________________
વિચાર–શુદ્ધિની દિશામાં
ફાગણ સુદ બીજ (માર્ચ-૧૯૦) આદરણીય શ્રી રજનીભાઈ,
કુશળ હશો. એક પાલનપુરીની આયોજન પંચના સભ્ય તરીકેની નિમણૂકનો આનંદ ઘણાને હરશે, મને ખરો આનંદ એનો છે કે “આંધળી * પ્રગતિના વિરોધી એક વિચારક સજ્જનની નિમણૂક આ જવાબદારીભર્યા સ્થાને. થઈ છે અંગ્રેજોના આગમન પછી શરૂ થયેલ અને ૧૯૪૭ પછી • • ઊલટાનું પૂરપાટ વેગે ઘૂમવા માડલ ‘વિકાસ’નું કાળચક ‘ભારતીય જીવન * વ્યવસ્થાના ખંડેર ને પણ શેષ રહેવા દેશે કે કેમ તેવો પ્રશ્ન ઊઠે તેવી અવસ્થામાં આપની આ નિમણૂક આશાની એક લહેર જગવી જાય છે. મેકોલેની કેળવણી, નયું ભૌતિકવાદી વિજ્ઞાન અને યંત્રવાદના ગાંડપણની વિકરાળ ત્રિપુટીના પંજામાંથી આ દેશને આસ્તે-આતે પણ બહાર લાવવાની અપેક્ષા સ્વાભાવિક રીતે જ ઊઠે છે. ત્રિપુટીના કાળા કેરથી સારી રીતે અભિજ્ઞ એવા આપને કાંઈ લખવું તે કદાચ અવિવેક ગણાતો હશે, પણ બે-એક વર્ષ પહેલાં પાલનપુર જવાનું થયેલ ત્યારે કમાલપુરામાં આજે પણ ઈલેક્ટ્રિક વાણી ચલાવતા ઘાંચીએ કહેલી ૫૦ વર્ષ પહેલાંની વાતે ચિત્તમાં ઊંડું વેદન પેદા કરેલ જે ટાંક્યા સિવાય રહી શકતો નથી, તેના જ શબ્દોમાં લખું તો,
“એ વખતના નાનકડા પાલનપુરમાં યે નહિ નહિ તો યે ૧૦૦ જેટલી બળધાણીઓ ચાલતી. બાજુના ગામ મોતના એક ઘાંચીનો દીકરો ભણ્યો અને Productivity ના ભણેલા પાઠે એને પાલનપુરમાં નાનકડી Oil mill સ્થાપવા પ્રેર્યો. અમારા સો યે ઘરની રોજીરોટી છિનવાઈ જવાનો ભય ઊભો થવાથી અમારું ઘાંચી પંચ નવાબ સાહેબ પાસે રાવ નાખવા ગયું તે વખતે હું પણ મારા બાપાની આંગળી પકડીને ગયેલો. નવાબે તુરત જ હુકમ કલ્યો કે mil માં એરંડા સિવાય બીજું કાંઈ પલવું નહિ. ઘાંચી પંચે તુરત જ કહ્યું, સાહેબ, અમારા દસ કુટુંબો એરંડા પીલીને પણ રોજી મેળવે છે તેમનું શું ? આ સાંભળી ર૪ કલાકમાં જ મિલની મશીનરી ઉઠાવી લેવાનો નહિતર જતી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org