________________
Jain Education International
૧૦
સુણજો રે ભાઈ સાદ આટલું જ અનાજ ઉમાશંકર જોશીના ૨૫ કરોડ ‘ભૂખ્યા જનોનો જઠરાગ્નિ' રામાવવા કાફી થઈ પડે. એક બાજુ માંસાહારીઓના જીભના ચસકા માટે સાટલો અક્ષમ્ય વેડફાટ કરવામાં આવે અને બીજી બાજુ ભારત જેવા દેશોમાં અનુકંપાની ઉત્તમ લાગણીથી પ્રેરાઈ ભૂખે મરતાં પશુઓને ઘાસનો એક મૂળો પણ નીરવામાં આવે તો “ગરીબો ભૂખે મરતા હોય ત્યારે નકામા જાનવરોને ખવડાવવામાં અનાજ-ઘાસ વેડફી નાખવામાં આવતું હોવાનો’’ હોબાળો કરવામાં આવે તે કેટલું વાજબી ગણાય એ પણ વિચારણીય છે. ‘ઘરનાં, છોકરાં ઘંટી ચાટે અને ઉપાધ્યાયને આટો' કહેવત નિશાળીયાને સદષ્ટાંત સમજાવવી હોય તો કામ આવે તેવો ક્લાસિક દાખલો તો એ છે કે ભૂખે મરતા ભારત સહિતના ત્રીજા વિશ્વના આ જ દેશો દર વર્ષે બસો લાખ ટન જેટલો પશુઆહાર ઈ.ઈ.સી. (યુરોપિયન ઈકોનોમિક કમ્યુનિટી)ના ‘ઉપાધ્યાયો’ના કલ્યાણાર્થે નિકાસ કરે છે. ઈ.ઈ.સી.ના દેશોમાં પેઠા થતા. માંસ અને દૂધના દસમા ભાગનું માંસ અને દૂધ, ભારત સહિતના ત્રીજા વિશ્વના ‘ગરીબ પણ દરિયાવ દિલના’ દેશો જે પશુઆહાર ત્યાં મોકલી આપે છે તેને આભારી છે. માત્ર આ પશુઆહારની નિકાસ જ બંધ કરી દેવામાં આવે તો શ્રીમાન કુરિયન અને તેમના મિત્રો દર વર્ષે લાખ્ખો-કરોડોનું મોઘું હૂંડિયામણ દૂધના પાઉડરથી માંડીને ગંધાતા બટર-ઓઈલ સુધીની ચીજવસ્તુઓની આયાતમાં વેડફી નાખે
છે તે અટકી જાય.
શ્વેત રાષ્ટ્રોના આ બગલાઓ બધે જ એકસરખા ધોળા છે. બ્રિટન કે .ઈ.ઈ.સી.ના દેશો ભારત જેવા દેશોના પશુઓને ભૂખે મારવાની જવાબદારી ઉપાડી લે છે તો દક્ષિણ અમેરિકાના ગરીબ દેશોના જંગલોનો ખાત્મો બોલાવી દેવાની જવાબદારી ‘પોતાના પાડોશીને પ્રેમ કરવાની કળા'માં પાવરધા યુ.એસ.એ. એ ઉપાડી લીધી છે. દુનિયાભરમાં વરસાદ ખેંચી લાવતા દક્ષિણ અમેરિકાનાં ગાઢ જંગલોનો ખાત્મો એટલા માટે બોલાવી દેવામાં આવે છે કે જેથી અમેરિકનોને બહુ ભાવતી માંસની વાનગી ‘હેમ્બર્ગર' માટે માંસ પેદા કરવા જાનવરો ઉછેરી રાકાય. જીવનના સારા-નરસા કોઈપણ ક્ષેત્રમાં અમેરિકનો - યુરોપિયનોથી પાછળ ન રહેવા કટિબદ્ધ એવા કેટલાક આપણા દેશવાસીઓએ પણ આ જ દિશામાં કદમ ઉઠાવ્યાં છે. મુંબઈની ફાઈવસ્ટાર હોટલો. વિમાનોમાં દેશ-પરદેશ ઉડતા નવધનિકો અને મોટી મોટી કંપનીઓની કેન્ટીનોમાં ચીકનનું માંસ પૂરું પાડી શકાય તેવા ‘ઉમદા હેતુથી
For Personal & Private Use Only
www.jainelibrary.org