________________
૨૧
સુણજો રે ભાઈ સાદ • • ‘વીનીંગ ફૂડસના નામે ઓળખાતા આ પદાર્થો પણ તદ્દન બિનજરૂરી અને નુકશાનકારક હોવાથી હક્તિમાં તો છાપાઓમાં પણ તેની જાહેરાતો પર પ્રતિબંધ મૂકવાની જરૂર હતી તેના બદલે બધા જ પ્રકારના બેબીકૂટની જાહેરાતોના દરવાજા બધા જ માધ્યમો દ્વારા ખોલી નાંખીને સરકારે એ સાબિત કરી આપ્યું છે કે મોટા-મોટા યંત્રોદ્યોગો ચલાવતા દેશવિદેશી ઔદ્યોગિક ગૃહોની સરકારી તંત્રો પર કેટલી મજબૂત પકડ હોય છે. .
મોટા મોટા પોષણ વિજ્ઞાનીઓ (ન્યુટ્રિશનિસ્ટ)નો સ્પષ્ટ અભિપ્રાય છે કે કુદરતી ખોરાકનો ૮૫ ટકા ભાગ પચીને શરીરમાં ભળી જાય છે જ્યારે બનાવટી સિન્કટિક ફૂડનો માંડ ૨૦ ટકા ભાગ શરીર પચાવી શકે છે. બાકીનો ફેંકી દેવા માટે શરીરને જે વધારાનો શ્રમ કરવો પડે તે નફામાં. કન્ઝયુમર ગાઈડન્સ સોસાયટીના ડૉ. હીરાનંદાનીના કહેવા મુજબ આવી બનાવટોમાં જે કૃત્રિમ રંગો, સુગંધીઓ તથા પ્રિઝર્વેટીવ્સ વાપરવામાં આવે છે તેની શરીર પર વિનાશક અસરો થતી હોય છે. એસ.એન.ડી.ટી.ના રીસર્ચ યુનિટના વિભૂતિ પટેલના જણાવ્યા મુજબ એડવર્ટાઈઝીંગ કંપનીઓના બુદ્ધિશાળી (હકીકતમાં તો કુટિલ) મેનેજરો દ્વારા કરતા આકમક જાહેરખબરિયા પ્રચાર વડે સામાન્ય પ્રજા પૌષ્ટિક, સસ્તા, સ્વાદિષ્ટ ખોરાકથી દૂર થતી જઈ રોગોત્પાદક અને નકામા કચરા જેવા ખોરાકને અપનાવતી જાય છે એ એક પ્રકારનું સાંસ્કૃતિક આક્રમણ છે. ભારતીય અર્થવ્યવસ્થાના નિષ્ણાત શ્રી વેણીશંકર મુરારજી વાસુ પોતાનું આગવું ગણિત ગણાવતાં કહેતા કે પાંચથી માંડીને દસ રૂપિયે લિટરના ભાવે વેચાતું દૂધ પીતા હિંદુસ્તાનના અભણ ગામડિયાને બુદ્ધિશાળી કહીશું કે ત્રણ-ચાર રૂપિયામાં ૨૦૦ મિલિલિટર રંગીન પાણી ખરીદી ૧૫ કે ૨૦ રૂપિયે લિટરના ભાવે થમ્સઅપ કે લિસ્કા પીતા ભણેલા શહેરીને ? બેબીફૂડ જેવી અનેક બાબતો પ્રજાને માથે મારતા રાજકારણીઓ, સચિવો, છાપાંઓ કે એડવર્ટાઈઝીંગ એજન્સીઓ તો સહેજે યાદ આવી જાય છે.
અત્યારનું બેબીવૂડ વિરોધી આખું આંદોલન-પશ્ચિમમાંથી આપણે ત્યાં આવેલું છે. એટલે તેમની દલીલો માતાનું દૂધ તાજું. સસ્તુ, છ, જ્યારે જોઈએ ત્યારે તરત જ મળી શકે તેવું અને રોગપ્રતિકારક શક્તિ પેદા કરનારું હોવાથી આરોગ્યપ્રદ હોવાની વાત સુધી જ આવીને અટકી જાય છે, જ્યારે આપણ-દેશમાં તો માતાના દૂધના આ બધા લાભો ઉપરાંત તેના વડે મા અને
Jain Education Interational
For Personal & Private Use Only
www.jainelibrary.org