશે કે કેમ તે એક યક્ષપ્રશ્ન છે. મુંબઈના ગુજરાતી બૌદ્ધિકોમાં મધુ દંડવતેના ઘણા મિત્રો અને પરિચિતો છે. બજેટ સબસીડીની આ દરખાસ્તો પર ફાઈનલાઈઝેશનની મહોર છાપ મરાઈ જાય તે પહેલાં તેમના આ મિત્રો તેમને સસ્તી લોકપ્રિયતાના રાજકારણના કળણમાંથી બહાર આવી મૂઠી ઊંચેરા માનવી’ સિદ્ધ થવાની તક ઝડપી લેવા સમજાવી શકશે? સબસીડીના મધ મીઠાં ઝેર પાનાર મધુ કરતાં કડવી દવા પીવાનો દંડ’ કરનાર દંડવતે ભવિષ્યના નાણાંપ્રધાનો માટે એક ઊજળો આદર્શ પૂરો પાડી શકરો. For Personal & Private Use Only Page #30 -------------------------------------------------------------------------- ________________ નાના બાળકોની હત્યા કરવાના અનેક રસ્તા છે, બેબીડ તેમાંનો એક છે! . , ઓપરેશન ફલડનાં બણગાં ફૂંકનાર ડૉ. વર્ગીઝ કુરિયનની કહેવાતી શ્વેતક્રાંતિની પાછળ છુપાયેલા સફેદ જૂઠનો પર્દાફાશ કરીને જેમણે સારાયે દેશમાં હલચલ મચાવી દીધેલી અને ગોવામાં ફાઈવસ્ટાર હોટેલો બાંધી ત્યાંની સ્થાનિક સંસ્કૃતિનો નાશ કરતાં મોટાં મોટાં ઉઘોગગૃહો જેમના નામથી ફફડે છે તેવા ડૉ. ક્લોડ અલ્બારિસે ‘બેબી ફૂડ’ને ‘બેબી કલર’નું ઉપનામ આપેલું. * હકીક્તમાં મોટા બંધો, થર્મલ પાવરસ્ટેશનો, રાસાયણિક ખાતરો અને સમગ્ર સિન્વેટિક કલ્ચર સુધી પ્રસરેલા આંધળી પ્રગતિના વિરોધમાં શરૂ થયેલ આંદોલનની સફળતાના શ્રીગણેશ બેબીફૂડ વિરોધી આંતરરાષ્ટ્રીય ઝુંબેશની .. સફળતાથી જ થયેલા. તબીબી ચિકિત્સાના ક્ષેત્રે જેનો જોટો જગતમાં જડવો મુશ્કેલ છે, તેવા . આયુર્વેદના મહાન ગ્રંથ ભાવપ્રકાશ નિઘંટુના દુષ્પવર્ગના ૨૨મા શ્લોકમાં માતાના દૂધના ગુણોનું વર્ણન કરતાં તેને પચવામાં અત્યંત હલકું, શીતલ, જઠરાગ્નિને પ્રદીપ્ત કરનાર અને વાયુને, પિત્તને, નેત્રરોગને તથા શૂળને મટાડનાર કહ્યું છે. મહર્ષિ ચરક જેવા અજોડ ચિકિત્સક ભલે માના ધાવણને ‘અમૃતોપમ’ કહીને તેના બે મોઢે વખાણ કરે કે ડૉ. કલોડ અલ્વારિસ જેવા આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત વિદ્વાન ભલે ‘બેબી ફૂડ’ને ‘બેબી કલર’ કહી વખોડી કાઢે, પણ ૧૯૪૭ પછી આપણા માથે મરાયેલી સરકારને ડૉ. અલ્વારિસ કે મહર્ષિ ચરક કરતાં મહર્ષિ કુરિયન અને એમની એન. ડી.ડી.બી.ના ચેલાઓમાં વધુ વિશ્વાસ છે કે જે ડૉ. કુરિયનને એમ પૂછવામાં આવે છે કે “ઈન્ફન્ટ મિલ્ક ફૂડ''ની જાહેરાતમાં બાળકોના હસતા ચહેરા બતાવવા પર પ્રતિબંધ હોવા છતાં તમે ‘અમૂલ સ્પે’ના ડબલા ઉપર બાળકનો ખિલખિલાટ હસતો ચહેરો કેમ બતાવ્યો છે ?' ત્યારે હિંદુ ફિલ્મના ખલનાયકની ધૃષ્ટતાથી જે એમ કહી શકે છે કે “તો શું હું ત્યાં હાથીનો ચહેરો બતાવું ?' For Personal & Private Use Only Page #31 -------------------------------------------------------------------------- ________________ ૧. સુણજે રે ભાઈ સાદ જે “અમૂલ'ની સિદ્ધિઓના ગુણ ગાતાં ડૉ. કુરિયન અને એમના હેળા, ભક્તો થાકતા નથી તે અમૂલે બેબી ફૂડની જાહેરાતો પર પ્રતિબંધ હતો ત્યારે પણ એ પ્રતિબંધને ઘોળીને પી જવા કેવા કેવા ગોરખધંધા કરેલા તેને એક જ દાખલો બસ છે. જ્યારે જ્યારે અમૂલ સ્પે’ જેવી બનાવટોના ભાવ વધાંરવાનો પ્રસંગ આવે ત્યારે ત્યારે છાપાઓમાં એ ભાવવધારાની મોટી મોટી જાહેરાતો છાપી તે જાહેરાતોમાં એકદમ ધ્યાનાકર્ષક રીતે તેની બેબીકૂડની બનાવટોના ડબલાનું ચિત્ર પણ દર્શાવવામાં આવે જેથી આડતરી રીતે તેની જાહેરાત થઈ જાય. પ્રજાના પૈસે દેશ-વિદેશમાં ભણીને બાદશાહી સગવડો ભોગવતા આ લોકો એ જ પ્રજાને ઠગવા કેવી કેવી તરકીબો અજમાવે છે એ જાણ્યા પછી હકીકતમાં તો તેમને ન્યાયની અદાલતમાં ઘસડી જઈ તેમનો જવાબ માગવો જોઈએ એને બદલે પ્રજાકલ્યાણનાં ફિફાં ખાંડનાર સરકારે બેબીકૂડની જાહેરાત પરનો પ્રતિબંધ જ ઉઠાવી લઈ અમૂલવાળા સજ્જનોને બુદ્ધિના આવા દાવપેચ લડાવવાની મહેનતમાંથી જ ઉગારી લીધા છે. • એક રીતે જોઈએ તો આવા પ્રસંગો કહેવાતી લોકશાહી સરકારોના દંભનો પરદો ચીરી નાખવાનું કામ કરે છે. રાજકુમાર,કોલેજોમાં ભણાવવા દ્વારા બગાડાયેલા કેટલાક રાજવીઓના મોજશોખને આગળ કરીને રાજાઓના રાજ ઝૂંટવી લેનાર લોકશાહી તંત્રના પ્રધાનો આજે એ રાજાઓને પણ ટપી જાય તેવા બાદશાહી વૈભવો અને સાલિયાણાં ભોગવે છે, તેમ ક્યાંક ક્યાંક ખૂણેખાંચરે બાળકીને દૂધ પીતી કરી દેવાના બનતા પ્રસંગોનાં વાજાં વગાડી ભારતીય સમાજવ્યવસ્થાને તોડી પાડનાર એ જ આધુનિકોએ ગર્ભ-પરીક્ષણ કે બેબીકૂડના સ્વરૂપે કયાંય મોટા સ્તર પર બાળકીઓને દૂધ પીતી કરી દેવાની પ્રવૃત્તિ શરૂ કરીને પોતાની વિચારધારામાં રહેલા-જલદી ન પરખાય તેવાવિરોધાભાસને છતો કર્યો છે. સરકારનો અત્યંત ગોબરો આ નિર્ણય “વર્લ્ડ હેલ્થ એસેમ્બલી’ના ૧૯૮૧ના આંતરાષ્ટ્રીય બેબી ફૂડના કોડનો જ નહિ પરંતુ ખુદ ભારત સરકારના આરોગ્ય મંત્રાલયના ૧૯૮૩ના નેશનલ કોડનો પણ ભંગ કરનાર છે. આ કોડ અનુસાર અત્યાર સુધી ઈન્ફન્ટ મિલ્ક ફૂડ, ફીડીંગ બોટલ્સ તથા તેની રબરની ડીંટડી જેવી વસ્તુઓની માત્ર ટીવી. રેડિયો ઉપર જ નહિ પરંતુ છાપાઓમાં પણ જાહેરાત પર પ્રતિબંધ હતો. જ્યારે “ઇન્ડિયન ઍકેડમી For Personal & Private Use Only Page #32 -------------------------------------------------------------------------- ________________ २० ઓફ પિડિએટ્રિક્સ’ના તજ્જ્ઞોની ભલામણથી માતાનું ધાવણ છોડાવ્યા પછી વાપરવા જેનો પ્રચાર કરવામાં આવે છે તેવી ફોરેક્સ, સિરેલક જેવી ચીજોની સરકારી જાહેરાતોનો પ્રતિકાર ભલે કરીએ પરંતુ દરેક નાગરિકે એ સમજી લેવાનું રહેશે કે જ્યાં સુધી આ ઉપભોગવાદી સંસ્કૃતિને જડમૂળથી ઉખાડીને ફેંકી નહિ દેવાય ત્યાં સુધી એક યા બીજા સ્વરૂપે આધુનિક શિક્ષિતો, રશહેરીઓ અને શ્રીમંતોની ત્રિપુટી આવા ઝેરી પદાર્થો આપણા માથે મારતી જ રહેવાની. તેનાથી બચવાનો રસ્તે દરેક વ્યક્તિ કે કુટુંબે પોતે જ નક્કી કરી લેવાનો છે. એસોસિયેશન ફોર કન્ઝયુમર્સ એકશન ઓન સેફ્ટી ઍન્ડ હેલ્થના ડૉ. આર. કે. આનંદના મતે એ રસ્તો એક જ હોઈ શકે કે જેની જાહેરાતો કરાતી હોય તેવી બજારુ ચીજો વાપરવાનું સંદતર બંધ કરી પરાપૂર્વથી ઘરે-ઘરે બનાવવામાં આવતી જાતભાતની વાનગીઓનો જ બાળકથી માંડીને વૃદ્ધો સુધીના સૌના ભોજનમાં સમાવેશ કરવો. તેઓ તો ત્યાં સુધી કહે છે કે જે વસ્તુમાં પોતાનામાં કોઈ ખરેખરો ગુણ ન હોય તેની જ જાહેરાત કરવી પડે માટે જેની જાહેરાત આવતી હોય તે વસ્તુમાં પ્રાયઃ કોઈ તત્ત્વ નહિ જ હોય, તેમ સમજી લેવું. ગુજરાતીમાં એક કહેવત છે કે ‘ઊધતાને જગાડાય, જાગતાને (જાગતો હોય છતાં ઊંધવાનો ડોળ કરતો હોય તેને) કેમ જગાડાય ?' બેબીફૂડનાં અનિષ્ટો અને માના ધાવણની અત્યુત્તમતાથી સરકાર અજાણી હોય તો તેને સમજાવી શકાય, પરંતુ આ બાબત એટલી તો સર્વવિદિત છે કે તેના પ્રત્યેક પાસાથી વાકેફ સરકાર જાણીબૂઝીને બહુરાષ્ટ્રીય કંપનીઓના દબાણ નીચે અને જાહેરાતના પૈસા કમાવાની લાલચ નીચે આવો નિર્ણય કરે ત્યારે તે સરકાર ‘લાતોનું ભૂત’ છે તે સમજી લેવું રહ્યું. સુણો રે ભાઈ સાદ For Personal & Private Use Only ه દૂધમાં પાણી ભેળવીને વેચનાર ગોવાળિયાને દંડ થાય અને અમૂલ સ્પ્રે જેવી બનાવટોની જાહેરાતો કરી-વેચી પૈસા કમાવા માટે ભાવિ પેઢીના આરોગ્યને કાયમી નુક્શાન પહોંચાડનાર અમૂલ કે કુરિયનને ઍવોર્ડો મળે અને તેમની સિદ્ધિઓના યશોગાન ગવાય ત્યારે ‘મૂઠી જારના ચોરની દેવડીએ દંડાવાની અને લાખ ખાંડી લૂંટનારની મહેલોમાં મોજ કરવાની’ વાત ન સમજી શકનાર કરસનદાસ માÌકની યાદ આવ્યા વગર ન રહે. આનો પ્રયાર સરકારી માધ્યમો દ્વારા ન કરી રાકાય તેવો હુકમ બહાર પાડવામાં આવ્યો હતો. Page #33 -------------------------------------------------------------------------- ________________ ૨૧ સુણજો રે ભાઈ સાદ • • ‘વીનીંગ ફૂડસના નામે ઓળખાતા આ પદાર્થો પણ તદ્દન બિનજરૂરી અને નુકશાનકારક હોવાથી હક્તિમાં તો છાપાઓમાં પણ તેની જાહેરાતો પર પ્રતિબંધ મૂકવાની જરૂર હતી તેના બદલે બધા જ પ્રકારના બેબીકૂટની જાહેરાતોના દરવાજા બધા જ માધ્યમો દ્વારા ખોલી નાંખીને સરકારે એ સાબિત કરી આપ્યું છે કે મોટા-મોટા યંત્રોદ્યોગો ચલાવતા દેશવિદેશી ઔદ્યોગિક ગૃહોની સરકારી તંત્રો પર કેટલી મજબૂત પકડ હોય છે. . મોટા મોટા પોષણ વિજ્ઞાનીઓ (ન્યુટ્રિશનિસ્ટ)નો સ્પષ્ટ અભિપ્રાય છે કે કુદરતી ખોરાકનો ૮૫ ટકા ભાગ પચીને શરીરમાં ભળી જાય છે જ્યારે બનાવટી સિન્કટિક ફૂડનો માંડ ૨૦ ટકા ભાગ શરીર પચાવી શકે છે. બાકીનો ફેંકી દેવા માટે શરીરને જે વધારાનો શ્રમ કરવો પડે તે નફામાં. કન્ઝયુમર ગાઈડન્સ સોસાયટીના ડૉ. હીરાનંદાનીના કહેવા મુજબ આવી બનાવટોમાં જે કૃત્રિમ રંગો, સુગંધીઓ તથા પ્રિઝર્વેટીવ્સ વાપરવામાં આવે છે તેની શરીર પર વિનાશક અસરો થતી હોય છે. એસ.એન.ડી.ટી.ના રીસર્ચ યુનિટના વિભૂતિ પટેલના જણાવ્યા મુજબ એડવર્ટાઈઝીંગ કંપનીઓના બુદ્ધિશાળી (હકીકતમાં તો કુટિલ) મેનેજરો દ્વારા કરતા આકમક જાહેરખબરિયા પ્રચાર વડે સામાન્ય પ્રજા પૌષ્ટિક, સસ્તા, સ્વાદિષ્ટ ખોરાકથી દૂર થતી જઈ રોગોત્પાદક અને નકામા કચરા જેવા ખોરાકને અપનાવતી જાય છે એ એક પ્રકારનું સાંસ્કૃતિક આક્રમણ છે. ભારતીય અર્થવ્યવસ્થાના નિષ્ણાત શ્રી વેણીશંકર મુરારજી વાસુ પોતાનું આગવું ગણિત ગણાવતાં કહેતા કે પાંચથી માંડીને દસ રૂપિયે લિટરના ભાવે વેચાતું દૂધ પીતા હિંદુસ્તાનના અભણ ગામડિયાને બુદ્ધિશાળી કહીશું કે ત્રણ-ચાર રૂપિયામાં ૨૦૦ મિલિલિટર રંગીન પાણી ખરીદી ૧૫ કે ૨૦ રૂપિયે લિટરના ભાવે થમ્સઅપ કે લિસ્કા પીતા ભણેલા શહેરીને ? બેબીફૂડ જેવી અનેક બાબતો પ્રજાને માથે મારતા રાજકારણીઓ, સચિવો, છાપાંઓ કે એડવર્ટાઈઝીંગ એજન્સીઓ તો સહેજે યાદ આવી જાય છે. અત્યારનું બેબીવૂડ વિરોધી આખું આંદોલન-પશ્ચિમમાંથી આપણે ત્યાં આવેલું છે. એટલે તેમની દલીલો માતાનું દૂધ તાજું. સસ્તુ, છ, જ્યારે જોઈએ ત્યારે તરત જ મળી શકે તેવું અને રોગપ્રતિકારક શક્તિ પેદા કરનારું હોવાથી આરોગ્યપ્રદ હોવાની વાત સુધી જ આવીને અટકી જાય છે, જ્યારે આપણ-દેશમાં તો માતાના દૂધના આ બધા લાભો ઉપરાંત તેના વડે મા અને Jain Education Interational For Personal & Private Use Only Page #34 -------------------------------------------------------------------------- ________________ ૨૨ ણજો રે ભાર્દ સાદ, બાળક વચ્ચે જે અપ્રતિમ સ્નેહની ગાંઠ બંધાય છે તેવું તેના વડે માતા દ્વારા બાળકમાં આનુવંશિક ગુણોના સંક્રમણ દ્વારા થતા સંસ્કારોના આધાનનું વિશેષ મહિમાગાન કરવામાં આવ્યું છે. રામાયણના એક પ્રસંગમાં લંકાવિજય કરીને પાછા ફરતા રામચંદ્રજી, લક્ષ્મણ, સીતા વગેરેને વનમાં તપ કરતી પોતાની માતા અંજનાદેવી પાસે લઈ જઈ જ્યારે હનુમાનજી એક પછી એક મર્યાદાપુરુષોત્તમ રામ, પ્રચંડ શૌર્યના સ્વામી લક્ષ્મણ અને મહાસતી સીતા જેવી વિભૂતિઓનો પરિચય કરાવે છે ત્યારે જે ઉમળકો બતાવવો જોઈએ તે બતાવતાં “ઠીક, હરશે જેવા શબ્દો વાપરી અંજનાદેવી ઉદાસીન રહે છે, ત્યારે આવાં વિશિષ્ટ મહેમાનોનું અપમાન થવાનું લાગવાથી હનુમાનજી મા આગળ ફરિયાદના સૂરમાં પૂછે છે કે “મા આમ કેમ?” તે જ પળે મા અંજનાના સ્તનમાંથી વછૂટતી દૂધની ધારા સામે પડેલી કાળમીંઢ શિલા પર અથડાઈ ઊભી તિરાડ પાડી દે છે, ને અંજનાદેવીનો પુણ્યપ્રકોપ શબ્દોમાં વ્યક્ત થાય છે કે, “એસે દૂધ મેને તેરેકું પીલાયો હનુમાન ! તુંને મેરી કૂખ લજાયો.” રાવણ જેવું એક મગતરું સતી સીતાને . ઉપાડી જાય અને તેમને પાછા લાવવા.છેક રામચંદ્રજી જેવાને લંકા સુધી લાંબા થવું પડે, તો મારું આવું દૂધ પીધા પછી પણ તારામાં એ કૌવત નહોતું કે એકલપંડે સીતાજીને પાછા લાવી રામચંદ્રજીને સુપ્રત કરે ? અને વળી પાછો મોટે ઉપાડે બધાનો પરિચય આપવા આવ્યો છું?' વાર્તામાં કેટલું તથ્ય હશે તે. તો વિદ્વાનો જાણે પરંતુ માના દૂધનો કેવો મહિમા આ દેશમાં હતો તેની સચોટ અભિવ્યક્તિ આ નાનકડા પ્રસંગમાં થઈ છે. ધાવણ છૂટવાના કરાણોનું વર્ણન કરતાં ભાવપ્રકાશના રચયિતા પંડિત ભાવ મિશ્ર લખે છે કે “પુત્રના સ્પર્શથી, દર્શનથી, સ્મરણથી અને તેણે સ્તન પકડવાથી ધાવણ છૂટ છે અને પુત્ર ઉપરનો નિરંતર વહેતો નેહ જ ધાવણનો પ્રવાહ થવામાં કારણરૂપ છે.’ તદ્દન બિનજરૂરી ચીજોનું પ્રજાને વ્યસન પાડનાર જાહેરાતકારોને કળાના નામે હોંશે હોંશે એવોર્ડ સુધ્ધાં આપનાર ભોળા ભાભાઓનો આપણા દેશમાં તથા દુનિયાભરમાં તોટ ન હોવાથી તેઓ ભલે બેબીકૂડના અસ્તિત્વ ન ધરાવતા પણ ગુણોનો પ્રચાર કરે પણ એક વાત તો સૌ કોઈએ કબૂલ કરવી પડશે કે માતાનું ધાવણ મા અને બાળક વચ્ચે જીવનભર સ્નેહની જે ગાંઠ પેદા કરે છે, For Personal & Private Use Only Page #35 -------------------------------------------------------------------------- ________________ અરે ભાઈ સાક ૨૩ તે પેદા કરવાની તાકાત તો દુનિયાના કોઈ બેબીકૂડમાં નથી. જે સ્ત્રી એમ ઇચ્છતી હોય કે પોતાનું સંતાન મોટું થઈ એકલપેટું બની પોતાને પણ હડધૂત ન કરે, તેણે પોતાના તેટલા સ્વાર્થ ખાતર પણ બ્રેસ્ટફીડીંગ'ના તંતુ દ્વારા બાળક સાથે કાયમી સ્નેહની ગાંઠ વાળી લેવી જોઈએ. * * કોઈ વિશિષ્ટ સંયોગોમાં ધાવણ જ ન આવતું હોય તેવી સ્ત્રીને ધાવણ વધારનારા ઔષધો સૂચવવાની તે છતાં પણ શકચ ન બને તો ધાવમાતા દ્વારા સ્તનપાન કરાવવાની તથા તે પણ શકય ન હોય તો બકરી કે ગાયના દૂધનું પોષણ આપવા સુધીની વાત આપણે ત્યાં છે. તેથી આવા બહાના નીચે પણ બેબીકૂડનો પગપેસારો ન થઈ જાય તેની સાવચેતી જાગરૂક નાગરિકોએ રાખવા જેવી છે. અન્યથા ડેરીઓ દ્વારા ગામડે ગામડે દૂધનું ટીપે ટીપે ચૂસી લઈ છાશ જેવી અનુપમ ચીજનાં દર્શન પણ દોહ્યલાં બનાવી ગામડાના બાળકોને . અપોષણના ખપ્પરમાં હોમી દેનાર અને હાલ તેલના વેપાર પર એચડી પકડ જમાવી સામાન્ય માનવી માટે તેલ પણ દુર્લભ બનાવી દેવા ભણી આગળ વધી રહેલા ડો. કુરિયન અને તેમના એજન્ટો અમૂલ એ જેવી બનાવટો વેચી પોતાજી સંસ્થાઓને માલેતુજાર બનાવવા માટે સ્તનપાન જેવી કુદરતની અભુત ભેટને નેસ્તનાબૂદ કરી દેવા પોતાનાથી બનતું બધું કરી છૂટશે. For Personal & Private Use Only Page #36 -------------------------------------------------------------------------- ________________ જંતુનાશકમાંના ‘જંતુ’ શબ્દનો વાસ્તવિક અર્થ “માનવ” છે ? જંતુનાશક દવાઓ છાંટેલા ઘઉંનો લોટ દળી તેને તળીને પૂરી બનાવ્યા પછી પણ, તે ખાનાર લગભગ ૧૫૦ વ્યક્તિ ઉ.પ્ર.ના બસ્તિ જિલ્લામાં તાજેતરમાં મોતના હવાલે થયા એ સમાચારે ફરે એકવાર વિચારોને ચિંતિત કરી દીધા છે. સંકર બિયારણના આગમન પછી જંતુનાશકોના વપરાશમાં થયેલ ઝડપી વધારાને કારણે આજે ફુલ ખેતીલાયક જમીનના ચોથા ભાગમાં આ ઝેરનો વપરાશ શરૂ થઈ ગયો છે. તેમાં અર્ધા કરતાં વધુ હિસ્સો તો ડી.ડી.ટી., બી.એચ.સી. અને મેલેથિઓનનો જ છે. પચાસનાઁ દાયકામાં આ દવાઓના વપરાશ વર્ષે માત્ર ૨૦૦૦ ટનનો હતો, જે આજે વધીને ૮૦,૦૦૦ ટન સુધી પહોંચી ગયો છે. છતાં વકતા તો ત્યાં છે કે જીવાત, રોગ વિગેરેથી થતા પાકના નુકશાન (સંગ્રહ વખતના નુકશાન સાથે)નો આંક્ડો જે ૧૯૭૬માં ૩૩૦૦ કરોડોનો હતો, તે આજે વધીને ૬૦૦૦ કરોડનો થયો છે. ૧૯૬૦-૬૧માં ૬૪ લાખ હેક્ટરમાં આ ઝેર (વાસ્તવમાં તેને દવા તો કેમ કહેવાય ! દવા જીવનનું રક્ષણ કરે, તેને હણે નહીં) નાંખવામાં આવતું. તેના બદલે આજે આઠ કરોડ હેકટરમાં નાંખ્યા પછીનું આ પરિણામ છે. ઓટાવા સ્થિત ‘ઇન્ટરનેશનલ ડેવલપમેન્ટ રીસર્ચ સેન્ટર’ના દાવા મુજબ દર વર્ષે કહેવાતા વિકસતા દેશોમાં જ દશ હજાર લોકો જંતુનાશકોના ઝેરથી મરે છે, અને બીજા ચાર લાખ લોકો તેની જુદી જુદી અવળી અસરોથી રિબાય છે. આવા ઝેરને જંતુનાશકો કહીશું કે માનવભક્ષકો કહીશું ? આનો મુખ્ય શિકાર બને છે ખેતમજૂરો. પશ્ચિમના દેશોમાં જેના ઉપર પ્રતિબંધ મુકાયો હોય તેવાં રસાયણો ત્રીજા વિશ્વમાં ઠલવાતાં હોવાને કારણે આ પરિસ્થિતિ સર્જાય છે. મહારાષ્ટ્ર અને આંધ્રપ્રદેશના કપાસ ઉગાડતા પટ્ટામાં આ જંતુનાશકોના કારણે ખેતમજૂરોમાં અંધાપો, કેન્સર, અંગવિકૃતિઓ, લીવરના રોગો તથા ઞાનતંતુઓના રોગો થવાના કિસ્સા નોંધાયા છે. For Personal & Private Use Only Page #37 -------------------------------------------------------------------------- ________________ સુણજો રે ભાઈ સાદ ૨૫ અનાજ સંઘરવા માટે સૌથી અસરકારક ગણાતું એલ્યુમિનિયમ ફોસ્ફાઈડ મનુષ્યના ખોરાકમાં જવાથી ઝેરી અસર કરે છે. ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યુટ ઑફ મેડિકલ સાયન્સીઝના ડૉક્ટની એક ટુકડીએ ૧૯૮૮માં કરેલા એક સર્વેક્ષણ મુજબ આ એલ્યુમિનિયમ ફોસ્ફાઈડના ઝેરના જ રોહતક (હરિયાણા)માં ૧૧૪, ઉ.પ્ર.માં ૫૫ અને હિપ્ર.માં ૩૦ કિસ્સા નોંધાયા હતા. મારી બાનું પિયર તારંગાની તળેટીમાં આવેલા ટીંબા-ગામમાં. તેમના કહેવા મુજબ ત્યાં હોંળીના તહેવાર નિમિત્તે ગામહોળી પેટાવવામાં આવતી. જ્યાં હોળી પેટાવવામાં આવી હોય તે સ્થળે બીજા દિવસે વહેલી સવારે ગામની બધી બહેનો પહોંચી જઈ ખાંળવામાં આવેલાં છાણાં -લાકડાંની રાખ કબજે કરી લેતી, જે અનાજને આખું વર્ષ સારું રાખવા ખપમાં લાગતી. આમ, હોળીના તહેવાર નિમિત્તે જે છાણાં–લાકડાંનો દુવ્યર્ય ર્યો હોવાનું ઉપલક નજરે દેખાય, તે બળેલાં છાણાંલાકડાંની રાખના કણેકણનો ઉપયોગ થઈ જતો. તે એટલા સુધી કે જો બેઈ બહેન થોડીક મોડી પડે તો તેના ભાગે રાખની એક ચપટી પણ ન આવે. દિવેલ નાખવાથી માંડીને રાખ ભેળવવા સુધીની અને ગારમાટીની કોઠીઓમાં ઘરે ઘરે અનાજ સાચવવાની સુંદર વિકેન્દ્રિત વ્યવસ્થા હોય તેને - રફેદફે કરી નાખી, એસ.ટી.સી.ના અબજોના ખર્ચે બનેલાં ગોડાઉનોમાં અનાજ સાથે ઝેર ભેળવીને કરોડોના વહીવટી ખર્ચે અનાજ સંઘરવાની વ્યવસ્થા કરવી (અને તે ય પાછું લાખો ટન અનાજ સડી જાય એ નફામાં) તેને જ પ્રગતિ અને વિકાસ કહીશું? ફોલીડોલ નામના જંતુનાશકના છંટકાવવાળાં ખાંડ અને ઘઉના આટાના વપરાશથી કેરલમાં ૧૦૬ મૃત્યુ નોંધાયેલા. ડી.ડી.ટી., બી.એચ.સી., એલ્ફીન, કલોસડેન, એન્ડ્રીન, મિથાઈલ પેરેયિઓન ટોકસાફેન.અને હાકલોર તથા લિન્ડેન જેવા અનેક જંતુનાશકો કે જેને વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO) દ્વારા અત્યંત ઝેરી અને બિનસલામત ગણાવાયા છે, અને જેના વપરાશ ઉપર અનેક દેશોમાં કાં તો સંપૂર્ણ પ્રતિબંધ અથવા કડક નિયંત્રણ છે, તે આપણા દેશમાં છટકી શા માટે વપરાય છે તેનો ખલાસો સંસદ સભ્યોએ અને પ્રજાજનોએ દેશના અને રાજ્યોનાં કૃષિ ખાતાંઓ પાસેથી માંગવો જોઈએ. જો કે સામો ખુલાસો મળવાની સંભાવના ઘણી ઓછી છે કારણ કે રાંક, ધાતોને તેમના સચિવો જે પોપટપાઠ પઢવે તે રટી જવાનો હોય છે. ' For Personal & Private Use Only Page #38 -------------------------------------------------------------------------- ________________ ૨૬ સુણજો રે ભાઈ સાદ સરેરારા ભારતીયને તેના દેનિક ખોરાકમાં ૦.૨૭ મિલિગ્રામ ડી.. પણ પેટમાં પધરાવવું પડે છે, જેના પરિણામે સરેરાશ ભારતીયના શરીરનાં ટીસ્યુમાં એકત્રિત થયેલા ડી.ડી.ટી.નું સ્તર (૧૨.૮ થી ૩૧.૦૦ પી.પી.એમ.) વિશ્વમાં સૌથી ઊંચું છે. દિલ્હીવાસીઓના શરીરની ચરબીમાં રહેલા જંતુનાશકોનું સ્તર પણ વિશ્વમાં સૌથી ઊંચું છે. કહેવાય છે કે ઘઉમાં ૧.૬થી ૧૭.૪ પી.પી.એમ., ચોખામાં ૦.૮ થી ૧૬.૪ પી.પી.એમ., કઠોળમાં. ૨.૯ થી ૧૬.૯, મગફળીમાં ૩.૦ થી ૧૯.૧, શાકભાજીમાં ૫.૦૦ તથા બટાટામાં ૬૮.૫ પી.પી.એમ. સુધી ડી.ડી.ટી. નોંધાયેલ છે. અનાજ, કઠોળ; દૂધ, ઈંડાં, માંસ અને શાકભાજીના ચકાસાયેલા નમૂનાઓમાંથી અડધોઅડધમાં જંતુનાશકોના અંશો રહી ગયેલા જોવા મળ્યા હતા, અને ત્રીજા ભાગના નમૂનાઓમાં તો આ અંશો WHO દ્વારા સૂચવાયેલ સહ્યમાત્રા કરતાં પણ વધુ હતા. મહારાષ્ટ્રમાં ડેરી દ્વારા બોટલમાં વેચાતા દૂધના ૭૦% નમૂનાઓમાં ડી.ડી.ટી.ના ૪.૮ થી ૬.૩ પી.પી.એમ. અને દિલ્હીનના ૧.૯ થી ૬.૩ પી.પી.એમ. જોવા મળેલ. જ્યારે બંનેની સહ્યમાત્રા ફક્ત ૦.૬૬ પી.પી.એમ.ની જ છે. ડી.ડી.ટી...અને બી.એચ.સી.ના અનુક્રમે સરેરાશ ૩.૬ અને ૨.૬ , પી.પી.એમ. માખણમાં જોવા મળ્યા હતા, જ્યાં સહ્યમાત્રા માત્ર ૧.૨૫ - - પી પી એમની છે. આવા વિષોના સતત વપરાશને કારણે ભૂગર્ભજળ, નદી-નાળાં, તળાવો વિગેરે દૂષિત થયાં છે. કર્ણાટકના હસન જિલ્લાના તળાવોના પીવાના પાણીમાં તો ૦.૦૨ થી લઈને ૦.૨ પી.