Book Title: Sunjo re Bhai Sad Author(s): Hitruchivijay Publisher: Viniyog ParivarPage 91
________________ • : ૯ સુણજો રે ભાઈ સાદ અટકાવી શકતો નથી ત્યારે તેમાં તેનું સીધું કે આડકતરું કોઈપણ જાતનું અનુમોદન ન હોવાથી તે બીજા દ્વારા થતી હિંસામાં ભાગીદાર બનતો નથી. આજે જ્યારે કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર, મ્યુનિ. કોર્પો. અને સહકારી નિગમોના રૂપમાં સરકારી કે અર્ધસરકારી સત્તાઓ દ્વારા જ કતલખાનાં વગેરે ચલાવાતાં હોય ત્યારે તે સરકારી-અર્ધસરકારી સંસ્થાઓમાં કર ભરતા નાગરિકોની ભાગીદારી તે હિંસામાં આવી જાય છે અને તેથી ખાનગી કે ગેરકાયદેસર કતલ કરતાં પણ વધારે દોષપાત્ર તો રાજ્ય દ્વારા તથા રાજ્યની સીધી-આડકતરી સહાય દ્વારા ચાલતી કહેવાતી કાયદેસરની કતલ છે. કતલ કે હિંસાને કાયદેસરનું નામ આપવું તે વાસ્તવમાં શબ્દશાસ્ત્રનો દુરુપયોગ કરવા જેવું કામ છે. હિંસા, અસત્ય, ચોરી, વ્યભિચાર અને ધનલાલસાને જે દેશની અઢારે ય, વરણ પાપ માનતી તે પાંચેય પાપોના કાયદેસરગેરકાયદેસર જેવા વિભાગો કરીને તેમાંના અમુક અંશને કાયદેસર તરીકે પ્રતિષ્ઠા આપવી એ તો ખોટા કામમાં રહેલા ખોટાપણના ખચકાટને દૂર કરવા જેવું છે. આ જોતાં હકીકતમાં તો સમગ્ર અહિંસાપ્રેમી સમાજે પોતાનાં હિંસાવિરોધી આંદોલનની તોપનું નાળચું હિંસાને મોટા પાયા પર ઉત્તેજન આપતી સરકારી નીતિરીતિઓ સામે ગોઠવવું જોઈએ. હિંસાને મળેલો સરકારી આશ્રય જેમ હિંસાના ફેલાવામાં મહત્ત્વનું કારણ છે તેમ હિંસાના આટલા બધા વ્યાપ પાછળનું બીજુ અગત્યનું કારણ યંત્રવાદનો ફેલાવો છે. જૂના કાળમાં સંસારત્યાગી સાધુઓ સિવાયની સમગ્ર પ્રજાનું જીવન પશુ આધારિત હતું. ખેતર ખેડવા હળમાં બળદ જોડવામાં આવતો, તેના બદલે આજના જમાનામાં ટ્રેક્ટરો દાખલ કરવામાં આવ્યા, સિંચાઈ માટે કૂવામાંથી કોષ દ્વારા પાણી ખેંચવામાં આવતું. તેના બદલે ડીઝલ-ઓઈલ-ઈલે. એન્જિનો અને ટ્યુબવેલો આવ્યા, માણસ અને માલની હેરફેર બળ દગાડાં, ઊિંડ-ગાડાં, ઘોડા ગાડી વગેરે દ્વારા યંતી તેની જગ્યાએ બસ, મોટર, રેલ્વે ટ્રક વગેરે ઘુસાડાયાં, તેલ પીલવાની બળદ ઘાણીઓનું સ્થાન હાઈલ મિલોએ, 'ચૂનો પીસવાની બળદ દ્વારા ચાલતી ચક્કીઓનું સ્થાન સિમેન્ટ ફેક્ટરીઓએ તથા પાડા ઉપર મલક નાખી ઘરે ઘરે પાણી પહોંચાડતા પખાલી (ભિરતી)ઓનું સ્થાન મળે લીધું. આમ ચારે બાજુ ફેલાયેલાં કારખાનાં અને યંત્રવાદને કારણે જેમ મનુષ્યો બેકાર બન્યા તેમ પશુઓ કતલખાને ધક્લાયાં. પણ આ મૂળભૂત કારણની જાણકારીના અભાવે પરશુઓની કતલથી નારાજ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104