________________
સુણજે રે ભાઈ સાદ ખવડાવતા હતા. ગાય જેવા તદ્દન બિનમાંસાહારી પ્રાણીને આવા ઘંઈ પણ પ્રકારનું પ્રાણિજ પ્રોટન કે ઘેટાંનું મુડદાલ માંસ ખવડાવવા પર હવે બ્રિટિશ સરકારે પ્રતિબંધ લાંઘો છે. રોગિષ્ઠ ઘેટાંનું માંસ ખવડાવવાથી તેનો ચેપ ગાયોને લાગવાથી આ રોગ પ્રસર્યો હોવાનું મનાય છે. આપણા દેશમાં પણ ઘણાને ખબર નહિ હોય કે બનાસ, અમૂલ, સાગર જેવી ડરીઓ દ્વારા તૈયાર કરવામાં આવતું અને યેનકેનપ્રકારણે ખેડૂતોને જે ખરીદવા મજબૂર કરવામાં આવે છે તે પશુદાણ કે પશુઆહાર પ્રાણિજ પદાર્થોથી સર્વથા મુક્ત નથી હોતાં. તેમાં હજી બ્રિટનની જેમ સીધેસીધું માંસ વાપરવામાં નથી આવતું પણ ડેરીઓના આ કેટલફીડ બનાવવામાં વપરાતાં દ્રવ્યો બનાવવા માટે પણ વાપરવામાં આવતાં બીજાં કેટલાંક પેટાદ્રવ્યોની ઝીણવટભરી ચકાસણી કરનારને તુર્ત ખ્યાલ આવશે કે એ પશુઆહાર પ્રાણિજ દ્રવ્યોથી સર્વથા મુક્ત નથી. મુંબઈના તબેલાવાળા પણ પોતાની ભેંસોને આવો તૈયાર પશુઆહાર જ ખવડાવતા હોય છે. તેથી પ્રાણીજ પદાર્થોનો અંશ પણ પોતાના પેટમાં ન જવા દેવાની દઢ માન્યતાવાળા લોકો માટે આવી ડરીઓનું દૂધ, બટર કે તેમાંથી બનાવેલું ઘી વપરાય કે કેમ તે વિચારવું રહ્યું. દેશની વર્તમાન સમસ્યાઓના વાસ્તવિક ઉકેલની ઊંડી કોઠાસૂઝ ધરાવનાર રાજકોટના એક વિદ્વાન પ્રભુદાસ બેચરદાસ પારેખને ટી.બી.ની સારવાર માટે પાટણના એક વૈદ્યરાજે અમદાવાદ પાસેના સૂકી પ્રદૂષણયુક્ત હવા ધરાવતા પાનસર નામના ગામમાં મહિનો રાખેલા, ત્યારે દર્દીના પેટમાં લીમડો જાય અને તેનો ગુણ થાય તેવી ઈચ્છાથી વૈદ્યરાજ ત્યાં બાંધેલી બકરી અને ગાયને લીમડો ખવડાવી તેનું દૂધ પ્રભુદાસભાઈને પિવડાવતા જેથી તે દૂધમાં લીમડાના ગુણ આવે, સાજા થયા પછી આ દાખલો ટાંકી પ્રભુદાસભાઈ કહેતા કે આ દેશની અન્નાહારી પ્રજાને સીધેસીધી માંસાહારી બનાવવી શક્ય નથી તેથી આ રીતે ડેરીઓ દ્વારા પશુદાણમાં જ પ્રાણિજ તત્ત્વો દાખલ કરી પશુઓને ખવડાવી તે પશુઓના દૂધ દ્વારા આડકતરી રીતે પ્રાણિજ તત્ત્વો અન્નાહારીઓના પેટ સુધી પહોંચાડવાનો કાર્યકમ આરંભાયો છે. :
પહેલી નજરે તો આ કોઈ તરંગી રૂઢિચુસ્ત માણસનો કલ્પનાવિલાસ લાગી, પણ જીનિવા ખાતે મળેલી વર્લ્ડ ડેરી કોન્ફરન્સમાં આપણી સરકારના એક સત્તાવાર પ્રતિનિધિએ કરેલું વિધાન જોતાં લાગે કે આવું કાંઈબજ હોય
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org