પી.એમ. સુધી જંતુનારાકો જોવા મળેલા, જ્યારે કાવેરીમાં ૧૦૦૦ પી.પી.બી. (પાર્ટસ પર બિલિયન) બી.એચ.સી.ના તથા ૧૩૦૦ પી.પી.બી. પેરેયિયનના જોવા મળેલા. . સસ્તુ સાહિત્ય' દ્વારા છાપવામાં આવેલા ‘આર્યભિષક’ નામના ૧૦૦ વર્ષ પહેલાં લખાયેલ વનસ્પતિ- ઓષધિવિષયક એક ગ્રંથમાં એવો ઉલ્લેખ છે કે અનાજમાં લીલાં (કા નહિ તેવાં) મીંઢળનાં ફળ રાખી મૂકવામાં આવે તો પારા નાંખેલા અનાજ કરતાં પણ અનાજ વધુ સારી રીતે સચવાય છે. પેઢી દર પેઢી બહેનોની એક પેઢી પાસેથી બીજી પેઢીને વાતાવાતમાં મળી જતા અનુભવ જ્ઞાનનો આવો કેટલો વારસો સ્કૂલ કૉલેજોમાં ભણેલી આપણી શિક્ષિત બહેનોએ જાળવ્યો હશે ! For Personal Private Use Only Page #39 -------------------------------------------------------------------------- ________________ સુણજો રે ભાઈ સાદ ૨૭. વધુમાં વધુ પાક લેવાના ગાંડપણમાં આપણે સંકર બિયારણ ને બનાવટી ખાતરનાં રવાડે ચડ્યા. પરિણામે પાકની રોગપ્રતિકારક શક્તિ ઘટી, અને જંતુનારાકોને પ્રવેશ મળ્યો. અનાજનું ઉત્પાદન વધારવા માટે નહીં પરંતુ જંતુનારાકોને પ્રવેરા અપાવવા સંકર બિયારણનો વપરાશ વધારવામાં આવી રહ્યો છે, તે વાત પ્રજાના ખ્યાલ બહાર ગઈ. વર્ષના બબ્બે ત્રણ ત્રણ પાક લેવાની સિદ્ધિનાં બણગાં ફૂંકતી વેળા એ સદંતર ભૂલી ગયા કે એક જ. પાક લેતાં ખેડૂત તે પાક લણી લે પછી ખેતર ખાલી પડતું. તેવા ખેતરમાં જીવન ટકાવી રાખવા કોઈ આહાર દ્રવ્ય ન મળતાં જીવાતોની અનેક જાતો પર કુદરતી રીતે જ અંકુશ આવી જતો. ખેર ! રાષ્ટ્રીય સ્તર પર કદાચ બહુરાષ્ટ્રીય કંપનીઓના વિરાટ સ્થાપિત હિતો સામે ઝઝૂમવું અઘરું હોય તો પણ છેવટે ગુજરાત પૂરતું ય નવા પ્રધાનમંડળના પ્રધાનો સુધી ‘આધુનિક ખેતી'નાં દુષ્પરિણામોની વાતો જાગરૂક નાગરિકો દ્વારા પહોંચાડાય અને ગુજરાતના સ્તરે પણ આ વિષચક્રને મળતું સરકારી પ્રોત્સાહન અટકે તોય ઘણું.. For Personal & Private Use Only Page #40 -------------------------------------------------------------------------- ________________ પોલ્ટી ફાર્મ્સ કે “કોન્સન્ટેશન કેપ્સ”? વતનના ગામડાના ઘરના આંગણામાં ઢાળેલા ખાટલામાં તમે મીઠી નીંદર માણતા હોવ ત્યારે ઉષ:કાળના આગમનની છડી પોકારતો કૂકડો હળવેકથી તમને ઊધની અંધારી દુનિયામાંથી પ્રકારની દુનિયામાં દોરી લાવે એ ખ્યાલ કેટલો મજાનો છે ! યંત્રવાદે આપણી પ્રાકૃતિક જીવનશૈલીને જે ભરડો લીધો છે તેના કારણે નવી પેઢીને માટે સવારે વહેલા ઊઠવા માટે એલાર્મ ઘડિયાળ કે ટેલિફોન નિગમનું મોર્નિંગ એલાર્મ જ ભલે બચ્યું હોય, પણ હિંદુસ્તાનના લાખો ગામડાંઓમાં વસતા કરોડો ગ્રામજનોને સવારે વહેલા ઉઠાડી દેવાની જવાબદારી’ ફૂડે...ફૂક’ની બાંગ પોકારનારો ફૂકવે આજેય નિભાવે છે. અને . તે પણ એક પૈસાનુંયે “મોર્નીગ અલાર્મ”નું બિંલ ચડાવ્યા વગર ! એચ. એમ. ટી. ભલે “રાષ્ટ્રના સમય પ્રહરી' હોવાનાં બણગાં ફૂકે, સાચ્ચા ‘ટાઈમકીપર્સ ટુ ધી નેશન’ તો કૉપ્યુટરને પણ ચડી જાય તેવી ચોકસાઈથી ભળભાંખળું થયાની આગાહી કરનાર કુટ-રાજે જ છે ! પરંતુ, આ નગુણી માનવજાત જે રીતે પોલ્ટ બિઝનેસના સુંવાળા નામ નીચે મરઘા-મરઘીઓની સમગ્ર જાત સામે જુલમનો છૂટો દોર શરૂ કર્યો છે તે જોતાં પ્રાતઃકાળની “કૂકડે.. કીક...' ટૂંક સમયમાં જ ભૂતકાળની વાત બની જશે એમ લાગે છે, પછી તમને સાંભળવા મળશે તે હશે પોલ્ટી ફાર્મ્સના કોન્સન્ટ્રરાન કેમ્સમાં રિબાતા લાખો મરઘાઓની યાતનાભૂરી ચિચિયારીઓ. ને વધુને વધુ ઈંડાં પેદા કરી નફો રળવા માટે ઉછેરાતી મરઘીઓને ‘લેયરહેન કહે છે જ્યારે જે મરઘાઓને ખુદને કાપી નાખી તેમનું માંસ વેચવાનું હોય . છે તેને “બોઈલર ચીકન” કહે છે. બંનેના ઉછેર અને કતલમાં આચરાતી - જંગલિયતની રીતમાં ફરક છે. માત્રામાં નહિ. પહેલાં ખેતરોમાં તથા ગામમાં ચારે બાજુ સ્વતંત્રપણે ફરતી રહીને આ મરઘીઓ મત્સ્ય ગલાગલ વાય’ અનુસાર ખેતીના પાકને નુકસાન કરતી જીવાતોને પણ દૂર કરી દેતી ને આમ કુદરતી સંતુલનનું એક જળવાઈ રહેતું, તેથી માનવજાતનો નર્યો ભૌતિક સ્વાર્થ પણ જળવાઈ રહેતો. તેના બદલે વધુ ઈડાં For Personal Private Use Only Page #41 -------------------------------------------------------------------------- ________________ ૨૯ સુણજો રે ભાઈ સાદ પેદા કરવાની લાહ્યમાં આધુનિક “માણસે ઈ.સ. ૧૯૪૦ના અરસામાં મરઘીઓને મોટા પાયા પર જાળીવાળા પાંજરામાં પૂરી વધુ ‘ઉત્પાદન લેવાનું શરૂ કર્યું. એ જમાનામાં કુદરતી રીતે મરઘીઓ વર્ષે બે-એક ડઝન જેટલાં ઈંડાં આપતી. તેના બદલે તેના જીન્સ’ સાથે અનેક પ્રકારની છેડાછેડ કરીને અત્યારે તેને વર્ષમાં ૩૦૦ ઈંડાં પેદા કરતી કરવામાં આવી છે. એક જીવંત નારી અસ્તિત્વને પોતાની કુદરતી ક્ષમતા કરતાં બાર-તેર ગણા વધારે બચ્ચાં જણવાની ફરજ પાડવામાં કેટલી કૂરતા રહેલી છે તે તો કદાચ કોઈ નારી જ સમજી શકે ! સરખામણી ખાતર તુલના કરવી હોય તો કહી શકાય કે વર્ષે એક બાળક પેદા કરવાની ક્ષમતા ધરાવનાર માનવ-સ્ત્રીની ગર્ભધારણ પ્રક્યિા સાથે વાનર-ચેડાં કરીને તેને દર વર્ષે બાર બચ્ચાં પેદા કરવા ફરજ પાડવામાં આવે તો તે સ્ત્રીની શી દશા થાય ? આના કરતાં બૂરી દશા એ મરધીની કરવામાં આવે છે. - શરમની વાત તો એ છે કે આ અને આવી બીજી સંખ્યાબંધ જંગલિયત જે પોસ્ટ્રી ફેક્ટરીઓમાં આચરવામાં આવે છે તેની સાથે કડક હાથે કામ લઈ તેને અટકાવવાની વાત તો દૂર રહી, આપણી સરકાર પોસ્ટ્રી ફાર્મ્સની આ ‘જંગલી બહાદુરી’ના શિરપાવ તરીકે તેમને ઈન્કમટેક્ષમાં ૩૩ ટકા માફીથી માંડીને બીજી અનેક જાતભાતની સવલતો પૂરી પાડે છે. - ભારત સરકારે ખુદે બનાવેલા પ્રિવેન્શન ઓફ કુઅલી ટુ એનિમલ્સ ઍકટની કલમ ૧૧ (ઈ) મુજબ કોઈપણ પશુ-પંખીને વાજબી હલનચલનની તક ન મળે તેવાં સાંકડા પાંજરામાં પૂરવાં તે ગુનો બને છે અને છતાં પણ પોતાનો માલ ખપાવવા ઈડાંનાં ગુણગાન ગાતી કરોડો રૂપિયાની જાહેરખબરો છપાવતા શ્રીમંત કસાઈઓ તેમનાં પોલ્ટી કતલખાનાઓમાં એક- એક પાંજરામાં ઠાંસી-ઠાંસીને મરઘીઓને રાખતા હોય છે. અને આઈ.ડી.બી.આઈ., આઈ.એફ.સી.આઈ., આઈ. સી.આઈ.સી.આઈ., એસ.બી.આઈ. જેવી બેંકો આ ગુનાહિત પ્રવૃત્તિઓ ધમધોકાર ચાલે તે માટે કરોડો રૂપિયાની લોનો આપતી હોય છે. બીજાં બધાં પક્ષીઓ કરતાં મરઘા મરથીઓ એટલા બધા ‘લાઈટસેન્સિટિવ હોય છે કે હજી તો સૂર્ય ઊગ્યો પણ ન હોય ત્યાં ભળભાંખળાનું આછું અજવાળું તેમને “કૂકડે...ફૂ.’’ કરતા કરી મૂકે છે. આટલી ઊંચી પ્રકાશ સંવેદનશીલતા ધરાવતા આ પંખીઓને તેઓ વધુ ને વધુ ઈડાં આપવા For Personal & Private Use Only Page #42 -------------------------------------------------------------------------- ________________ .૩ ૦ સુણો રે ભાઈ સાદ ઉત્તેજિત થાય તે માટે અઢાર કલાથી લઈને ત્રેવીસ કલાક સુધી સતત કૃત્રિમ પ્રકાશ નીચે રાખવામાં આવે છે, તેમના પાંજરાની નીચે બેઠકની જગ્યાએ પણ જાળી જ હોય છે જેથી ન તો આરામથી બેસી શકાય કે સૂઈ શકાય. બીજી બાજુ આવા કૃત્રિમ ઉછેરથી થતા અનેક રોગોથી તેમને બચાવવા તથા મરઘી વધુ ઈંડાં આપતી રહે અને ચીકન માટેના મરઘા વધુ તગડા થાય તે માટે હોર્મોન્સથી લઈને એન્ટી-બાયોટિફસનો મારો તો આ ગભરુ પંખીડાં ઉપર સતત ચાલુ જ હોય છે. ચારેબાજુથી વરસતા આ ત્રાસની ઝડીથી કંટાળેલા પક્ષીઓ માનસિક તાણ અને ટેન્શન નીચે પાંજરામાં સાથે રહેલા પક્ષીઓ જોડે લડવાનું શરૂ કરી એકબીજાને ચાંચો મારી લોહિયાળ જંગ ખેલે છે પણ પેલા ‘ખેડૂત” અથવા તો “ઉઘોગપતિ’ કસાઈઓને આવું આંતરયુદ્ધ તેમના નફાને અસર કરતું હોવાથી પોસાય તેમ નથી. તેથી તેમણે આ ‘સમસ્યા’નો પણ ઉકેલ શોધી કાઢ્યો છે ! તેમણે વિચાર કર્યો કે આ પક્ષીઓને ચાંચ છે માટે એકબીજાને ચાંચ મારે છે ને ! તેમની ચાંચ જ કાપી નાખી હોય તો “ન રહેગા બાંસ ઓરન બજેગી બાંસુરી !” કુમળાં બચ્ચાંઓની ચાંચ કાપી નાખવાની આ રીતે એટલી ફૂર છે કે વૈજ્ઞાનિકો સુધ્ધાંએ કહેવું પડે છે આપણા નખ નીચે રહેલ કુમળી ચામડીમાં કાપો મૂકવાથી થાય તેટલી વેદના આ પક્ષીઓને તેમની ચાંચ કાપી નાખવાથી થતી હોય છે. આવી પાશવી પ્રવૃત્તિને ધંધો, ઉદ્યોગ કે ખેતીના નામે ઈન્કમટેક્ષની રાહત આપવાથી લઈને અનેક પ્રકારની સબસીડી આપવા પાછળનો સરકારી (કુ) તર્ક એ છે કે તેનાથી લોકોને રોજગારી પૂરી પડે છે. ગોડસેએ ગાંધીને ગોળી મારી તે દિથી આપણી સરકારોએ ખાદી અને ગ્રામોદ્યોગોનું પોટલું બાંધી અભરાઈ પર ચડાવી દીધું છે, તેને નીચે ઉતારવામાં આવે તો પોસ્ટ્રીમાં જેમને રોજી મળે છે તેમના કરતાં હજારો-લાખો ગણા બીજા લોકોને રોજી આપી શકાય, પણ એ વાત ઘડીભર બાજુ પર મૂકીએ તો પણ આશ્ચર્યની બીના તો એ છે કે હવે જે નવા-નવા મોટા પાયા પરના પોસ્ટ્રી કે બ્રોઈલર કતલખાનાંઓ ખૂલી રહ્યા છે તે તો એટલા બધાં યંત્રધારિત છે કે નવી રોજી આપવાની વાત તો બાજુ પર રહી, હાલ રોજી મેળવતા નાના પાયા પર મરઘાં મારતા કસાઈ- ખેડૂતોની રોજી પણ એ છીનવી લેશે. આમ, ઉગી પાયા પર યાંત્રિક પદ્ધતિએ કામ કરતા મોટા કસાઈ ખેડૂતોને કર રાહત તથા બીજી રાહતો આપવામાં તો રોજગારીનો લૂલો પાંગળો તર્ક પણ નથી દર્દી શકતો. For Personal & Private Use Only Page #43 -------------------------------------------------------------------------- ________________ સુણજો રે ભાઈ સાદ, મરઘા-મરઘીને જો કુદરતી જીવન જીવવા દેવામાં આવે તો તેઓ છ થી સાત વર્ષ સુધી આરામથી જીવતા હોય છે તેના બદલે ઈંડાં આપતી મરઘીને તે ૧૮ થી ૨૦ અઠવાડિયાની થાય ત્યારથી તેની પાસે વધુ ને વધુ ઈંડાં પેદા કરી તે અંદાજે ૭૬ અઠવાડિયાં જેવડી થાય ત્યાં સુધી તેને આ રીતે ચૂસી લઈ પછી મારી જ નાખવામાં આવે છે. જ્યારે ચીકન માટે ઉછેરાતા “બ્રોઈલર’નો પાંચથી સાત અઠવાડિયામાં ફેંસલો કરી દેવામાં આવે છે. . . અહમદનગર પાસે બની રહેલા આવા જ એક વિશાળ બ્રોઈલર કતલખાનાનો પ્રોજેક્ટ- રિપોર્ટ વાંચીએ તો આ “જીવતાં જીવોને કેવી રીતે એક “જણસની જેમ ‘ટ્રીટ' કરવામાં આવે છે તેનો ખ્યાલ આવે. કારખાનામાં જેમ “કન્વેયર બેલ્ટ'માં વસ્તુઓ પસાર થાય તેમ આ કતલખાનામાં મરઘાઓને એક કલાકના એક હજાર (એક મિનિટના સત્તર)ની ઝડપે ઊધા લટકાવેલી હાલતમાં કન્વેયર બેલ્ટ પરથી પસાર કરવામાં આવશે. બ્લીડીંગ પરફેક્ટ થાય તે માટે તેને ઇલે.નો હળવો આંચકો આપી ‘હલાલ કટરથી મારવામાં આવશે. ત્યાર પછી તેના લોહીનો પણ ઉપયોગ કરવા તેનું લોહી એક ટ્રેમાં ઝીલી લઈ, પછી પંખીને ઊકળતા પાણીના કુંડમાં ઝબોળી, પ્લેકીંગ મશીનમાં તેના પીછાં કાઢી, તે પછી હાથથી જ તેના આંતરડાં ખેંચી કાઢવામાં આવશે. એ પછી તૈયાર થયેલાં માંસને મુંબઈની મોટી ફાઈવ-સ્ટાર હોટલો, જુદી જુદી એરલાઈન્સના કીચન અને મોટી કંપનીઓની કેન્ટીનોમાં પહોંચાડવામાં આવશે. લગ્ન અને વેવિશાળથી માંડીને અનેક પ્રસંગોમાં હોંશે-હોંશે આઈસ્ક્રીમ પીરસતા ને નાના બાળકને બિકિટનું પેકેટ અપાવી દઈ ચૂપ રાખતા લોકોથી માંડીને બ્રેડ અને શેમ્પ સુધીની અનેક ચીજવસ્તુઓ વાપરતા લોકોને કદાચ ખ્યાલ પણ નહિ હોય કે આ અને આવી બીજી ઘણી રોજિંદા વપરાશની વસ્તુઓમાં ઈંડાંનો ઉપયોગ થાય છે. માત્ર પરંપરાગત ધાર્મિક દષ્ટિએ જ નહિ પણ સુસંસ્કૃત માનવ સભ્યતાની દષ્ટિથી પણ અક્ષમ્ય કહેવાય તેવા અપરાધો આચરતી પોલ્ટી ઈન્ડસ્ટ્રીના સ્થાપિત હિતનો તથા તેમને અનેકવિધ સવલતો પૂરી પાડતી સરકારનો કાન આમળી શકે તેવા થોડાક કટિબદ્ધ લોકોની રાહ યાતના-છાવણીઓમાં રિબાતી મરઘીઓ જોઈ રહી છે. For Personal & Private Use Only Page #44 -------------------------------------------------------------------------- ________________ ૩ ૨ -- ~ ~ -~ ~~ - ~ ~~ -~~ ~ - ~~~~~ - ~ ~ - ~ સુણજો રે ભાઈ સાદ જ્યાં માંસાહારનો ઝાઝો છોઈ પણ નથી તેવા ઇંગ્લેન્ડ જેવા દેશોમાં પણ Chickens LIB (P.O. Box 2, HOLMFIRTH, HUDDERSFIELD. HD 7 1 9 T U ) જેવી સંસ્થાઓ વર્ષોથી લડી-ઝઘડીને ઘણી બર્બરતાઓ દૂર કરાવવામાં પ્રજાનો સાથ મેળવી શફી છે તો અનુકંપાની લાગણીઓથી ભર્યાભર્યા આ દેશમાં આવા અમાનુષી અત્યાચારોને શું સદંતર અટકાવી ન શકાય ? ? ખાસ કરીને જ્યાં સુધી આ દેશમાં આ બર્બરતા હજી પ્રાથમિક તબક્કામાં જ છે ત્યાં સુધી તેને મળતા સરકારી બિનસરકારી પ્રોત્સાહનો પર રોક લાવી તેને જરૂર ડામી શકાશે. જાગરૂક નાગરિકો જો એમાં ચૂક્યા તો એકબાજુ શાળાનાં પાઠ્યપુસ્તકોમાં “રે પંખીડાં સુખથી ચણજો !”નાં ગીતડાં ગવાતાં રહેશે અને બીજી બાજુ લાખો-કરોડો. પક્ષીઓના આર્તનાદ અને ચિચિયારીઓથી હિંદુસ્તાનનું ગગન ગાજી ઊઠશે અને આપણે એ ન ભૂલવું જોઈએ કે હિંસા અને પૂરતા ચેપી તો હોય જ છે પરંતુ ચક્રવૃદ્ધિ વ્યાજની જેમ, વધતી હોય છે. આજે મરધીને કાપી નાખવા ટેવાયેલા હાથ આવતી કાલે પોતાની સગી પત્નીને કે દેશવાસીને પણ જીવતા સળગાવી દેતાં વિચાર નહિ કરે ! ચોરી કરતાં પકડાઈ ગર્યો અને કાંડાં કાપવાની સજા થઈ ત્યારે પોતાને નાનપણમાં નાની ચોરી કરતાં ન અટકાવી મોટો ચોર બનાવવામાં કારણભૂત બનનાર માને દોષિત ગણી તેના કાંડાં કાપી નાખનાર ચોરની વાર્તાથી, સુજ્ઞ વાચક અજાણ નહિ જ હોય ! For Personal & Private Use Only Page #45 -------------------------------------------------------------------------- ________________ · હેલ્થ ફૂડનો ક્રેઝ હવે મુંબઈમાં : કવિતા મુખી હાથના છડેલા ચોખા અને રસાયણમુક્ત ગોળની દુકાન ઓસીને યુવતીઓને ડોશીમાનું વૈદું ભણાવે છે. સિડનહામ કૉલેજમાંથી બી.કોમ. થયેલી કવિતા મુખી આમ તો બીજી સામાન્ય યુવતીઓ જેવી જ એક યુવતી હતી. લગ્ન કર્યા પછી એક દીકરાને જન્મ આપ્યો ત્યાં સુધી તેમનામાં કાંઈ જ અસામાન્ય નહોતું. મોટા ભાગની મોડર્ન માતાઓનાં બાળકોની જેમ તેના દીકરાને પણ દૂધ ન પચવાથી માંડીને સુલડીપણા સુધીની અનેક ફરિયાદો હતી. રોજની આ ફરિયાદોથી ત્રાસીને કવિતા મુખી તેના દીકરાને દુનિયાથી સૌથી શ્રેષ્ઠ તબીબી સારવાર મળશે તેવા ભ્રમથી અમેરિકામાં ફ્લોરિડા ખાતે રહેતાં તેનાં માતાપિતા પાસે લઈ ગઈ. સ્મેલોપયી જગતના શ્રેષ્ઠ ગણાતા અમેરિકન ડૉક્ટરોની સારવાર પછી પણ તેના બાળકની તબિયત સુધરવાને બદલે બગડતી ગઈ ત્યારે તેણે ગંભીર વિચારણા રારૂ કરી. બીજી માતાઓની જેમ એક ડૉકટર છોડીને બીજા ડૉક્ટરની પાછળ ચલકચલાણુ રમવાને બદલે આરોગ્યના પાયાના નિયમો. વિશે પોતે જ જાણકારી પ્રાપ્ત કરવાનું નક્કી કર્યું. એલોપથીથી ત્રાસેલા-દક્ઝેલા લોકોએ દેશી ઔષધિઓ અને ખાણીપીણીની જૂની રીતરસમો ઉપર આધારિત પોષણની એક આખી વિચારસરણી અમેરિકામાં ઊભી કરી છે. તેના વર્ગો ફ્લોરિડા અને ટેકસાસમાં ત્રણ વર્ષ સુધી ભરીને મુંબઈ પાછી ફરેલી કવિતા મુખીએ હવે ભારતની યુવતીઓને પણ ડોશીમાનું વૈદું ૧૯૮૬થી ભણાવવાનું શરૂ કરેલું છે. બાળકના જન્મ જેવી તદ્દન નૈસર્ગિક સહજ પ્રક્રિયાને હિંદુસ્તાનનાં લાખો ગામડાઓમાં નિરક્ષર દાયણો પેઢી દર પેઢી પ્રાપ્ત કૌશલથી સહજમાં પતાવી દેતી. આપણાં, શાળા-કૉલેજનાં પાઠ્યપુસ્તકોમાં દાયણોને પછાત કહીને ભાંડવામાં આવતી હોવાી આજે આ કુદરતી પ્રક્રિયા સિઝેરિયનના નામે ચીરફાડ સુધી અટપટી બની ગઈ છે. કદાચ એટલે આજકાલના જુવાનિયાઓમાં જેની માએ સવાશેર સૂંઠ ખાધી હોય તેવા ભડના દીકરા જોવા મળતા નથી. આધુનિક વિજ્ઞાને બાળજન્મની આ પ્રક્રિયાને જે રીતે અટપટી અને જટિલ For Personal & Private Use Only Page #46 -------------------------------------------------------------------------- ________________ ૩૪ સુણજો રે ભાઈ સાદ બનાવી દીધી છે તે કવિતા મુખીને તદ્દન નાપસંદ હોવાથી તેણે કે.સી. કૉલેજની રૂમ નં. ૭માં અઠવાડિયે એક એવાં ચાર અઠવાડિયાંનો નેચરલ ચાઈલ્ડ બર્થનો કોર્સ ચાલુ કરેલો છે, ચોપાટી ખાતે આવેલી મિત્તલ આયુર્વેદિક હોસ્પિટલ પણ આયુર્વેદિક પદ્ધતિએ પ્રસ્ તેની સગવડ પૂરી પાડતી હોવાથી અલ્ટરનેટિવ ડિલિવરીની આ જાણકારી-ચીલા ચાલુને ચાતરવાની હિંમત ધરાવતી-બહેનોને જરૂર ઉપયોગી થઈ પડે. જેમ જેમ વાસ્તવિક આરોગ્ય અને પોષણના ક્ષેત્રે ઊંડાં ઊતરવાનું થતું ગયું તેમ તેમ રોગપ્રતિકારક રસીથી માંડીને આધુનિક ખાણીપીણીની પદ્ધતિઓની ભયંકરતા તેને સમજાતી • ગઈ. પરિણામે તેણે ડેન્માર્કમાં ઓગષ્ટ, ૮૭માં ભરાયેલી વર્લ્ડ કોંગ્રેસ ઓન ... હ્યુમિનિટીમાં “ધ બેસ્ટ વેક્સિન (રસી) ઈઝનો વેસિન”ના નામે ઈમ્યુનાઈઝેશનની નુકસાનકાવરક અસરો દર્શાવતાં પેપર રજૂ કર્યાં, જે પેપરને સાયન્ટિફિક કમિટીના ચેરમેન ડૉ. એલ્વીન સ્ટર્નહામે (યુએસએ) સૌથી વધુ અગત્યનાં અને શ્રેષ્ઠ પેપર તરીકે નવાજ્યાં. ફિલાન્સ જર્નાલિસ્ટ તરીકે કામ કરતી આ યુવતીને ગમે તે વિષય પર કલમ ઘસવામાં વેઠ લાગવાથી હવે તે પોતાના મિશનને આગળ ધપાવતા લોકોપયોગી લેખો જ સંખ્યાબંધ અંગ્રેજી છાપાં-સામયિકોમાં લખી ડિ-બ્રેઈન-વોશિંગનું કામ કંરે છે. જેમ જેમ તેના પોતાના આધુનિક ભથ્રોનું નિરસન થતું ગયું તેમ તેમ એક પછી એક કદમ આગળ વધતી કવિતાએ છેલ્લે એક મિત્ર સાથે ભાગીદારીમાં એક એવી દુકાન શર્ કરવાનું નક્કી કર્યું છે કે જેમાં કોઈપણ પ્રકારના પ્રિઝર્વેટિવ્સથી લઈને કૃત્રિમ-બનાવટી રંગો કે સુગંધો જેવા એડિટિવ્સ વગરની ખાણીપીણીની સામગ્રીઓ મળી શકે. દિવાળીના બીજા દિવસથી શરૂ થનાર પરદુઃખભંજક વિક્રમના ૨૦૪૭ના વર્ષના પ્રથમ દિવસે ખૂલનારી તેની દુકાનમાં વેચાનારાં અનાજ-કઠોળ વગેરે પણ ફર્ટિલાઈઝર અને જંતુનાશક ઝેરો સિવાયનાં હોય તેવું ધીમે ધીમે કરવા સુર્પીનો તેનો આદર્શ છે. અમેરિકા-યુરોપમાં તો ફાસ્ટફૂડ અને જંકફૂડથી કંટાળેલા લોકોએ મોટાં શહેરોમાં શેરીએ શેરીએ આવા હેલ્થ ફૂડ સ્ટોર્સ ઊભા કર્યા છે. પરંતુ મુંબઈમાં કદાચ આવો પ્રથમ સ્ટોર શરૂ થઈ રહ્યો હોવાથી આવી વસ્તુઓનો ચાહકવર્ગ કદાચ ત્યાં તૂટી પડશે. બનાવટી ખાતર અને જંતુનારાકો વગરનાં ખાસ સંજાણથી આવનાર શાકભાજી અને ફળો, તેવી જ રીતે ઉગાડાયેલાં કઠોળ અને દાળો.