________________
-
છે
સુણજે રે ભાઈ સાદ
ન
ખાંડનો નહીં પણ તેમાં વપરાતા આ સલ્ફર જેવા કેમિકલ્સનો છે. પરંતુ આ ગેરસમજને કારણે આયુર્વેદના ગ્રંથોમાં જેના ઘણા ગુણો વર્ણવાયા છે તેવી શેરડી અને તેમાંથી બનતી ખાંડને છોડીને ખાદીભંડાર જેવી અનેક સંસ્થાઓએ પામ-સુગર (તાડીની ખાંડ) વેચવાનું શરૂ કરી દીધું છે, જે બરાબર નથી. શેરડીમાંથી બનતી ખાંડમાં વપરાતાં સલ્ફર જેવાં રસાયણો નુકસાનકારક હોય તો તે રસાયણો દૂર કરવાં જોઈએ. તેને બદલે ખાંડને જ ફેંકી દેવી એ તો કપડામાં મેલ લાગ્યા હોય તો મેલ દૂર કરવાને બદલે કપડાં ફેંકી દેવા જેવું છે.
તેલ અને ઘીની બાબતમાં પણ આવી જ પરિસ્થિતિ છે. પરદેશમાં કોઈપણ વસ્તુ તળવા માટે લાર્ડ, મટન ટેલો જેવી-કતલ કરેલાં પશુઓનીચરબી વપરાતી, જે પચવામાં ખૂબ ભારે પડતી હોવાથી ત્યાંના ડૉક્ટરો કોઈપણ દદીને તળેલું ખાવાની સ્પષ્ટ મનાઈ કરી દેતા. આપણા દેશમાં તળવા માટે ચોખ્ખું ઘી અને તલ-સરસવ જેવાં વાયુનારાક તેલો વપરાતાં, જે પિત્ત અને વાયુના કેટલાક દર્દીઓને તો ઉપરથી રોગમાં ફાયદો કરતાં. છતાં પરદેશી એલોપથીનું પોપટિયું જ્ઞાન મેળવનાર ઘણા ડોકટરો આજે પણ આપણા તળવાના માધ્યમનો વિચાર કર્યા સિવાય દરેક દર્દીને તળેલું ખાવાની વણવિચાર્યું ના પાડી દેતા હોય છે. હેલ અને હાર્ટી (Hale-N-Heady)ના નામે શરૂ થનારા આ સ્ટોરમાં આવું દેશી ઢબથી વલોણામાં તૈયાર થયેલું ઘી અને આયુર્વેદે જેને બધાં તેલોમાં શ્રેષ્ઠ કહ્યું છે તેવું તલનું તેલ નાંખવા ભલામણ કરવામાં આવી છે. રાધનપુરમાં વિકમ ગભરુચંદ કોઠારી નામના ઘીના વેપારી આજે પણ મુંબઈમાં કેટલાક રસિયાઓને રિફાઈન કે ફિલ્ટર કર્યા વગરનું બળદાણીમાં કાયેલું શુદ્ધ તલનું તેલ પૂરું પાડે છે. ગાંધીવાદી સંસ્થાઓ અને ખાદી ભંડારોએ પણ બળદઘાણીને અવ્યવહારુ ગણી લઈને પાવરઘાણીનું તલ-તેલ વેચવાનું સમાધાન કરી લીધું છે. આ જમાનામાં લોક જો બળદધાણીનું તેલ વાપરવા માટે તો કયાંક કયાંક ટકી રહેલી બળદધાણીઓને પણ જીવતદાન મળી જાય.
જો કે આ બધી વસ્તુઓની માગ ઓછી હોવાથી અને સરકારી નીતિ યંત્રીકરણને પ્રોત્સાહન આપનારી હોવાથી આવી વસ્તુઓ થોડી મોંધી પડે તેવું બને ખરું. પણ વધુ ને વધુ લોકો તે વાપરવાનું શરૂ કરે તો ધીરે ધીરે તેની કિંમત ઘટી પણ શકે અને શરૂઆતમાં નેપિયન્સી રોડ જેવા વિસ્તારમાં શરૂ થતી આવી એકલદોકલ દુકાન મુંબઈની ગલીઓના નાકે- નાકે પણ શરૂ થઈ શકે. '
For Personal & Private Use Only
Jain Education International
www.jainelibrary.org