________________
ક્ષેત્રમાં, અનેક મોરચે આ માટે લડાઈ આપવી પડશે. અનેક દષ્ટિકોણથી અનેક રીતે આપણે આપણી વાત સમજાવવી પડશે. આ નાનકડી પુસ્તિકાને હું આપણી આ લડાઈના એક ભાગરૂપે જોઉં છું અને હોંશભેર આવકારું છું. આજની આપણી સમસ્યાઓની એવી રીતે ઘણી ઊંડી છણાવટ કરતા રહેવી પડશે. આજે આપણા ઉપર વિચારસરણોના સામ્રાજ્યનું જે આક્રમણ થઈ રહ્યું છે, તેમાં અનેકાનેક પાસાં છે. તેમાંનાં કેટલાંક પાસાંનું લેખકે સરસ દર્શન કરાવ્યું છે. અનાજની વિવિધ જાતોનું નીકળી રહેલું નિકંદન, પશુની ઉત્તમ ઓલાદોનું થઈ રહેલું ધોવાણ, રાસાયણિક
ખાતરો-જંતુનાશકો-હાઈબ્રીડ બિયારણ વગેરેનું આક્રમણ માંસાહારની મોહજાળ, .બેબીકૂડ-હેકૂડ-ટીનવૂડ વગેરેનાં ભમરાળાં પ્રલોભનો, પર્યાવરણનો નીકળી રહેલો કચ્ચરઘાણ, પરંપરાગત વાસ્તુવિઘા-આરોગ્યવિદ્યા વગેરેનો થઈ રહેલો વિનાશ- આમ અનેક ક્ષેત્રોનું અવલ્લેકન-નિરીક્ષણ કરીને લેખકે આજની આપણી સમસ્યાઓનાં મૂળ કારણો ઉપર આંગળી ચીંધી બતાવવાની કોશિશ કરી છે. લેખકે પોતે એક લેખમાં કહ્યું છે તેમ “નિદાનું પરિવર્જનમ્” રોગનાં કારણોનું સ્પષ્ટ નિદાન થાય, અને તે કારણો દૂર કરવા કોશિશ કરીએ, તે જ રોગને નાબૂદ કરવાનો શ્રેષ્ઠ ઉપાય છે.
આ પુસ્તિકાના લેખક ભાઈ અતુલ એક તેજસ્વી યુવાન છે. પૂર્વજન્મના સંસ્કારને બળે, તેમજ આ જન્મના પુરુષાર્થને બળે તેઓ આજની આ સભ્યતાની માયાજાળમાં ફસાયા નથી; એટલું જ નહીં, આ માયાજાળની ભુલભુલામણી બતાવવાની ક્ષમતા પણ એમની બુદ્ધિમાં છે તથા એ માયાજાળને કાપવાની ' ' ઈચ્છાશક્તિ પણ તેઓ બતાવી શક્યા છે. આજે સંસારનો માર્ગ છોડીને સાધુતાનો માર્ગ એમણે અપનાવ્યો છે, ત્યારે પણ આ સભ્યતાની માયાજાળને કાપીને વેરણછેરણ કરી નાખવાનો ઉત્સાહ ને પુરુષાર્થ એમણે છોડ્યો નથી, એ વલણ ઘણું પ્રરાંસાપાત્ર છે. “ધારયતિ ઈતિ ધર્મઃ” માનવીનું ને સમાજનું જે ધારણ-પોષણ કરે છે, તે જ ધર્મ છે. આજનો યુગધર્મ આ ભૌતિકવાદી ઔદ્યોગિક સભ્યતાનો સામનો કરવામાં, તેની પાછળ આસુરી ફિલસૂફીને નેસ્તનાબૂદ કરવામાં જ રહેલો છે. તેના વિના આજે સમાજનું સમત્વયુક્ત ધારણું-પોષણ રાજ્ય નહીં બને.
ભાઈ અતુલ પ્રત્યેના પ્રેમ-આદરથી પ્રેરાઈને એમના લઘુબંધુ તેમજ મિત્રોએ સંસારી અવસ્થામાં લખાયેલ એમના લેખોનું આ સંકલન પ્રકાશિત કરવાનો જે અભિક્રમ લીધો છે, તેની પાછળની ભાવનાને હું બિરદાવું છું. આ ભાવના ભાઈ અતુલને જે વિચારો પ્રત્યે પ્રેમ હતો, તે વિચારોનું વધુ અધ્યયન-મનન તેમજ. આચરણ કરવામાંયે એમને પ્રેરતી રહેશે, એવી શુભકામના પ્રદર્શિત કરું છું
પિંડવળ, ૧૪ ઑક્ટોબર, ૧૯૯૬
કાન્તિ શાહ (સંપાદક - ભૂમિપુત્ર)
[૧૦]
Jain Education International
For Personal & Private Use Only
www ainelibrary.org