________________
* ૫૦
સુણજો રે ભાઈ સાદ હોટલો, ફરસાણ અને જંકફુડના રવાડે ચઢી જઈ આપણી તેલની માંગ પણ આપણે ઘણી વધારી દીધી છે.
જુવાર-બાજરી જેવા પ્રદેશેપ્રદેશના જુદા જુદા ખોરામાં તેલની જરૂર નહિવત્ રહેતી. તેને બદલે સમગ્ર દેશમાં એકમાત્ર ઘઉનું જ એકચક્રી સામ્રાજ્ય સ્થાપી દેવાના કારણે ઘઉની બનાવટોમાં તેલની જરૂરિયાત વધતાં પણ તેલની માંગ વધી. આંધળા ઉઘોગીકરણે ગોચરોનો ભોગ લીધો હોત અને દૂધ-ઘીની અછત સર્જાઈ ન હોત તો વેજિટેબલનું તૂત ઊભું જ ન થાત અને જો વેજિટેબલ ઉઘોગ હાલ જેટલું તેલ વાપરી દે છે એટલું તેલ બચે તો તેલનો પ્રશ્ન ચપટી વગાડતામાં ઊકલી જાય પરંતુ આજે તો પરિસ્થિતિ એવી છે કે તેલના આ ખેલે ભલભલા નટબજાણિયાઓને પછાડ્યા છે અને જ્યાં સુધી મૂળભૂત શસ્ત્રક્રિયા નહિ કરાય ત્યાં સુધી એ ભલભલા ખેલંદાઓને મહાત કરશે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org