________________
- આપણા દેશના સમૃદ્ધ અને ? વૈવિધ્યપૂર્ણ વારસાનો આપણને ગર્વ છે ખરો ?
- દુનિયાભરમાં ચોખાની કેટલી જુદી જુદી જાતો અસ્તિત્વમાં ધરાવતી હશે તેનું અનુમાન કરવાની કોશિશ કરશો ? સો-બસો, હજાર-બેહજાર કે વધુમાં વધુ હિમ્મતબાજ વ્યક્તિ ય દસ-વીસ હજાર સુધીનું અનુમાન મૂકી અટકી જશે. હકીકતમાં દુનિયાભરમાં ચોખાની જુદી-જુદી એક લાખ વીસ હજાર જાતો અસ્તિત્વ ધરાવે છે. જેમાંથી સૌથી વધુ એટલે પચાર હજારથી ય વધુ જાતો તો વિશ્વના સૌથી સદ્ભાગી દેશ હિન્દુસ્તાનની ધરતી પર જ પાંગરી છે. ગરીબ દોશોની સેવા અને સહાયના અંચળા નીચે પતના સ્થાપિત હિતોને મજબૂત કરતી ફોર્ડ ફાઉન્ડેશન કે રોકફેલર ફાઉન્ડેરાન જેવી સંસ્થાઓ જેના પર કબજો ધરાવે છે તેવી મનિલા સ્થિત ઈન્ટરનેશનલ રાઈસ રિસર્ચ ઇન્સ્ટિટ્યુટ આમાંની ૮૩,૦૦૦ જાતો પર કબજો જમાવીને બેસી ગઈ છે. આમાંથી મોટા ભાગની જાતો પહેલાં આપણા દેશના કબજામાં કટક ખાતેના સેન્ટરમાં હતી અને તેની નિગેહબાની કરતા હતા. આપણે જેને માટે ગૌરવ લઈને કરી શકીએ એવા લબ્ધપ્રતિષ્ઠ કૃષિ વૈજ્ઞાનિક ડૉ. આર. એચ. રિછારિયા. આ આખોય સમૃદ્ધ વારસો જ્યારે કટકથી ફિલિપન્સ ખાતે લઈ જવાના કાવતરામાં સામેલ થવા ડૉ. રિછારિયા પર અકથ્ય દબાણ લાવવામાં આવ્યું ત્યારે પોલાદી મનોબળ ધરાવતો આ માણસ તૂટ્યો પણ મૂક્યો નહીં. જીવનભર ભેખ લઈને તેમણે જે. સર્જન કરેલું ત્યાંથી તેમને ફોતરાની જેમ ફેંકી દેવાયા છતાં તેમણે મચક ન આપી. અંતે આંતરરાષ્ટ્રીય રાજકારણના સફાઈભર્યા દાવપેચ અનુસાર ડૉ. સ્વામિનાથનને મનિલાસ્થિત આ ઈન્સ્ટિટ્યુટનું પ્રમુખપદ ઓફર કરવામાં આવ્યું. આ દેશમાં કહેવાતી હરિયાળી કાતિ લાવવા માટે જેમનાં ગુણગાન ગાતાં આ દેશના અબુ ભણેલાઓ થાકતા નથી તે ડૉ. સ્વામિનાથને આંતરરાષ્ટ્રીય સ્થાપિત હિતો સાથે ભળી જઈ આ દેશનો સમૃદ્ધ વારસો મનિલાસ્થિત આ સંસ્થાને ચાંદીની તાસક પર ભેટ ધરી દીધો.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org