________________
સુણજે રે ભાઈ સાદ વનસ્પતિઓને કોઈ કાપે નહિ, તેની તમારે સંભાળ રાખવી.’ (શાંતિપર્વ પ્રકા. સસ્તુ સાહિત્ય વર્ધક કાર્યાલય) ‘બધી સંપત્તિનું મૂળ જમીન છે. આ જમીન માટે તો રાજા પોતાની જિંદગી આપે.” (ફર્ટિલાઈઝરો કે જંતુનાશક દવાઓ દ્વારા જમીનનું સત્યાનાશ નીકળી જાય તો ય મારા બાપનું શું?!)
અમેરિકા અને યુરોપને લક્ષમાં રાખી નક્કી થતા આપણા શિક્ષણના અભ્યાસક્રમોમાં શાંતિપર્વ કે શુકનીતિનો અભ્યાસ દાખલ થાય તે આશા વધુ પડતી છે. પરંતુ દષ્ટિસંપન્ન માતાપિતાઓ પોતાના બાળકોને સાત્ત્વિક - વૃત્તિના વિદ્વાનો પાસે આ ગ્રંથોનો અભ્યાસ કરાવે તો અણમોલ વારસાનું જતન કરવાના પુણ્યકાર્યમાં તો સહભાગી બનશે જ પણ તેમની નવી પેઢી પણ ડિસ્કો દાંડિયાને તાલે તાલે નાચનારી અને રસ્તેથી પસાર થતી નવયૌવનાને જોઈને પાણી પાણી થઈ જતી માયકાંગલી નવી પેઢીથી કાંઈક નોખી-કાંઈક અનોખી બનશે. આ લેખ તૈયાર કરવામાં જેમના પુસ્તકની મદદ લેવામાં આવી છે તે વિ. મ. કોઠારી અને . મો. પટેલના વિચારો ટાંકીને સમાપન કરીએ !
આજના જમાનામાં શાશ્વત ધર્મના સિદ્ધાંતોને બાજુએ રાખીને સમાજની ઉન્નતિ કરવાની વાતો થાય છે. પરિણામે આંધળો સ્વાર્થ, વેરઝેર, સંઘર્ષ, કલહ, હડતાલો, પથ્થરબાજી અને હિંસા વધે છે. તેને બદલે ગમે તે ‘શાહી’ ચાલતી હોય પણ તેમાં ‘શાશ્વત ધર્મ અને નીતિનું પાલન થવું જોઈએ.’ એવો આગ્રહ પ્રાચીન વિચારમાં અગ્રસ્થાને છે. આજે જે તે બાબતમાં રાજ્યની માલિકી, વહીવટ અને દરમિયાનગીરી વધારવાની વાતો થાય છે તેને લીધે અમલદારશાહી, તુમારશાહી અને લાંચરુશવત વધે છે અને સીધા સાદા સામાન્ય પ્રજાજનને હાડમારી પડે છે. તેને બદલે પ્રાચીન વિચારમાં રાજ્યનું કાર્યક્ષેત્ર મર્યાદિત રાખવાનો અને લોકો ધર્મબુદ્ધિથી પોતાનો વ્યવહાર કરતા થાય, પરસ્પર સહકાર અને માનવતા વધે, હક અને ફરજનો સુમેળ સધાય તયા માનવવિકાસ થાય એવી દષ્ટિએ કામ ગોઠવવાનો આગ્રહ રાખ્યો છે. આશા છે કે તે વિચારો આજના જમાનાના આર્થિક પ્રશ્રોની-વિચારણામાં ઉપયોગી લાગશે.''
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org