________________
બી, ખાતર અને દવા
બાર ગાઉએ જેમ બોલી બદલાય તેમ બાર ગાઉએ અનાજની જાત પણ ત્યાંની આબોહવા-ધરતી પ્રમાણે બદલાય અને તેથી માત્ર ડાંગરનો જ દાખલો લઈએ તો એક જમાનામાં આપણા દેશમાં જ ડાંગરની કુલ પચાસ હજાર (અને દુનિયાભરમાં મળીને તો એક લાખ વીસ હજારથી વધુ) જાતો નથી. ૧૯૪૬ પછીની પશ્ચિમચક્ષુ સરકારોએ વધુ ઉત્પાદનની ખોટી લાહ્યમાં સંકર બિયારણ (હાઈબ્રીડ જાતો)નો ધૂમ પ્રચાર કરીને આ વૈવિધ્ય ખલાસ કરી દીધું છે. તેથી જ એક જમાંનામાં ઘરમાં ખીચડી રાંધી હોય તો આખી શેરીમાં સુગંધ આવતી, જે સુગંધ હવે શીરો રાંધવાથીયે નથી આવતી. ગીતામાં પણ સંકર જાતોનો અંતે સર્વનારા થતો હોવાનું જ લખ્યું છે ને ! આ સંકર બિયારણના જોડિયા ભાઈ જેવાં બનાવટી ખાતરો અને જંતુનાશક ઝેરોએ તો ખેડૂતોની જમીન, અનાજની પૌષ્ટિકતા અને ખાનારના આરોગ્યનો ખાત્મો બોલાવી દીધો છે. આ ગંભીર વિનારાથી ચિંતિત મુંબઈના કેટલાક મિત્રોએ ‘પ્રકૃતિ’ મંડળી બનાવી આવાં બનાવટી ખાતરો, અને જંતુનાશક દવાઓથી મુક્ત અસલના દેશી બીજવારાથી ઉગાડેલ અનાજ જેને ખરીદવું હોય તેને મળી શકે તેવી વ્યવસ્થા ઊભી કરવાનું વિચાર્યું છે. જે ખેડૂત મિત્રોને આવું અનાજકઠોળ ઉગાડી પૂરું પાડવામાં રસ હોય તેઓ શ્રી અંબુભાઈ દ્વારા સંપર્ક કરે તો આવા અનાજનો પ્રચાર થવાથી ખેડૂતની જમીન બગડતી અટકશે, જીવાત મારવાનું પાપ બંધ થશે, હાઈબ્રીડ બિયારણ, બનાવટી ખાતર અને જંતુનાશકોના કેડ ભાંગી નાખે તેવા ખર્ચામાંથી બચારો, મુંબઈના મિત્રોને આરોગ્યપ્રદ-સ્વાદિષ્ટ અનાજ પૂરું પાડી ‘જગતના તાત'નું બિરુદ સાર્થક
કરવાનો અવસર મળશે તયા પોસાય તેવા ભાવ તો મળશે જ.
આ બહાને ભાલનળકાંઠા વિસ્તારની ‘ત્રણ પાંખડી’ જેવી સ્વાદિષ્ટ ડાંગરની જાત ઉગાડવાનું શરૂ થરો તો ખેડૂતોનાં બાળકો પણ આવો અસલી ખોરાક ખાઈ દવાઓની ચુંગાલમાંથી બચશે. યુરિયા-ડી.એ.પી. જેવાં ખાતરોના પાપે થોડાં વર્ષોમાં જ્યારે જમીન ઉજ્જડ બની જશે ત્યારે હારીને તો
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org