________________
-
-
-
-
-
-
-
૦૮:.
સુણજો રે ભાઈ સાદ સૌથી પહેલાં તો ભારતવર્ષમાં અસંખ્ય વર્ષોથી જે સાત વ્યસનોને અત્યંત નિર્ધી ગણવામાં આવતાં. તેમાં ચોરી, જુગાર, પરસ્ત્રીગમન, વેશ્યાગમન, દારૂ અને શિકારની જોડે માંસાહારનો પણ સમાવેશ કરવામાં આવતો. જેમ ચોરી કરનાર, દારૂ ગાળનાર કે વેશ્યાગીરી કરનારને તેનો ધંધો ભાંગી ન જાય તે માટે આવી નિર્ધી પ્રવૃત્તિઓ કરવાની છૂટ આપવામાં આવતી નથી. તે જ રીતે કતલ જેવી નિર્ધી પ્રવૃત્તિને પણ ધંધા અને વ્યવસાયનું રૂપાળું નામ આપી તેને પ્રતિષ્ઠા આપવી એ હકીકતમાં તો રાબ્દનો વ્યભિચાર છે. ... ..
છતાંય ઘડીભર માની લઈએ કે, સરકાર કસાઈઓને કે માછીમારોને તેમના પરંપરાગત કામ કરતા રોકી શકે નહિ, તો તે વાત તો હજીયે સમજાય તેવી વાત છે. પણ જ્યારે ખુદ સરકાર જ પોતે કસાઈ અને માછીમાર બની, આવી અત્યંત હલકી પ્રવૃત્તિઓમાંથી પૈસા કમાવવાની લાલચમાં ફસાય ત્યારે તો પાણીમાંથી આગ પેદા થવા જેવી પરિસ્થિતિ સર્જાય છે. હિંદુસ્તાનના સમગ્ર ઈતિહાસને તપાસવામાં આવશે તો જણાશે કે સમગ્ર ઇતિહાસકાળમાં કયારેય પણ (મુસ્લિમ-મોગલ શાસકોના કાળમાં પણ નહિ) રાજા ખુદ ઉઠીને કસાઈ કે માછીમાર બન્યો નથી. વ્યક્તિગત ધોરણે પ્રજાનો અમુક વર્ગ કતલ વગેરેની પ્રવૃત્તિ કરતો હોય અને અહિંસાપ્રેમી બીજા વર્ગને તે પસંદ ન હોય તો તે બંને વર્ગોએ અરસપરસ સમજી લેવાની વાત છે. અને તેથી જ જૂના કાળમાં જ્યારે આવા તહેવારોના દિવસોમાં અહિંસાપ્રેમી વર્ગ કસાઈ– માછીમાર આદિને અમુક રકમ આપીને સંતોષતો ત્યારે તેઓ તેટલા દિવસ પૂરતી તે પ્રવૃત્તિ બંધ રાખતા. કારણ કે પરંપરાગત રીતે કતલ કે મચ્છીમારીનું કામ કરતા તે ભાઈઓ પણ કોઈપણ જીવતા જીવને મારવાની પ્રવૃત્તિને દુષ્કૃત્ય તરીકે લેખતા. અને કપાળ કૂટતાં એમ કહેતા કે આ પાપી પેટને ખાતર આ હિંસાનું કામ કરવું પડે છે. આવી માન્યતા હોવાને કારણે જ્યારે પર્વના દિવસો પૂરતી ચાલે તેટલી રકમની કોઈ વ્યવસ્થા કરી આપે તો તેટલા દિવસ પૂરતી પોતાની રોજી-રોટીની વ્યવસ્થા થઈ ગઈ હોવાથી તે વ્યવસ્થા કરી આપનારનો ઉપકાર માની, એટલા દિવસ પાપમાંથી બચી જવાશે તેનો રાજીપો અનુભવતા. આમ જ્યારે હિંસા ખાનગી સ્તરે ચાલતી ત્યારે તે તે હિંસક પ્રવૃત્તિમાં જોડાયેલ વર્ગ અને અહિંસાપ્રેમી વર્ગ આપસ-આપસમાં સમજી લે તો અને એમ છતાં પણ આવી વ્યક્તિગત સ્તરે ચાલતી તલમાં અહિંસાપ્રેમી વર્ગ જ્યારે કતલાદે
For Personal & Private Use Only
Jain Education International
www.jainelibrary.org