તો રખાશે જ, તે ઉપરાંત For Personal & Private Use Only Page #47 -------------------------------------------------------------------------- ________________ - - ૩૫ સુણજોરે ભાઈ સાદ સુરતમાં બાલાજી રોડ, નાની છીપવાડ ખાતે રહેતાં મધુબહેન શ્રોફ પાસેથી કેમિકલ વગરનો ગોળ અને ખાંડ મેળવવાની કોશિરા કરીને તે પણ ગ્રાહકોને પૂરાં પાડશે. મુંબઈગરાઓ જેમ છોકરીની પસંદગીમાં ગુણ કરતાં રંગ-રૂપ પર વધારે ધ્યાન આપીને પછી જીવનભર પેટ ભરીને પસ્તાય છે, તેવું જ ગોળ-ખાંડનું પણ છે. બેલગામમાં ગોળનું મોટા પાયે ઉત્પાદન કરતા એક પરિચિતે મને એક વાર કહ્યું હતું કે મુંબઈની બજારમાં જે ગોળ વેચવા મોકલવો હોય તેમાં તેને સફેદ કરવા તેઓ સૌથી વધુ કેમિકલ ઠાલવે છે. કારણ કે બીજાં નાનાં શહેરોવાળા હજી થોડો ઓછો સફેદ ગોળ હોય તો ચલાવી લે છે પણ મુંબઈગરાઓને તો એકદમ ઊજળો ગોળ જ જોઈએ, જે ઢગલાબંધ કેમિકલ નાખ્યા સિવાય શક્ય નથી. ખાંડમાં પણ આવું જ છે. આગલી પેઢીના લોકોને ખ્યાલ હશે કે તેમના બાળપણમાં થોડીક પીળાશ પડતી બૂરું ખાંડ જ મળતી. આઝાદી પછીની આપણી સરકારોએ ખાંડ બનાવવાનો ઉત્તર પ્રદેશનો વિરાટ દેશી ઉદ્યોગ ભાંગી નાખીને મહારાષ્ટ્રના ખાંડિયા રાજાઓના હાથમાં ખાંડનો ઉદ્યોગ સોંપી દીધો ત્યારથી સંકરનાં કારખાનાવાળા સલ્ફરને બાળીને સલ્ફર ડાયોક્સાઈડ. નામનો ખૂબ નુકસાનકારક વાયુ ખાંડને સફેદ બનાવવા શેરડીના રસમાં મેળવે છે. સલ્ફર નામનું રસાયણ તત્ત્વ તથા તેમાંથી બનતા ઘણા પદાર્થો મનુષ્યના . શરીર માટે હાનિકારક છે એ હવે સિદ્ધ થઈ ગયેલી વાસ્તવિકતા છે, છતાં હિન્દુસ્તાનનાં ખાંડનાં કારખાનાંઓમાં ખાંડ બનાવવામાં લાખો કિલોગ્રામ - સલ્ફર રોકટોક વિના વપરાય છે. આ સલ્ફરને કારણે જ ૪૦ લાખ ટન મોલાસિસ ફેંકી દેવી પડે છે. અપોષણના નામે આપણાં બાળકોએ સેંકડો પેઢીઓથી જેને ચાખ્યાં પણ નથી એવાં ઈંડાં શાળાઓમાં ખવડાવવાની યોજના ઘડનારાઓ જે આ સાકરસમ્રાટો પર અંકુશ લગાવી સલ્ફર ન વાપરવા દે તો ભારતનાં તમામ ૩૫ કરોડ બાળકોને દેનિક ૩૦ ગ્રામ જેટલો પૌષ્ટિક ગોળ આખું વર્ષ આપી શકાય અને સલ્ફર વાપરેલ મોલાસિસમાંથી જંગી પ્રમાણમાં દારૂ અને આલ્કોહોલ બને છે તે રોકાય તે નફામાં. દારૂબંધી માટે ઝઝૂમનારા ગાંધીવાદી પ્રધાનો પણ આવી પાયાની બાબતોમાં કાંઈ જ પગલાં લેતા નથી એ એક આશ્ચર્ય છે. જૂના જમાનામાં ખેડૂતો ખેતરે ખેતરે શેરડીની સાથે સાથે જ વાવેલા ભીંડીના છોડના રસનો ઉપયોગ કરી ખાંડ અને ગોળની કાળાશ દૂર કરતાં. ખાંડને આજે સફેદ ઝેર તરીકે ઓળખાવાય છે તેમાં દોષ For Personal & Private Use Only Page #48 -------------------------------------------------------------------------- ________________ - છે સુણજે રે ભાઈ સાદ ન ખાંડનો નહીં પણ તેમાં વપરાતા આ સલ્ફર જેવા કેમિકલ્સનો છે. પરંતુ આ ગેરસમજને કારણે આયુર્વેદના ગ્રંથોમાં જેના ઘણા ગુણો વર્ણવાયા છે તેવી શેરડી અને તેમાંથી બનતી ખાંડને છોડીને ખાદીભંડાર જેવી અનેક સંસ્થાઓએ પામ-સુગર (તાડીની ખાંડ) વેચવાનું શરૂ કરી દીધું છે, જે બરાબર નથી. શેરડીમાંથી બનતી ખાંડમાં વપરાતાં સલ્ફર જેવાં રસાયણો નુકસાનકારક હોય તો તે રસાયણો દૂર કરવાં જોઈએ. તેને બદલે ખાંડને જ ફેંકી દેવી એ તો કપડામાં મેલ લાગ્યા હોય તો મેલ દૂર કરવાને બદલે કપડાં ફેંકી દેવા જેવું છે. તેલ અને ઘીની બાબતમાં પણ આવી જ પરિસ્થિતિ છે. પરદેશમાં કોઈપણ વસ્તુ તળવા માટે લાર્ડ, મટન ટેલો જેવી-કતલ કરેલાં પશુઓનીચરબી વપરાતી, જે પચવામાં ખૂબ ભારે પડતી હોવાથી ત્યાંના ડૉક્ટરો કોઈપણ દદીને તળેલું ખાવાની સ્પષ્ટ મનાઈ કરી દેતા. આપણા દેશમાં તળવા માટે ચોખ્ખું ઘી અને તલ-સરસવ જેવાં વાયુનારાક તેલો વપરાતાં, જે પિત્ત અને વાયુના કેટલાક દર્દીઓને તો ઉપરથી રોગમાં ફાયદો કરતાં. છતાં પરદેશી એલોપથીનું પોપટિયું જ્ઞાન મેળવનાર ઘણા ડોકટરો આજે પણ આપણા તળવાના માધ્યમનો વિચાર કર્યા સિવાય દરેક દર્દીને તળેલું ખાવાની વણવિચાર્યું ના પાડી દેતા હોય છે. હેલ અને હાર્ટી (Hale-N-Heady)ના નામે શરૂ થનારા આ સ્ટોરમાં આવું દેશી ઢબથી વલોણામાં તૈયાર થયેલું ઘી અને આયુર્વેદે જેને બધાં તેલોમાં શ્રેષ્ઠ કહ્યું છે તેવું તલનું તેલ નાંખવા ભલામણ કરવામાં આવી છે. રાધનપુરમાં વિકમ ગભરુચંદ કોઠારી નામના ઘીના વેપારી આજે પણ મુંબઈમાં કેટલાક રસિયાઓને રિફાઈન કે ફિલ્ટર કર્યા વગરનું બળદાણીમાં કાયેલું શુદ્ધ તલનું તેલ પૂરું પાડે છે. ગાંધીવાદી સંસ્થાઓ અને ખાદી ભંડારોએ પણ બળદઘાણીને અવ્યવહારુ ગણી લઈને પાવરઘાણીનું તલ-તેલ વેચવાનું સમાધાન કરી લીધું છે. આ જમાનામાં લોક જો બળદધાણીનું તેલ વાપરવા માટે તો કયાંક કયાંક ટકી રહેલી બળદધાણીઓને પણ જીવતદાન મળી જાય. જો કે આ બધી વસ્તુઓની માગ ઓછી હોવાથી અને સરકારી નીતિ યંત્રીકરણને પ્રોત્સાહન આપનારી હોવાથી આવી વસ્તુઓ થોડી મોંધી પડે તેવું બને ખરું. પણ વધુ ને વધુ લોકો તે વાપરવાનું શરૂ કરે તો ધીરે ધીરે તેની કિંમત ઘટી પણ શકે અને શરૂઆતમાં નેપિયન્સી રોડ જેવા વિસ્તારમાં શરૂ થતી આવી એકલદોકલ દુકાન મુંબઈની ગલીઓના નાકે- નાકે પણ શરૂ થઈ શકે. ' For Personal & Private Use Only Page #49 -------------------------------------------------------------------------- ________________ સુણજો રે ભાઈ સાદ વિટામિનનો વી’ પણ ન જાણનાર આપણા અભણ ગામડિયાં ઘરે ઘરે ખાંડણિયામાં સાંબેલાથી ડાંગર ખાંડીને જે ચોખા તૈયાર કરતા તે આપણે ખાઈએ છીએ તેવા સફેદ નહોતા હતા પરંતુ રાઈસ મિલોમાં પોલિશ કરાયેલા આપણા ચોખામાં જે વિટામિનો નષ્ટ થઈ જાય છે એ બધાં વિટામિનો હાથછડના એ ચોખાના ઉપલા બ્રાઉન પડમાં ટકી રહેતાં. વિનોબા ભાવે જ્યારે પદયાત્રા કરતા ત્યારે ગામડે ગામડે હાથછડના ચોખામાં કેટલું પોષણ છે તે સમજાવી લોકોને રાઈસ મિલના ચોખા ન વાપરવાનું કહેતા. હાથછડના આ ચોખા અત્યંત સ્વાદિષ્ટ હોવાથી જો તેમાં યોગ્ય રીતે દિવેલ ન ભેળવવામાં આવે કે પારો ન નાખવામાં આવે તો તેમાં ઈયળો થઈ જતી હોય છે. આથી એક ભાઈએ તેમને ભરસભામાં પૂછયું : . પણ હાથછડના ચોખામાં તો જીવાત થઈ જતી હોય છે તેનું શું ?' વિનોબાએ પટ દઈને પોતાની ચબરાણ્યિા શૈલીમાં ઉત્તર વાળેલો : “જીવાત પણ સમજતી હોય છે કે પોષણ શામાં છે અને માટે હાથછડના ચોખામાં જ પડે છે. જ્યારે તમે ભણેલા એટલું ય સમજી શકતા નથી.’ આવા તદ્દન હાયછડના તો નહિ પરંતુ પોલિશ કર્યા વગરના બ્રાઉન રાઈસ પણ આ સ્ટોરમાં રખાશે. ધીમે ધીમે જો કોનો પ્રતિભાવ સારો સાંપડે તો સ્ટોરમાં જ હાથે દળવાની ઘંટી કે ખાંડણિયું રાખીને લોકોને મજૂરી ચૂકવીને હાથઘંટીથી દળેલો આટો કે ખાંડણિયામાં ખાંડેલા ચોખા પણ પૂરા પાડી શકાય. ખાણી-પીણી ઉપરાંત પોલિએસ્ટર, રેલીન, ટેરીકોટન જેવાં કૃત્રિમ રેસાનાં હાનિકારક વસ્ત્રોને બદલે ખાદી તથા મિલનાં સુતરાઉ કપડાં પણ ત્યાંથી મળી શકશે. તેવી જ રીતે પર્યાવરણ-આરોગ્ય વિષયક અનેક ભાષાઓનાં પુસ્તકો ત્યાં રાખવાનો પણ ખ્યાલ છે. ડિટર્જન્ટ જેવાં ખતરનાક કેમિકલ્સ તથા કતલ કરાયેલાં પ્રાણીઓની ચરબીથી મુક્ત સાબુ જેવાં સ્નાનનાં ઉપકરણો ઉપરાંત અનેક પ્રકારની આયુર્વેદિક પ્રોડકટ્સ પણ ત્યાંથી મળશે. . જો કે કવિતા મુખીના મગજમાં પણ આ વિષેના બધા સ્પષ્ટ ખ્યાલો ન હોય તેથી કે પછી આયુર્વેદના વિરાટ અભ્યાસને અભાવે “નેચરલ આઈરાકીમ’ જેવી આયુર્વેદની દષ્ટિએ વિવાદાસ્પદ ગણી શકાય તેવી કેટલીક વસ્તુઓ વેચવાનો પણ તેમનો ઈરાદો જણાવ્યો. તે ઉપરાંત પશ્ચિમમાં આવી લોકોપયોગૈ મુવમેન્ટનું પણ કેટલીક કંપનીઓએ વેપારીકરણ કરી નાખ્યું For Personal & Private Use Only Page #50 -------------------------------------------------------------------------- ________________ ૩૮ ---------------------- = {ભાઈ સાદ હોવાથી પર્યાવરણ શુદ્ધિ અને પ્રદૂષણ ટ્રીટમેન્ટને નામે તેમણે જે નવાં નવાં. સાધનો બજારમાં મૂક્યાં છે તે સાધનોની નિર્દોષતાની બરાબર ચકાસણી થાય તે પહેલાં જ તેને પ્રચારમાં મૂકી દેવાનું તેમનું વલણ પણ જણાવ્યું. દા.ત. જે ઘરમાં ટી.વી., ફીજ જેવાં સાધનો હોય તેવા ઘરમાં ટી.વી. ફીજ વગેરેમાંથી નીકળતા પોઝિટિવ આયન્સને કારણે વાતાવરણ વિકૃત થતું હોવાથી તે ઘરમાં રહેનારાના આરોગ્ય પર વિપરીત અસર થાય છે. આનો સાચો ઉપાયે આવાં સાધનોનો ઉપયોગ ટાળવો કે ઓછો કરવો તે છે. તેના બદલે પશ્ચિમની મલ્ટિનેશનલ કંપનીઓએ લોકોની પર્યાવરણવિષયક આવી જાગૃતિને પણ અંગત નફામાં પલટાવી દેવા માટે ઈલેક્ટ્રિક વડે ચાલતા ‘આયનાઈઝર’ જેવાં સાધનો બજારમાં મૂક્યાં છે, જેનાથી થતાં નુકસાનો જાણમાં આવશે ત્યારે આ જ કંપનીઓ તેની સામે બીજું સાધન બનાવી પોતાનો ધંધો તો “અખંડ ચાલુ જ રાખશે. આવી ઊંડી વિચારણાને અભાવે આવા કેટલાક અખતરાના સ્ટેજમાં રહેલાં સાધનો કે દરિયાઈ વનસ્પતિ જેવાં કેટલાંક શાક પણ તેમાં વેચાશે પણ તેના માલિકોની આ પાછળની જંગી નફો રળવાની નહિ પણ મિશનરી ભાવના જોતાં એમ લાગે છે કે શરૂઆતના તબકકામાં કેટલીક ખામીઓ રહી જશે તો પણ તેમની આગળ યોગ્ય વાત રજૂ કરવામાં આવશે તો તેઓ તેનો સ્વીકાર કરતાં ખચકાટ નહિ અનુભવે. " જાપાનની માઈક્રો-બાયોટિક મુવમેન્ટથી માંડીને યુરોપ-અમેરિકામાં “નેચર ફૂડ સ્ટોરઅને “હેલ્થ ફૂડ સ્ટોર’ને નામે વ્યાપક બનેલો આ વિચાર ઉપરછલ્લી રીતે જોતાં આપણે ત્યાં નવો લાગે પણ હકીકતમાં જોઈએ તો આપણા દેશના ગામડે ગામડે આવેલી ગાંધીની કે કરિયાણાની દુકાન પણ હેલ્થ ફૂડ’ કે ‘નેચર ફૂડ’નાં મોટાં મોટાં બેનર વગરના વાસ્તવિક હેલ્થ ફૂડ સ્ટોર’ જ હતા, કારણ કે તેમાં વેચાતી બધી વસ્તુઓ આરોગ્યને માટે ઉપરકારક હતી. પણ આપણે પશ્ચિમના રવાડે ચડી જઈને જંકફૂડથી લઈને જંતુનાશક ઝેર અને બનાવટી ખાતરો દ્વારા પેદા કરાયેલ અનાજ-કઠોળ” ખાવા રાધી આગળ વધી ગયા અને હવે એ જ પશ્ચિમનું અનુકરણ કરી પાછા નેચર ફૂડ’ સુધી આવી જઈ એક આખું વર્તુળ પૂરું કર્યું છે. સ્કૂલ-કોલેજનું શિક્ષણ પામેલી આપણી નવી પેઢીની એ એક કમનસીબી છે કે તેમનાં અભણ દાદીમાં ઘરમાં પ્રેમથી બનાવેલી ચોખા ઘઉના મેદાની સેવ પીરસશે તો મોં મચકોડશે. જ્યારે એ જ ઘઉની સેવમાં અખાદ્ય પ્રિઝર્વેટિસ કે For Personal & Private Use Only Page #51 -------------------------------------------------------------------------- ________________ સુણજો રે ભાઈ સાદ ૩૯ : એડિટિવ્સ ભેળવીને લેઈ ચલતો પૂર્ણે ઉદ્યોગપતિ તેને ‘નૂડલ્સ'ના નામે વેચશે તો તે હોંશે હોંશે ખાશે. આવા અભણ ભણેલા’ને ખીચડી જેવું આરોગ્યદાયી ખાણું ખાતો કરવો હોય તો 'ખીચડી'ને કોઈક ‘ચાઈનીઝ’ કે ‘મેક્સિકન’ નામ આપવું પડે. ડાર્વિન ભલે ઉત્ક્રાંતિની ગમે તેટલી વાતો કરતો હોય કે વીસમી સદીમાં માણસે કરેલી પ્રગતિનાં બણગાં ભલે ચારે ખજુ ફૂકાતાં હોય, પણ ખાણીપીણી આરોગ્ય-આનંદ અને પૃથ્વી પરના જીવનના ભવિષ્યની બાબતમાં આપણી વીસમી સદીના પ્રગતિશીલ માનવીઓએ જે ખતરનાક નાદાનિયત દાખવી છે તે જાણવાની થોડી પણ ઈંતેજારીવાળાને જહોન રોબિન્સનાં ડાયેટ ફોર એ ન્યૂ અમેરિકાનાં પાનાં ફેરવી જવાની ભલામણ છે. એ નાદાનિયતના કાંટા પાછા ફેરવવા હોય તો તે ભણીનાં ઘણાં પગલાંઓમાંનું એક પગલું તે આવા હેલ્થ ફૂડ સ્ટોર જરૂર છે.. ચાલો, બેસતા વર્ષના સપરમા દિવસે ભરાતી આ પા-પા પગલીને અંતરના ઉમંગથી વધાવી લઈએ. . (૪ ઓક્ટો, ૧૯૯૦) બાપીકી મૂડીળી શોધ આંધળા ઉધોગીકરણને પગલે પગલે સિમેન્ટ, કોંકીટ અને આર.સી.સી.નું આક્રમણ થયું તે પહેલાં આપણા દેશમાં મંદિરોથી માંડીને મહેલો અને હવેલી સુધીનાં સઘળાં સ્થાપત્યો ચૂના વડે બાંધવામાં આવતાં. સાંભળવા મુજબ ચૂનામાં ગોળ, ગૂગળ, કાપો જેવાં અનેક દ્રવ્યો નાખી તેને યોગ્ય વિધિપૂર્વક પાણીમાં કહોવડાવીને તથા પીસીને એવો મજબૂત બનાવાતો કે સેંકડો વર્ષો પછી પણ એ બાંધકામને ઉની આંચ ન આવે. વિસરાતી જતી આ કળાને ઉગારી લઈ પુનર્જીવિત કરવી તે આપણું સૌનું કર્તવ્ય છે. જામનગરમાં બનતા એક જૈનમંદિર તથા ઉપાશ્રય (ધર્મસ્થાન)ને સંપૂર્ણપણે (સિમેન્ટના બદલે) ચૂનો વાપરી બનાવવાનું વિચારેલ છે તો આ બાબતની જે પણ જાણકારી, અનુભવ જેને હોય તે માહિતી મોકલશે અથવા તો ધંધાદારી રીતે કે માનદ્ પોતાના અનુભવનો લાભ આપવાની ઇચ્છા ધરાવશે તેના આભારી થઈશું. પ્રાચીન પદ્ધતિએ મકાન બાંધવાની કોઈપણ જાણકારી નીચેના સરનામે મોક્લશો. શ્રી અનિલકુમાર દલપતલાલ શાહ બીજે માળ, શીતલ ભુવન, શીતલબાગ, વાલકેશ્વર, મુંબઈ-૬. ફોન: ૩૬૩૩૬૮૭. (વર્તમાનપત્રમાં આપેલી નોધના આધારે) For Personal & Private Use Only www jainelibrary.org Page #52 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતની મચ્છીમાર સરકારનો કાન કોઈ પકડશે ખરું ? તા. ૨૩મે, ૧૯૯૦ના ટાઈમ્સ ઓફ ઇન્ડિયામાં પ્રસિદ્ધ થયેલા સમાચાર અનુસાર ગુજરાતના મચ્છીમારી (તેને મત્સ્યોદ્યોગનું રૂડું રૂપાળું નામ આપવું તે તો ઉદ્યોગ શબ્દની વિડંબના છે. આ સરકાર તો આવતી કાલે દારૂ, જુગાર અને વેશ્યાગીરીને પણ દારૂ ઉઘોગ, જુગાર ઉઘોગ તથા વેશ્યા ઉઘોગનું નામ આપી તેને પણ સન્માનીય પ્રવૃત્તિ તરીકે ઉપસાવવાની કોશિરા કરશે !) ખાતાના પ્રધાન શ્રી દિલીપ સંઘાણીએ જાહેર કરેલું છે કે તેમનું ખાતું આ વર્ષે ૪૨ કરોડ જેટલાં માછલીનાં બીજો પેદા કરશે જે ગયા વર્ષ કરતાં સીધાં બમણાં હશે. આ ઉપરાંત માછલીઓ પેદા કરવા માટે (અહીં ખરેખર તો મારવા માટે’ એમ વાંચવું) નવાં નવાં તળાવો તૈયાર કરવામાં આવશે તથા જૂનાં તળાવોમાં એવા સુધારા (!) કરવામાં આવશે કે જેથી વધુ માછલીઓ મારી શકાય. મચ્છીમારીમાં મોટા પ્રમાણમાં વધારો કરવા માટે ચાઈનીઝ પદ્ધતિનો ઉપયોગ કરવાની પણ તેમણે જાહેરાત કરેલ. ૪૨ કરોડ માછલાનાં બીજનો અર્થ એ કે દરેક ગુજરાતી દીઠ દસ કરતાં વધુ માછલાં મારવાનું પાપ આ સરકાર કરશે અને આવાં હિંસક કામો માટેના પૈસા સરકાર પાસે આપણે ભરતા કર દ્વારા જ એકઠા થતા હોવાથી તે પાપ આપણે માથે ચોંટીને રહેવાનું. જે દેશમાં કબૂતરને જાર, કૂતરાને રોટલા અને કીડિયારે આટાની સાથે સાથે લોકો નદી કે તળાવે જઈ નાની નાની ગોળીઓ કે ચણા જેવી વસ્તુઓ માછલાંને પણ ખવડાવતા જેથી તે ખાઈને સંતુષ્ટ બનેલાં માછલાં ખોરાક માટે નાનાં માછલાંને ન મારે, તે દેશના કમનસીબે એવી સરકારો છેલ્લાં ચાલીસ વર્ષથી તેમના માથે મારવામાં આવી છે કે જે પ્રજાના આવા અનુકંપાના ભાવોને ખીલવવાને બદલે ગામડે ગામડે મચ્છીમારીનાં કેન્દ્રો ખોલવા કટિબદ્ધ છે. ધાર્મિક પ્રસંગોમાં હાજર રહે ત્યારે ધર્મગુરુઓને પણ ઉપદેશ આપવાનો પોતાનો અધિકાર સમજતા આ રાજકારણીઓ કેટલા જૂઠા છે અને For Personal & Private Use Only Page #53 -------------------------------------------------------------------------- ________________ સુણો રે ભાઈ સદ વચનભંગ તો તેમણે માટે કેવી રમત વાત છે તેની પ્રતીતિ તો નીચેના એક જ દાખલાથી થશે. ૧૯૬૦માં અલગ ગુજરાત રાજ્યની સ્થાપના થયા પછી આ રાજ્યના ઇતિહાસમાં પહેલવહેલી વાર સરકાર દ્વારા જેવી મચ્છીમારીની હિલચાલ શરૂ થઈ કે તુર્ત જ એનો પ્રચંડ વિરોધ થયેલ. ૯-૧૦-૬૦ના દિવસે અમદાવાદના નાગરિકોની જાહેરસભામાં લેવાયેલ નિર્ણય અનુસાર શેઠશ્રી કસ્તુસ્સાઈ લાલભાઈ, અમૃતલાલ હરગોવનદાસ, નંદલાલ હરિદાસ વગેરેએ પ્રધાનોને મળી જે રજૂઆત કરી તેના પરિણામે ઉદ્યોગો માટેની રાજ્ય સલાહકાર સમિતિની તા. ૧૯-૧૨-૬૦ની બેઠકના અધ્યક્ષ સ્થાનેથી ત્યારના મુખ્યપ્રધાન જીવરાજ મહેતાએ જે વચન આપેલું છે ત્યારની સરકારી પુસ્તિકામાંથી જે અક્ષરશઃ ટાંકું છું: “જાહેર જનતાના કેટલાક વિભાગમાં મસ્ય-ઉઘોગ હમણાં ચિંતાનો વિષય બનેલ છે. પરંતુ સરકાર તો માત્ર સાગરકાંઠાવાળા વિસ્તારોમાં જ આ ઉદ્યોગના વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરવા માંગે છે. આ સંબંધી, ખાસ કરીને રાજ્યના અંદરના ભાગના જળવિસ્તારોમાં તેનો વિકાસ કરવા સંબંધી લોકોની લાગણી હું સમજી શકું . આપને વિદિત જ હશે કે આવી લાગણીને માન આપવાની નીતિ સરકાર અનુસરી રહી છે. આથી જ્યાં વર્ષો થયાં આ ઉદ્યોગ ચાલી રહ્યો છે ત્યાં જ મત્સ્ય ઉદ્યોગ ખાતું તેને વિકસાવી રહ્યું છે.” આમ રાજ્યના અંદરના જમીન વિસ્તારોમાં એટલે કે નદી, નાળાં, સરોવરો તળાવો, વાવો વગેરેમાં મચ્છીમારી ન થવા દેવાના આપેલ લઘુતમ વચનનો પણ જે સરકાર ભંગ કરી રહી છે તે સરકારના કાન * કોઈ માઈનો લાલ પકડશે ખરો ? - ઊલટું, કમનસીબીની વાત તો એ છે કે જે નર્મદા યોજનાના સરદાર સરોવર અને નર્મદા સાગર નામગ્યા માત્ર બે જ બંધોના જળાશયમાં દર વર્ષે ૨૪ લાખ કિલો માછલાં મારવાની જાહેરાત નર્મદા નિગમની છાપેલી ચોપડીમાં જ કરવામાં આવી છે તે નર્મદા યોજનાનો પ્રચાર અને તરફેણ જીવદયા માટે લાખો રૂપિયા ખર્ચનાર કેટલાફ જેનો સુધ્ધાં કરી રહ્યા છે. નર્મદા યોજના માટે ભલામણો કરતા એ શ્રેષ્ઠીઓને આ બાબતનો ખ્યાલ પણ હશે કે કેમ તે બાબત શંકા જાગે છે. શેત્રુંજી ડેમથી માંડીને કાકા. સોમનાથ અને પ્રભાસપાટણ જેવા જેન, રવ અને વૈષ્ણવ તીર્થધામોથી ઊભરાતા આખાયે સૌરાષ્ટ્રના સાગઠ્ઠાદાને Jain Education Interational For Personal & Private Use Only Page #54 -------------------------------------------------------------------------- ________________ ૪૨ ...... - સુણજો રે ભાઈ સાદ અબજો માછલાંની હત્યાથી અભડાવી દેનાર સરકારોની નીતિ-હિંદુ પ્રજાના ધર્મોની રક્ષા કરવાની વાત કરનાર-ભાજપની સરકાર આવ્યા પછી તો બદલાવી જોઈએ તેને બદલે ભાજપની સરકાર જ છાપામાં મોટી મોટી જાહેરાતો આપી મચ્છીમારીનું શિક્ષણ (!) આપવા ફરારીઝ કૉલેજ સ્થાપવાની વાતો કરે તો પછી તેમની હિંદુત્વ રક્ષાની વાતો માત્ર મત મેળવવા માટે જ છે એમ સમજવું કે પછી હિંદુત્વની સાચી રક્ષા શામાં છે તેની તેમને ખબર જ નથી એમ માનવું ? સ્કૂલ અને કૉલેજનાં મકાનો માટે મોટાં મોટાં , દાન આપતા દાનવીરો તથા આપણાં દેશમાં સાક્ષરતાનું પ્રમાણ ખૂબ ઓછું હોવા બાબત રોદણાં રડતા સમાજસેવકોમાંથી કોઈ જઈને મંત્રીશ્રીને કહેશે કે શિક્ષણ તો જીવાડવાનું હોય, મારવાનું નહિ. ગ્રામોદ્યોગ અને ગૃહ ઉદ્યોગોને. સાચું પ્રોત્સાહન આપી માછીમારોને પણ નિર્દોષ ધંધાઓમાં વાળવા જોઈએ તેને બદલે ફિશરીઝ કોલેજ દ્વારા લોકોને વધુ માછલાં મારવાનું શિક્ષણ આપીને તમે શિક્ષણ શબ્દનું અવમૂલ્યન નથી કરી રહ્યા? હજી હમણાં જેમના જન્મની નવમી શતાબ્દીની ઉજવણી આપણે કરી તે કલિકોલ સર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્યજી અને મહારાજા કુમારપાળની ગુરુશિષ્યની જોડીએ જે ગુજરાતમાં અહિંસાની એવી આહલેક જગાવેલી કે જેની સુવાસ આજે નવસો-નવસો વર્ષનાં વહાણાં વાયાં પછીચણ શમી નથી. તે ગુજરાતમાં મચ્છીમારી, મરઘામારણ અને કતલખાનાંઓ દ્વારા હિંસાનું તાંડવ ફેલાવીને સરકાર હેમચંદ્રાચાર્યજીના એ ગુજરાતને બીજા પંજાબમાં ફેરવવા માગે છે ? ગુજરાતના મહાજન અને જીવયાપ્રેમી પ્રજામાં કૌવત હોય તો તેમણે ફિરારીઝ કૉલેજથી માંડીને સરદાર સરોવરમાં મચ્છીમારી અને ૪૨ કરોડ માછલાંનાં બીજ પેદા કરવા જેવાં તુક્કાઓ તાત્કાલિક રદ કરવાનું અથવા-આપણા લોહીપસીનાના કરવેરાઓનો આવો જ ઉપયોગ થવાનો હોય તો-સદંતર કર બહિષ્કારનું અલ્ટિમેટમ આપી દેવાની વેળા આવી ચૂકી છે. For Personal & Private Use Only Page #55 -------------------------------------------------------------------------- ________________ તેલના આ વરવા ખેલનો વાસ્તવિક ઉકેલ શો છે? - તેલિયા રાજાઓ અને એન.ડી.ડી.બી.વાળા ‘અમૂલ ફેઈમ' વર્ગીઝ કુરિયન વચ્ચે આમનેસામને તેમ જ પ્રોક્સી વડે ચાલતી ટાંટિયા ખેંચે ગુજરાતની સામાન્ય જનતાની જ નહિ પરંતુ પ્રજાહિતની ખેવના ધરાવનારા કેટલાક પ્રધાનો અને સચિવોની પણ મતિ મૂંઝવી નાખી હોય તેવો દેખાવ ઊભો થયો છે. જેના પરિણામે તેલના ભાવોને ગરીબ પ્રજાની પહોંચ સુધી નીચે ઉતારવાના હાકલા પડકારા રોજ થાય છે છતાંય તેલના ભાવ તો વાર્તામાંના પેલા રાજકુંવરની જેમ દિવસે ન વધે એટલા રાતે અને રાતે ન વધે એટલા દિવસે વધતા જોવાય છે. જેને આ હાકલા પડકારા કરીને રાજકારણની ખીચડી જ પકાવી લેવી છે તેની વાત જુદી છે, પરંતુ ગરીબોના કૂબામાં દોહ્યલા બનતા જતા તેલના ટીપા’ની ચિંતા જેને કોરી ખાય છે તેવા સહૃદયીઓને માટે ઘડીભર સ્વસ્થ ચિત્તે પલાંઠી વાળીને વિચારવાની વેળા પાકી ગઈ છે કે તેલના આ જાદુગર પાસે એવો કયો કીમિયો છે કે કોંગ્રેસની સરકાર હોય કે જનતાની, તેલિયા રાજા હોય કે એનડી.ડી.બી. કોઈનેય એ ગાંઠતો નથી ? અલગ ગુજરાતની સ્થાપના થયા પછી ત્રીસ-ત્રીસ વર્ષ દરમિયાન માથું પછાડ્યા છતાંય તેલના ભાવોએ દાદ ન આપી હોય તો મને કે કમને પણ એ સ્વીકારવું જ રહ્યું કે તેલનીતિમાં આપણે કયાંક ભીંત ભૂલ્યા છીએ. • સૌથી પહેલાં તો સૌને એટલું સ્પષ્ટ થઈ જવું જોઈએ કે જે તેલિયા રાજાઓની મોનોપોલી અનિષ્ટ છે તો એન.ડી.ડી.બી. જેવી સહકારી સંસ્થાઓની મોનોપોલી પણ એટલી જ અનિષ્ટ છે. રક હશે તો એટલો જ કે તેલિયા રાજાઓની- મોનોપોલી લોઢાની કટારી છે તો એન.ડી.ડી.બી.ની મોનોપોલી સોનાની કટારી છે. પ્રજાની છાતી તો બંને કટારીઓથી એકસરખી ચિરાવાની છે. ઓઈલ મિલો જેવા મોટા યંત્રોઘોગ એ શોષણનું કાતિલ શસ્ત્ર છે. તેલિયા રાજાઓ કે કુરિયન જેવા એન ડી ડી.બી.