________________
સુણજો રે ભાઈ સાદ
__ _5૯ પણ એક મોટું અનિષ્ટ માને છે. તો બીજી બાજુ કેટલોક એવો પણ વર્ગ છે કે જે દ્વિધામાં હોવાના કારણે ચોક્કસ સ્ટેન્ડ લઈ રાકતો નથી. પરંતુ સૌથી વધુ ખેદજનક બાબત તો બાબુભાઈ જશભાઈ પટેલની આગેવાની નીચેના ત્રીજા વર્ગની છે કે જેઓ બંધની સક્રિય તરફધ્રરી કરી રહ્યા છે, આ ગાંધીવાદી સજ્જનો અને નર્મદા બંધના તરફદારોને ‘જેન્જ બેફેલોઝ, (‘વિચિત્ર શય્યાસાથીઓ”) કહી શકાય.
ઈ.સ. ૧૯૦૮ માં વિલાયતથી પાછા ફરતાં આગબોટમાં ગાંધીજીએ. લખેલ (કે. જેમાં પ્રગટ થયેલ વિચારો ઉપર તેઓએ ૧૯૩૮માં પણ * મહોરછાપ મારેલ) હિન્દ સ્વરાજ’ સમગ્ર ગાંધી વિચારનું મૂળ બીજ ગણાય. છે. ઘણાને કદાચ ખ્યાલ પણ નહિ હોય, પરંતુ ગાંધીજીએ ઉક્ત પુસ્તમાં પાર્લામેન્ટરી પદ્ધતિની લોકશાહીને ‘વેશયા અને વાંઝણી' કહીને પશ્ચિમના -
સુધારોને સો-સો ઝેરી સાપોથી ભરેલા રાફડા સાથે સરખાવ્યો છે એટલું જ . નહિ દાક્તરો અને વકીલોની સાથે સાથે રેલવે અને પોસ્ટ જેવા નિર્દોષ દેખાતા
સુધારાઓને પણ કડવામાં કડવી ભાષામાં ભાંડ્યા છે. | નેહરુના વિકાસ મોડેલમાં શ્રદ્ધા ધરાવનારાઓને નર્મદા યોજનાના પરિણામે થનારા યંત્રોદ્યોગના વિકાસ અને ખેતીના મંત્રીકરણને કારણે દેશની પ્રગતિ થતી દેખાય તો તે તો હજી પણ વાજબી છે. પરંતું કાપડની મિલો, ઓઈલ મિલો અને રાઈસ મિલોથી માંડીને ફર્ટિલાઈઝર, જંતુનાશક દવાઓ, ટ્રેક્ટરો, ડીઝલ-ઓઈલ પમ્પો અને રોકડિયા પાક સુધીનાં આધુનિક અનિષ્ટો સામે જીવનભર ઝઝૂમી તેને સ્થાને રેટિયો, બળદઘાણી, હાથ છડના ચોખા, છાણિયું ખાતર અને બળદગાડાને પુનઃ સ્થાપિત કરવા જીવન અર્પી દેનાર ગાંધીવાદીઓને પણ આવી વિરાટકાય યોજનાઓમાં પ્રજાનું હિત દેખાય તો તેને વિધિની વકતા કહીશું કે પછી યુકિમિસ્ટિક શબ્દ વાપરી તેમનું ભોળપણ ગણીશું ? હકીકતમાં કેટલાક પર્યાવરણવાદીઓ પણ જે મુદ્દો ચૂકી ગયા છે તે એ છે કે આ માત્ર મોટા બંધોનો, વિસ્થાપિતોનો, જંગલોનો કે કેટલાક રીઢા રાજકારણીઓ મરકરી કરે છે. તેમ માત્ર વાઘ-સિંહનો પ્રશ્ન નથી. પરંતુ બે વિચારધારાઓ વચ્ચેના યુદ્ધનો સવાલ છે. ઇંગ્લેન્ડની ઔદ્યોગિક ક્રાંતિ પછી જે કન્ઝયુમરિસ્ટ સોસાયટીનો ઉદ્ગમ થયો છે તે વસ્તુના વધુ ને વધુ વપરાશમાં (વેજ ઈકોનોમીમાં) સુખ માને છે. જ્યારે પૂર્વની વિચારધારા પ્રકૃતિ સાથે સુસંવાદી એવું સંતોષભર્યું જીવન જીવવામાં વાસ્તવિક સુખ જુએ છે. એક વાર આ બાબત બરાબર લક્ષમાં આવી જાય તો પછી નર્મદા યોજનાના પરિણામે વધનારું વીજળીનું ઉત્પાદન પણ જમા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org