________________
ફર્ટિલાઈઝર સબસીડી : ધીમું ઝેર
છાપાંઓના તંત્રી પોતાના તંત્રીલેખમાં ફર્ટિલાઈઝર પર અપાતી સબસીડીને કુપાત્રે દાન' ગણાવી આવી સબસીડીઓને સત્વરે બંધ કરવાની . ભલામણ કરે કે દુનિયાભરના પર્યાવરણવાદીઓ-કહેવાતી હરિયાળી ક્રાંતિના ' ભાગરૂપ-બનાવટી ખાતરોના વપરાશની વાંઝણી બનતી જતી જમીનો અંગે : ચેતવણીની સાયરન બનાવવા માથું પછાડીને મરી જાય તો પણ, સબસીડી દૂર . કરવાની વાત તો આધી રહી, પરંતુ નફફટ થઈને સબસીડીમાં વધારો જાહેર કરવામાં આવે છે તે હકીકત આપણે સ્વીકારેલી કલ્યાણ રાજ્યની વિભાવનામાં રહેલી કેટલીક મૂળભૂત ક્ષતિઓ તરફ અંગુલિનિર્દેશ કરે છે. ફર્ટિલાઈઝરોના રૂપમાં દવાના ડોઝ જમીનને આપી તેની પાસેથી વધુ કામવધુ પાક લેવાના લોભમાં સોનાનાં ઈંડાં આપણી મરઘી જેવી જમીનને વેરાન બનાવી ખતમ કરવાનું આત્મઘાતી વલણ રહેલું છે એવી સીધી સાદી વાત અતુલ શાહ કે છાપાનો તંત્રી સમજી શકે પણ મધુ દંડવતે કે વી. પી. સિંધના ભેજામાં ન ઊતરે એવું નથી. હકીકતમાં ૧૯૪ 9 પછી જીવનના દરેક ક્ષેત્રની જેમ રાજ્યવ્યવસ્થામાં પણ નહેરુ આણિ મંડળીએ પરદેશી ‘વેસ્ટમિન્સ્ટર મોડલ’ સીધેસીધું અપનાવી લીધું એના પાપે ચૂંટણીમાં બહુમતી મેળવવા લોકોને રાજી રાખવાનું એકમાત્ર ધ્યેય વી. પી. કે દંડવતે જેવા પ્રામાણિક અને નિષ્ઠાવાન ગણાતા રાજકારણીઓને પણ ‘પોપ્યુલિસ્ટ પોલિટિક્સ (લોકપ્રિયતાનું રાજકારણ)ની આવી ગોબરી નીતિઓ અપનાવવા મજબૂર. કરે છે. પ્રજાનું વાસ્તવિક કલ્યાણ ઈચ્છતા જાગરૂક વિચારકે આવા સમયે આ કે તે વ્યક્તિને બે-ચાર ગાળો આપીને કે ઈધરઉધરના થોડા ધમપછાડા મારીને બેસી રહેવામાં આત્મસંતોષ ન અનુભવતાં પશ્ચિમચા નહેરુની ‘વેલફેર સ્ટેટ (વિનોબા જેને પોતા ચાટડૂક શૈલીમાં ‘ઈલફેર સ્ટેટ' કહેતા)ની ઉછીની લીધેલી વિષકન્યાને અરબી સમુદ્રમાં નાખી આવવી પડશે. પણ લોકશાહી, બહુમતવાદ, ચૂંટણીપ્રથા જેવી આ કન્યાઓને “પવિત્ર ગાય ગણી તેને અડવામાં પણ પાપ માનનારા અને આ લોખંડી એકદાની અંદર જકડાયેલા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org