ના અધિષ્ઠાતાઓ તો આ કાતિલ શસ્ત્રના હાથાઓ માત્ર છે. એ હાયો ગંદા- ગોખરા ગણાતા For Personal & Private Use Only Page #56 -------------------------------------------------------------------------- ________________ ૪૪ _ _ _ _ _ _ સુણ રે ભાઈ સાદ મૂડીવાદીઓ સમા તૈલનૃપોનો બનેલો હોય કે કેટલાક ભોળા ભગતો “પવિત્ર ગાય’ માની જેને વખાણતાં થાક્તા નથી એવી સહકારી સંસ્થાનો બનેલો હોય, જ્યાં સુધી યાંત્રિક ઉદ્યોગની-મોટા પાયા પરના ઉત્પાદનની-પેલી કાતિલ ધાર અકબંધ છે ત્યાં સુધી કોઈ જ ફરક પડતો નથી. મોટા પાયા પરના ઉદ્યોગો દ્વારા દેશનો વિકાસ કરવા મથતી અર્થવ્યવસ્થા મૂડીવાદી હોય કે સામ્યવાદી, તેમાં સરવાળે જેમ ઝાઝો ફેર પડતો નથી પરંતુ શોષણનાં સાધનોની માલિકીની ખાનગી મૂડીદારોના હાથમાંથી સરકારી તંત્રોના હાથમાં ફેરબદલી જ માત્ર થતી હોય છે, તેમ વેચાણની વ્યવસ્થા ખાનગી વેપારીઓના હાથમાંથી કો-ઓપરેટિવ સોસાયટીના હાથમાં જાય તેટલા માત્રથી હરખાઈ ઊઠવાની જરૂર નથી. શોષણનું જે હથિયાર–યંત્રો દ્વારા થતું મોટા પાયા પરનું કેન્દ્રિત ઉત્પાદન–તેને જ તોડી નાંખવું જોઈએ. પ્રબળ રાજકીય ઇચ્છાશક્તિ અને લોકમાનસનું તથા પ્રકારનું ઘડતર કરવામાં આવે તો યંત્રરાક્ષસને માત કરવાનું આ કાર્ય અશક્ય નથી. હજી તો માત્ર છ-સાત દાયકા પહેલાં જ કેવળ ગુજરાતમાં જ નહિ, સમગ્ર હિંદુસ્તાનમાં તેલનું ઉત્પાદન અને વિતરણ ગામડે ગામડે તદ્દન વિકેન્દ્રિત ધોરણે થતું. જૂના પાલનપુરના નવાબી રાજ્યના વખતના સાવ નાનકડા પાલનપુરમાં પણ આ વિકેન્દ્રિત વ્યવસ્થા અનુસાર સો જેટલી બળદઘાણીઓ દ્વારા ઘાંચીભાઈઓની કોમ સમગ્ર શહેરને વાજબી ભાવે આખુંય વર્ષ તેલ પૂરું પાડતી. આજથી પચાસેક વર્ષ પહેલાં પાલનપુરની પાસેના મેતા નામના ગામના એક ઘાંચીનો દીકરો મેકોલેની પ્રોડક્શન ચેનલમાંથી તૈયાર થઈને બહાર પાડ્યો અને તે વખતની દેશી અંગ્રેજી બાબુઓની જેમ તેને પણ આ ઓર્થોડોક્સ બળદઘાણીની જગ્યાએ નાનકડી ઓઈલ-મિલ નાખવાના કોડ જાગ્યા. તેણે નાખેલી આ મશીનરીએ પેલાં સો ઘાંચી કુટુંબોના ગ્રામોદ્યોગ અને રોજીરોટી માટે ભય ઊભો કરતાં ગામનું ઘાંચીપંચ નવાબ તાલેમહમ્મદ ખાનસાહેબ પાસે રાવ નાખવા ગયું. તે વખતના દેશી રાજવીઓ “જસ્ટિસ ડિલેય ઈઝ જસ્ટિસ ડિનાડ’ના સિદ્ધાંતથી વાકેફ હતા. એટલે વાત વાજબી જણાતાં તેમણે તરત જ હુકમ કાઢ્યો કે ઓઈલ મિલંમાં એરંડા સિવાય કાંઈ પીલવું નહિ. ઘાંચીપંચે કહ્યું કે એરંડા પણ શા માટે ? અમારાં દસ ઘર એરંડા પીલીને રોજી મેળવે છે. નવાબસાહેબે માત્ર ૨૪ જ કલાકમાં ઓઈલ મિલની સઘળી મશીનરી ઉઠાવી લેવાનો, નહિતર જમીનો સામનો For Personal & Private Use Only Page #57 -------------------------------------------------------------------------- ________________ ૪૫ સુણજો રે ભાઈ સાદ કરવાનો આદેશ આપી સો ગરીબ કુટુંબોની રોજી ટકાવી રાખી, તે છેક ૧૯૪૭માં લોકોની (!) સરકાર આવી ત્યારે જ પાલનપુરમાં ઓઈલ મિલ શરૂ થઈ શકી. પરિણામે આજે પાલનપુર તો શું આજુબાજુના આખાય ધાણધાર પંથકમાં દીવો લઈને ગોતવા જઈએ તોય બળદઘાણી શોધી જડતી નથી. પાલનપુરના કમાલપુરામાં આજે પણ રહીસહી પાવરઘાણી ચલાવતા ઘાંચીભાઈ તે વખતે પોતાની પંદર વર્ષની ઉમરે પોતાના બાપાની આંગળી પકડીને નવાબસાહેબ પાસે રજૂઆત કરવા ગયેલા પંચની સાથે ગયા હતા. તેમણે સગી આંખે જોયેલી આ વાત મને કહી સંભળાવી હતી. ઈકોનોમી ઓફ પર્મેનન્સ'ના લેખક જાણીતા અર્થશાસ્ત્રી જે. સી. કુમારપ્પાના જણાવવા મુજબ ઈ.સ. ૧૯૨૧ના અરસામાં આ દેશમાં કુલ પાંચ લાખ બળદઘાણીઓ ચાલતી હતી. આ દેશનાં ગ્રામોદ્યોગનો ભાંગીને ભુક્કો કરી નાખવાની વિદેશી અંગ્રેજ સરકારની પોલિસી મુજબ શરૂ થયેલી ઓઈલ મિલોના પરિણામે ઈ.સ. ૧૯૫૧ સુધીમાં માત્ર ત્રીસ જ વર્ષમાં બળદધાણીઓની સંખ્યા બે લાખ સુધી આવીને ઊભી રહી. ગામે ગામના ત્રણ લાખ ઘાંચીઓ બેકાર બનતાં શહેરોની ‘સ્લમ્સમાં ઠલવાયા હશે એ નફામાં. ૧૯૪૭માં કહેવાતી આઝાદી મળ્યા પછી આ ‘પ્રોસેસ’ ઊલટાવી જોઈતી હતી. તેના બદલે ગાંધીના નામનો પોપટપાઠ રટતા રહી નેહરુ અને તેમના વારસદારોએ મોટા ઉદ્યોગોને એટલું બધું પ્રોત્સાહન આપ્યું કે આજે ચાલીસ વર્ષ પછી એ બે લાખમાંની રડીખડી બળદઘાણી પણ બચી હશે કે કેમ તે સવાલ છે. જે તેલઘાણીનો ઉઘોગ ઈ.સ. ૧૯૨૧માં પાંચ લાખ ઘાંચીઓને રોજીરોટી પૂરી પાડી પાંચ લાખ કુટુંબોને સ્વમાનભેર પોતાના વતનમાં જીવન ગુજારવાની તક પૂરી પાડતો હતો તે ઉદ્યોગ આજની વધેલી વસતિ જોતાં કમસે કમ દસ લાખ કુટુંબોને તો જરૂર રોજી પૂરી પાડી શકે. ચૂંટણી ઢંઢેરામાં કામ કરવાનો અધિકાર આપી દેવા માત્રથી બેકારોને કામ મળી જતું નથી. તે માટે તો દેશની ઉદ્યોગનીતિમાં હિમાલય જેવડા ફેરફાર કરી અઢારેય કોમના ધંધા તેમના હાથમાં માનભેર પાછા સોંપી તેઓ શહેરોની ઝૂંપડપટ્ટી ખાલી કરીને પોતાના પૂર્વજોની જેમ ગામડામાં ગૌરવભેર જીવી શકે તેવી તકો પૂરી પાડવી જોઈએ અને આ કામ હાલ જે રીતે ભસતા કૂતરાને શાંત રાખવા ફેંકતા બટકા રોટલાની જેમ ખાદીને રાહતનો ટુકડો ફેંકવામાં આવે છે તે તે તેલઘાણીઓને પ્રોત્સાહન આપવાથી નહિ થાય. તેને માટે તો ઓઈલ For Personal & Private Use Only Page #58 -------------------------------------------------------------------------- ________________ ૪૬ . * સુણજો રે. ભાઈ સાંઇ ---- મિલો જેવા મોટા ઉદ્યોગોને જે પ્રત્યક્ષ તથા પ્રછત્ર જંગી સબસીડીઓ આપવામાં આવે છે તેની ઉપર બ્રેક લગાવવી પડશે. ખાદી ગ્રામોદ્યોગ બોર્ડને થોડાક રૂપિયાની રાહતોની છાપામાં થતી જાહેરાતોને કારણે સામાન્ય જનતા એવા જ ભ્રમમાં રહેતી હોય છે કે સરકાર નાના ઉદ્યોગોને પ્રોત્સાહન આપે છે. પરંતુ હકીકતમાં પાછલે બારણે મોટા ઉદ્યોગોને “સબસીડાઈઝડ ઈન્ફાસ્ટ્રકચરના રૂપમાં જે જંગી સવલતો અપાય છે તે નાના ઉદ્યોગોને મળતી ફોતરા જેવી રાહતોને ક્યાંય ટપી જાય તેવી બાદશાહી હોય છે. સામાન્ય પ્રજાની વાત તો જવા દો. જાહેર જીવનના અગ્રણીઓ કે સર્વજ્ઞત્વનો ઠેકો લઈ બેસનારા પત્રકારો પણ એ હકીકતથી - વાકેફ હશે ખરા કે હિંદુસ્તાનમાં પેપરમિલવાળા બજારભાવથી હજારગણા - ઓછા ભાવે વાંસ મેળવે છે. શહેરીઓને ઘેર બેઠાં નળ દ્વારા જે પાણી પૂરું . પાડવામાં આવે છે તે માટે થતા ખર્ચનો માત્ર પચાસમો ભાગ તેમની પાસેથી વસૂલ કરવામાં આવે છે તથા આધુનિક વિનાશક ખેતીના રવાડે ખેડૂતો એટલા માટે ચહ્યા છે કે તેમના પંપસેટ ચલાવવા માટે ઉત્પાદનખર્ચ કરતાં વીસગણા ઓછા ભાવે તેમને વીજળી પૂરી પાડવામાં આવે છે. કરવેરામાં અપાતી જાતભાતની છૂટછાટો હોય કે સસ્તા દરની કરોડો અબજોની બેંક લોનો હોય, પ્રજાના પસીનાના પૈસા નિચોવી ઊભું કરવામાં આવેલું રોડ રેલવે–તાર-ટેલીફોનનું માળખું હોય કે સબસીડાઈઝડ આધુનિક શિક્ષણને કારણે ઉદ્યોગોને મફતના ભાવમાં મળતા ટેકનિકલ પર્સોનેલની વાત હોય, જે મોટા ઉદ્યોગો પાસેથી આ બધી સગવડો પૂરી પાડવાની પૂરેપૂરી કિંમત વસૂલ કરવામાં આવે તો એક પણ યંત્રોદ્યોગ ગ્રામોદ્યોગની હરીફાઈમાં ટકી શકે નહિ. એ તો તદ્દન સામાન્ય સમજની વાત છે કે રાજકોટ પાસેના કોઈ એક ગામડામાં પેદા થયેલા સીંગદાણા સેંકડો કિલોમીટરની મુસાફરી કરીને : મુંબઈ ઓઈલ મિલમાં પિલાવા આવે અને ફરી પાછું એ સીંગતેલ સેકડો માઈલની રિટર્ન મુસાફરી કરીને રાજકોટ પાસેના એ જ ગામડામાં ડબ્બાબંધ વેચાય તે સસ્તું પડે કે તે જ ગામમાં બળદઘાણી દ્વારા એ તેલીબિયાં પિલાઈને તેનું તેલ ત્યાં ને ત્યાં જ વપરાય તે ? પરંતુ મોટા ઉદ્યોગોને મળતી આ છૂપી રાહતો (Hidden Subsidies) ના જાદુની કમાલ એવી છે કે આટલી લાંબી મુસાફરી પછી પણ મિલનું તેલ બળદઘાણની સરખામણીમાં દેખાતું સસ્તુ For Personal & Private Use Only Page #59 -------------------------------------------------------------------------- ________________ સુણજો રે ભાઈ સાદ ४७ પડે છે. આ જ જાદુગરની કમાલને કારણે આજે ઢોરને ધાસ ખવડાવીને આવતી કાલે પેદા કરી શકાતું દૂધ અને અબજો વર્ષેની જટિલ પ્રક્રિયાને અંતે તૈયાર થઈ હજારો માઈલ દૂરથી આવતું પેટ્રોલ એ બંને વસ્તુના લિટરના ભાવ મુંબઈ જેવાં શહેરોમાં સરખા હોય છે. તેલના ક્ષેત્રની આ મોનોપોલીને દૂર કરવાનો અધરો ગણાય તો અધરો અને આકરો ગણાય તો આકરો પણ એકમાત્ર ઉપાય આ વિકેન્દ્રિત ઉત્પાદન-વિતરણ વ્યવસ્થાને પુનર્જીવિત કરવાનો છે. કેન્દ્રિત ઉદ્યોગોને. અકબંધ રાખીને ઉત્પાદન કે વિતરણની વ્યવસ્થા તેલિયા રાજાઓના હાથમાંથી એન.ડી.ડી.બી.ના હાથમાં સોંપવાથી જે પરિણામ આવ્યું છે તેવું જ પરિણામ રાજ્ય સરકાર હસ્તક એ.વ્યવસ્થા લઈ લેવાનું પણ આવશે. કારણ કે જ્યાં મૂળ રોગનું નિદાન અને ચિકિત્સા નહિ થાય ત્યાં સુધી આવા ઉપરછલ્લા ફેરફારો માત્ર “કોસ્મેટિક ચેન્જ' જ બની રહેવાના. તેલના ભાવોની મનસ્વી હેરફેરને નાથવા ઉપરાંત આવો મૂળગત અભિગમ ગામડાંની મૃતપ્રાયઃ અર્થવ્યવસ્થાને બેઠા કરવામાં પણ મોટો ફાળો આપી ‘એક પંથમાં બે કાજ સારશે. રાજના ૪૦૦ ટન તેલીબિયાં પીલતી જૂનાગઢની ગ્રોફેડની એકમાત્ર તેલમિલ ઓછામાં ઓછા ૮૦૦૦ ઘાંચી કુટુંબોના પેટ પર લાત મારીને ઊભી થયેલી છે. આવી મોટી તેલ મિલોમાં ખોળમાં રહી જતા તેલના ટીપેટીપાંને સોલ્વન્ટ એક્સટ્રેફેશનથી કાઢી નાખી પશુના હક્કનો ખોળ ઝૂંટવી લેવા સોલ્વન્ટ તરીકે વપરાતા હેકસન નામના પેટ્રોલ જેવાં રસાયણો, તથા તેલ રિફાઈનિંગની પ્રક્રિયામાં તેલમાં ઉમેરાતા ફોરિક એસિડ, કોસ્ટિક સોડા, બ્લીચિંગ પાઉડર જેવા કેમિકલ્સની સ્વાસ્થ્ય પર થતી વિપરીત અસરોનો તો કોઈ વ્યવસ્થિત અભ્યાસ કરે ત્યારે ખરું. બળદ ઘાણીના નૉન-રિફાઇન્ડ અને નૉન-ફિલ્ટર્ડ કુદરતી તેલની સામે માઈકો રિફાઈન્ડ અને ડબલ ફિલ્ટર્ડની મોટી મોટી જાહેરાતોથી અંજાઈ જતા ગ્રાહકોને એ ખ્યાલ હરો ખરો કે તેલની રિફાઈનિંગ પ્રક્રિયા દરમિયાન તેમાં રહેલ કુદરતી એન્ટીઑક્સિડન્ટ્સ નારા પામે છે. ઠંડા હવામાનવાળું આખું ઉત્તર મારત ગરમી આપતું સરસિયાનું તેલ, દક્ષિણ ભારત તેના વિશાળ દરિયાકિનારે ઊગતા કોપરાનું તેલ તથા ગુજરાત – રાજસ્થાન - મહારાષ્ટ્ર જેવાં રાજ્યો તલનું તેલ જ વધતાં. For Personal & Private Use Only Page #60 -------------------------------------------------------------------------- ________________ ૪૮ સિપજે રે ભાઈ સાદ આયુર્વેદના અપ્રતિમ ગ્રંય ચરકસંહિતામાં “તિલઃ તેલાનામઃ” કહી સઘળા તેલોમાં તલના તેલને શિરમોર સ્થાન આપવામાં આવ્યું છે. હકીકતમાં તો તેલ શબ્દ જ તલ પરથી ઉતરી આવ્યો છે. તલમાંથી જે નીકળે તે તેલ ! પરંતુ આપણી પછબુદ્ધિ સરકારોની ટૂંકી દષ્ટિને કારણે આફ્રિકાના મોટા મોટા દેશોને સહરાના રણમાં પરિવર્તિત કરી દેનાર મગફળીની ખેતીને અહીં પણ એટલું બધું પ્રોત્સાહન આપ્યું કે સોરઠની લીલી નાઘેર જેવી જમીન મગફળીના રોકડિયા પાકથી બરબાદ થઈ રહી છે. મગફળીમાં રહેલા , એફલાટોકસીન નામના ઝેરી તત્ત્વને કારણે હો કે ગમે તેમ પણ આજે તળેલો ખોરાક શરીરને જે રીતે નુકસાન કરે છે તે રીતે પહેલાના કાળમાં નહોતું થતું તે ચોક્કસ. ઉપરથી કુશળ વૈદ્યો વાયુના રોગોમાં તલના તેલનો ઉપયોગ વધારવાનું કહેતા. એને બદલે એન.ડી.ડી.બી.વાળા કુરિયનતેલના આસમાનને આંબવા આવે ભાવનો બચાવ કરવા એવો વિચિત્ર જવાબ આપે છે કે ખાદ્ય તેલો પોષણની દષ્ટિએ આવશ્યક ન હોવાથી જેને તે ખરીદવું ન પોસાય તેણે તેનો વપરાશ બંધ કરી દેવો જોઈએ. અગાઉ શ્વેતકાન્તિમાં જ્યારે નિષ્ફળ ગયા ત્યારે પણ તેમણે આવો જ બેહૂદો જવાબ આપતાં કહી દીધેલું કે દૂધ એ તો લક્ઝરી-મોજશોખની વસ્તુ છે અને ડેરીના કારણે ગામડાનું દૂધ શહેરો ભણી ધકેલાઈ જતું હોય તો ગામડાંના લોકોએ દૂધના બદલે બીજો ખોરાક ખાવો જોઈએ. . . તેલિયા રાજાઓ કે કુરિયનના હાથમાંથી તેલની મોનોપોલી ખૂંચવી લઈ ગુજરાતનાં ૧૮,૦૦૦ ગામડાંના ઘાંચીઓના હાથમાં તેનો હવાલો આપવાની રાજકીય સંકલ્પશક્તિ ગુજરાત સરકાર ભેગી કરી શકે ત્યાં સુધી પણ એણે તલ-સરસવ જેવાં તેલીબિયાં અને ખોળની નિકાસને તો તાત્કાલિક રોકી દેવી જોઈએ. વાચકોને એ જાણીને દુ:ખદ આશ્ચર્ય થશે કે એક બાજુ ઘરઆંગણે તેલના પ્રશ્રે રોજના હૈયાઉકાળા છે અને બીજી બાજુ હૂંડિયામણઘેલી આપણી સરકારે તેલીબિયાં તેમ જ ખોળની નિકાસને '૮૯ - ૯:૦ના એક જ વર્ષમાં સીધી બમણી કરી નાખી હતી. ‘૮૮-૮૯માં જે નિકાસ ૪૭૫ કરોડની હતી તે વધારીને '૮૯-૯૦ના એક જ વર્ષમાં ૮૧૨ કરોડ સુધી પહોંચાડી હતી અને જાગરૂક નાગરિકો પ્રતિકાર નહિ કરે તો આ વર્ષે એ વધીને ૧૦૦૦ કરોડના આંકડાને પણ કુદાવી જશે. “ઘરનાં છોકરાં ઘંટી ચાટે ને ઉપાધ્યાયને For Personal & Private Use Only Page #61 -------------------------------------------------------------------------- ________________ સુણજો રે ભાઈ સાદ આટો' કહેવતનો અર્થ સ્કૂલનાં બાળકોને શીખવવો હોય તો આ દાખલો નમૂનારૂપ બની રહી તેવો છે. સોયાબીનના ખોળની ર૭૭ કરોડ રૂપિયાની નિકાસને ૩૨૦ કરોડ રૂપિયા તથા સરસવની નિકાસને ૧૮ કરોડ પરથી ૯૦ કરોડ સુધી પહોંચાડી આપણી સરકારે પ્રાનિરપેક્ષ નિકાસનીતિન નવા. વિકમો સર કર્યા છે. હજુ વધુ ચોંકાવનારા આંકડા તો હવે આવે છે. . ૨૦ કરોડની તલની ગયા વર્ષની નિકાસ આ વર્ષે ૧૭૮ કરોડ સુધી પહોંચી. ગિનેસ બુક માટે વિચારી શકાય તેવો એક જ વર્ષમાં નવસો ટકાનો વધારો. પછી તેલના સ્થાનિક ભાવ આસમાને ન પહોંચે તો જ નવાઈ ને !. રાઈસ બ્રાનની ૬૨ કરોડ (ગયા વર્ષે ૩૭ કરોડ), સિંગખોળની ૮૫ કરોડ (ગયા વર્ષે ૫૦ કરોડ) તથા સૂર્યમુખીના ખોળની પણ ૧૦ કરોડની નિકાસ કરી. - પરદેશમાં જે આ ખોળની (પશુ-પક્ષીના આહારની) નિકાસ થઈ રહી છે તે ત્યાંના પોસ્ટ્રી ફાર્મો તથા.માંસ માટે ઉછેરાતાં પશુઓના ખોરાક માટે છે, એટલે વિદેશીઓ ઈંડાં અને માંસ ભરપેટ ખાઈ શકે એટલા માટે આપણે ખોળની નિકાસ કરી આપણાં પશુઓનો ખોરાક ઝૂંટવી લઈ આપણાં પશુઓનું દૂધ- ધીનું ઉત્પાદન ઘટાડી રહ્યા છીએ અને છોગામાં હાલતાં મેં 'ચાલતાં આપણાં પશુઓની. ઓછી ઉત્પાદકતાની ટીકા કરતા જઈ આપણો પશુઆહાર ખાઈ તગડી થયેલી પરદેશી ઓલાદોની વધુ દૂધ આપવાની શક્તિના ગુણગાન ગાતાં ધરાતા નથી. ખોળની આ નિકાસ પણ હજારો ટન તેલીબિયાં પીલતી મોટી મિલોને કારણે જ શકય બને છે. જો ગામડે ગામડે પાણીમાં તેલ પિલાતું હોય તો ત્યાંનો ખોળ પણ તે જ ગામડાંના પશુઓના ભાગે આવે. તેને ગામડે ગામડેથી થોડા થોડા પ્રમાણમાં એકઠો કરી નિકાસ કરવાનું કોઈને પોષાય નહીં. તેલના આ હાથે કરીને ગૂંચવેલા પ્રશ્નને બધી બાજુથી ચકાસવામાં આવે તો એક પુસ્તિકા ભરવી પડે એટલી આપણી અવળી નીતિઓ એમાં કારણભૂત બની છે. ૧૯૪૭ પછી જેટલી વસિત વધી છે તેના કરતાં તેલીબિયાંનું ઉત્પાદન ઘણું વધ્યું હોવા છતાં તેના ભાવ ઘટવાને બદલે વધવાનું એક મહત્ત્વનું કારણ એ છે કે વેજિટેબલ (જેને ઘી કહેવું એ માત્ર શબ્દછળ છે) જેવા તદ્દન અનાયિક ઉદ્યોગના ખપ્પરમાં આ તેલીબિયાંના વધેલા ઉત્પાદનનો સિંહબાગ હોમી દેવામાં આવે છે. દેશી ખોરાકની ટેવો છોડી For Personal & Private Use Only Page #62 -------------------------------------------------------------------------- ________________ * ૫૦ સુણજો રે ભાઈ સાદ હોટલો, ફરસાણ અને જંકફુડના રવાડે ચઢી જઈ આપણી તેલની માંગ પણ આપણે ઘણી વધારી દીધી છે. જુવાર-બાજરી જેવા પ્રદેશેપ્રદેશના જુદા જુદા ખોરામાં તેલની જરૂર નહિવત્ રહેતી. તેને બદલે સમગ્ર દેશમાં એકમાત્ર ઘઉનું જ એકચક્રી સામ્રાજ્ય સ્થાપી દેવાના કારણે ઘઉની બનાવટોમાં તેલની જરૂરિયાત વધતાં પણ તેલની માંગ વધી. આંધળા ઉઘોગીકરણે ગોચરોનો ભોગ લીધો હોત અને દૂધ-ઘીની અછત સર્જાઈ ન હોત તો વેજિટેબલનું તૂત ઊભું જ ન થાત અને જો વેજિટેબલ ઉઘોગ હાલ જેટલું તેલ વાપરી દે છે એટલું તેલ બચે તો તેલનો પ્રશ્ન ચપટી વગાડતામાં ઊકલી જાય પરંતુ આજે તો પરિસ્થિતિ એવી છે કે તેલના આ ખેલે ભલભલા નટબજાણિયાઓને પછાડ્યા છે અને જ્યાં સુધી મૂળભૂત શસ્ત્રક્રિયા નહિ કરાય ત્યાં સુધી એ ભલભલા ખેલંદાઓને મહાત કરશે. For Personal & Private Use Only Page #63 -------------------------------------------------------------------------- ________________ વિચાર–શુદ્ધિની દિશામાં ફાગણ સુદ બીજ (માર્ચ-૧૯૦) આદરણીય શ્રી રજનીભાઈ, કુશળ હશો. એક પાલનપુરીની આયોજન પંચના સભ્ય તરીકેની નિમણૂકનો આનંદ ઘણાને હરશે, મને ખરો આનંદ એનો છે કે “આંધળી * પ્રગતિના વિરોધી એક વિચારક સજ્જનની નિમણૂક આ જવાબદારીભર્યા સ્થાને. થઈ છે અંગ્રેજોના આગમન પછી શરૂ થયેલ અને ૧૯૪૭ પછી • • ઊલટાનું પૂરપાટ વેગે ઘૂમવા માડલ ‘વિકાસ’નું કાળચક ‘ભારતીય જીવન * વ્યવસ્થાના ખંડેર ને પણ શેષ રહેવા દેશે કે કેમ તેવો પ્રશ્ન ઊઠે તેવી અવસ્થામાં આપની આ નિમણૂક આશાની એક લહેર જગવી જાય છે. મેકોલેની કેળવણી, નયું ભૌતિકવાદી વિજ્ઞાન અને યંત્રવાદના ગાંડપણની વિકરાળ ત્રિપુટીના પંજામાંથી આ દેશને આસ્તે-આતે પણ બહાર લાવવાની અપેક્ષા સ્વાભાવિક રીતે જ ઊઠે છે. ત્રિપુટીના કાળા કેરથી સારી રીતે અભિજ્ઞ એવા આપને કાંઈ લખવું તે કદાચ અવિવેક ગણાતો હશે, પણ બે-એક વર્ષ પહેલાં પાલનપુર જવાનું થયેલ ત્યારે કમાલપુરામાં આજે પણ ઈલેક્ટ્રિક વાણી ચલાવતા ઘાંચીએ કહેલી ૫૦ વર્ષ પહેલાંની વાતે ચિત્તમાં ઊંડું વેદન પેદા કરેલ જે ટાંક્યા સિવાય રહી શકતો નથી, તેના જ શબ્દોમાં લખું તો, “એ વખતના નાનકડા પાલનપુરમાં યે નહિ નહિ તો યે ૧૦૦ જેટલી બળધાણીઓ ચાલતી. બાજુના ગામ મોતના એક ઘાંચીનો દીકરો ભણ્યો અને Productivity ના ભણેલા પાઠે એને પાલનપુરમાં નાનકડી Oil mill સ્થાપવા પ્રેર્યો. અમારા સો યે ઘરની રોજીરોટી છિનવાઈ જવાનો ભય ઊભો થવાથી અમારું ઘાંચી પંચ નવાબ સાહેબ પાસે રાવ નાખવા ગયું તે વખતે હું પણ મારા બાપાની આંગળી પકડીને ગયેલો. નવાબે તુરત જ હુકમ કલ્યો કે mil માં એરંડા સિવાય બીજું કાંઈ પલવું નહિ. ઘાંચી પંચે તુરત જ કહ્યું, સાહેબ, અમારા દસ કુટુંબો એરંડા પીલીને પણ રોજી મેળવે છે તેમનું શું ? આ સાંભળી ર૪ કલાકમાં જ મિલની મશીનરી ઉઠાવી લેવાનો નહિતર જતી For Personal & Private Use Only Page #64 -------------------------------------------------------------------------- ________________ ૫૨ - ~~~-~- સુર રે ભાઈ સાદ face કરવાનો નવાબનો હુકમ છૂટ્યો અને અમારો રોટલો.જળવાઈ રહ્યો. તે છેક આઝાદી (!) આવી ત્યારે પાલનપુરમાં Oil mill શરૂ થઈ શકી અને ધીમે ધીમે તેનો વ્યાપ એટલો વધ્યો કે આજે પાલનપુર તો શું આખા યે ધાણધાર પંથકમાં દીવો લઈને શોધવા જતાં યે બળદઘાણી જડે તેમ નથી.” જેમના જુલ્મોની વાતો ચગાવી ચગાવીને વારે તહેવારે જેમને ભાંડવામાં આવે છે તે રાજાશાહી પ્રજાના હિતમાં હતી કે આ કહેવાતી કલ્યાણ રાજ્યવાળી લોકશાહી, એવો પ્રશ્ન ઊઠે તેવો આ દાખલો છે. આજે પણ બળદઘાણી કે રેંટિયાના ઈષ્ટત્વની અને ઓઈલ મિલ કે મિલના અનિરુત્વની વાત ગાંધીવાદી ભાઈઓ કરતા હોય છે, પણ તેમાંના ઘણાની દષ્ટિ ત્યાં અટકી જતી હોવાનું જણાય છે અને માટે જ ખાદી ગ્રામોદ્યોગને સબસીડીનો કટકો ફેંકી યંત્રોદ્યોગોને Infra-structure ના રૂપમાં મળતી ગંજાવર સબસીડી ભણી આંખમીંચામણાં થાય છે. ખરો ઉકેલ dustrialisationના વિષવૃક્ષને પોષતા Infra-structure ના રાક્ષસને નબળો પાડી, તોડી નાંખવામાં છે. બળદઘાણીએ બે-પાંચ હજારની સબસીડી મળે તે માટે મથતા અને સાથે સાથે પાલનપુર S.T.D. Line વડે જોડાય ત્યારે રાજી થતા કેટલાક ગાંધીવાદીઓનું Logic મને સમજાતું નથી. એ જ S.T.D. facility નો ઉપયોગ કરી દેશના કોઈપણ ખૂણેથી સસ્તામાં સસ્તા ભાવે હજારો ગુણી મગફળીની ખરીદી કરી લેતા Oil miller સામે (સ્થાનિક બજારમાંથી ખરીદવા મજબૂર) બળદઘાણીઓ કેવી રીતે ટકશે તે જ મને સમજાતું નથી એટલે મારી નમ્ર સમજ મુજબ તો ઈલેક્ટ્રિસિટી, રોડ, રેલ્વે, તાર-ટપાલ અને ટેલિફોનથી માંડીને Industry માટે Technical Personnel પૂરા પાડતી સ્કૂલ-કોલેજો સુધીનું સઘળું Infra-structure જ મિનાઈઝડ ઈન્ડસ્ટ્રીઝને Economically Viable wallà . Welfare-state ( A ll og ill-fare-state કહેતા)ના નામે ઊભું થયેલું આ વિરાટ સરકારી સ્થાપિત હિત જ્યાં સુધી Infra-structure ને ઊભું કરવા અને પોષવા અબજોનું મૂડીરોકાણ કરતું અટકશે નહિ ત્યાં સુધી બેકારી, ગરીબી, ઉઘોગીકરણ, પ્રદૂષણ વગેરેની સમસ્યાઓ દૂર કરવાના કોઈપણ પ્રયત્નો થાગડ-થીગડ જ રહેશે અને કામના અધિકાર’ની વાતો માત્ર વાતો જ બની રહેશે. ‘વિકાસનો દર વધતો જાય તેમ તેમ એના મનમાં વિકાસનો ડર પણ વધતો જતો હોય એવા આપના જેવા કોક વિરલ જ આવી પ્રત્યાઘાતી’ For Personal & Private Use Only Page #65 -------------------------------------------------------------------------- ________________ સુણજો રે ભાઈ સાદ ૫૩ વાતને સહૃદયતા ગંભીરતાપૂર્વક સાંભળે તેથી બીજા કોઈ આગળ આવી વાત કરવાનો ઉમળકો થતો નથી. મનસીબે ‘બ્રેઈનવોશિંગ’ પણ ત્યાં સુધીનું થયું છે કે અર્ધી રાત્રે પણ ગામડાના લોકોની નાણાકીય જરૂરિયાતોને પૂરી પાડવા તત્પર રહેતા અને ક્યારેક ઘરાકો’ પાસેથી શેર-બશેર શાકભાજી મફતમાં લેતા, ધીરધાર કરતા મારા પિતાજીને તે જ ગામડાના લોકો શોષણખોર ગણશે જ્યારે મુંબઈમાં બેસી લાખો ગરીબોના જીવન બરબાદ કરી દેતી Resource loot ના આધારે અઢળક ધન કમાઈને ચેરિટીનો કટકો ફેંક્તા અમારા જેવા હીરાના વેપારીને તે જ ગામડિયા લોકો ગામના વિકાસ માટે દાન કરનાર દાનવીર ગણરો. જ્યાં સુધી વિચારોની આ મૂળભૂત સફાઈ ન થાય ત્યાં સુધી આયોજન પંચના કે બીજા કોઈપણ માધ્યમ દ્વારા સાચી દિશાનું કેટલું કામ થઈ શકે એ એક મોટો સવાલ છે છતાં આપના જેવા વિચારકો આ Steel-frame :ની મર્યાદામાં રહીને પણ જેટલું શકય હશે તેટલું તો જરૂર કરી છૂટશો તે વિશ્વાસ આ કાળરાત્રિમાં વીજળીના એક ઝબકારા જેવો બની રહે છે. આ Mission... માં અમારા જેવા અંગે પણ સહભાગી થઈ શકીશું તો કૃતાર્યતા માનીશું. ' લ, અતુલના સાદર પ્રણામ (આયોજન પંચના તત્કાલીન સભ્યશ્રી રજની કોઠારીને લખેલો એક પત્ર) For Personal Private Use Only Page #66 -------------------------------------------------------------------------- ________________ નિદાન પરિવર્જનમ્ રોગ થવાનાં માત્ર કારણોનું વિસ્તૃત-તલસ્પર્શી વિવેચૂન કરનાર ‘માધવનિદાન’ નામનો આયુર્વેદનો એક અપ્રતિમ ગ્રંથ છે. પોતાના શિષ્યોની બુદ્ધિપ્રતિભાની પરીક્ષા કરવાના હેતુથી કાઠિયાવાડના અજોડ વૈદ્ય શ્રી નાનુભદ્રબાપાએ એકવાર શિષ્યોને પૂછેલું કે, ‘માધવનિદાન ચિકિત્સાનો ગ્રંથ ખરો કે નહિ ?' ગ્રંથમાં રોગનાં માત્ર કારણો (Diagnosis) જ દર્શાવ્યા હોવા છતાં અને ચિકિત્સા (ઉપાયો- Treatment) નું વર્ણન તેમાં ન હોવા છતાં પણ ચકોર શિષ્યોએ પટ દઈને ઉત્તર વાળ્યો કે “ચિકિત્સા ગ્રંથ પણ ખરો.’ જે કારણથી રોગ થયો તે કારણને ટાળીએ એટલે રોગ મટ્યા વગર રહે નહિ, તેવા સનાતન સત્યની અભિવ્યક્તિ કરતા ‘નિદાનું પરિવર્જન, સૂત્રના આધારે શિષ્ય આવો જવાબ આપેલ. નર્મદા યોજના અંગેના વાદવિવાદમાં વારંવાર આમ કહેવામાં આવતું હોય છે કે “નર્મદા યોજનાને લીધે પર્યાવરણથી માંડીને વનવાસીઓ સુધી કેટલાંકને થોડુંઘણું નુકસાન થતું હોય તો પણ નર્મદા યોજના સિવાય કોઈ છૂટકો નથી. કચ્છ-કાઠિયાવાડની તરંસ ભાંગવા તથા ગુજરાતના ઔદ્યોગિક વિકાસ માટે બીજો કોઈ વિકલ્પ હોય તો બતાવો.' લિફટ ઈરીગેશન અને ટ્યુબવેલથી લઈને બંધની ઊંચાઈ ઘટાડવા સુધીના વિકલ્પો કેટલાક બતાવતા હોય છે. પરંતુ કદાચ એ સાચા વિકલ્પો નથી. સૌથી પહેલાં તો, જે.કચ્છ-કાઠિયાવાડને અગણિત વર્ષોથી નર્મદાના પાણી વગર ચાલ્યું અને ઉદ્યોગોથી લઈને પ્રજાજીવનનાં અનેક પાસાંઓમાં ગુજરાતે નર્મદાના પાણી વગર પણ નમૂનેદાર પ્રગતિ કરેલ તે ગુજરાતમાં પીવાના પાણી સુધ્ધાંની આવી સમસ્યા કેમ પેદા કંઈ તે અંગે ગંભીર મંથન કરવું પડશે. યોજનાના સમર્થકો અને વિરોધીઓ બંને એકી અવાજે એટલું તો કબૂલ કરશે જ કે, પશ્ચિમની અસર નીચે આપણે ઘરવપરાશ તથા ઉદ્યોગોથી લઈને ખેતી સુધીના દરેક ક્ષેત્રમાં પાણીનો ગુનાહિત વેડફાટ કરનારી જે જીવનરોલી અપનાવી છે તે જ ગુજરાતની વર્તમાન જળસમસ્યાના મૂળમાં છે. For Personal Private Use Only Page #67 -------------------------------------------------------------------------- ________________ સુણજે રે ભાઈ સાદ આ ઉપભોક્તાવાદી યયાતિ સંસ્કૃતિ'ને દેશવટો આપીએ તો ‘નિદાન પરિવર્જનમ્ના સૂત્રોનુસાર કુદરત થોડવંક વર્ષોમાં જ પાતાળપાણીનાં તળ ઊંચા લાવી વગર નર્મદાએ મા સમસ્યા સુલઝાવી દેવાની ક્ષમતા ધરાવે છે. એને ઘેર ઘેર નળ, કરોડો ગેલન પાણી પી જતાં કારખાનાઓ તથા ‘પાણીખાઉં આધુનિક ખેતીની તિલાંજલિ આપવાની દિશામાં પા-પા પગલી પણ નહિ ભરીએ તો કદાચ એક નહિ સેંકડો નર્મદા નદીઓ પણ આપણી ભોગ-ભૂખને સંતોષી નહિ શકે. ગાંધીના પોરબંદરના વતની અને પોતાના દેરાવાસીઓના હિતની ચિંતામાં સમગ્ર જીવન ઘસી નાખનાર શ્રી વેણીભાઈએ નર્મદાપ્રશ્ન યોજાયેલ એક વિચારગોષ્ઠીમાં રજૂ કરેલ આ અંગ્રેજી નિબંધ “ધ ઈલસ્ટ્રેટેડ વીકલી ઓફ ઇન્ડિયા” નામના ખ્યાતનામ સામયિકમાં તથા ‘ડમીંગ ધ નર્મદા” નામના પુસ્તકમાં પ્રગટ થઈ દુનિયાભરના વિચારકો સુધી પહોંચ્યો છે. નાનકડી પુસ્તિકા સ્વરૂપે છપાતું તેનું આ ગુજરાતી ભાષાંતર આ વિવાદને થોડાક જુદા જ પરિપ્રેક્ષ્યમાં મૂકે છે. આ રોગનાં કારણોને દૂર કર્યા સિવાય ટૂંકાગાળાની રાહત આપનારી દવા માટે મથવામાં ઝાઝું શાણપણ નથી. અને રોગના કારણને નિર્મૂળ કરવું હોય તો નર્મદા યોજનાનો નહિ પણ નર્મદા યોજના જેવી યોજનાઓની આવશ્યકતા ઊભી કરનાર ‘સુખવાદી’ સંસ્કૃતિનો વિકલ્પ શોધવાની જરૂર છે. રાજકારણીઓ અને છાપાંવાળાંઓનાં સ્થાપિત હિતો ભલે ક્ષુલ્લક ચર્ચાઓમાં રાચે, ગરવી ગુજરાતના વિચારપુરુષોએ પ્રજાને નર્મદા યોજના માટે નહિ પણ આપણા શાણા પૂર્વજોએ અપનાવેલી નરવી જીવનશૈલી તરફ પ્રેરવાની જરૂર હોય તેમ નથી લાગતું? ('Alternatives to major dams' નામની વેણીશંકર વાસુની નિબંધપુસ્તિકાના ગુજરાતી ભાષાંતર “મોટા બંધોના વિકલ્પો’ની પ્રસ્તાવના) For Personal Private Use Only Page #68 -------------------------------------------------------------------------- ________________ બી, ખાતર અને દવા બાર ગાઉએ જેમ બોલી બદલાય તેમ બાર ગાઉએ અનાજની જાત પણ ત્યાંની આબોહવા-ધરતી પ્રમાણે બદલાય અને તેથી માત્ર ડાંગરનો જ દાખલો લઈએ તો એક જમાનામાં આપણા દેશમાં જ ડાંગરની કુલ પચાસ હજાર (અને દુનિયાભરમાં મળીને તો એક લાખ વીસ હજારથી વધુ) જાતો નથી. ૧૯૪૬ પછીની પશ્ચિમચક્ષુ સરકારોએ વધુ ઉત્પાદનની ખોટી લાહ્યમાં સંકર બિયારણ (હાઈબ્રીડ જાતો)નો ધૂમ પ્રચાર કરીને આ વૈવિધ્ય ખલાસ કરી દીધું છે. તેથી જ એક જમાંનામાં ઘરમાં ખીચડી રાંધી હોય તો આખી શેરીમાં સુગંધ આવતી, જે સુગંધ હવે શીરો રાંધવાથીયે નથી આવતી. ગીતામાં પણ સંકર જાતોનો અંતે સર્વનારા થતો હોવાનું જ લખ્યું છે ને ! આ સંકર બિયારણના જોડિયા ભાઈ જેવાં બનાવટી ખાતરો અને જંતુનાશક ઝેરોએ તો ખેડૂતોની જમીન, અનાજની પૌષ્ટિકતા અને ખાનારના આરોગ્યનો ખાત્મો બોલાવી દીધો છે. આ ગંભીર વિનારાથી ચિંતિત મુંબઈના કેટલાક મિત્રોએ ‘પ્રકૃતિ’ મંડળી બનાવી આવાં બનાવટી ખાતરો, અને જંતુનાશક દવાઓથી મુક્ત અસલના દેશી બીજવારાથી ઉગાડેલ અનાજ જેને ખરીદવું હોય તેને મળી શકે તેવી વ્યવસ્થા ઊભી કરવાનું વિચાર્યું છે. જે ખેડૂત મિત્રોને આવું અનાજકઠોળ ઉગાડી પૂરું પાડવામાં રસ હોય તેઓ શ્રી અંબુભાઈ દ્વારા સંપર્ક કરે તો આવા અનાજનો પ્રચાર થવાથી ખેડૂતની જમીન બગડતી અટકશે, જીવાત મારવાનું પાપ બંધ થશે, હાઈબ્રીડ બિયારણ, બનાવટી ખાતર અને જંતુનાશકોના કેડ ભાંગી નાખે તેવા ખર્ચામાંથી બચારો, મુંબઈના મિત્રોને આરોગ્યપ્રદ-સ્વાદિષ્ટ અનાજ પૂરું પાડી ‘જગતના તાત'નું બિરુદ સાર્થક કરવાનો અવસર મળશે તયા પોસાય તેવા ભાવ તો મળશે જ. આ બહાને ભાલનળકાંઠા વિસ્તારની ‘ત્રણ પાંખડી’ જેવી સ્વાદિષ્ટ ડાંગરની જાત ઉગાડવાનું શરૂ થરો તો ખેડૂતોનાં બાળકો પણ આવો અસલી ખોરાક ખાઈ દવાઓની ચુંગાલમાંથી બચશે. યુરિયા-ડી.એ.પી. જેવાં ખાતરોના પાપે થોડાં વર્ષોમાં જ્યારે જમીન ઉજ્જડ બની જશે ત્યારે હારીને તો For Personal & Private Use Only Page #69 -------------------------------------------------------------------------- ________________ સુણજો રે ભાઈ સાદ અટકવું જ પડરો, પણ તે પહેલાં વાર્યા વળી જવામાં જ ચાણા ખેડૂતની શોભા નથી? અસલના દેશી બિયારણ મેળવવામાં કે આવી કુદરતી ખેતી કરવામાં કોઈ મુશ્કેલી-પ્રશ્રો નડે તો આવી પરંપરાગત ખેતીના જાણકાર શ્રી કોરા માથેન, (ડી-૧, અરવિંદ સોસાયટી, મૃદુલ સિટડલ-૧, વસ્ત્રાપુર-તલાવડી, અમદાવાદ-૧૫ ટે.નં. ઘર ૪૬૪૭૭૪, ઓફિસ ૩૭૭૦૦૨/૩૭૫૪૮૪)નાં સલાહ-માર્ગદરને મળી શકશે. વર્ષોથી ચાલી આવતી જૂની પદ્ધતિથી ખેતી કરીને જમીનની ફળદ્રુપતા અને લોકોનું આરોગ્ય ટકાવી રાખનાર આપણા બાપદાદા ગાંડા ન હતા એટલું આપણે કદી ન ભૂલીએ. (‘પ્રયોગ-દર્શન'ના વાચક ખેડૂતોને કરાયેલ અપીલ) For Personal & Private Use Only Page #70 -------------------------------------------------------------------------- ________________ નીતિશાસ્ત્રો – વર્તમાન સંદર્ભમાં અંગ્રેજીમાં એક કહેવત છે કે જો તમારે કૂતરાને “શૂટ કરવો હોય તો પહેલાં તેને હડકાયો જાહેર કરવો જોઈએ. આ દેશની પ્રજા ઉપર લકરી સામ્રાજ્ય સ્થાપવામાં અંગ્રેજોને માટે સૌથી મોટું અવરોધક બળ ક્ષાત્રતેજથી લસલસતા અને શૌર્ય તથા શૂરાતનના જીવંત પ્રતીક સમા રાજવીઓ હતા. પ્રજાની નજરમાં તેમને નીચે ઉતારી દેવા માટે અંગ્રેજોએ રાજકુમાર કોલેજોમાં અંગ્રેજ પ્રિન્સિપાલો દ્વારા ઉછેરેલા અને યુરોપ-અમેરિકાની સહેલગાહો કરવી સુરા અને સુંદરીના રવાડે ચઢાવી દીધેલા-પાંચ-દસ ટકા રાજવીઓને આગંળ કરી ગૌબ્રાહ્મણપ્રતિપાળ રાજવીઓની ૯૫ ટકા સંસ્થાને બદનામ કરવાની ગોબેલ્સનીતિનો અમલ કર્યો અને મેકોલેના ધાવણ ધાવીને મોટા થયેલા આ દેશના શિક્ષિત (!) કાળા અંગ્રેજોએ તેમાં ‘લોલ કે !” સૂર પુરાવીને ૧૯૪૭ની ૧૫મી ઑગસ્ટ આ ગૌરવવંતી પરંપરાને મૃતપ્રાયઃ કરી દીધી તે પહેલાં આમાંના ઘણાં રજવાડાં પોતાના રાજકુમારોને ભલભલા ભૂપતિઓની પણ પરવા ન કરે તેવા બ્રાહ્મણ પુરોહિતો પાસે ‘મનુસ્મૃતિ', શુકનીતિ', કૌટિલ્યનું અર્થશાસ્ત્ર’, ‘મહાભારતનું શાંતિપર્વ’, તથા કામર્જકીય નીતિસાર' જેવા ગ્રંથો ભણાવી તેમનું પાયાનું ઘડતર કરતા. આ દેશના અર્થતંત્ર કે સમાજવ્યવસ્થાનો કક્કો પણ ન જાણનાર અને રાવણના નાનાભાઈ વિભીષણ માટે “હૂ ઈઝ ધીસ બિભીષણ' કહી ભારતીય સંસ્કૃતિ વિશેનું પોતાનું તલસ્પર્શી જ્ઞાન (!) પ્રગટ કરનાર ‘દૂન’ સ્કૂલના વારસદારોને આપણાં જંગલી (?) પૂર્વજોએ ઉપરના ગ્રંથોમાં શાણપણનો કેવો ખજાજો ઠાલવ્યો છે તેની કાંઈક ઝાંખી કરાવવાનો આજે વિચાર છે. તેને માટે તે તે ગ્રંથોનાં થોડાંક અવતરણો અને ૨૧મી સદીમાં પ્રવેશવા થનગની રહેલા પશ્ચિમચક્ષુઓની પૉલિસીઓની તે અવતરણો સાથે થોડીક સરખામણી કરી લેવી ઉચિત રહેશે. કામદકીય નીતિસાર (ગુજ, અનુવાદ : ઈચ્છારામ સૂર્યરામ દેસાઈ અને પ્રાણજીવન શાસ્ત્રી)ના એક સુંદર બ્લોકના ગુજરાતી અનુવાદથી જ શ્રીગણેશ કીએ. “પૃથ્વી રૂપી ગાયને દોહવાની ઇચ્છા હોય તો પૃથ્વીના વાછરડા જેવી For Personal & Private Use Only Page #71 -------------------------------------------------------------------------- ________________ સુણજો રે ભાઈ સાઠ પ૯ પ્રજાનું રાજાએ સારી રીતે પોષણ કરવું.” શાંતિપર્વમાં પિતામહ ભીષ્મના મુખેથી નીકળેલી આજ્ઞાઓને (આપણા ઉપર ઠોકી બેસાવયેલા અને છતાં આપણા પ્રતિનિધિ ગણાતા) મ્યુ. કોર્પોરેટરોથી માંડીને સંસદ સભ્યો સુધીના સજ્જનો જો લક્ષ્યમાં લે તો ભારતમાં નંદનવન સ્થાપવા માટે એકવીસમી સદી સુધી પણ રાહ ન જોવી પડે. રાજ્ય તરફથી નંખાતા કરવેરાની બાબતમાં ભીષ્મ પિતામહ ફરમાવે છે કે “ભમરાઓ કૂલમાંથી જેમ જરૂરિયાત મુજબનું મધ ચૂસી લે અને છતાંયે ફૂલને સહેજ પણ કિલામણ થવા દેતા નથી. તેમ રાજાએ પ્રજાને સહેજ પણ ત્રાસ આપ્યા વગર આવશ્યક કર લેવા.' વાછરડાના પોષણને ઇચ્છતો પુરુષ જેમ ગાયને દોહે છે પણ, તેના આંચળનું ટીપેટીપું નીચોવી લેતો નથી તેમ રાજાએ પ્રજા પાસેથી ધન ગ્રહણ કરવું. વાઘણ પોતાના બચ્ચાને દાંત વચ્ચે પકડીને લઈ જાય છતાં પોતાના દાંત બચ્ચાંને જરાયે વાગે નહિ તેની કાળજી લે છે તેવી રીતે દેશમાંથી કર ઉઘરાવવા. “જે આ નાલાયકોના હાથમાં દેશની ધુરા સોંપશો તો તેઓ કેવળ હવા સિવાય બીજી કોઈ વસ્તુ ઉપર કરવેરા નાંખ્યા વિના નહિ રહે’’ એવી ચર્ચિલની ભવિષ્યવાણીને સાચી પાડવા જ જાણે ન જન્મ્યા હોય તેવા આપણાં ખુરશીભક્તો સુધી ભીષ્મ પિતામહનો અવાજ કોણ પહોંચાડશે ? ચાહે હિન્દુ કે મુસ્લિમ, ચાહે શક કે ચાહે હૂણ-કોઈના પણ રાજ્યકાળમાં નહોતા એવા આવકવેરા, ખર્ચવેરા, બક્ષિસવેરા, વારસાવેરા, પાણીવેરા, ઘરવેરા, જન્મ વેરા અને મૃત્યુ વેરા જેવા વેરાઓની હારમાળા ખડી કરી દેનાર સરકારના નાણાપ્રધાનશ્રી જો ક્યારેક મનુસ્મૃતિ ઉપર નજર ફેરવી જાય તો તેમાં લખેલ છે કે ધન વિના પોતે મરણ- હાલ થયો હોય તો ય રાજાએ વેદાધ્યયન કરનારા બ્રાહ્મણ પાસેથી કર લેવો નહિ. શિક્ષણ અને અધ્યયનની આવી ઊંચી મહત્તા આંકનાર મનુ ક્યાં અને પોતાની કરવેરાની ઈન્દ્રજાળમાં ખુદ દેવસ્થાનોને પણ લપેટમાં લઈ લેનાર આપણા ડિગ્રીધારી સચિવો કયાં ? એ જ શાંતિપર્વ આગળ કહે છે કે જે રાજા કેવળ અર્થાર્થી થઈને પ્રજા પર શાસ્ત્ર વિરુદ્ધ અનેક જાતના કરો નાંખે છે અને તે દ્વારા પ્રજાઓને પીડે છે તે રાજા પોતે જ પોતાનો નાશ કરે છે. હે રાજન્ તમારે વૃક્ષોનું પાલનપોષણ કરનાર માળી જેવા થવું. પણ વૃક્ષોને બાળી મૂકીને તેમાંથી કોલસા પાડીને નફો કરનારા જેવું થવું નહિ.'' ઊંચામાં ઊંચી જાતની કેરીથી માંડીને ર્મોર, વાંદરા ને ઘોડા જેવા નિર્દોષ પશુ-પક્ષીઓની નિકાસ કરીને પણ વિદેશી હૂંડિયામણ કમાવાના અભરખા ધરાવતા અધિકારી મહાશયો, સાંભળો છો કે ! For Personal & Private Use Only Page #72 -------------------------------------------------------------------------- ________________ સુણજે રે ભાઈ સાદ કરવેરાથી આગળ વધીને ખેતીવાડી અને પશુઉછેર માટે આ પ્રાચીન વૈજ્ઞાનિકો શું કહે છે તે સાંભળવું છે ? “ગામની ચારે બાજુએ સો ધનુષ્ય (ચારસો હાય યાને છસ્સો ફૂટ) જેટલી અથવા તો ત્રણ વખત લાકડીઓ ફેંકીએ તે જેટલી દૂર જાય તેટલી જમીન ઢોરના ચરાણ માંટે રાખવી. નગરમાં એ ચરાણની જમીન ઉપર બતાવી તેથી ત્રણ ગણી રાખવી.” (મનસ્મૃતિ) આપણા પશુઓ ડેન્માર્કના પશુઓની સરખામણીમાં ઓછું દૂધ આપે છે એવી હૈયાવરાળ ઠાલવતી કુરિયન આણિ મંડળીએ વધુ દૂધ આપવા માટે જરૂરી એવા ચરિયાણોની દેશમાં છેલ્લા ચાલીસ વર્ષમાં શું સ્થિતિ થઈ છે તે જાણવું હોય તો અનિલ અગરવાલ દ્વારા સંપાદિત ““સ્ટેટ ઓફ ઈન્ડિયા’ઝ એન્વાયરમેન્ટ : એ. સિટીઝન્સ રિપોર્ટ’’માંનું ગ્રેઝીંગ લેન્ડ ઉપરનું પ્રકરણ વાંચી જવું. ઉત્તર ગુજરાતના મારા વતનના ગામ વડગામની નજીકના બારોટોની જાગીરના ગામે મારા દાદા જ્યારે ઘોડા ઉપર સવાર થઈને ઉઘરાણીએ જતા ત્યારે ત્યાંના વૃદ્ધ બારોટો આજે પણ યાદ કરે છે કે તેમની પાઘડી પણ ન દેખાય એટલા ઊંચા ઘાસમાંથી તેમને ઘોડું હાંકવું પડતું. આજે જ્યારે એ ગામડામાં એ ચરિયાણના અવશેષ જોવા જઉં છું ત્યારે સરકારી વનીકરણ કાર્યક્રમ હેઠળ ત્યાં વવાયેલા નીલગિરી અને કુબાબુલ મારી સરકારી ઉડાવતા હોવાનો ભાસ મને થાય છે. અમિતાભ બચ્ચન અને સુનિલ ગાવસ્કરથી આગળ વધીને દુનિયામાં બીજું કાંઈ છે કે કેમ તેનાથી અજાણ આપણા કોલેજિયનોએ વર્ષો પહેલાં એક્વાર જે મનુસ્મૃતિને જાહેરમાં બાળી નાખવાનો સ્ટન્ટ કર્યો હતો તે પ્રત્યાઘાતી મનુ પોતાની મનુસ્મૃતિના આઠમાં અધ્યાયના ૨૫મા શ્લોકમાં કહે છે કે “જે જે વનસ્પતિનો જેવો જેનો ઉત્તમ, મધ્યમ આદિ ઉપયોગ થતો હોય તેવો તેને કાપી નાંખનારને દંડ કરવો.” મનુના આ સૂચનનો અમલ કરવાનું મન કોઈને થાય તે પહેલાં ઔરંગાબાદના કોલેજિયનોના કદમમાં-કદમ મિલાવી આપણા કોલેજિયનોએ મનુસ્મૃતિની સધળી નકલો મળે ત્યાંથી એકઠી કરી બાળી મૂકવી જોઈએ, નહિતર ન્યુઝપેપર માટે જંગલો કાપતા કારખાનાથી માંડીને સિમેન્ટની ફેકટરી માટે વૃક્ષોનો કચ્ચરઘાણ કાઢી નાંખવા તૈયાર થતાં સ્થાપિત હિતો સુધીનાં બધાં જેલના સળિયા પાછળ ધકેલાઈ જશે. • ‘સ્થાનિક સંસ્થાઓએ તળાવો, નાળાં અને નહેરોને સારી સ્થિતિમાં રાખવાં અને તેને નુકસાન કરનારને સજા કરવી” -શુકનીતિ, (પરેલ ટેન્કને અર્પણ). “હે યુધિષ્ઠિર ! તમારા રાજ્યમાં ફળ ભક્ષણ કરવા લાયક Jain Education Interational For Personal & Private Use Only Page #73 -------------------------------------------------------------------------- ________________ સુણજે રે ભાઈ સાદ વનસ્પતિઓને કોઈ કાપે નહિ, તેની તમારે સંભાળ રાખવી.’ (શાંતિપર્વ પ્રકા. સસ્તુ સાહિત્ય વર્ધક કાર્યાલય) ‘બધી સંપત્તિનું મૂળ જમીન છે. આ જમીન માટે તો રાજા પોતાની જિંદગી આપે.” (ફર્ટિલાઈઝરો કે જંતુનાશક દવાઓ દ્વારા જમીનનું સત્યાનાશ નીકળી જાય તો ય મારા બાપનું શું?!) અમેરિકા અને યુરોપને લક્ષમાં રાખી નક્કી થતા આપણા શિક્ષણના અભ્યાસક્રમોમાં શાંતિપર્વ કે શુકનીતિનો અભ્યાસ દાખલ થાય તે આશા વધુ પડતી છે. પરંતુ દષ્ટિસંપન્ન માતાપિતાઓ પોતાના બાળકોને સાત્ત્વિક - વૃત્તિના વિદ્વાનો પાસે આ ગ્રંથોનો અભ્યાસ કરાવે તો અણમોલ વારસાનું જતન કરવાના પુણ્યકાર્યમાં તો સહભાગી બનશે જ પણ તેમની નવી પેઢી પણ ડિસ્કો દાંડિયાને તાલે તાલે નાચનારી અને રસ્તેથી પસાર થતી નવયૌવનાને જોઈને પાણી પાણી થઈ જતી માયકાંગલી નવી પેઢીથી કાંઈક નોખી-કાંઈક અનોખી બનશે. આ લેખ તૈયાર કરવામાં જેમના પુસ્તકની મદદ લેવામાં આવી છે તે વિ. મ. કોઠારી અને . મો. પટેલના વિચારો ટાંકીને સમાપન કરીએ ! આજના જમાનામાં શાશ્વત ધર્મના સિદ્ધાંતોને બાજુએ રાખીને સમાજની ઉન્નતિ કરવાની વાતો થાય છે. પરિણામે આંધળો સ્વાર્થ, વેરઝેર, સંઘર્ષ, કલહ, હડતાલો, પથ્થરબાજી અને હિંસા વધે છે. તેને બદલે ગમે તે ‘શાહી’ ચાલતી હોય પણ તેમાં ‘શાશ્વત ધર્મ અને નીતિનું પાલન થવું જોઈએ.’ એવો આગ્રહ પ્રાચીન વિચારમાં અગ્રસ્થાને છે. આજે જે તે બાબતમાં રાજ્યની માલિકી, વહીવટ અને દરમિયાનગીરી વધારવાની વાતો થાય છે તેને લીધે અમલદારશાહી, તુમારશાહી અને લાંચરુશવત વધે છે અને સીધા સાદા સામાન્ય પ્રજાજનને હાડમારી પડે છે. તેને બદલે પ્રાચીન વિચારમાં રાજ્યનું કાર્યક્ષેત્ર મર્યાદિત રાખવાનો અને લોકો ધર્મબુદ્ધિથી પોતાનો વ્યવહાર કરતા થાય, પરસ્પર સહકાર અને માનવતા વધે, હક અને ફરજનો સુમેળ સધાય તયા માનવવિકાસ થાય એવી દષ્ટિએ કામ ગોઠવવાનો આગ્રહ રાખ્યો છે. આશા છે કે તે વિચારો આજના જમાનાના આર્થિક પ્રશ્રોની-વિચારણામાં ઉપયોગી લાગશે.'' For Personal & Private Use Only Page #74 -------------------------------------------------------------------------- ________________ નર્મદાની નહેરોમાં શું વહેશે ? નર્મદાનું પાણી કે, ગુજરાતની પાછળથી પસ્તાયેલી. પ્રજાનાં આંસુ ! ઓસ્ટ્રેલિયામાં બનેલી બાળકો માટેની એક કાર્ટુન ફિલ્મ ત્યાંનાં બાળકોમાં ખૂબ જાણીતી બની છે. તેમાં ત્યાંની એક નદી પર બંધાનારા બંધની કાલ્પનિક વાત વિષયવસ્તુ તરીકે છે. મોટા-મોટા પશુ-પક્ષીઓથી માંડીને નાનામાં નાના જીવજંતુઓ સુધીના સૌ કોઈ આ બંધના સ્વરૂપે સામે આવી ઊભેલા રાક્ષસના આક્રમણને કેમ ટાળવું તેના વિચાર-વિનિમય માટે ભેગા થાય છે. પરંતુ લેક્સિકોગ્રાફરને માનવતા અને પાશવતાના અર્થો ઊલટાંસૂલટા કરી નાખવા મજબૂર કરે તેવી આધુનિક માનવીની મનુષ્યતર જીવસૃષ્ટિ પ્રત્યેની રાંસ નિર્ધ્વસતા સામે તેમની કોઈ કારી ન ફાવતાં, તેઓ ગેરીલા પદ્ધતિના આંકમણની રીત અપનાવી, તેમનામાંની જં એક વહાઈટ એટ્સ (જંગલી કીડીઓ)ની એક જંગી ટુકડીને બંધની દીવાલની અંદરથી ખાઈ જઈને ખોખલી બનાવી દેવાની કામગીરી સોંપે છે. ફલતઃ ઉઘાટનના દિવસે જ અંદરથી સંપૂર્ણપણે ખોખલો બની ગયેલો બંધ તૂટી પડે છે અને આમ, જગતના ધણિયામાં’નો રોલ ભજવનાર આધુનિક માનવની હાર થાય છે. બાળકો માટેની આ કાલ્પનિક કાર્ટૂન ફિલ્મ એક બાજુ ‘વિશાળે જગવિસ્તારે નથી એક જ માનવી’ની વાત પ્રતીકાત્મક રીતે કહી જાય છે. તો બીજી બાજુ છેલ્લા બેએક દસકામાં દુનિયાભરમાં આવેલી પર્યાવરણ વિષયક જાગતિનો પણ આછો અંદાજ આપી જાય છે. હિટલરના પ્રચારમંત્રી ગોબેલ્સ એક એવું સૂત્ર વહેતું મૂકેલું કે એકના એક જૂઠાણાને સાત વાર રીપીટ કરવાથી એક હકીક્ત બની જાય છે. ખૂબીભર્યા અર્ધસત્યો. રજૂ કરવા માટે એક ગોબેલ્સને ઠેકાણે કદાચ ગુજરાતી શબ્દકોશકારોએ જેમનું નામ મૂકવું પડે તેવા નર્મદા નિગમનું વાજું એકના એક જૂઠાણાને સાત વાર નહિ પણ સાતસો વાર રીપીટ કરવું હોવાથી ભલભલા સજ્જનોની પણ મતિ મૂંઝાઈ ગઈ છે. લાખ-લાખની સંખ્યામાં નર્મદા નિગમના પૈસે બહાર પડતી પુસ્તિકાઓ અને છાપાઓમાં અપાતી અર્ધા-અર્ધ For Personal & Private Use Only Page #75 -------------------------------------------------------------------------- ________________ સુણજો રે ભાઈ સાદ __________ _*_ . ૬ પાનાની જાહેરખબરોનો પ્રતિકાર કરવાનો એક માત્ર વિકલ્પ ભિન્ન મતવાદીઓ પાસે વર્તમાનપત્રોનો છે. ગુજરાતની પ્રજાના કમનસીબે વિચાર સ્વાતંત્ર્યની મોટી મોટી વાતો કરનારા અને પીડિતોની અનુકંપાનાં ગાણાં ગાનારાં ગુજરાતી છાપાઓએ પણ નર્મદાના પ્રશ્ન મગજનાં કમાડ બંધ કરી નાખ્યાં હોવાથી બીજી બાજુ રજૂ કરનારા એક્લદોકલ છાપાઓના માધ્યમ દ્વારા જ અવારનવાર એકએક જૂઠાણાનું પોસ્ટ-મોર્ટમ કરીને સત્ય બહાર લાવી શકાય. ‘કચ્છ-સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતની સૂકી ધરતી નર્મદા યોજનાના રૂડા પ્રતાપે નંદનવન બની જશે’નું ગાણું વર્ષો નહિ, દાયકાઓથી ગવાય છે પણ એ ગાણું ગાનારા.