________________
સુણજો રે ભાઈ સાદ :
રાંધી રસોઈ થાળ ભરી રે, ભોજન કરતેરા જાઓ રે... સ્નેહી સ્વજન, * અમ ઘેર આવેલા રળિયામણા અવસરની આ નોબતે સજન મેળાવાની અમને હોરો છે. હેત-પ્રીતમાં વધારો કરતા રૂડાં ભોજનિયાં લેવા આપે વહાલારીઓ સાથે સપરિવાર પધારવાનું છે.
પ્રિયજન, સાંજ પડીને ઝાલર વાગે... સૂર અને રાબ્દની જુગલબંદીને મન ભરીને માણવા મહા મહિનાની અજવાળી ચોયની રાતે તારલિયા પણ ખુલ્લા આકાશમાં ઊતરી આવશે. સૂરીલી સંગીત સંધ્યાના અવસરે પરિવાર સહ આપના પગલાના મોરલાથી અમ હૈયાના ફળિયા ગહેંકી ઊઠશે.
સ્વસ્તિ શ્રી..... શુભ સ્થાને બિરાજમાન રાજમાન રાજશેરી.... જોગ, આ અવસર્પિણીનાં પરથમ પહેલાં લગન લેવાયાં હતાં રાજા ઋષભનાંસુનંદા અને સુમંગલા સાથે. ઋષભકુમારનાં લગ્નમાં મહાલ્યાં હતાં ખુદ ઈન્દ્ર અને ઈન્દ્રાણી. આજ દિન લગી વિદેશીઓના દિલમાં પણ અહોભાવ પેદા કરતી આર્ય લગ્ન વ્યવસ્થાની એ ઊજળી પરંપરામાં
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org