________________
.
:-
* *
*
સુણજો રે ભાઈ સાદ
૧૧ અહમદનગર પાસે શરૂ થનાર “એગ્રીટક નામની હેચરી વર્ષે ૯૧,૦૦,૦૦૦ કિલો જેટલા ચોખા, મકાઈ અને સોયાબીન મરઘાઓને તગડા કરવા ખવડાવશે, જેટલું અનાજ કદાચ ૯૧,૦૦૦ જેટલા ભૂખ્યા લોકોને આખું વર્ષ બે ટંક પેટ ભરીને ખાવા ચાલી શકે. બેડા પાણી માટે જે દેશમાં બહેનોએ દસ-દસ કિલોમીટર સુધી પગ ઘસડવા પડે છે તે જ દેશમાં આ હેચરીવાળા મહાશય બાર જેટલા બોરવેલ ખોદી રોજના લાખ માણસને પીવા માટે પૂરું પાડી શકે તેટલું પાણી વેડફી નાખશે. દેશસેવાના આ મહાન ફાર્ય’માં તેમને સાનુકૂળતા કરી આપવા માટે ૯૮૦ લાખના તેમના આ પ્રોજેકટમાં ૬૦૦ લાખ રૂપિયા જેટલી લોનની ખેરાત તો આઈ.ડી.બી.આઈ., આઈ.એફ.સી.આઈ, સ્ટેટ બેંક અને આઈ.સી.આઈ.સી.આઈ. જેવી ચાર બેંકો જ કરશે.
માંસાહારીઓ માંસ ન ખાતા હોત તો અનાજની તીવ્ર અછત સર્જાત અને અન્નાહારીઓ ભૂખે મરત, માટે પોતે માંસ આરોગીને અનાજ બચાવવાનું સુકૃત કરતા હોવાનો દાવો કરનાર મહાનુભાવોને ખબર હશે ખરી કે બે લાખ ટન જેટલું
પ્રાણિજ પ્રોટીન મેળવવું હોય તો વીસ લાખ ટન જેટલું વનસ્પતિજ પ્રોટીને તે આ પ્રાણીઓને ખવડાવવું પડે છે ! સાત કિલો જેટલું અનાજ વેડફાય ત્યારે એક - કિલો જેટલું અનાજ માંસ પેદા થાય છે ઘઉં કે ચોખાના રૂપમાં પ્રોટીનનું એક યુનિટ પેદા કરવા માટે ઊર્જાના બે થી દસ એકમો વપરાય છે. જ્યારે બીફ, મટન, ઈંડાં કે ડુક્કરના માંસના રૂમાં એટલું જ (એક યુનિટ) પ્રોટીન પેદા કરવા માટે ૧૦ થી ૭૮ યુનિટ જેટલી ઊર્જ વેડફાઈ જાય છે. ઊર્જાના ઘેરી કટોકટીના યુગમાં ઊર્જાના આવા અક્ષમ્ય વેડફાટને સે નભાવી લેવાય ! - મિડલ-ઇસ્ટના દેશોમાં માંસની નિકાસ વર્ષોવર્ષ વધારવા રહી વિદેશી હૂંડિયામણની આવકની મધલાળ લોકોને બતાવતા વેપાર ખાતાના પ્રધાનો અને અમલદારો હકીકતમાં ઘોડા વેચીને ગધેડો ખરીદતા મૂર્ખ ફૂલણજીની જેમ કુલાય છે. નિકાસ થયેલ એક કિલો માંસ કદાચ સો રૂપિયાની નોટ કમાઈ આપતું હશે પણ એટલું માંસ પેદા કરવા માટે દેશે તેનાથી પાંચ ગણી કિંમતનાં કુદરતી સાધનોનું સત્યાનાશ કાઢી નાખવું પડે છે. ગણતરી વગરની નિકાસના આવા રવાડે ચડીને દક્ષિણ અમેરિકાના દેશો તો બરબાદ થઈ ચૂક્યા છે અને ભાસ્તને પણ જો વધુ નિકાસ અને પરિણામે વધુ ગરીબાઈના વિષયમાં
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org