અને સાંભળનારા ઘડીભર થોભીને નર્મદા નિગમ આણિ મંડળી દ્વારા બહાર પાડવામાં આવેલ સત્તાવાર પુસ્તિકા ઉપર નજર ફેરવશે તો પણ તેમને ખ્યાલ આવી જશે કે સૌરાષ્ટ્રના કુલ છ જિલ્લામાંથી જામનગર, અમરેલી અને જૂનાગઢ જિલ્લાના તો સમ ખાવા પૂરતા એકાદ ગામડાનેય નર્મદાનું પાણી મળવાનું નથી. જ્યારે રાજકોટ જિલ્લાના કુલ ૧૩ તાલુકામાંથી માત્ર બે તાલુકાના તથા ભાવનગર જિલ્લાના કુલ ૧૨ તાલુકામાંથી પાંચ તાલુકાના કેટલાંક ગામડાંઓ સુધી જ નર્મદાનું પાણી પહોંચશે અને તે પણ આજ સુધીની બધી યોજનાઓમાં જે રીતે અર્ધથી કામ પડતાં મૂકવામાં આવ્યાં છે તે રીતે નર્મદા યોજના પણ અર્ધથી પડતી ન મુકાય તો. આમ, જે સૌરાષ્ટ્રના ૬૯ તાલુકામાંથી ૫૬ તાલુકા (૮૧%)ને પાણીનું એક ટીપું ન મળવાનું હોય તે સૌરાષ્ટ્રને નંદનવન બનાવી દેવાની વાત કરવાની હિંમત ‘ગોબેલ્સ’ ની પણ ચાલી હોત કે કેમ તે એક સવાલ છે. એવી જ રીતે કચ્છની પણ તદ્દન નાની સાંકડી પટ્ટીને જ પાણી પહોચાડવાની સત્તાવાર યોજના છે. બનાસકાંઠા અને મહેસાણાના દુષ્કાળગ્રસ્ત વિસ્તારોને પાણી પહોંચાડવાની વાત તો ‘અપને આપ મેં એક કિસ્સા' જેવી છે. બનાસકાંઠાના રાધનપુરકાંકરેજ - સાંતલપુર અને મહેસાણાના સમી-હારીજ જેવા તાલુકા ઓછા વરસાદવાળા તાલુકા છે. પરંતુ ઉપરવાસથી પુષ્કળ પાણી લઈ આવી આ તાલુકાનાં ખેતરો રેલાઈ દઈ હજારો મણ ઘઉં-ચણાનો પાક પકવતી બનાસને કારણે આ તાલુકાના ખેડૂતો સુખે જીવન વિતાવતા અને મેઘરાજાને પડકાર ફેકતા હોય તેમ કહેતા કે ““બાપ (મેઘલો બાપ) ન આવે તો કંઈ નહિ. માં (બનાસમાતા) અમને ભૂખ્યા નહીં રહેવા દે.” કહેવાતા કલ્યાણરાજ્યની બેધાયંટુ નીતિઓના એક નાદર નમૂના રૂપે આ બનાસ નદી For Personal & Private Use Only Page #76 -------------------------------------------------------------------------- ________________ ६४ સુણજો રે ભાઈ સાઠ ઉપરવાસમાં દાંતીવાડા બંધ બાંધી આ તાલુકાઓની નદીના પાણીમાંથી વંચિત કરી દઈ દુષ્કાળગ્રસ્ત બનાવી દીધા અને હવે તે જ તાલુકાઓને નર્મદા પાણી પહોંચાડી તેમનો દુષ્કાળ ફેડવાની ડાહીડમરી વાત આપણી સરકાર કરી રહી છે. અક્ષરજ્ઞાન ન પામેલા આપણા ગામડાના ખેડૂતો કોઠાસૂઝે ધીંગા હોય છે. ઓછું ભણેલા પણ ઝાઝું ગણેલા આ ખેડૂતો નર્મદાના પાણીના ઉધાર વાયદાથી ભોળવાઈ જાય તેમ નહોતા. તેથી બનાસના પાણીથી વંચિત રહેલા આ ૧૯૨ ગામડાની પ્રજાએ એક સૂત્ર આપ્યું છે કે “અમને અમારી રોકડી બનાસ પાછી આપો. ઉધાર નર્મદાનો અમને ખપ નથી.''. અધૂરામાં પૂરું નીચેવાસનાં આ ૧૯૨ ગામડાંઓને બંધની હેઠવાસમાં બનાસને મળતી સીધુ નામની એક નાનકડી નદીનું જે ચાંગલુ પાણી મળતું તે પણ રોંકી દેવા આ નઘરોળ સરકારી રાજ સીપુની ઉપર પણ હાલ એક બંધ બાંધી રહી છે. કમસે કમ આ સીપુ બંધનું કામ તાત્કાલિક રોકી દેવાની ત્યાંની રાંક પ્રજાની ન્યાયી માગણી પણ “સો તેરી રામદુહાઈ ઓર એક એક મેરી ઉહું'ના ન્યાયે બહેરા કાને અથડાઈ પાછી ફરી છે. ૧૯૪૭ પછીની અત્યાર સુધીની ૧૫૫૪ સિંચાઈ યોજનાઓનો કડવો અનુભવ સ્વીકારતા અને છતાં પણ ‘નર્મદા યોજનામાં બધુ સમુસુતરું પાર ઊતરરો’ના વિશગુલ થીન્કીંગ’માં રાચતાં અને પર્યાવરણવાદીઓને સરકારી વચનોમાં વિશ્વાસ રાખવાની સૂફિયામણી સલાહ આપતા નેતા-મંત્રીઓના ગઠબંધનને મારે કહેવું છે કે એક વાર સીપુદાંતીવાડાના હળાહળ અન્યાયને અટકાવવા માટે સરકારને સમ્મત કરી જુએ અને પછી સરકાર પર શ્રદ્ધા રાખવાની વાત કરે ! “ચાલો બહેનો, દીકરી વહુ, બનાસ લેવા દોડો સહુ’, ‘સાદી સીધી એક જ વાત, અમારે જોઈએ બનાસ માત’ અને ‘એક બે ત્રણ ચાર, બનાસ પાણી લીધે પાર’નાં સૂત્રો પોકારતા ગ્રામજનો જ્યારે ઢોલ સાથે સરઘસાકારે નીકળી ‘‘જનમ જનમક નાતા હૈ, બનાસ હમારી માતા હૈ'દના પોકાર કરે ત્યારે બરોડા યુનિવર્સિટીની લેચરરની પોસ્ટ છોડી દાંતીવાડાગ્રસ્ત ગામડાંઓમાં લોક સંગઠન માટે ધૂણી ધખાવીને બેઠેલ રાજુ પુરોહિતનો એક વર્ષનો નાનકડો પુત્ર રુચિર પણ તાનમાં આવી જઈ લોકોની સાથે સાથે પોતાનો હાથ ઊંચો કરી “બનાસ હમારી માતા હૈ” ઉચ્ચારવાની કોશિરા કરે ત્યારે ભલભલાની આંખમાં આંસુ આવી જાય, પણ દાંતીવાડા બાબતમાં આપેલી લેખિત ખાતરીઓનું ઉલ્લંધન કરનાર ‘પગાર રાજ'ના પેટનું પાણીયે હાલતું નથી. લોકશાહી અને બહુમતવાદના આધારે ચાલતી રાજ્ય સરકારોના આવા વલણમાં છે કે આમ જોઈએ તો કાંઈ For Personal & Private Use Only Page #77 -------------------------------------------------------------------------- ________________ સુણજો રે ભાઈ સાઠ નવાઈભર્યું પણ નથી, પરંતુ ખરી નવાઈ તો તે વાતની થાય છે કે દિ’ ઉગ્યે આવા સરકારી અન્યાયોને જોતા અને તેનો નિષ્ફળ પ્રતિકાર કરવા મથતા લોકો પણ સરકાર નર્મદા બાબતમાં પોતાનાં વચનો પાળો’નો ઠાલો આશાવાદ હોંશે હોંશે સેવી રહ્યા છે. અંગ્રેજીમાં એક રૂઢિપ્રયોગ છે “ઈફ વીશીઝ વેર હોર્સીઝ... (જો ઈચ્છાઓ અશ્વો હોત...)” હકીક્તમાં તો જેમને પાણી મળવાનું છે તેવા અમદાવાદ, ખેડા, વડોદરા અને ભરૂચ જિલ્લાના સમૃદ્ધ ખેડૂતો પણ નર્મદાનું પાણી મેળવી તમાકુકપાસના રોકડિયા પાક, બનાવટી ખાતરો અને જંતુનારાકોના રવાડે ચડી જઈ “ભીના દુષ્કાળના વિષચક્રમાં સપડાઈ વિનાશ જ નોતરવાના છે, પરંતુ તેમને પતંગિયાની જેમ નર્મદા-જ્યોતની.ઝાક-ઝમાળમાં કૂદી પડી નાંશ નોતરવો જ હોય તો તેમની પસંદગી તેમને મુબારક. આપણે તો નર્મદા નિગમ પાસેથી એટલી જ અપેક્ષા રાખીએ કે ગુજરાતની પ્રજાને ઘેનમાં રાખવા માટે કચ્છસૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતને પાણી પહોંચાડવાની વાહિયાત વાતો કરશો મા ! જ્યારે જ્યારે નર્મદાની વાત નીકળે ત્યારે બીજી એક વાત પણ અચૂક સાંભળવા મળે કે “આટલું બધું પાણી આપણને કશાય કામમાં આવ્યા વિના વેડફાઈ જાય તે કેમ પોસાય ? દરિયામાં નકામા વહી જતા પાણીને રોકવા આવી યોજના થતી હોય તેમાં આટલો બધો ઘોંધાટ શીદને ?” કુદરતની વ્યવસ્થાના ઘોર અજ્ઞાનમાંથી ઊભો થતો આ તર્ક છે એમાં રહેલી તર્મક્ષતિ તરફ નજર કરતાં પહેલાં મને વિનોબા ભાવેની એક ચાક્તિ યાદ આવી જાય છે. છેલ્લા બસો-ત્રણસો વર્ષની ભૌતિકવાદી-ભોગવાદી વિચારસરણીના પરિણામે માણસ આજે એવું માનતો થઈ ગયો છે કે દુનિયામાં જે કાંઈ પૃથ્વી, પાણી, વનસ્પતિ વગેરે છે તે બધું માણસને ભોગવવા માટે જ સર્જાયેલું છે આવી ગેરસમજને પરિણામે તેમની–ભૂલનયાત્રા દરમ્યાન કોઈ સભામાં વિનોબાને પૂછવામાં આવેલ કે “આ ગાય, ભેસ તો આપણને દૂધ આપે છે. બળદ આપણને ખેતીના કામમાં આવે છે એટલે ભગવાને તેમને બનાવ્યાં છે તે તો જાણે સમય પણ આ વાધ-સિંહને ભગવાને શા માટે બનાવ્યા હો?'' પોતાના હાજરજવાબી ચબરાધ્યિાપણા માટે જાણીતા વિનોબાએ પોતાની આગવી રોલમાં પ્રત્યુત્તર વાળ્યો: “આ સૃષ્ટિમાં જે કાંઈ છે તે માણસજાતના ઉપભોગ માટે જ છે એવી ગેરસમજ આપણે ન કરી બેસીએ એ માટે ભગવાને તેમને બનાવ્યા છે !' દરિયામાં વહી જતા પાણીને For Personal & Private Use Only Page #78 -------------------------------------------------------------------------- ________________ -- - - - - - - - - - - --- -- - - - -- - - - - - - - - સુણજો રે ભાઈ સાદ . જોઈજોઈને દુઃખી દુઃખી થઈ જતા અને તેને વેડફાતું' માની લેવાની ભૂલ કરીબેસતા મિત્રોની જાણ માટે રશિયાના આરલ સમુદ્રનો દાખલો આંખ ઉઘાડનારો છે. અમદરિયા તથા સીરદરિયા નામની બે નદીઓ આદમ અને ઈવના જમાનાથી રશિયાના ઓરલ સમુદ્રમાં ઠલવાતી. પરંતુ નકામા વહી જતા પાણીનો ઉપયોગ કરી લેવાના ઉત્સાહમાં રશિયન સરકારે આ બંને નદીઓ પર બંધ બાંધી લેતાં આરલ સમુદ્રમાં ઠલવાતો વિપુલ જળપ્રવાહ અટકી ગયો. પાણીનો “આવરો' (આવક) ઓછો થઈ જવાને કારણે જે બંદર પાણીની છોળથી છંટાતું તે પાણીના કિનારાથી ત્રીસ કિલોમીટર દૂર પડી ગયું છે. આરલનું પાણી આઠ ટકા ઘટી ગયું છે તથા તેના જળાશયનું કદ ચાલીસ ટકા ઓછું થઈ ગયું છે. પરિણામે તેત્રીસ જાતની માછલીઓથી ઉભરાતા આ સમુદ્રમાં હવે માત્ર ત્રણ જ જાતો બાકી બચી છે. ખરી ખૂબી તો એ થઈ છે કે બંધ બાંધ્યો સિંચાઈ કરવા અને અનાજનું ઉત્પાદન વધારવા પણ સમુદ્ર કોરો થતાં રણમાં જેમ રેતીની ડમરીઓ ઊડતી હોય છે તેમ અહીં મીઠાની વિનાશક ડમરીઓ ઉડે છે અને વર્ષે એક હેકટર દીઠ અર્ધાટન મીઠું જમીન ઉપર પાથરે ' છે. કોઈ ખેતી કે પાક આટલી ખારાશે ખમી શકે નહિં. વળી સમુદ્રમાં ઠલવાતાં જળ જે હવામાનને નિયંત્રણમાં રાખતાં તે અદશ્ય થતાં હવામાનમાં ગરમી ને ઠંડી બેય વધવાથી "બાવાના બેય બગડ્યા” જેવી સ્થિતિ પેદા થઈ છે. ન્યૂટન અને આઈન્સ્ટાઈન જેવા ધુરંધર વૈજ્ઞાનિકો જ્યારે પોતાને “કુદરતના વિસ્મયભર્યા અફાટ સમુદ્રના કિનારે છીપલા વીણતાં બાળક જેવા “ગણાવે અને “દરિયાના પેટાળમાં પડેલાં મોતીનો તાગ પામવાનું પોતાના ગજા બહારનું હોવાનું ગણાવે ત્યારે ગમે તે ઓલિયો માલિયો કુદરતની સ્વયંસંપૂર્ણ રચના સામે અવરોધ ઊભો કરી કુદરત પર વિજય મેળવવાની અને તે દ્વારા માનવજાતને સુખી કરવાની વાત કરે ત્યારે તેની ઉપર ગુસ્સો કરતાં દયા વધુ આવે છે. દરિયાના ખારા પાણીને અંદર ધકેલી દેવાનું કામ કરતા, તેનો સુંદર દાખલો “ઘરનો જોગી જોગટો'ના ન્યાયે જેની કિંમત આંક્વામાં આપણે નગુણા નીવડ્યા છીએ તે પોરબંદરની ધરતીના સપૂત સ્વ. વેણીરાંકર મુરારજી વાસુએ નોધેલ છે. સૌરાષ્ટ્રના મહુવા બંદરમાં સમુદ્રની નીચે મીઠા પાણીના પ્રવાહો વહેતા. જેના પરિણામે જ્યારે ઓટના કારણે દરિયાનાં પાણી ઓસરી જાય ત્યારે ખુલ્લી થતી દરિયાની જમીનમાંથી નીકળતા મીઠા પાણીના અંત સુધી દૂરદૂરથી લોકો એ પાણીમાં સ્નાન કરવા આવતા. વિશ્વબેંક કે યુરોપ For Personal & Private Use Only Page #79 -------------------------------------------------------------------------- ________________ સુણજો રે ભાઈ સાદ અમેરિકાના પશ્ચિમી નિષ્ણાતોની આંગળીના ઈશારે નાચવાને બદલે આપણા આયોજનકારો મહુવાના કોઈ વૃદ્ધ પુરુષો પાસે બેસી આ જૂનો ઈતિહાસ જાણી તેનાં રહસ્યોનો તાગ પામવાનો પ્રયત્ન કરશે તો પણ તેમને આવા વિરટ પાયા પરના વ્યાયામની નિરર્થકતા સમજાશે. } ઘણા વિવાદાસ્પદ બની બેઠેલા આ પ્રશ્ન બાબત એક જ બાજુનું ગાણું સાંભળી નર્મદા યોજના સંબંધી ચેતવણીની સાયરન સંભળાવતા લોકો માટે ગુજરાત વિરોધી'નું લેબલ મારી દેવાને બદલે સત્ય પામવાની જિજ્ઞાસાનાં દ્વાર ખોલવાનું વાચકોને અમારું ઈજન છે. વાચકો ખુલ્લા દિલે પોતાની શંકાંઓ જણાવશે તો એકએક બાબતનું વિસ્તૃત વિશ્લેષણ કરવાની અમારી તૈયારી છે. પરંતુ ગુણિયલ ગુજરાતની પ્રજા જાતે ઊઠીને હારાકીરી ન કરે એ જ એમાત્ર અપેક્ષા છે. “સુજલામ્-સુફલામ્’ એવા જે દેશની ધરતીમાં આદમી ખેતરમાં ઊભો રહીને મૂઠી ઉઘાડી આકારામાં સો દાણા ઉડાડે તો પણ તેમાંથી સાઠ ઊગી જતાં અને જે દેશમાં વિના પ્રયાસે પણ લોકોના ઘરમાં પીપળો ને ઉબરો ઊગી જતા તેવા “સચયામલ” આ દેશની અર્ધા કરતાં વધુ પ્રજાને પીવાના પાણી માટે પણ ટળવળતી કરી દેનાર રાજકારણીઓ જ જ્યારે નર્મદા યોજના દ્વારા ગામડે ગામડે પીવાનું પાણી પહોંચાડી પ્રજાના ઉદ્ધારક બનવાનો દાવો કરતા હોય, ત્યારે ગુજરાતની પ્રજાનો એ પુછવાનો અધિકાર છે કે સૌથી પહેલાં તો ૧૯૪૭થી માંડીને આજ દિ’ સુધી બાંધેલા ૧૫૫૪ બંધોનો અમને હિસાબ આપો અને પછી આ નવા ૧૫૫૫માં બંધની વાત કરો. પ્રજાની ટૂંકી યાદદાસ્તનો દુરુપયોગ કરી રોજ નવી યોજનાનું શિલારોપણ કરીને પછી તેને સ્મારક તરીકે રઝળતી મૂકી દેનાર રાજકારણીઓ પાસે એમાંની એક પણ યોજનાનો “રજૂ કરી શકાય તેવો’ હિસાબંનથી. “અગમબુદ્ધિ વાણિયા’ની કહેવત અનુસાર ગુજરાતની વેપારી પ્રજા પોતાનો આ પૂછવાનો અધિકાર એળે . જવા દેશે તો “પછબુદ્ધિ બ્રાહ્મણની જેમ તેણે પેટભરીને પસ્તાવા સિવાય બીજું કાંઈ રોષ રહેશે નહિ. તે દિવસે નર્મદાની સૂકી નહેરોમાં નર્મદાનું પાણી નહિ પણ ગુજરાતની આંસુ સારતી પ્રજાનાં આંસુ વહેતાં હશે. - (ગુજરાત સમાચાર, ૭ માર્ચ, ૧૯૯૦) For Personal & Private Use Only Page #80 -------------------------------------------------------------------------- ________________ નર્મદા યોજના : ધ ઑપિયમ ઓફ ધી માસીઝ એક હતા કરસનભાઈ. દરરોજ સવારે ઘરના ઓટલે બેસી દાતણ કરે ત્યારે શેરીમાંથી એક મારણી ભેંસને પસાર થતી જુએ. એક દિવસ એમને વિચાર આવ્યો કે આ ભેસના શિંગડામાં માથું નાખ્યું હોય તો કેવું? પરંતુ આવું કોઈ પણ કામ કરવું હોય તો લાંબો વિચાર કરવો જોઈએ એવા નીતિવાક્યને અનુસરીને કરસનભાઈએ વિચારવાનું શરૂ ક્યું. છ-છ મહિનાના લાંબા (રિપીટ, લાંબા, ઊંડા નહિ) વિચારના અંતે એક ક્રાંતિકારી પળે કરસનભાઈએ ઝુકાવવાનું નક્કી કર્યું અને અંતે જે થવાનું હતું તે થયું. મારકણી ભેંસના શિંગડામાં માથું ઘાલવાની મૂર્ખામીભરી પ્રવૃત્તિના ફલસ્વરૂપે સમગ. શરીરે પટાપિંડીથી સજ્જ કરસનભાઈના સ્નેહી-સ્વજનો ખબરઅંતર પૂછવા આવ્યા ત્યારે સ્વાભાવિક જ સોએ કહ્યું : “અરે ભાઈ, આવું સાહસ કરતાં પહેલાં વિચાર તો કરવો હતો ?’ પરંતુ કરસનભાઈ કોનું નામ ? તેમણે પટ .. દઈને ઉત્તર વાળ્યો : “અમે કાંઈ વિચાર્યા વિના પગલું ભરીએ તેવા થોડા જ છીએ ? છ-છ મહિનાથી વિચાર કર્યા પછી આ નિર્ણય કરેલો.’ સુજ્ઞ વાચક, આ લોકકથાનો ઉપમાન-ઉપમેય સંબંધ તું સુપેરે સમજી ગયો. હશે. “અમે છેક ઈ.સ. ૧૯૪લ્હી આજ દિન સુધી વિચાર કરીને નર્મદા નદી પર બંધ બાંધવાનો નિર્ણય કરેલો છે એમ છાશવારે કહેતા ગુજરાતના રાજકારણીઓ અને આ મૂરખભાઈમાં ઝાઝો ફરક નથી. તફાવત માત્ર એટલો જ છે કે પોતાના સાહસને પરિણામે મરણતોલ હાલતમાં મુકાયા પછી કરસનભાઈના હિતચિંતકોએ તેમને વિચાર તો કરવો હતો'ની પાછોતરી સલાહ આપી હતી. જ્યારે આ કિસ્સામાં ગુજરાત અને દેશના પ્રબુદ્ધ વિચારકોએ નર્મદા યોજનાનાં ગંભીર પરિણામો ભોગવવાં પડે તે પહેલાં જ ચેતવણીની “સાયરન બનાવી છે. આ આખાય વિવાદમાં દુઃખદ આશ્ચર્યની વાત તો એ છે કે ગુજરાતના કેટલાક ગાંધીવાદી આગેવાનો પણ નર્મદા યોજનાને ઉપકારક માને છે. જો કે આ પ્રશ્ન ગુજરાતના ગાંધીવાદી, સર્વોદયવાદી આગેવાનોમાં ત્રણ પક્ષ પડી ગયા છે. ભૂમિપુત્રવાળા કાંતિ શાહથી માંડીને અનેક ગાંધીયન વિચારકો વિકાસના નેહરુ-મોડેલનાં બીજાં અંગોની જેમ “નર્મદા બંધ'ને For Personal & Private Use Only Page #81 -------------------------------------------------------------------------- ________________ સુણજો રે ભાઈ સાદ __ _5૯ પણ એક મોટું અનિષ્ટ માને છે. તો બીજી બાજુ કેટલોક એવો પણ વર્ગ છે કે જે દ્વિધામાં હોવાના કારણે ચોક્કસ સ્ટેન્ડ લઈ રાકતો નથી. પરંતુ સૌથી વધુ ખેદજનક બાબત તો બાબુભાઈ જશભાઈ પટેલની આગેવાની નીચેના ત્રીજા વર્ગની છે કે જેઓ બંધની સક્રિય તરફધ્રરી કરી રહ્યા છે, આ ગાંધીવાદી સજ્જનો અને નર્મદા બંધના તરફદારોને ‘જેન્જ બેફેલોઝ, (‘વિચિત્ર શય્યાસાથીઓ”) કહી શકાય. ઈ.સ. ૧૯૦૮ માં વિલાયતથી પાછા ફરતાં આગબોટમાં ગાંધીજીએ. લખેલ (કે. જેમાં પ્રગટ થયેલ વિચારો ઉપર તેઓએ ૧૯૩૮માં પણ * મહોરછાપ મારેલ) હિન્દ સ્વરાજ’ સમગ્ર ગાંધી વિચારનું મૂળ બીજ ગણાય. છે. ઘણાને કદાચ ખ્યાલ પણ નહિ હોય, પરંતુ ગાંધીજીએ ઉક્ત પુસ્તમાં પાર્લામેન્ટરી પદ્ધતિની લોકશાહીને ‘વેશયા અને વાંઝણી' કહીને પશ્ચિમના - સુધારોને સો-સો ઝેરી સાપોથી ભરેલા રાફડા સાથે સરખાવ્યો છે એટલું જ . નહિ દાક્તરો અને વકીલોની સાથે સાથે રેલવે અને પોસ્ટ જેવા નિર્દોષ દેખાતા સુધારાઓને પણ કડવામાં કડવી ભાષામાં ભાંડ્યા છે. | નેહરુના વિકાસ મોડેલમાં શ્રદ્ધા ધરાવનારાઓને નર્મદા યોજનાના પરિણામે થનારા યંત્રોદ્યોગના વિકાસ અને ખેતીના મંત્રીકરણને કારણે દેશની પ્રગતિ થતી દેખાય તો તે તો હજી પણ વાજબી છે. પરંતું કાપડની મિલો, ઓઈલ મિલો અને રાઈસ મિલોથી માંડીને ફર્ટિલાઈઝર, જંતુનાશક દવાઓ, ટ્રેક્ટરો, ડીઝલ-ઓઈલ પમ્પો અને રોકડિયા પાક સુધીનાં આધુનિક અનિષ્ટો સામે જીવનભર ઝઝૂમી તેને સ્થાને રેટિયો, બળદઘાણી, હાથ છડના ચોખા, છાણિયું ખાતર અને બળદગાડાને પુનઃ સ્થાપિત કરવા જીવન અર્પી દેનાર ગાંધીવાદીઓને પણ આવી વિરાટકાય યોજનાઓમાં પ્રજાનું હિત દેખાય તો તેને વિધિની વકતા કહીશું કે પછી યુકિમિસ્ટિક શબ્દ વાપરી તેમનું ભોળપણ ગણીશું ? હકીકતમાં કેટલાક પર્યાવરણવાદીઓ પણ જે મુદ્દો ચૂકી ગયા છે તે એ છે કે આ માત્ર મોટા બંધોનો, વિસ્થાપિતોનો, જંગલોનો કે કેટલાક રીઢા રાજકારણીઓ મરકરી કરે છે. તેમ માત્ર વાઘ-સિંહનો પ્રશ્ન નથી. પરંતુ બે વિચારધારાઓ વચ્ચેના યુદ્ધનો સવાલ છે. ઇંગ્લેન્ડની ઔદ્યોગિક ક્રાંતિ પછી જે કન્ઝયુમરિસ્ટ સોસાયટીનો ઉદ્ગમ થયો છે તે વસ્તુના વધુ ને વધુ વપરાશમાં (વેજ ઈકોનોમીમાં) સુખ માને છે. જ્યારે પૂર્વની વિચારધારા પ્રકૃતિ સાથે સુસંવાદી એવું સંતોષભર્યું જીવન જીવવામાં વાસ્તવિક સુખ જુએ છે. એક વાર આ બાબત બરાબર લક્ષમાં આવી જાય તો પછી નર્મદા યોજનાના પરિણામે વધનારું વીજળીનું ઉત્પાદન પણ જમા For Personal & Private Use Only Page #82 -------------------------------------------------------------------------- ________________ સુણજો રે ભાઈ સાદ બાજુ નહિ પણ ઉધાર બાજુએ મૂક્વાનું મન થશે. કારણ કે તેના પરિણામે ઠેર ઠેર થનારાં કારખાનાં ગુજરાતનાં હવા, પાણી અને જમીનને પ્રદૂષિત કરીને, ગામડાના સ્વતંત્ર કારીગરોને મજૂર બનાવી, શહેરોની ઝૂંપડપટ્ટીમાં ઠાલવવા ઉપરાંત ગૃહ-ગ્રામોદ્યોગોને નષ્ટ કરી માનવ વસતિની છતવાળા આ દેશમાં બેકારી અને પરિણામે ગરીબીની સમસ્યાનો વધુ આકરી બનાવશે. મુંબઈમાં બોલતાં કેન્દ્રના જળ-સંશોધન ખાતાના પ્રધાન મનુભાઈ કોટડિયાએ સ્પષ્ટ કબૂલાત કરી છે તેમ કચ્છ અને સૌરાષ્ટ્ર (સુરેન્દ્રનગર સિવાય)ના મોટા ભાગના વિસ્તારનો ન તો પીવાના પાણીનો કે ન તો સિંચાઈનો પ્રશ્ન હળવો થવાનો છે તે વાતને તો એક બાજુએ રાખીએ, પણ મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના પાણીની પૂરતી છતવાળા પ્રદેશોને જે પાણી મળશે તેનાથી પણ તેમનુંય વાસ્તવિક હિત થશે કે કેમ તે એક મોટો સવાલ છે. યુરોપ-અમેરિકાના વેડફાટના અર્થશાસ્ત્રને રવાડે ચડાવાયેલી આ પ્રજા તે વિસ્તારમાં પણ તમાકુ-કપાસ જેવા રોકડિયા પાકોનું ઉત્પાદન કરી, ફર્ટિલાઈઝર અને જંતુનાશક દવાઓના પ્રચૂર ઉપયોગ વડે ‘જગતના તાત ના બિરુદને વેગળું મૂકી ધરતીના રસકસ ખતમ કરી મારુતિ અને વીસીઆરના કલ્ચરમાં મસ્ત થઈને ઝૂમશે. તેને શું આ ગાંધીવાદી વિચારકો પણ ‘વિકાસ’ ગણો ? હકીકતમાં તો જેમ જેમ આ કહેવાતા વિકાસનો દર’ વધતો જાય છે તેમ તેમ વિકાસનો ‘ડર’ પણ વધતો જાય છે અને તેથી જ ગાંધીના ‘સ્મોલ ઈઝ બ્યુટિફૂલ’ના આદર્શોને વેગળા મૂકી વિરાટકાય યોજનાઓ તરફની ઘેલછાભરી સરકારી દોટને અટકાવવાની તાકાત તેમનામાં, સરકારનું પ્રચંડ સ્થાપિત હિત જોતાં ન હોય, તો પર્યાવરણવિદોનો તરફથી સરકારની સ્થાપિત હિત સામે પણ કરાયેલા પડકારશે. તો ગાંધીવાદીઓએ ‘ભાવતું'તું વૈદે કીધુંની જેમ વધાવી લેવો જોઈએ. તેને બદલે તે પર્યાવરણવિદોનો જ વિરોધ કરવો એ કલ્યાણ-રાજ્ય (કે જેને વિનોબા પોતાની ચબરાજ્યિા શેલીમાં અ-કલ્યાણરાજ્ય પાબચભ ક્લબતભ કહેતા)ને નામે '૪૭ પછીની સરકારોએ ઊભા કરેલા યાચબતચગહતગચભના રાક્ષસને નબળો પાડી શકવાની શક્યતાનાં દ્વાર કાયમ માટે બંધ કરી દેવા જેવું લેખાશે. સન્નિષ્ઠ રાજકારણી તરીકેની જેમની નામના છે તેવા વિખ્યાત ગાંધીવાદી બાબુભાઈ જરાભાઈ પટેલે કાકરાપાર અણુવિદ્યુત મથકના પ્રશ્ને પોતાની ભૂલની નિખાલસ કબૂલાત કરી તંદુરસ્ત ફેરવિચારણાની પોતાની તૈયારી સિદ્ધ કરી આપી છે. તે જ પરંપરાને આગળ ધપાવી આર્થિક વિકાસના ગાંધી નિરપેક્ષ મોડેલને ફગાવી Pવાની જે સુવર્ણ તક નર્મદા યોજનાના મિષે ઊભી થઈ છે તેને વધાવી લઈ For Personal Private Use Only Page #83 -------------------------------------------------------------------------- ________________ સુણજો રે ભાઈ સાઠ ગુજરાતની પ્રજાએ તેમનામાં મૂકેલા વિશ્વાસને સાર્થક કરી બતાવવાની જાહેર અપીલ તેમને કરવાનું મન થાય એવું છે. બનાસકાંઠા-મહેસાણાની ભૂગોળથી પરિચિત દરેક વ્યક્તિ જાણે છે કે આ બન્ને જિલ્લાના રાધનપુર-કાંકરેજ-સાંતલપુર-સમી-હારીજ જે ઓછા વરસાદવાળા તાલુકાઓ વરસાદની અછત છતાં પણ ઉપરવાસમાંથી મબલખ પાણી રેલાવતી બનાસને કારણે હજારો મણ ઘઉં-ચણા પક્વતા, કે જે ઘઉંચણાના વેપારથી હારીજનું પીઠું ધમધમતું. પાટણ તાલુકાના ધારાસભ્યના સિંચાઈપ્રધાન તરીકેના કાળ દરમિયાન બનાસ ઉપર દાંતીવાડા બંધ બાંધી તેનું પાણી નહેરો વાટે પાટણ જેવા વધુ વરસાદવાળા પ્રદેશોમાં વાળી લઈ તેમને રોકડિયા પાક ઉગાડતા કરી બનાસકાંઠા-મહેસાણાના હેઠવાસના હજારો મણ ઘઉં પકવતા-ખેડૂતોને પાણીના પ્યાલા માટે વલવલતા કર્યા. આમ, ત્યાં પાણીની કૃત્રિમ અછત એક બંધ દ્વારા ઊભી કરીને તેને બીજા બંધ દ્વારા ઉકેલવાની વાત કરનારા રાજકારણીઓ એટલું સમજી લે કે તમારા રાજમાં આસમાને પહોંચેલા બદામના ભાવોને કારણે લોકોની બુદ્ધિ થોડીક ઘટી હશે, સાવ બહેર નથી મારી ગઈ. નર્મદા બંધ બાબતમાં “અહો રૂપમ્ અહીં ધ્વનિ’નો પોકાર કરનારા ગુજરાતી પત્રકારમિત્રોને કહેવાનું મન થાય છે કે એક વાર દાંતીવાડા બંધના હેઠવાસનાં ૨૦૦ ગામડાંઓની હાલત નજરે જોઈ આવે અને હું ખાતરી આપું છું કે સંવેદનાનો એક અંશ પણ જો બચ્યો હશે તો તેઓ બંધ દ્વારા નંદનવન સર્જવાની વાત ઊંઘમાં પણ નહિ ઉચ્ચારે. ગુજરાત સરકારની નરઘોળ નફટાઈની પરાકાષ્ઠા તો ત્યાં જ છે કે “અમને ઉધાર નર્મદા નહિ જોઈએ, અમને અમારી રોકડી બનાસ પાછી આપો’ના ત્યાંના ૨૦૦ ગામડાંના બેહાલ ખેડૂતોના પોકાર અને ‘તો અમે દાંતીવાડા ડેમ તોડી નાંખીશુંના પીઢ સર્વોદયી આગેવાન ચુનીભાઈ વૈધ જેવાના આકોશને અવગણી આ સરકારે એ જ બનાસ નદીને હેઠવાસમાં મળતી સીપુ નદી પર બીજો બંધ બાંધી રહી છે કે જેથી પેલાં ૨૦૦ ગામડાંઓને મળતું ચાંગળું પાણી પણ અટકી જાય. ઓ અમારા વહાલા દેશી અંગ્રેજે, તમારા સિંચાઈ ખાતાના અધિકારીઓને કામના અભાવે બેકાર બનવું પkતું હોય તો અમે તેમને પેલા વાર્તામાંના જીનની જેમ દાદર ચડ-ઊતર કરવાનો પગાર આપીશું. પણ તેમનું કામ ચાલુ રાખવ. પ્રજાનાશની આવી નિતનવી યોજનાઓ અમારે માથે શું કામ મારો છો માબાપ ! આવી રીતે પ્રજાને નષ્ટ કરીને વસતિઘટાડો કરવાનો તમારો ઈરાદો હોય તો પેલો બિચારો માલ્યુસ પણ તેની કબરમાં શરમનો માર્યો ઊંધું મોં ઘાલી દેશે. For Personal & Private Use Only Page #84 -------------------------------------------------------------------------- ________________ સુણજો રે ભાઈ સાદ - વર અને કન્યાને મારીને પણ પોતાનું તરભાણું ભરવામાં માનનારા રાજકારણીઓ સુરતના એક છાપામાં નર્મદાની બીજી બાજુ લખનાર સરકારી નોકરી કરતી યુવતી ઉપર ડિસમિસલનો ભય બતાવી માફી મંગાવવાનો પ્રયત્ન કરે તથા ક્યાં રાજા ભોજ અને ક્યાં ગાંગો તેલીની કહેવતને યાદ અપાવતા યુવા કોંગ્રેસના ગુંડાઓ વિરોધનો સૂર ઉઠાવનાર પુરુષોત્તમ માવલંકર જેવા રાજપુરુષના ઘરે ઘેરાવ કરવાની વાત કરે તેમાં કાંઈ આશ્ચર્ય પામવા જેવું નથી. પરંતુ ગુજરાતના જાહેર જીવનના અગ્રણીઓએ તથા અમદાવાદ-મુંબઈની ચોથી જાંગીરે અવસર પ્રમાણે ઊંચેરા ઊઠી સરકારી પ્રચારનો ભાંડો ફોડી નાખી ગુજરાતને આત્મઘાતના ઓવારેથી પાછું વાળવાની વેળા પાકી ગઈ છે. • આજની પળે ગુજરાત માટે તો એમ કહેવાનું મન થઈ જાય છે કે નર્મદાઈઝધ ઓપિયમ ઓફ ધી માસીઝ.' પરંતુ નર્મદા બંધની ગુલબાંગો પોકારી ‘ગુજરાતના મસીહા બનવા નીકળી પડેલા અને ‘નમામિ દેવી નર્મદે'નો બગભગતિયો પાઠ કરી જે દસ પંદર વર્ષ મળ્યા ત્યાં સુધી પોતાની ખુરશીનો મજબૂત બંદોબસ્ત કરી લેવાના કોડ સેવતા રાજકારણીઓ તેમની ગણતરીમાં માત્ર એક જ ભૂલથાપ ખાઈ ગયા છે. તેમને ખબર નથી કે તમે બધા માણસોને ઘણા સમય સુધી મૂર્ખ બનાવી શકો છો, કદાચ ઘણા માણસોને બધા સમય સુધી મૂર્ણ બનાવી શકો છો, પરંતુ બધા માણસોને બધો સમય મૂર્ખ બનાવી રાતા નથી. હકીક્તમાં તો ચીમનભાઈ પટેલ જેવા રાજકારણના દાવપેચના નિષ્ણાત મુત્સદ્દીએ પણ ‘નર્મદાનો વિરોધ કરીશું તો ગુજરાતની પ્રજા વીફરરો’ના ભ્રમમાં રાચવાની જરૂર નથી. જો હકીકતમાં એવું જ હોત તો નર્મદા યોજનાની બાબતમાં ઢીલાં પોચાં વિધાનો કરનારાં મેનકા ગાંધીના પક્ષને ૨૩ સીટો આપવાને બદલે નર્મદા યોજનાનો કક્કો ખરો કરવા ગોબેલ્સને પણ શરમાવે તેવા જુઠા પ્રચારોનો આશરો લઈ ગુજરાતની પ્રજાને ઊઠાં ભણાવનાર કોંગીને જ ગુજરાતની પ્રજાએ મતોના દરિયામાં ડુબાડી દીધી હોત. વાસ્તવમાં તો વિરોધ પક્ષના નેતા તરીકે તેમની ફરજ તો નર્મદા યોજનાના બાંધકામમાં અત્યારથી જ ચાલતાં કૌભાંડોનો પ્રગટ કરવાની છે. બંધના સ્થળે સુરંગ દ્વારા પથ્થર ફોડવાની મજૂરી સોફટ રોક અને હાર્ડ રોકની જુદા જુદા દરે ચૂકવાતી હોય છે. સોફટ રોકને ફોડીને ચોપડે હાર્ડ રોકની મજૂરી લખી લાખો રૂપિયા ચવાઈ ગયા હોવાની બાબત નર્મદા નિગમમાં કામ કરનાર અધિકારીઓ દ્વારા જ જાણવા મળી હોવાનું ગુજરાતના એક ઈ-વેસ્ટિગેટિવ પત્રકારે લખ્યું છે. નર્મદા કિનારે આવેલા ચાણોદના વતની For Personal & Private Use Only Page #85 -------------------------------------------------------------------------- ________________ સુણજે રે ભાઈ સાદ અમદાવાદના એક નખશિખ સૌજન્યમૂર્તિ વૈદ્યરાજે મને અંગત વાતચીતમાં એક વાર કહેલું કે “અમે તો રોજ સવારે ઊઠીને ભગવાનને પ્રાથના કરીએ છીએ કે નર્મદા બંધ કયારેય ન બને.’ સાશ્ચર્ય પૂછયું કેમ ?” ત્યારે તેમણે જવાબ આપ્યો કે “બંધના સ્થળેથી સિમેન્ટની જેટલી ટ્રકો ઈતી હોય તેટલી તમને અપાવી દઉ. આમ, દૂકબંધ સિમેન્ટ જ્યારે પગ કરી જતી હોય અને તેના સ્થાને ભળતું જ મટીરિયલ વપરાતું હોય ત્યારે મોરબી હોનારતની યાદ આવતાં મને કમકમાટી વછૂટી જાય છે કે ભ્રષ્ટ તંત્ર દ્વારા બંધાયેલો આવો હલકી કક્ષાનો બંધ ફાટશે તો ગુજરાતનું થશે શું ? સમગ્ર વિરોધ પક્ષ ચકોર નજરે સરદાર સરોવરના કળણમાં ઊંડો ઊતરે તો બોફોર્સ જેવા મગરમચ્છો નહિ તોય મિની-બોફોર્સનાં માછલાં તો ઘણાં મળી રહે. ગરીબ ગુજરાતની રાંક પ્રજા છાપાના અક્ષરને ભગવાનનો શબ્દ માની લઈને સ્વીકારે છે અને કમનસીબે ગુજરાતનાં છાપાંઓએ નર્મદાની બાબતમાં સ્વૈચ્છિક સેન્સરશિપનો સ્વીકાર કર્યો હોવાથી ગુજરાતની પ્રજાને “ગુજરાતની જીવાદોરી’ અને ‘ગુજરાતના હિતશત્રુઓ જેવા બે-ચાર ચવાઈ ગયેલા શબ્દપ્રયોગો સિવાય બીજું કાંઈ વાંચવા મળતું નથી. હકીકતમાં તો લોકશાહીની ચોથી જાગીર” અને “રાઈટ ટુ નો’ની મોટી મોટી વાતો કરનારાં ગુજરાતી છાપાંઓએ નર્મદા નિગમના કરોડોના બજેટનો ગેરલાભ ઉઠાવી લાખો પુસ્તિકાઓ અને છાપાંઓમાં અર્ધા–અર્ધા પાનાની જાહેરખબરો (અર્ધા પાનાની જાહેર ખબર અને ‘અર્ધ-સત્ય’ વચ્ચે કોઈ સંબંધ હશે ?) દ્વારા અર્ધસત્યો પીરસનાર નર્મદા નિગમની સાથે પોતાનો પક્ષ રજૂ કરવા ફરફરિયું છાપવા માટે પણ જેમને પાંચ- પંદર રૂપિયાનો ફાળો કરવો પડે છે તેવી મેઘા પાટકર જેવી આદર્શઘેલી યુવતીઓની પડખે ઊભા રહેવું જોઈએ. નર્મદા નિગમના પ્રચાર પડઘમના સૂરમાં સૂર મિલાવ્યા વિના જાત-અભ્યાસ કરીને જો ગુજરાતી પત્રકારો લખવા માંડે તો લોકોને એ વાતની જાણ થશે કે સૌરાષ્ટ્ર અને કચ્છને નંદનવન બનાવી દેવાનો જે જુકો પ્રચાર થઈ રહ્યો છે તે માત્ર પ્રજાને ઉલ્લુ બનાવી નર્મદા યોજનાના બહાને પોતાની ખીચડી પકાવવા માટે જ છે. બનાસકાંઠા અને મહેસાણાનાં અછતગ્રસ્ત વિસ્તારને નર્મદાનાં પાણી પહોંચાડવાની વાત તો લોકોને ઉલ્લુ બનાવવાની સઘળી તરકીબોમાં શ્રેષ્ઠ તરકીબનો એવોર્ડ મેળવી શકે તેટલી રસપ્રદ છે. (સમકાલીન, ૨ ફેબ્રુઆરી, ૧૯૯૧) For Personal & Private Use Only Page #86 -------------------------------------------------------------------------- ________________ તમારા ગામમાં આટલું કરજો આટલું ન કરજો ગૌરવવંતા ગ્રામ્ય પ્રજાજનો ! રાજા રામ અને શ્રીકૃષ્ણના વારસદાર સમા ગૌ-બ્રાહ્મણપ્રતિપાળપ્રજાપાલક રાજાઓને ફગાવી દઈ છેલ્લા પચાસ વર્ષોથી આપણે માથે લોક્શાહી, ચૂંટણી અને બહુમતીનું રાજ ઠોકી બેસાડવામાં આવ્યું છે જેના પરિણામે આજે અખા દેશમાં ગરીબી, બેકારી, બીમારી, મોંઘવારી અને નાસિક્તાએ ભરડો લીધો છે તથા ચૂંટણીના પાપે ગોકુળિયાં ગામ કલહકંકાસનો અડ્ડો બની ગયા છે. તમારા ગામને આમાંથી ઉગારી લેવું હોય તો પશુરક્ષા, વનરક્ષા, ભૂરક્ષા અને જળરક્ષા માટે કટિબદ્ધ બની ગામના ભલા માટે સરકારની આશા છોડી દો. તમારા ગામને ગોકુળિયું બનાવવા નીચે મુજબ દઢ નિશ્ચય કરો : (૧) ઘઉની ખેતી છોડી તમારી બાપદાદા ખાતા તેવી દેશી જુવારબાજરાની ખેતી તરફ પાછા વળો. જેથી ગામના લોકોને સારુ-સસ્તું અનાજ અને ગામના પશુઓને સારો ચારો મળશે. વિલાયતી ખાતર, સંકર બિયારણ અને જંતુનાશક દવાઓથી તમારા અનાજને મોંધુ અને ઝેરી બનાવશો નહિ. વિલાયતી ખાતર તમારી જમીનનો કસ ચૂસી લઈ તેને વાંઝણી બનાવી દેશે. જમીનને બચાવવા, પૌષ્ટિક અનાજ પેદા કરવા અને કરજથી બચવા માત્ર છાણિયા ખાતરનો જ ઉપયોગ કરો. (૨) પહેલાંના જમાનામાં ગામમાં દર ૫૦ ગાય દીઠ એક સારો સાંઢખૂટ રાખતા. પરંતુ તે ઘણખૂટ તમારા ગામની ગાયોની ઓલાદનો જ હોવો જોઈએ. તે ઘણખુંટનો સારામાં સારો ઉછેર થાય તે માટે સમગ્ર ગામે ભેગા મળી તેના ઘાસચારા-દાણની જૂના જમાનામાં હતી તેવી વ્યવસ્થા કરવી, જેથી સંકરીકરણનું પાપ ગામમાં પેસે નહિ. (૩) તમારા ગામની જરૂરિયાત પૂરતા તલ-સરસવ ઉગાડી તેનું તેલ તમારા ગામમાં જ ઘાંચી દ્વારા બળદઘાણી વડે કઢાવવાની વ્યવસ્થા કરો. For Personal & Private Use Only Page #87 -------------------------------------------------------------------------- ________________ ૭૫ - સુણજે રે ભાઈ.સાદ --~-~-~~~~~-~~-~એથી તમને તાજુ-સસ્તું તેલ મળશે તથા તમારા પશુઓને તાજો ખોળ મળશે. શહેરોને તેલીબિયાં અને દૂધ વેચવાને બદલે તેમને વધારાનું તેલ અને શુદ્ધ ઘી વેચો. , (૪) ગામેગામ ઝઘડા અને કલેશ-કંકાસનું મૂળ વાવતી ચૂંટણીઓનો સદંતર બહિષ્કાર કરી દરેક જ્ઞાતિના આગેવાનોનું પંચ બનાવી તે પંચ દ્વારા જ તમારા ગામનો વહીવટ કરો. ગામના ઝઘડાઓનો ન્યાય પણ તે પંચ પાસે જ કરાવો. સરકારી કોટૅ સુધી તમારા ઝઘડા ન લઈ જાવ. (૫) તમારા ગામની ગોચરની જમીનનું કોઈપણ ભોગે રક્ષણ કરો. ગોચરની જમીનમાં સરકારી કે ખાનગી કોઈપણ દબાણ થવા ન દો. ગોચરની જમીન પડાવી લેવી એ મૂંગા પશુના મોંમાથી ખોરાક પડાવી લેવા બરાબર છે. જે ગામમાં ચરિયાણ સમૃદ્ધ હો તે ગામનું એક પણ ઢોર કતલખાને નહિ જાય. સત્યાનારની ગોઝારી ખાઈમાં ફસાવું ન હોય તો નીચેના કાર્યો કદાપિ કરશો નહિ ? (૧) તમારા ગામમાં સંકર ગાયને પ્રવેશ પણ કરવા દેશો નહિ. સંકર ગાય તમને પાયમાલ કરી દેશે. (૨) ડેરીઓની માયાજાળમાં ફસાશો નહિ “શ્વેત-કાંતિ’ના રૂપાળા નામ નીચે ડેરીઓ તમારા ગામમાંથી દૂધનું ટીપેટીપું પડાવી લેશે. તમારાં બાળકો માટે પણ દૂધનું ટીપું નહિ બચે. તમારા ગામના વલોણા બંધ પડશે અને ચોકખુ ઘી મળતું બંધ થશે. છાસનાં દર્શન પણ દુર્લભ થશે. માટે તમારા આરાધ્ય દેવની સમક્ષ પ્રતિજ્ઞા કરો કે તમે તમારા ગામમાંથી દૂધનું એક ટીપું પણ બહાર નહિ જવા દો. તમારા ઢોરના આંચળમાં રહેલું દૂધ તેના વાછરડાં અને તમારાં બાળકો માટે છે. શહેરની ડેરીઓના દુરુપયોગ માટે નહિ. - (૩) તમારા ગામમાં ટયુબવેલ કે બોર ખોદવા દેશો નહિ, નહિતર ભવિષ્યમાં પાણી વિના ટળવળીને મરશો. (૪) તમારા ફૂવા ઉપર ડીઝલ કે વીજળીની મોટર કે પમ્પ મૂકશો નહિ, બળદથી ખેંચતા કોશ વડે જ સિંચાઈ કરજો. For Personal & Private Use Only Page #88 -------------------------------------------------------------------------- ________________ સુણજે રે ભાઈ સાદ. - (૫) કપાસિયા ગામમાં જ ફોલાય-જુદા પડે તેવું કરો. જેથી તમારા ગામમાં મજૂરી મળશે અને તમારા પશુના હક્કના કપાસિયા પરદેશ જવાને બદલે તમારા ગામના પશુને જ મળતાં ઘીનું ઉત્પાદન પણ વધશે. ધીમે ધીમે કાંતણ અને વણાટ પણ ગામમાં જ થાય તેવું કરો. (૬) કારખાનાની બનેલી વસ્તુ વાપરવાનું શક્ય હોય ત્યાં સુધી ટાળો. તમારે જોઈતી વસ્તુ માટે અઢારે કોમના ધંધા ફરી જીવતા થાય તેવું કરો નવા જમાનાનું કોઈપણ પાપ તમારા ગામમાં પ્રવેરાવા દેશો નહિ. વધુ વિગત માટે વેણીરાંકર મુરારજી વાસુનાં પુસ્તકો વાંચી જાવ. For Personal & Private Use Only Page #89 -------------------------------------------------------------------------- ________________ અહિંસાદેવીની હૃદયમંદિરમાં પ્રતિષ્ઠા ; સમગ્ર જીવસૃષ્ટિને “અભયના દાનની ઘોષણાનો પડઘો વગડાવાના ઘોડા’ જેના ઘટમાં ન થનગને તેનું નામ યુવાન જ નહિ. પરંતુ વિશ્વવ્યાપી હિંસાના તાંડવને ‘ક જાવ’નો આદેશ આપવા માત્ર બાંયો ચડાવવાથીમૂઠી ઉંગામવાથી કે લોહી ઉકાળવાથી જ ચાલે તેમ નથી. આપણી સામે ખડી થયેલી હિંસાની દીવાલનો ભાંગીને ભુક્કો કરવો હોય તો તે દિવાલ ઉપર આડેધડ મુક્કા મારવાથી કામ નહિ થાય. એમ કરવાથી તો ઉપરથી આપણી મૂઠી તૂટી જાય, દીવાલને તોડવાના કામમાં બળ કરતાં વધુ જરૂર તો કળની છે. પર્યુષણના આઠ દિવસો કતલખાના બંધ રાખવાની ભીખ સરકાર પાસે માંગવામાં, શેત્રુજી ડેમમાં માછલાં મારવા પર પ્રતિબંધ મૂકવાની માગણી કરવામાં કે મહાવીર જન્મના એકલદોકલ દિવસોમાં બંધ રહેતા કતલખાનાઓની જાહેરાત કરીને હરખાવવામાં અહિંસાધર્મની ઈતિથી નથી આવી જતી. હિંસા-અહિંસાનો પ્રશ્ન વર્તમાન યુગમાં મોટા ભાગના લોકો સમજે છે તેના કરતાં ઘણો વધુ ગૂંચવાયેલો છે. હિંસાનો આ રોગ આટલો કેમ વકર્યો છે એના કારણો જાણ્યા વિના એની ચિકિત્સા કરવામાં ઘણીવાર ઊંટવૈદું થઈ જવાની પૂરી સંભાવનાઓ રહેલી છે. જ્યારે એકવાર એ રોગનું વાસ્તવિક નિદાન કરી લેવામાં આવે તો પછી આયુર્વેદના ‘નિદાન પરિવર્જનમ્ના સૂત્રાનુસાર રોગનાં કારણોને દૂર કરવાથી રોગ આપમેળે જ દૂર થઈ જશે. . સરકાર પાસે જ્યારે જ્યારે ક્તલખાનાં કે હિંસા બંધ કરવાની વાત કરવામાં આવે છે ત્યારે મેકોલે પદ્ધતિનું શિક્ષણ પામેલા મોટાભાગના અર્ધદગ્ધ સરકારી અધિકારીઓ એકનું એક ગાણું ગાતા હોય છે કે “કતલખાનાં પર પ્રતિબંધ મૂક્વાથી કસાઈઓનો ધંધો પડી ભાંગે છે અને તલ તથા માંસાહાર તો પહેલાંના જમાનામાં પણ થતાં હતાં તો તમે માંસાહારીઓ ઉપર માંસાહાર ન કરવા બળજબરી કેમ કરી શકો ?' For Personal & Private Use Only Page #90 -------------------------------------------------------------------------- ________________ - - - - - - - ૦૮:. સુણજો રે ભાઈ સાદ સૌથી પહેલાં તો ભારતવર્ષમાં અસંખ્ય વર્ષોથી જે સાત વ્યસનોને અત્યંત નિર્ધી ગણવામાં આવતાં. તેમાં ચોરી, જુગાર, પરસ્ત્રીગમન, વેશ્યાગમન, દારૂ અને શિકારની જોડે માંસાહારનો પણ સમાવેશ કરવામાં આવતો. જેમ ચોરી કરનાર, દારૂ ગાળનાર કે વેશ્યાગીરી કરનારને તેનો ધંધો ભાંગી ન જાય તે માટે આવી નિર્ધી પ્રવૃત્તિઓ કરવાની છૂટ આપવામાં આવતી નથી. તે જ રીતે કતલ જેવી નિર્ધી પ્રવૃત્તિને પણ ધંધા અને વ્યવસાયનું રૂપાળું નામ આપી તેને પ્રતિષ્ઠા આપવી એ હકીકતમાં તો રાબ્દનો વ્યભિચાર છે. ... .. છતાંય ઘડીભર માની લઈએ કે, સરકાર કસાઈઓને કે માછીમારોને તેમના પરંપરાગત કામ કરતા રોકી શકે નહિ, તો તે વાત તો હજીયે સમજાય તેવી વાત છે. પણ જ્યારે ખુદ સરકાર જ પોતે કસાઈ અને માછીમાર બની, આવી અત્યંત હલકી પ્રવૃત્તિઓમાંથી પૈસા કમાવવાની લાલચમાં ફસાય ત્યારે તો પાણીમાંથી આગ પેદા થવા જેવી પરિસ્થિતિ સર્જાય છે. હિંદુસ્તાનના સમગ્ર ઈતિહાસને તપાસવામાં આવશે તો જણાશે કે સમગ્ર ઇતિહાસકાળમાં કયારેય પણ (મુસ્લિમ-મોગલ શાસકોના કાળમાં પણ નહિ) રાજા ખુદ ઉઠીને કસાઈ કે માછીમાર બન્યો નથી. વ્યક્તિગત ધોરણે પ્રજાનો અમુક વર્ગ કતલ વગેરેની પ્રવૃત્તિ કરતો હોય અને અહિંસાપ્રેમી બીજા વર્ગને તે પસંદ ન હોય તો તે બંને વર્ગોએ અરસપરસ સમજી લેવાની વાત છે. અને તેથી જ જૂના કાળમાં જ્યારે આવા તહેવારોના દિવસોમાં અહિંસાપ્રેમી વર્ગ કસાઈ– માછીમાર આદિને અમુક રકમ આપીને સંતોષતો ત્યારે તેઓ તેટલા દિવસ પૂરતી તે પ્રવૃત્તિ બંધ રાખતા. કારણ કે પરંપરાગત રીતે કતલ કે મચ્છીમારીનું કામ કરતા તે ભાઈઓ પણ કોઈપણ જીવતા જીવને મારવાની પ્રવૃત્તિને દુષ્કૃત્ય તરીકે લેખતા. અને કપાળ કૂટતાં એમ કહેતા કે આ પાપી પેટને ખાતર આ હિંસાનું કામ કરવું પડે છે. આવી માન્યતા હોવાને કારણે જ્યારે પર્વના દિવસો પૂરતી ચાલે તેટલી રકમની કોઈ વ્યવસ્થા કરી આપે તો તેટલા દિવસ પૂરતી પોતાની રોજી-રોટીની વ્યવસ્થા થઈ ગઈ હોવાથી તે વ્યવસ્થા કરી આપનારનો ઉપકાર માની, એટલા દિવસ પાપમાંથી બચી જવાશે તેનો રાજીપો અનુભવતા. આમ જ્યારે હિંસા ખાનગી સ્તરે ચાલતી ત્યારે તે તે હિંસક પ્રવૃત્તિમાં જોડાયેલ વર્ગ અને અહિંસાપ્રેમી વર્ગ આપસ-આપસમાં સમજી લે તો અને એમ છતાં પણ આવી વ્યક્તિગત સ્તરે ચાલતી તલમાં અહિંસાપ્રેમી વર્ગ જ્યારે કતલાદે For Personal & Private Use Only Page #91 -------------------------------------------------------------------------- ________________ • : ૯ સુણજો રે ભાઈ સાદ અટકાવી શકતો નથી ત્યારે તેમાં તેનું સીધું કે આડકતરું કોઈપણ જાતનું અનુમોદન ન હોવાથી તે બીજા દ્વારા થતી હિંસામાં ભાગીદાર બનતો નથી. આજે જ્યારે કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર, મ્યુનિ. કોર્પો. અને સહકારી નિગમોના રૂપમાં સરકારી કે અર્ધસરકારી સત્તાઓ દ્વારા જ કતલખાનાં વગેરે ચલાવાતાં હોય ત્યારે તે સરકારી-અર્ધસરકારી સંસ્થાઓમાં કર ભરતા નાગરિકોની ભાગીદારી તે હિંસામાં આવી જાય છે અને તેથી ખાનગી કે ગેરકાયદેસર કતલ કરતાં પણ વધારે દોષપાત્ર તો રાજ્ય દ્વારા તથા રાજ્યની સીધી-આડકતરી સહાય દ્વારા ચાલતી કહેવાતી કાયદેસરની કતલ છે. કતલ કે હિંસાને કાયદેસરનું નામ આપવું તે વાસ્તવમાં શબ્દશાસ્ત્રનો દુરુપયોગ કરવા જેવું કામ છે. હિંસા, અસત્ય, ચોરી, વ્યભિચાર અને ધનલાલસાને જે દેશની અઢારે ય, વરણ પાપ માનતી તે પાંચેય પાપોના કાયદેસરગેરકાયદેસર જેવા વિભાગો કરીને તેમાંના અમુક અંશને કાયદેસર તરીકે પ્રતિષ્ઠા આપવી એ તો ખોટા કામમાં રહેલા ખોટાપણના ખચકાટને દૂર કરવા જેવું છે. આ જોતાં હકીકતમાં તો સમગ્ર અહિંસાપ્રેમી સમાજે પોતાનાં હિંસાવિરોધી આંદોલનની તોપનું નાળચું હિંસાને મોટા પાયા પર ઉત્તેજન આપતી સરકારી નીતિરીતિઓ સામે ગોઠવવું જોઈએ. હિંસાને મળેલો સરકારી આશ્રય જેમ હિંસાના ફેલાવામાં મહત્ત્વનું કારણ છે તેમ હિંસાના આટલા બધા વ્યાપ પાછળનું બીજુ અગત્યનું કારણ યંત્રવાદનો ફેલાવો છે. જૂના કાળમાં સંસારત્યાગી સાધુઓ સિવાયની સમગ્ર પ્રજાનું જીવન પશુ આધારિત હતું. ખેતર ખેડવા હળમાં બળદ જોડવામાં આવતો, તેના બદલે આજના જમાનામાં ટ્રેક્ટરો દાખલ કરવામાં આવ્યા, સિંચાઈ માટે કૂવામાંથી કોષ દ્વારા પાણી ખેંચવામાં આવતું. તેના બદલે ડીઝલ-ઓઈલ-ઈલે. એન્જિનો અને ટ્યુબવેલો આવ્યા, માણસ અને માલની હેરફેર બળ દગાડાં, ઊિંડ-ગાડાં, ઘોડા ગાડી વગેરે દ્વારા યંતી તેની જગ્યાએ બસ, મોટર, રેલ્વે ટ્રક વગેરે ઘુસાડાયાં, તેલ પીલવાની બળદ ઘાણીઓનું સ્થાન હાઈલ મિલોએ, 'ચૂનો પીસવાની બળદ દ્વારા ચાલતી ચક્કીઓનું સ્થાન સિમેન્ટ ફેક્ટરીઓએ તથા પાડા ઉપર મલક નાખી ઘરે ઘરે પાણી પહોંચાડતા પખાલી (ભિરતી)ઓનું સ્થાન મળે લીધું. આમ ચારે બાજુ ફેલાયેલાં કારખાનાં અને યંત્રવાદને કારણે જેમ મનુષ્યો બેકાર બન્યા તેમ પશુઓ કતલખાને ધક્લાયાં. પણ આ મૂળભૂત કારણની જાણકારીના અભાવે પરશુઓની કતલથી નારાજ For Personal & Private Use Only Page #92 -------------------------------------------------------------------------- ________________ સુણજો રે ભાઈ સાદ, એવો પણ પ્રજાનો ઘણો વર્ગ યંત્રવાદ અને કારખાનાઓના વિકાસમાં દેશની પ્રગતિ માનતો હોય છે. જ્યાં સુધી આ યંત્રવાદને જીવનમાંથી દૂર કરવાનું વલણ નહિ અપનાવાય ત્યાં સુધી હિંસાને અટકાવવી એ અરાજ્ય છે. હિંસાના ફેલાવાનું ત્રીજું અગત્યનું પરિબળ વ્યક્તિગત જીવનમાં અનેક એવી ચીજવસ્તુઓનો વધેલો વપરાશ છે કે જેમાં સીધી કે આડકતરી રીતે હિંસાને પ્રોત્સાહન મળે. જગતભરમાં અહિંસાનો ઝંડો લહેરાવવાની અભિલાષા ધરાવનાર વ્યક્તિએ કમસેકમ પોતાના જીવનમાં તો અહિંસાની પ્રાણપ્રતિષ્ઠા કરવી જ જોઈએ. દાતણ, મીઠું કે દંતમંજનનો ઉપયોગ કરવા બાપદાદાઓના રિવાજને છોડીને જેમાં કેલ્શિયમના નામે હાડકાનો પાવડર સુધ્ધાં વપરાતો હોય તેવી ટૂથપેસ્ટોથી પોતાના દિવસની શરૂઆત કરનાર, કે પશુઓની ચરબીમાંથી બનેલા સાબુઓ શરીરે ઘસીને સ્નાન કરનાર, વાળ સુંવાળા કરવાના ભ્રામક મોહમાં ઈંડાવાળું એગ-શેમ્પ વાપરનાર કે ઉનાળાના દિવસોંમાં જિલેટીન અને ઈંડા જેવા પ્રાણિજ પદાર્થોવાળા આઈસ્ક્રીમની જયાફત ઉડાવનાર વ્યક્તિ જગતમાં અહિંસાનો ઝંડો લહેરાવવાની વાતો કરે તે સમય પસાર કરવાના સાધન સિવાય વિશેષ કાંઈ નથી. નાનાં બાળકોને રડતાં બંધ રાખવાનાં રમકડાં તરીકે બિસ્કિટનો ઉપયોગ : કરતા જીવદયા પ્રેમીઓને એ વાતનો ખ્યાલ પણ હશે ખરો કે બિસ્કિટ વગેરેમાં ઈડાનો ઉપયોગ ન કરી શકાય એવો કોઈ કાયદો હિંદુસ્તાનમાં ન હોવાથી અને તેમાં ઈંડાં વપરાયાં હોય તો પણ તેની જાહેરાત પેકિંગ ઉપર કરવાનું પણ ફરજિયાત ન હોવાથી અનેક જાતની બિસ્કિટોમાં આવા હિંસક પદાર્થો વપરાતા હોય છે.. દર રવિવારે સાંજે સ્કૂટર કે કાર લઈને હરવા-ફરવા નીકળી જંતા લોકોને એ ખ્યાલ હશે ખરો કે તેમનું વાહન હકીકતમાં પેટ્રોલ કે ડીઝલથી નહિ પણ પશુઓના લોહીથી ચાલી રહેલ છે. દર વર્ષે આરબ દેશોમાંથી હજારો કરોડ રૂપિયાની જે પેટ્રોલિયમ પ્રોડક્ટસ આયાત થાય છે તેના બદલામાં હિન્દુસ્તાનની ભિખારી સરકાર કંડલા જેવા બંદરોએથી વહાણો ભરીને જીવતા પશુઓ તથા દેવનાર જેવા તલખાનાઓમાં કપાયેલાં પરાઓનું માંસ આરબ દેશોમાં મોકલી આપે છે. દેવનાર કતલખાનાની મુલાકાતે એક વાર જવાનું થયું ત્યારે ત્યાં રોજ કપાતાં હજારો પરાઓના લોહીની વહેતી નદીઓ જોઈને પ્રશ્ન થયેલ કે માંસ For Personal & Private Use Only Page #93 -------------------------------------------------------------------------- ________________ સુણજે રે બ્રાઈ સાદ ૮૧ અને ચામડું તો હૂંડિયામણના હડકવાને સંતોષવા વિદેશોમાં નિકાસ થાય છે, પણ આ વહેતી લોહીની નીકોનું આ લોકો શું કરતા હરો? અને આ પ્રશ્નના જવાબમાં તલખાનાના જનરલ મેનેજરે ખુદે કહેલ કે એલોપથીની દવા બનાવતી અનેક ફાર્માસ્યુટીકલ કંપનીઓ સાથે કતલ થયેલા પશુઓનું લોહી ટીનબંધ સપ્લાય કરવાનો તેમનો કોન્ટેકટ છે. આ કંપનીઓ પશુઓના લોહીમાંથી હિમોગ્લોબીન તારવી લઈ તેમાંથી બ્લડ ટોનિકસ બનાવતી હોય એ જાણ્યા પછી પણ જો વાતવાતમાં ડૉક્ટર પાસે દોડી જતાં ખચકાટ ન થતો હોય તો સમજવું કે આપણા અહિંસક ભાવમાં ક્યાંક મોટી કચાશ છે. હકીકતમાં તો એલોપથીની જે દવાઓમાં આવા પ્રાણિજ પદાર્થો વપરાતા ન હોય તેવી દવાઓ શોધવા માટે પણ પ્રાણીઓ પર જે ફૂર અત્યાચારો કરવામાં આવે છે તેનું આછેરું વર્ણન પણ સાંભળવામાં આવે તો કાળજુ કંપી જાય તેવું હોય છે. પ્રાણીઓ પરના આ અખતરાઓની વિરુદ્ધમાં યુરોપ-અમેરિકાના માંસાહારી દેશોમાં પણ વિરોધનો એવો વાવંટોળ ઊઠ્યો છે કે જેના પરિણામે હજી ગયા વર્ષે જ જ્યારે પર્યુષણાપર્વ નિમિત્તે ધર્મ-પ્રવચનો માટે અમેરિકાના ઓહાયો સ્ટેટના સિનસિનાટી શહેરમાં જવાનું થયેલું ત્યારે જાણવા મળેલ કે ત્યાંના સ્થાનિક અમેરિકન યુવાન-યુવતીઓના એક એનિમલ રાઈટસ’ ગુપે ‘પ્રોકટર એન્ડ ગેમ્બલ’ નામની મલ્ટિનેશનલ ફાર્માસ્યુટીકલ કંપનીએ પોતાના હેડકવાર્ટરમાં “આવાં હિંસક અખતરાઓ માટે રાખેલ પ્રાણીઓને રવિવારના એક દિવસે સામૂહિક હલ્લો કરીને તાળાં તોડીને પાંજરામાંથી મુક્ત કરી દીધેલ. પ્રાણીદયાનું વાતાવરણ જેમને જન્મથી જ મળ્યું નથી તેવા અમેરિકન યુવાનયુવતીઓ પણ જો પ્રાણીપ્રેમની આટલી ઉત્કટ ભાવના ધરાવતા હોય તો લોહીમાં જ જેમને ઉત્તમ સંસ્કારો મળ્યા છે તેવા યુવાનોની સ્થિતિ શું હોવી જોઈએ? એને બદલે આજે તો એવી પરિસ્થિતિનું સર્જન થયું છે કે પગ નીચે ભૂલથી કીડી પણ ચગદાઈ જાય તો જેના દિલમાંથી અરેરાટી નીકળી જાય તેવાં કુળમાં જન્મેલ બાળક તેને ડૉક્ટર બનાવવાના તેના માતા-પિતાના અભરખાને પૂરા કરવા મેડિકલ કૉલેજમાં જઈને ઠંડે કલેજે જીવતા દેડકા પણ ચીરતો થઈ જાય છે. હોમિયોપેથીની દવાઓને તદ્દન નિર્દોષ માની લેનાર લોકોની જાણ માટે એટલું જણાવવું જરૂરી છે કે હોમિયોપથીની અમુક દવાઓમાં પણ પ્રાણીજ પદાર્થોના વપરાશની પૂરી સંભાવના રહેલી છે. દયા નિરપેક્ષ બનેલા આ યુગમાં જીલેટીન જેવા પ્રાણીજ પદાર્થોનો તો પ્રિન્ટિંગ For Personal & Private Use Only Page #94 -------------------------------------------------------------------------- ________________ ૨૨ સુણજો રે ભાઈ સાઠ માટેની શાહીથી લઈને હસતાં મોંએ પડાવાતા ફોટાઓ માટેની ફોટોગ્રાફિક ફિલ્મ સુધીની અનેક ચીજવસ્તુઓમાં એટલો વ્યાપક વપરાશ થાય છે કે તેમાંથી સર્વથા બચવા માટે તો કારખાનાઓમાં બનેલી ચીજવસ્તુઓના બહિષ્કારનું એલાન જ વાસ્તવિક ઉપાય બની શકે તેમ છે. અહિંસાનો મહિમા આ દેશની પ્રજાના લોહીમાં એવો તો વણાઈ ગયેલો કે , હિંદુસ્તાનનાં લાખો ગામડાંઓમાં વૃદ્ધો સવારના પહોરમાં જ વાટકામાં આટો લઈને ગામના ગોંદરે આવેલા કીડીયારે લોટ પૂરવા જતા તો વળી કો’ક ગામને પાદર આવેલા નદી, તળાવ કે સરોવરમાં રહેલાં માછલાંને ખવંડાવતા. પશુને ચાર અને પંખીને જાર તો લોકજીવનમાં વણાઈ ગયેલી ચીજ હતી, બહેનો રોટલા ટીપતી વખતે પહેલો રોટલો કૂતરાનો જુદો કાઢતી. એટલે સુધી કે પાટણ, ખંભાત, વઢવાણ જેવા અનેક ગામોની પાંજરાપોળમાં જીવાતખાનાંની વ્યવસ્થા રાખવામાં આવતી અને બહેનો અનાજ વીણતી વખતે અનાજમાંથી નીકળેલ ધનેડા, ઈયળ, વગેરે જીવાતને ભૂખે તે ન મરી જાય તે માટે એક વાટકામાં થોડુંક અનાજ નાખી સાચવી રાખતી. મહાજનનો માણસ નિયત દિવસોએ ઘરે ઘરે ફરીને એક ડબ્બામાં તે વાટકામાંના અનાજ સાથે જીવાત ઉઘરાવી લઈને પાંજરાપોળમાં આવેલ જીવાતખાનામાં અનાજની વચ્ચે સાચવીને મૂકી રાખતો જેથી અનાજનાં ધનેડાં પણ સુખપૂર્વક પોતાનું શેષ જીવન પસાર કરી શકે. અનાજમાં રહેલાં ધનેડાંની પણ જે દેશમાં આટલી કાળજી રાખવામાં આવતી તે દેશમાં જીવતાજાગતા માણસોને પણ ધનેડાંની જેમ જીવતા ઉડાવી દેવામાં આવે છે તેવી પરિસ્થિતિનું સર્જન કેમ થયું છે તેનું રિસર્ચ’ શાણા માણસોએ કરવાનો સમય પાકી ગયો છે. * વર્ષો પહેલાં મુંબઈમાં રામન રાઘવન નામનો એક કુખ્યાત ખૂની થઈ ગયો. કહેવાય છે કે તેના માથા ઉપર એવું પાગલપન સવાર થઈ ગયેલું કે માણસને દેખે ત્યાં એને માણસને મારી નાખવાનો હડકવા ઉપડતો. અંગ્રેજોની વિદાય પછી સત્તાના સિંહાસનો પચાવી પાડનાર આ દેશના સવાઈ અંગ્રેજોને પણ “મારો-કાપો'નું એક પાલગપન લાગું પડ્યું છે. તેમની આર્થિકસામાજિક-રાજકીય નીતિઓના પાપે આજે આ દેશમાં ચારે બાજુ ‘મારોકાપોના જ જાણે કે નાદ સંભળાઈ રહ્યા છે. માથામાં જૂ માસે, પથારીમાં માંકડ મારો, રસોડામાં વાંદા મારો, પોસ્ટ્રી ફાર્મમાં મરઘાં મારો, For Personal & Private Use Only Page #95 -------------------------------------------------------------------------- ________________ સુણો રે ભાઈ સાઠ 43 તલખાનાંઓમાં પશુઓ કાપો, કોલેજોમાં દેડકાં ચીરો અને એટલેથી સંતોષ ન થતાં પેટમાં રહેલા બાળકને પણ ‘કાયદેસર-સલામત અને ખાનગી ગર્ભપાત’ના સુવાળા નામ નીચે મારવા સુધી વાત પહોંચી છે. જે દેશનો ખેડૂત જગતના તાત’ને નામે ઓળખાતો તથા “ચોર ખાય, મોર ખાય અને બાકી બચ્યું તે ઢોર ખાય’ કહી હિંસાથી વેગળો રહેવા પોતાને થતા નુકસાનને પણ હળવેકથી હસી કાઢતો તે ખેડૂતને પણ જંતુનાશક ઝેરના રવાડે ચઢાવી દઈ આજે હિંદુસ્તાનના ગામડે ગામડે આવેલા પ્રત્યેક ખેતર સુદ્ધાંને પણ જીવાત મારવાના કતલખાનામાં ફેરવી નાંખવામાં આવ્યું છે. શુદ્ર જીવજંતુઓને મારી નાંખવા સ્વરૂપે શરૂ થયેલું. હિંસાનું આ કાળચક્ર પંજાબ અને આસામમાં જીવતા મનુષ્યોને પણ ભૂંજી નાખવા રૂપે પરાકાષ્ઠાએ પહોંચ્યું છે. વિશ્વયુદ્ધોની હિંસાને રોક્વી હોય તો સૌથી પહેલાં તો પ્રત્યેક વ્યક્તિએ પોતાના ઘરમાં-પોતાના રોજીંદા જીવનમાં થતી હિંસાને રોકવી પડશે. આમલેટ’ના રૂપમાં આજે ઈંડાને ભૂંજી નાખનાર માણસના મનોજગતની ધરતી પર અવતરિત થયેલ હિંસક ભાવ આવતી કાલે જીવતા-જાગતા માણસને પણ ભૂંજી નાખવા સુધી પહોંચે તો તેમાં આશ્ચર્ય નથી. અમારી પ્રવર્તનનો સંદેશ જગતને અહિંસક બનાવતાં પહેલાં તે માટે સૌ પહેલાં પોતાના હૃદયમંદિરમાં અહિંસા ધર્મની પ્રાણપ્રતિષ્ઠા કરવી તે છે. For Personal & Private Use Only Page #96 -------------------------------------------------------------------------- ________________ ધાર્મિક ઉત્સવો : ધનનો ધુમાડો ? - શ્રીમંત વ્યક્તિ પૂરા ઠાઠમાઠ સાથે દીક્ષા અંગીકાર કરે એવી પરંપરા પાછળ મહત્ત્વનું એક એવું કારણ રહેલું છે કે પૈસા પાછળ પાગલ બની પૈસો કમાવા માટે ગમે તેવું ખોટું કામ કરતાં ન અચકાતી વ્યક્તિઓના દિલમાં એવો.” આંચકો લાગે છે કે એક બાજુ આપણે બીજાના હક્કનું પણ અન્યાયથી ઝૂંટવી . લેવા માટે કોશિશ કરીએ છીએ જ્યારે આ વ્યક્તિ સહજપ્રાસ એવી સંપત્તિને. લાત મારીને ચાલી નીકળે છે. આમ ઠાઠમાઠ સાથે લેવાતી દીક્ષામાં પૈસાની નહિ પણ હકીકતે તો પૈસાના ત્યાગની પ્રતિષ્ઠા થાય છે. જો વધુ ને વધુ લોકો શ્રીમંત વ્યક્તિના વૈરાગ્યની વાત જાણે તો તેટલી વધુ વ્યક્તિઓના જીવનમાં કંઈક પણ વિધાયક પરિવર્તન આવવાની શકયતા ઊભી થાય છે. અને આવી જાણ વધુ વ્યક્તિઓને કરવાના પૂર્વની જીવનશૈલીના “એન્વાયરમેન્ટલી સાઉન્ડ’ અનેક રસ્તાઓમાંનો એક રસ્તો વરઘોડાનો હતો. આધુનિક જમાનામાં કાર્યક્રમોની જાણ છાપામાં જાહેરાત આપીને કરાતી હોય છે. જેમાં ન્યૂઝ પ્રિન્ટના વપરાશ દ્વારા જંગલોના નારા સુદ્ધાંને આડકતરું પ્રોત્સાહન મળે છે. જ્યારે પ્રાચીન સમયમાં આપણા દેશમાં આવા અનેકવિધ કાર્યક્રમોની જાણ લોકોને વરઘોડાઓ દ્વારા થતી હતી. વરઘોડો નીકળ્યો હોય તે જોઈને કોઈને પણ સહજપણે જિજ્ઞાસા થાય કે આ શાનો વરઘોડો છે. અને જ્યારે જાણ થાય કે કોઈ શ્રીમંત વ્યક્તિ પોતાને મળેલા ભોગનાં સાધનોનો સ્વેિચ્છાએ ત્યાગ કરી રહી છે, ત્યારે તેના દિલમાં તે ત્યાગ તરફ થોડો પણ અહોભાવ પેદા થયા સિવાય રહેતો નથી. આધુનિક જમાનાની રીત આવાત્યાગને બિરદાવવા ભારે ખર્ચ કરીને તે વ્યક્તિના ત્યાગનો તથા તેના જીવનનો મહિમા ગાતી પુસ્તિકા છાપવાની છે. આવી પુસ્તિકા છપાય તો આપણે તેને વખાણીએ છીએ. જેમાં હકીકતમાં તો કાગળોના બેફામ વપરાશ દ્વારા જંગલોના નાશ સુધીનું નુકશાન થતું હોય છે. જ્યારે જૂના જમાનાની રીત આવા ત્યાગને બિરદાવવા વરઘોડો કાઢવાની હતી કે, જેને આજે આપણે કોઈવાર પૈસાના પ્રદર્શન અને ધુમાડાના નામે વખોડી કાઢીએ છીએ. પણ હકીક્તમાં જો For Personal & Private Use Only Page #97 -------------------------------------------------------------------------- ________________ સુણો રે ભાઈ સાદ ૫ યોગ્ય રીતે આવા વરઘોડા કાઢ્યા હોય તો તેમાં બોલાવેલા લોક કલાકારો દ્વારા લોક-ક્લાનો પ્રોત્સાહન મળવા ઉપરાંત હાથી, ઘોડા, બળદોના સામાન્ય સ્થિતિના માલિકોને પોતાની રોજી-રોટી પણ મળી રહે છે. જો કોઈ વ્યક્તિ લોક-ક્લાકારોને પ્રોત્સાહન આપવાની સંસ્થા ખોલવા માટે લાખ રૂપિયાનું દાન કરે અથવા મોટા રાહેરમાં ઊછરેલાં બાળકો હાથી વગેરે પ્રાણીઓને જોઈ જાણી રાકે તે માટે પ્રાણીબાગમાં લાખ રૂપિયાનું દાન કરે તો આપણે તેને વખાણીએ છીએ. જ્યારે તેટલા જ રૂપિયા દ્વારા . વરઘોડામાં લોક કલાકારોને બોલાવવામાં આવે તેના દ્વારા આપો આપ જ. લોકકલાને પ્રોત્સાહન મળી જતું હોય કે વરઘોડામાં ફેરવવામાં આવતા હાથી જેવા પ્રાણીઓ દ્વારા વરધોડાને નીરખનારા હજારો બાળકો હાથી જેવા પ્રાણીઓના પરિચયમાં આવતા હોય તો, આપણે તેની ટીકા કરીએ છીએ. આ હકકીત પશ્ચિમની વિચારધારાનું આપણા મનોજગત પર કેટલું બધું આધિપત્ય છે, તેની સૂચક છે. લોકકલાને પ્રોત્સાહન આપનારી કે પ્રાણીબાગ જેવી પશ્ચિમમાંથી આવેલી ઔપચારીક સંસ્થાઓ (છેલ્લા બસ્સો વર્ષથી મોટા ભાગના જાહેર માધ્યમો દ્વારા પશ્ચિમની સંસ્કૃતિના પ્રત્યેક પાસાંને વખાણવા ચાલતા પ્રચારને કારણે) આપણને પણ વખાણવા જેવી લાગી જાય છે, જ્યારે લોકકલાને પ્રોત્સાહન, પ્રાણીઓનો પરિચય કે ત્યાગની પ્રતિષ્ઠા જેવા એ જ હેતુઓ પૂર્વની જીવનશૈલીના એક અંગ એવા વરઘોડાઓ દ્વારા બર આવતા હોય તો પણ ‘ખાસ કરીને મેકોલે શિક્ષણ પામી' બ્રેઈન વોશીંગ કરનારા જાહેર માધ્યમોના સંપર્કમાં આવનારા શિક્ષિતો તેની ટીકા કરતા હોય છે. ઘણીવાર એવી ટીકા કરનારાઓના મનમાં કોઈ દુર્ભાવ કે દ્વેષભાવ નથી પણ હોતો પરંતુ તેમના અજાગૃત મન પર પશ્ચિમની વિચારધારાની પડેલી. અસરને કારણે તેમનાથી આ ટીકા થઈ જતી હોય છે. કોઈ શ્રીમંત વ્યક્તિ કરોડોની સંપત્તિને છોડીને સંન્યાસ લઈ રહેલ છે તેમ કહેવાથી તેની અને સામાન્ય સ્થિતિમાં સંન્યાસ લેનારની વચ્ચે અજુગતો તફાવત ઊભો થઈ પૈસાની પ્રતિષ્ઠા થાય છે એમ કહીએ અને બીજી બાજુ મોતીલાલ નહેરુ તથા જવાહરલાલ નહેરુ જેવા લોકો કરોડોની સંપત્તિ છોડી આઝાદી કાજે આંદોલનમાં જોડાઈ ગયા તેમ કહી નહેરુ તથા બીજા સામાન્ય સ્થિતિમાં For Personal & Private Use Only Page #98 -------------------------------------------------------------------------- ________________ ૮૬ સુણજો રે ભાઈ સાઠ આઝાદી આંદોલનમાં જોડાઈ ગયા તેમ કહી નહેરુ તથા બીજા સામાન્ય સ્થિતિમાં આઝાદી આંદોલનમાં જોડાનાર વ્યક્તિઓ વચ્ચે તફાવત ઊભો કરીએ, ત્યારે વાત તર્કશુદ્ધ ભૂમિકાએથી નથી થઈ રહી, એ સ્પષ્ટ થઈ જાય છે. ૧૫મી ઓગષ્ટ કે ૨૬મી જાન્યુઆરી કે “અપના ઉત્સવ” જેવી ઉજવણીઓમાં દેરાભરમાંથી લોકકલાકારોને બોલાવવામાં આવે, તો વખાણવા જેવી વાત લાગે, જ્યારે ધર્મ પ્રસંગોસ એ આવા જ લોક કલાકરોને બોલાવીને વરઘોડા કઢાય ત્યારે તે વખોડવા જેવું લાગે તો-“ધર્મ પ્રત્યે જ સૂગ હોવાથી આમ નથી બનતું ને’ -તે વિચારવું રહ્યું. ઘણું કહી શકાય આ વિષયમાં, પણ બીજરૂપે મૂકેલા આ થોડાક વિચારો વિચારશીલોને વણખેડાયેલી દિશામાં વિચારવા પ્રેરશે તો પણ કાફી છે. For Personal & Private Use Only Page #99 -------------------------------------------------------------------------- ________________ અનોખાં-હરખતેડાં મૌલિક ને મૂલગામી, પરંતુ આજના પરિપ્રેક્ષ્યમાં કંઈક નોંખા-અનોખા સંસ્પરને પામેલી, આદર કહી શકાય એવી વાસ્તુ, વિવાહ અને લગ્ન પત્રિકાઓના આ નમૂના છે, જેના કસબી છે શ્રી અતુલાહ. સંપા. (૧). શ્રી * શ્રી ચિંતામણિપાર્શ્વનાથાય નમઃ | સ્નેહી સ્વજન, વાગ્દાનથી માંડીને વળામણા સુધીની સુંદરતમ રહસ્યોથી સભર આર્ય લગ્ન વિધિઓમાંની એક મહત્ત્વની વિધિ છે વેવિશાળની ચિ.... અને ચિ.... બ્બા ના વેવિશાળ-ચાંલ્લા વિજયાદશમી ને શનિવાર તા. ૨૯-૯- (વિક્રમ સંવત ૨૦૪૬ના આશ્વિન શુક્લ દશમી) મંગળ મુહૂતે નિર્ધારિત છે સગપણ વિધિ અને તસૈમિત્તિક-ભોજન સમારંભમાં સપરિવાર પધારવા અમારું ભાડભર્યું નોતરું છે. For Personal & Private Use Only Page #100 -------------------------------------------------------------------------- ________________ સુણજે રે ભાઈ સાદ સ્વસ્થાન થી ગામ.... મધ્યે બિરાજમાન રાજમાન રાજેશ્રી....જોગ, આજીવન બ્રહ્મચર્યના ઉજળા આદર્શોને અમલમાં મૂક્યા અસમર્થ બહુજનસમાજનો જીવનબાગ કમસે કમ સદાચારનાં ફૂલડાંની સોડમથી મઘમઘી ઊઠે એ માટે રાજા ઋષભ ઘડી આપેલ અણમોલ લગ્નવ્યવસ્થાને અનુસરીને વીર વિકમની સંવત ૨૦૪૦ની માઘ શુક્લા પંચમી ને સોમવારના તા. ૨૧-૧-૧૯૯૧ના રોજ ..... ... ના સુપુત્ર ચિ..... ......... ની સુપુત્રી . ચિ.... સાથે કંકુવરણા સાજન માજનની સાખે લગ્નગાંઠથી જોડાઈ ગાહ પ્રવેશ કરશે. આવા રૂડા અવસરીએ આપ સરીખા પ્રિયજનને સાગમટે નોતરું પહોંચાડતા અમારાં હૈયાં હરખે હિલોળા લે છે. આપના હેતહેવાયા, . લીલાં તોરણિયાં બંધાવો રે આંગણિયામાં માણેક થંભ રોપાવો રે... હેન શ્રી, મહાસુદી ચોથની સવારનું માળારોપણે કોકિલ કંઠે ગવાતાં ધવળમંગળ થી ગાજી ઊઠશે.. ગવાશે ગીતડાં.... જાણે વેરાશે ફૂલડાં... ગીતના સૂરમાં સૂર પૂરાવવા આપણે સ્નેહભર્યું તેડુ છે. For Personal & Private Use Only Page #101 -------------------------------------------------------------------------- ________________ સુણજો રે ભાઈ સાદ : રાંધી રસોઈ થાળ ભરી રે, ભોજન કરતેરા જાઓ રે... સ્નેહી સ્વજન, * અમ ઘેર આવેલા રળિયામણા અવસરની આ નોબતે સજન મેળાવાની અમને હોરો છે. હેત-પ્રીતમાં વધારો કરતા રૂડાં ભોજનિયાં લેવા આપે વહાલારીઓ સાથે સપરિવાર પધારવાનું છે. પ્રિયજન, સાંજ પડીને ઝાલર વાગે... સૂર અને રાબ્દની જુગલબંદીને મન ભરીને માણવા મહા મહિનાની અજવાળી ચોયની રાતે તારલિયા પણ ખુલ્લા આકાશમાં ઊતરી આવશે. સૂરીલી સંગીત સંધ્યાના અવસરે પરિવાર સહ આપના પગલાના મોરલાથી અમ હૈયાના ફળિયા ગહેંકી ઊઠશે. સ્વસ્તિ શ્રી..... શુભ સ્થાને બિરાજમાન રાજમાન રાજશેરી.... જોગ, આ અવસર્પિણીનાં પરથમ પહેલાં લગન લેવાયાં હતાં રાજા ઋષભનાંસુનંદા અને સુમંગલા સાથે. ઋષભકુમારનાં લગ્નમાં મહાલ્યાં હતાં ખુદ ઈન્દ્ર અને ઈન્દ્રાણી. આજ દિન લગી વિદેશીઓના દિલમાં પણ અહોભાવ પેદા કરતી આર્ય લગ્ન વ્યવસ્થાની એ ઊજળી પરંપરામાં For Personal & Private Use Only Page #102 -------------------------------------------------------------------------- ________________ ચિ... .... ના સુપુત્ર ચિ.... ની સુપુત્રી સાથે પરદુઃખભંજક વિક્રમની સંવત ૨૦૪૭ની ફાગણ સુદ ચોથ ને સોમવાર તા. ૧૮-૨-૯૧ના રોજ સપ્તપદીના સાત ડગ ભરી રેરામની ગાંઠે ગૂંથાશે. સુણજો રે ભાઈ સાદ અમ હૈયાનાં હેત નીતરતાં આ લગનિયાં તેડાંને વધાવી લઈને આ ઊજળા અવસરે કુટુંબ કબીલા જોગ પધારવા આપને હરખભીનું તેડું છે. * * આંગણિયે મારેબાજોડિયા ઢળાવો કે ફરતી મેલો રે કંકાવટી... વ્હેન શ્રી, ફાગણ સુદ ચોથની સવારનું માળારોપણ સરખી સહિયરોના મુખડે ગવાતાં મીઠાં ગીતડાંથી ગુંજી ઊઠશે. સાકર-રોલડીથીયે મધુર ગીતોથી અમ આંગણ ભરી દેવા આપને ભાવભીનું નોતરું છે. લાડો લાડી જમે રે કંસાર, કંસાર કેવો ગળ્યો લાગે રે... સ્નેહી સ્વજન, આવ્યા છે અમ આંગણિયે કંસાર કર્યાના જોગ. ભાઈ ..... ના લગનટાણે હરખના જમણનું આ નોતરું સહકુટુંબ મોતીડે વધાવી લેશોજી. For Personal & Private Use Only અભિલાષી આગમનના, Page #103 -------------------------------------------------------------------------- ________________ - - - - - - - - - સુણજો રે ભાઈ સાદ ડંકો વાગ્યોને લરક્ર-ઉપડ્યું ઝરમરિયા ઝાલા આવી છે મોટા ઘરની જન....ઝરમરિયા સુજ્ઞ શ્રી, , શુકન જોઈને સંચરતા વઘોડે અને જાનૈયાઓના સંગ જમણમાં સસ્કુટુંબ પધારવા આપને આગ્રહભર્યું આમંત્રણ છે. શ્રી ચિંતામણિ પાર્થનાવાય નમઃ નિમત્રણમ હે જી...તારું આંગણિયું પૂછીને કોઈ આવે તો આવકારો મીઠો આપજે.... . ‘અતિથિ દેવો ભવ'ના આ દેશમાં, ઘર એ માત્ર ઈટ-ચૂનાનું બનેલું મકાન નથી કે, નથી એ Beware of dog ની ચેતવણી આપતો બંગલો : એ તો છે સહનાવવતુ, સહ નૌ ભુનતુ અને સહવીર્ય કરવાવહૈ’ના આદર્શોને ચરિતાર્થ કરવાનું એક રમ્ય સ્થળ ! આવા એક ઘરમાં, .. મહા વદિ એકાદશીના મંગળ દિવસે જ્યારે પ્રવેશ કરી રહ્યા છીએ ત્યારે સાધુજનોનાં પુનિત પગલાંઓથી એ ઘરની ધરતી સાદ પાવન થતી રહે... અતિથિઓના આગમનથી તેનું વાયુમંડળ સદા ગુંજતું રહે.. અને વડીલોની આશિષ ત્યાં સદા વરસતી રહે... -એવી શુભાભિલાષાઓ વાંછવા અને એ સુભગ પળોમાં સપરિવાર સહભાગી બનવા વાસ્તુ પૂજામાં પધારવા આપને નિમંત્રણ પાઠવતાં આનંદ અનુભવીએ છીએ. વાસ્તુ પૂજા : બપોરે ૩-૦૦ કલાકે શુભ સ્થળ : ઉગતાકાંક્ષી. For Personal & Private Use Only Page #104 -------------------------------------------------------------------------- ________________ : : સુણજો રે ભાઈ સાદ - (5) 6 શ્રી ચિન્તામણિ પાર્શ્વનાથાય નમઃ 5 રાજમાન રાજશેરી , ડૉર-બેલ અને બેડરૂમ, ટી.વી. અને કી-હોલ, સ્ટેન્ડિંગ-ચિને અને ડાઈનીંગ ટેબલ, સોફા-સેટ અને ફીઝની સગવડોના સમુદાયથી પશ્ચિમ’નો ફલેટ બની શકે... પરંતુ એમાં બાર-સાખની મંગલમૂર્તિ અને પૂજાઘર, હિંચકો અને ઘોડિયું, પાણિયારું અને બાજોઠ અને એથી યે વિશેષ તો કુટુંબ-વત્સલતાનો કિલબિલાટ ઉમેરાય ત્યારે રચાય છે આર્ય મહાજનના ઘર’નો માહોલ. . અરસપરસના ગમા-અણગમાને સહન કરીને પણ સાત પેઢી એક છાપરે રહે અને એક રસોડે જમે એ પરિવારનું ઘર કેવળ ગાર-માટીની મહૂવી હોય તો પણ મહેલ બની જાય છે. ફાગણ વદની ચોથે ઘર દેરાસરથી ઊજળા બનેલા-અમારા નંવા ઘરમાં રહેવા જઈએ છીએ ત્યારે આપની સપરિવાર ઉપસ્થિતિ અને સુભાભિલાષાઓ સહન કરીને પણ સાથ નિભાવવાની’’ એ ઉજ્વળ પરંપરાને આગળ ધપાવવાનું બળ અમારામાં પૂરશે. સાધુ પુરુષોના સત્કાર, સાધર્મિકોની ભક્તિ, અતિથિઓનો આદર, દીનદુઃખિતોની યાચના-પૂર્તિ, વડીલોની સેવા અને ભૂલકાઓના સંકરણના કેન્દ્ર સમા ઘરમાં પ્રવેશની મંગલ ઘડીને આપ સૌની સાથે બપોરે બે થી ચારમાં પૂજા ભણાવીને ઉજવવાના અમને અભિલાષ છે. સ્થળ : લિ. : For Personal & Private Use Only