SearchBrowseAboutContactDonate
Page Preview
Page 102
Loading...
Download File
Download File
Page Text
________________ Jain Education International ચિ... .... ના સુપુત્ર ચિ.... ની સુપુત્રી સાથે પરદુઃખભંજક વિક્રમની સંવત ૨૦૪૭ની ફાગણ સુદ ચોથ ને સોમવાર તા. ૧૮-૨-૯૧ના રોજ સપ્તપદીના સાત ડગ ભરી રેરામની ગાંઠે ગૂંથાશે. સુણજો રે ભાઈ સાદ અમ હૈયાનાં હેત નીતરતાં આ લગનિયાં તેડાંને વધાવી લઈને આ ઊજળા અવસરે કુટુંબ કબીલા જોગ પધારવા આપને હરખભીનું તેડું છે. * * આંગણિયે મારેબાજોડિયા ઢળાવો કે ફરતી મેલો રે કંકાવટી... વ્હેન શ્રી, ફાગણ સુદ ચોથની સવારનું માળારોપણ સરખી સહિયરોના મુખડે ગવાતાં મીઠાં ગીતડાંથી ગુંજી ઊઠશે. સાકર-રોલડીથીયે મધુર ગીતોથી અમ આંગણ ભરી દેવા આપને ભાવભીનું નોતરું છે. લાડો લાડી જમે રે કંસાર, કંસાર કેવો ગળ્યો લાગે રે... સ્નેહી સ્વજન, આવ્યા છે અમ આંગણિયે કંસાર કર્યાના જોગ. ભાઈ ..... ના લગનટાણે હરખના જમણનું આ નોતરું સહકુટુંબ મોતીડે વધાવી લેશોજી. For Personal & Private Use Only અભિલાષી આગમનના, www.jainelibrary.org
SR No.005619
Book TitleSunjo re Bhai Sad
Original Sutra AuthorN/A
AuthorHitruchivijay
PublisherViniyog Parivar
Publication Year
Total Pages104
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy