Book Title: Sunjo re Bhai Sad
Author(s): Hitruchivijay
Publisher: Viniyog Parivar

Previous | Next

Page 104
________________ : : સુણજો રે ભાઈ સાદ - (5) 6 શ્રી ચિન્તામણિ પાર્શ્વનાથાય નમઃ 5 રાજમાન રાજશેરી , ડૉર-બેલ અને બેડરૂમ, ટી.વી. અને કી-હોલ, સ્ટેન્ડિંગ-ચિને અને ડાઈનીંગ ટેબલ, સોફા-સેટ અને ફીઝની સગવડોના સમુદાયથી પશ્ચિમ’નો ફલેટ બની શકે... પરંતુ એમાં બાર-સાખની મંગલમૂર્તિ અને પૂજાઘર, હિંચકો અને ઘોડિયું, પાણિયારું અને બાજોઠ અને એથી યે વિશેષ તો કુટુંબ-વત્સલતાનો કિલબિલાટ ઉમેરાય ત્યારે રચાય છે આર્ય મહાજનના ઘર’નો માહોલ. . અરસપરસના ગમા-અણગમાને સહન કરીને પણ સાત પેઢી એક છાપરે રહે અને એક રસોડે જમે એ પરિવારનું ઘર કેવળ ગાર-માટીની મહૂવી હોય તો પણ મહેલ બની જાય છે. ફાગણ વદની ચોથે ઘર દેરાસરથી ઊજળા બનેલા-અમારા નંવા ઘરમાં રહેવા જઈએ છીએ ત્યારે આપની સપરિવાર ઉપસ્થિતિ અને સુભાભિલાષાઓ સહન કરીને પણ સાથ નિભાવવાની’’ એ ઉજ્વળ પરંપરાને આગળ ધપાવવાનું બળ અમારામાં પૂરશે. સાધુ પુરુષોના સત્કાર, સાધર્મિકોની ભક્તિ, અતિથિઓનો આદર, દીનદુઃખિતોની યાચના-પૂર્તિ, વડીલોની સેવા અને ભૂલકાઓના સંકરણના કેન્દ્ર સમા ઘરમાં પ્રવેશની મંગલ ઘડીને આપ સૌની સાથે બપોરે બે થી ચારમાં પૂજા ભણાવીને ઉજવવાના અમને અભિલાષ છે. સ્થળ : લિ. : Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 102 103 104