Book Title: Sunjo re Bhai Sad
Author(s): Hitruchivijay
Publisher: Viniyog Parivar

Previous | Next

Page 98
________________ ૮૬ સુણજો રે ભાઈ સાઠ આઝાદી આંદોલનમાં જોડાઈ ગયા તેમ કહી નહેરુ તથા બીજા સામાન્ય સ્થિતિમાં આઝાદી આંદોલનમાં જોડાનાર વ્યક્તિઓ વચ્ચે તફાવત ઊભો કરીએ, ત્યારે વાત તર્કશુદ્ધ ભૂમિકાએથી નથી થઈ રહી, એ સ્પષ્ટ થઈ જાય છે. ૧૫મી ઓગષ્ટ કે ૨૬મી જાન્યુઆરી કે “અપના ઉત્સવ” જેવી ઉજવણીઓમાં દેરાભરમાંથી લોકકલાકારોને બોલાવવામાં આવે, તો વખાણવા જેવી વાત લાગે, જ્યારે ધર્મ પ્રસંગોસ એ આવા જ લોક કલાકરોને બોલાવીને વરઘોડા કઢાય ત્યારે તે વખોડવા જેવું લાગે તો-“ધર્મ પ્રત્યે જ સૂગ હોવાથી આમ નથી બનતું ને’ -તે વિચારવું રહ્યું. ઘણું કહી શકાય આ વિષયમાં, પણ બીજરૂપે મૂકેલા આ થોડાક વિચારો વિચારશીલોને વણખેડાયેલી દિશામાં વિચારવા પ્રેરશે તો પણ કાફી છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 96 97 98 99 100 101 102 103 104