Book Title: Sunjo re Bhai Sad
Author(s): Hitruchivijay
Publisher: Viniyog Parivar

Previous | Next

Page 97
________________ Jain Education International સુણો રે ભાઈ સાદ ૫ યોગ્ય રીતે આવા વરઘોડા કાઢ્યા હોય તો તેમાં બોલાવેલા લોક કલાકારો દ્વારા લોક-ક્લાનો પ્રોત્સાહન મળવા ઉપરાંત હાથી, ઘોડા, બળદોના સામાન્ય સ્થિતિના માલિકોને પોતાની રોજી-રોટી પણ મળી રહે છે. જો કોઈ વ્યક્તિ લોક-ક્લાકારોને પ્રોત્સાહન આપવાની સંસ્થા ખોલવા માટે લાખ રૂપિયાનું દાન કરે અથવા મોટા રાહેરમાં ઊછરેલાં બાળકો હાથી વગેરે પ્રાણીઓને જોઈ જાણી રાકે તે માટે પ્રાણીબાગમાં લાખ રૂપિયાનું દાન કરે તો આપણે તેને વખાણીએ છીએ. જ્યારે તેટલા જ રૂપિયા દ્વારા . વરઘોડામાં લોક કલાકારોને બોલાવવામાં આવે તેના દ્વારા આપો આપ જ. લોકકલાને પ્રોત્સાહન મળી જતું હોય કે વરઘોડામાં ફેરવવામાં આવતા હાથી જેવા પ્રાણીઓ દ્વારા વરધોડાને નીરખનારા હજારો બાળકો હાથી જેવા પ્રાણીઓના પરિચયમાં આવતા હોય તો, આપણે તેની ટીકા કરીએ છીએ. આ હકકીત પશ્ચિમની વિચારધારાનું આપણા મનોજગત પર કેટલું બધું આધિપત્ય છે, તેની સૂચક છે. લોકકલાને પ્રોત્સાહન આપનારી કે પ્રાણીબાગ જેવી પશ્ચિમમાંથી આવેલી ઔપચારીક સંસ્થાઓ (છેલ્લા બસ્સો વર્ષથી મોટા ભાગના જાહેર માધ્યમો દ્વારા પશ્ચિમની સંસ્કૃતિના પ્રત્યેક પાસાંને વખાણવા ચાલતા પ્રચારને કારણે) આપણને પણ વખાણવા જેવી લાગી જાય છે, જ્યારે લોકકલાને પ્રોત્સાહન, પ્રાણીઓનો પરિચય કે ત્યાગની પ્રતિષ્ઠા જેવા એ જ હેતુઓ પૂર્વની જીવનશૈલીના એક અંગ એવા વરઘોડાઓ દ્વારા બર આવતા હોય તો પણ ‘ખાસ કરીને મેકોલે શિક્ષણ પામી' બ્રેઈન વોશીંગ કરનારા જાહેર માધ્યમોના સંપર્કમાં આવનારા શિક્ષિતો તેની ટીકા કરતા હોય છે. ઘણીવાર એવી ટીકા કરનારાઓના મનમાં કોઈ દુર્ભાવ કે દ્વેષભાવ નથી પણ હોતો પરંતુ તેમના અજાગૃત મન પર પશ્ચિમની વિચારધારાની પડેલી. અસરને કારણે તેમનાથી આ ટીકા થઈ જતી હોય છે. કોઈ શ્રીમંત વ્યક્તિ કરોડોની સંપત્તિને છોડીને સંન્યાસ લઈ રહેલ છે તેમ કહેવાથી તેની અને સામાન્ય સ્થિતિમાં સંન્યાસ લેનારની વચ્ચે અજુગતો તફાવત ઊભો થઈ પૈસાની પ્રતિષ્ઠા થાય છે એમ કહીએ અને બીજી બાજુ મોતીલાલ નહેરુ તથા જવાહરલાલ નહેરુ જેવા લોકો કરોડોની સંપત્તિ છોડી આઝાદી કાજે આંદોલનમાં જોડાઈ ગયા તેમ કહી નહેરુ તથા બીજા સામાન્ય સ્થિતિમાં For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 95 96 97 98 99 100 101 102 103 104