________________
સુણજો રે ભાઈ સાદ અમેરિકાના પશ્ચિમી નિષ્ણાતોની આંગળીના ઈશારે નાચવાને બદલે આપણા આયોજનકારો મહુવાના કોઈ વૃદ્ધ પુરુષો પાસે બેસી આ જૂનો ઈતિહાસ જાણી તેનાં રહસ્યોનો તાગ પામવાનો પ્રયત્ન કરશે તો પણ તેમને આવા વિરટ પાયા પરના વ્યાયામની નિરર્થકતા સમજાશે.
} ઘણા વિવાદાસ્પદ બની બેઠેલા આ પ્રશ્ન બાબત એક જ બાજુનું ગાણું સાંભળી નર્મદા યોજના સંબંધી ચેતવણીની સાયરન સંભળાવતા લોકો માટે ગુજરાત વિરોધી'નું લેબલ મારી દેવાને બદલે સત્ય પામવાની જિજ્ઞાસાનાં દ્વાર ખોલવાનું વાચકોને અમારું ઈજન છે. વાચકો ખુલ્લા દિલે પોતાની શંકાંઓ જણાવશે તો એકએક બાબતનું વિસ્તૃત વિશ્લેષણ કરવાની અમારી તૈયારી છે. પરંતુ ગુણિયલ ગુજરાતની પ્રજા જાતે ઊઠીને હારાકીરી ન કરે એ જ એમાત્ર અપેક્ષા છે. “સુજલામ્-સુફલામ્’ એવા જે દેશની ધરતીમાં આદમી ખેતરમાં ઊભો રહીને મૂઠી ઉઘાડી આકારામાં સો દાણા ઉડાડે તો પણ તેમાંથી સાઠ ઊગી જતાં અને જે દેશમાં વિના પ્રયાસે પણ લોકોના ઘરમાં પીપળો ને ઉબરો ઊગી જતા તેવા “સચયામલ” આ દેશની અર્ધા કરતાં વધુ પ્રજાને પીવાના પાણી માટે પણ ટળવળતી કરી દેનાર રાજકારણીઓ જ જ્યારે નર્મદા યોજના દ્વારા ગામડે ગામડે પીવાનું પાણી પહોંચાડી પ્રજાના ઉદ્ધારક બનવાનો દાવો કરતા હોય, ત્યારે ગુજરાતની પ્રજાનો એ પુછવાનો અધિકાર છે કે સૌથી પહેલાં તો ૧૯૪૭થી માંડીને આજ દિ’ સુધી બાંધેલા ૧૫૫૪ બંધોનો અમને હિસાબ આપો અને પછી આ નવા ૧૫૫૫માં બંધની વાત કરો. પ્રજાની ટૂંકી યાદદાસ્તનો દુરુપયોગ કરી રોજ નવી યોજનાનું શિલારોપણ કરીને પછી તેને
સ્મારક તરીકે રઝળતી મૂકી દેનાર રાજકારણીઓ પાસે એમાંની એક પણ યોજનાનો “રજૂ કરી શકાય તેવો’ હિસાબંનથી. “અગમબુદ્ધિ વાણિયા’ની કહેવત અનુસાર ગુજરાતની વેપારી પ્રજા પોતાનો આ પૂછવાનો અધિકાર એળે . જવા દેશે તો “પછબુદ્ધિ બ્રાહ્મણની જેમ તેણે પેટભરીને પસ્તાવા સિવાય બીજું કાંઈ રોષ રહેશે નહિ. તે દિવસે નર્મદાની સૂકી નહેરોમાં નર્મદાનું પાણી નહિ પણ ગુજરાતની આંસુ સારતી પ્રજાનાં આંસુ વહેતાં હશે. -
(ગુજરાત સમાચાર, ૭ માર્ચ, ૧૯૯૦)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org