________________
સુણજો રે ભાઈ સાઠ
પ૯ પ્રજાનું રાજાએ સારી રીતે પોષણ કરવું.” શાંતિપર્વમાં પિતામહ ભીષ્મના મુખેથી નીકળેલી આજ્ઞાઓને (આપણા ઉપર ઠોકી બેસાવયેલા અને છતાં આપણા પ્રતિનિધિ ગણાતા) મ્યુ. કોર્પોરેટરોથી માંડીને સંસદ સભ્યો સુધીના સજ્જનો જો લક્ષ્યમાં લે તો ભારતમાં નંદનવન સ્થાપવા માટે એકવીસમી સદી સુધી પણ રાહ ન જોવી પડે. રાજ્ય તરફથી નંખાતા કરવેરાની બાબતમાં ભીષ્મ પિતામહ ફરમાવે છે કે “ભમરાઓ કૂલમાંથી જેમ જરૂરિયાત મુજબનું મધ ચૂસી લે અને છતાંયે ફૂલને સહેજ પણ કિલામણ થવા દેતા નથી. તેમ રાજાએ પ્રજાને સહેજ પણ ત્રાસ આપ્યા વગર આવશ્યક કર લેવા.' વાછરડાના પોષણને ઇચ્છતો પુરુષ જેમ ગાયને દોહે છે પણ, તેના આંચળનું ટીપેટીપું નીચોવી લેતો નથી તેમ રાજાએ પ્રજા પાસેથી ધન ગ્રહણ કરવું. વાઘણ પોતાના બચ્ચાને દાંત વચ્ચે પકડીને લઈ જાય છતાં પોતાના દાંત બચ્ચાંને જરાયે વાગે નહિ તેની કાળજી લે છે તેવી રીતે દેશમાંથી કર ઉઘરાવવા. “જે આ નાલાયકોના હાથમાં દેશની ધુરા સોંપશો તો તેઓ કેવળ હવા સિવાય બીજી કોઈ વસ્તુ ઉપર કરવેરા નાંખ્યા વિના નહિ રહે’’ એવી ચર્ચિલની ભવિષ્યવાણીને સાચી પાડવા જ જાણે ન જન્મ્યા હોય તેવા આપણાં ખુરશીભક્તો સુધી ભીષ્મ પિતામહનો અવાજ કોણ પહોંચાડશે ? ચાહે હિન્દુ કે મુસ્લિમ, ચાહે શક કે ચાહે હૂણ-કોઈના પણ રાજ્યકાળમાં નહોતા એવા આવકવેરા, ખર્ચવેરા, બક્ષિસવેરા, વારસાવેરા, પાણીવેરા, ઘરવેરા, જન્મ વેરા અને મૃત્યુ વેરા જેવા વેરાઓની હારમાળા ખડી કરી દેનાર સરકારના નાણાપ્રધાનશ્રી જો ક્યારેક મનુસ્મૃતિ ઉપર નજર ફેરવી જાય તો તેમાં લખેલ છે કે ધન વિના પોતે મરણ- હાલ થયો હોય તો ય રાજાએ વેદાધ્યયન કરનારા બ્રાહ્મણ પાસેથી કર લેવો નહિ. શિક્ષણ અને અધ્યયનની આવી ઊંચી મહત્તા આંકનાર મનુ ક્યાં અને પોતાની કરવેરાની ઈન્દ્રજાળમાં ખુદ દેવસ્થાનોને પણ લપેટમાં લઈ લેનાર આપણા ડિગ્રીધારી સચિવો કયાં ? એ જ શાંતિપર્વ આગળ કહે છે કે જે રાજા કેવળ અર્થાર્થી થઈને પ્રજા પર શાસ્ત્ર વિરુદ્ધ અનેક જાતના કરો નાંખે છે અને તે દ્વારા પ્રજાઓને પીડે છે તે રાજા પોતે જ પોતાનો નાશ કરે છે. હે રાજન્ તમારે વૃક્ષોનું પાલનપોષણ કરનાર માળી જેવા થવું. પણ વૃક્ષોને બાળી મૂકીને તેમાંથી કોલસા પાડીને નફો કરનારા જેવું થવું નહિ.'' ઊંચામાં ઊંચી જાતની કેરીથી માંડીને ર્મોર, વાંદરા ને ઘોડા જેવા નિર્દોષ પશુ-પક્ષીઓની નિકાસ કરીને પણ વિદેશી હૂંડિયામણ કમાવાના અભરખા ધરાવતા અધિકારી મહાશયો, સાંભળો છો કે !
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org