Book Title: Sunjo re Bhai Sad
Author(s): Hitruchivijay
Publisher: Viniyog Parivar

Previous | Next

Page 95
________________ સુણો રે ભાઈ સાઠ 43 તલખાનાંઓમાં પશુઓ કાપો, કોલેજોમાં દેડકાં ચીરો અને એટલેથી સંતોષ ન થતાં પેટમાં રહેલા બાળકને પણ ‘કાયદેસર-સલામત અને ખાનગી ગર્ભપાત’ના સુવાળા નામ નીચે મારવા સુધી વાત પહોંચી છે. જે દેશનો ખેડૂત જગતના તાત’ને નામે ઓળખાતો તથા “ચોર ખાય, મોર ખાય અને બાકી બચ્યું તે ઢોર ખાય’ કહી હિંસાથી વેગળો રહેવા પોતાને થતા નુકસાનને પણ હળવેકથી હસી કાઢતો તે ખેડૂતને પણ જંતુનાશક ઝેરના રવાડે ચઢાવી દઈ આજે હિંદુસ્તાનના ગામડે ગામડે આવેલા પ્રત્યેક ખેતર સુદ્ધાંને પણ જીવાત મારવાના કતલખાનામાં ફેરવી નાંખવામાં આવ્યું છે. શુદ્ર જીવજંતુઓને મારી નાંખવા સ્વરૂપે શરૂ થયેલું. હિંસાનું આ કાળચક્ર પંજાબ અને આસામમાં જીવતા મનુષ્યોને પણ ભૂંજી નાખવા રૂપે પરાકાષ્ઠાએ પહોંચ્યું છે. વિશ્વયુદ્ધોની હિંસાને રોક્વી હોય તો સૌથી પહેલાં તો પ્રત્યેક વ્યક્તિએ પોતાના ઘરમાં-પોતાના રોજીંદા જીવનમાં થતી હિંસાને રોકવી પડશે. આમલેટ’ના રૂપમાં આજે ઈંડાને ભૂંજી નાખનાર માણસના મનોજગતની ધરતી પર અવતરિત થયેલ હિંસક ભાવ આવતી કાલે જીવતા-જાગતા માણસને પણ ભૂંજી નાખવા સુધી પહોંચે તો તેમાં આશ્ચર્ય નથી. અમારી પ્રવર્તનનો સંદેશ જગતને અહિંસક બનાવતાં પહેલાં તે માટે સૌ પહેલાં પોતાના હૃદયમંદિરમાં અહિંસા ધર્મની પ્રાણપ્રતિષ્ઠા કરવી તે છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 93 94 95 96 97 98 99 100 101 102 103 104