________________
૪૮
સિપજે રે ભાઈ સાદ
આયુર્વેદના અપ્રતિમ ગ્રંય ચરકસંહિતામાં “તિલઃ તેલાનામઃ” કહી સઘળા તેલોમાં તલના તેલને શિરમોર સ્થાન આપવામાં આવ્યું છે. હકીકતમાં તો તેલ શબ્દ જ તલ પરથી ઉતરી આવ્યો છે. તલમાંથી જે નીકળે તે તેલ ! પરંતુ આપણી પછબુદ્ધિ સરકારોની ટૂંકી દષ્ટિને કારણે આફ્રિકાના મોટા મોટા દેશોને સહરાના રણમાં પરિવર્તિત કરી દેનાર મગફળીની ખેતીને અહીં પણ એટલું બધું પ્રોત્સાહન આપ્યું કે સોરઠની લીલી નાઘેર જેવી જમીન મગફળીના રોકડિયા પાકથી બરબાદ થઈ રહી છે. મગફળીમાં રહેલા , એફલાટોકસીન નામના ઝેરી તત્ત્વને કારણે હો કે ગમે તેમ પણ આજે તળેલો ખોરાક શરીરને જે રીતે નુકસાન કરે છે તે રીતે પહેલાના કાળમાં નહોતું થતું તે ચોક્કસ. ઉપરથી કુશળ વૈદ્યો વાયુના રોગોમાં તલના તેલનો ઉપયોગ વધારવાનું કહેતા. એને બદલે એન.ડી.ડી.બી.વાળા કુરિયનતેલના આસમાનને આંબવા આવે ભાવનો બચાવ કરવા એવો વિચિત્ર જવાબ આપે છે કે ખાદ્ય તેલો પોષણની દષ્ટિએ આવશ્યક ન હોવાથી જેને તે ખરીદવું ન પોસાય તેણે તેનો વપરાશ બંધ કરી દેવો જોઈએ. અગાઉ શ્વેતકાન્તિમાં જ્યારે નિષ્ફળ ગયા ત્યારે પણ તેમણે આવો જ બેહૂદો જવાબ આપતાં કહી દીધેલું કે દૂધ એ તો લક્ઝરી-મોજશોખની વસ્તુ છે અને ડેરીના કારણે ગામડાનું દૂધ શહેરો ભણી ધકેલાઈ જતું હોય તો ગામડાંના લોકોએ દૂધના બદલે બીજો ખોરાક ખાવો જોઈએ. . .
તેલિયા રાજાઓ કે કુરિયનના હાથમાંથી તેલની મોનોપોલી ખૂંચવી લઈ ગુજરાતનાં ૧૮,૦૦૦ ગામડાંના ઘાંચીઓના હાથમાં તેનો હવાલો આપવાની રાજકીય સંકલ્પશક્તિ ગુજરાત સરકાર ભેગી કરી શકે ત્યાં સુધી પણ એણે તલ-સરસવ જેવાં તેલીબિયાં અને ખોળની નિકાસને તો તાત્કાલિક રોકી દેવી જોઈએ. વાચકોને એ જાણીને દુ:ખદ આશ્ચર્ય થશે કે એક બાજુ ઘરઆંગણે તેલના પ્રશ્રે રોજના હૈયાઉકાળા છે અને બીજી બાજુ હૂંડિયામણઘેલી આપણી સરકારે તેલીબિયાં તેમ જ ખોળની નિકાસને '૮૯ - ૯:૦ના એક જ વર્ષમાં સીધી બમણી કરી નાખી હતી. ‘૮૮-૮૯માં જે નિકાસ ૪૭૫ કરોડની હતી તે વધારીને '૮૯-૯૦ના એક જ વર્ષમાં ૮૧૨ કરોડ સુધી પહોંચાડી હતી અને જાગરૂક નાગરિકો પ્રતિકાર નહિ કરે તો આ વર્ષે એ વધીને ૧૦૦૦ કરોડના આંકડાને પણ કુદાવી જશે. “ઘરનાં છોકરાં ઘંટી ચાટે ને ઉપાધ્યાયને
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org