________________
સુણજો રે ભાઈ સાદ, એવો પણ પ્રજાનો ઘણો વર્ગ યંત્રવાદ અને કારખાનાઓના વિકાસમાં દેશની પ્રગતિ માનતો હોય છે. જ્યાં સુધી આ યંત્રવાદને જીવનમાંથી દૂર કરવાનું વલણ નહિ અપનાવાય ત્યાં સુધી હિંસાને અટકાવવી એ અરાજ્ય છે.
હિંસાના ફેલાવાનું ત્રીજું અગત્યનું પરિબળ વ્યક્તિગત જીવનમાં અનેક એવી ચીજવસ્તુઓનો વધેલો વપરાશ છે કે જેમાં સીધી કે આડકતરી રીતે હિંસાને પ્રોત્સાહન મળે. જગતભરમાં અહિંસાનો ઝંડો લહેરાવવાની અભિલાષા ધરાવનાર વ્યક્તિએ કમસેકમ પોતાના જીવનમાં તો અહિંસાની પ્રાણપ્રતિષ્ઠા કરવી જ જોઈએ. દાતણ, મીઠું કે દંતમંજનનો ઉપયોગ કરવા બાપદાદાઓના રિવાજને છોડીને જેમાં કેલ્શિયમના નામે હાડકાનો પાવડર સુધ્ધાં વપરાતો હોય તેવી ટૂથપેસ્ટોથી પોતાના દિવસની શરૂઆત કરનાર, કે પશુઓની ચરબીમાંથી બનેલા સાબુઓ શરીરે ઘસીને સ્નાન કરનાર, વાળ સુંવાળા કરવાના ભ્રામક મોહમાં ઈંડાવાળું એગ-શેમ્પ વાપરનાર કે ઉનાળાના દિવસોંમાં જિલેટીન અને ઈંડા જેવા પ્રાણિજ પદાર્થોવાળા આઈસ્ક્રીમની જયાફત ઉડાવનાર વ્યક્તિ જગતમાં અહિંસાનો ઝંડો લહેરાવવાની વાતો કરે તે સમય પસાર કરવાના સાધન સિવાય વિશેષ કાંઈ નથી.
નાનાં બાળકોને રડતાં બંધ રાખવાનાં રમકડાં તરીકે બિસ્કિટનો ઉપયોગ : કરતા જીવદયા પ્રેમીઓને એ વાતનો ખ્યાલ પણ હશે ખરો કે બિસ્કિટ વગેરેમાં ઈડાનો ઉપયોગ ન કરી શકાય એવો કોઈ કાયદો હિંદુસ્તાનમાં ન હોવાથી અને તેમાં ઈંડાં વપરાયાં હોય તો પણ તેની જાહેરાત પેકિંગ ઉપર કરવાનું પણ ફરજિયાત ન હોવાથી અનેક જાતની બિસ્કિટોમાં આવા હિંસક પદાર્થો વપરાતા હોય છે..
દર રવિવારે સાંજે સ્કૂટર કે કાર લઈને હરવા-ફરવા નીકળી જંતા લોકોને એ ખ્યાલ હશે ખરો કે તેમનું વાહન હકીકતમાં પેટ્રોલ કે ડીઝલથી નહિ પણ પશુઓના લોહીથી ચાલી રહેલ છે. દર વર્ષે આરબ દેશોમાંથી હજારો કરોડ રૂપિયાની જે પેટ્રોલિયમ પ્રોડક્ટસ આયાત થાય છે તેના બદલામાં હિન્દુસ્તાનની ભિખારી સરકાર કંડલા જેવા બંદરોએથી વહાણો ભરીને જીવતા પશુઓ તથા દેવનાર જેવા તલખાનાઓમાં કપાયેલાં પરાઓનું માંસ આરબ દેશોમાં મોકલી આપે છે.
દેવનાર કતલખાનાની મુલાકાતે એક વાર જવાનું થયું ત્યારે ત્યાં રોજ કપાતાં હજારો પરાઓના લોહીની વહેતી નદીઓ જોઈને પ્રશ્ન થયેલ કે માંસ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org