Book Title: Sunjo re Bhai Sad
Author(s): Hitruchivijay
Publisher: Viniyog Parivar

Previous | Next

Page 100
________________ સુણજે રે ભાઈ સાદ સ્વસ્થાન થી ગામ.... મધ્યે બિરાજમાન રાજમાન રાજેશ્રી....જોગ, આજીવન બ્રહ્મચર્યના ઉજળા આદર્શોને અમલમાં મૂક્યા અસમર્થ બહુજનસમાજનો જીવનબાગ કમસે કમ સદાચારનાં ફૂલડાંની સોડમથી મઘમઘી ઊઠે એ માટે રાજા ઋષભ ઘડી આપેલ અણમોલ લગ્નવ્યવસ્થાને અનુસરીને વીર વિકમની સંવત ૨૦૪૦ની માઘ શુક્લા પંચમી ને સોમવારના તા. ૨૧-૧-૧૯૯૧ના રોજ ..... ... ના સુપુત્ર ચિ..... ......... ની સુપુત્રી . ચિ.... સાથે કંકુવરણા સાજન માજનની સાખે લગ્નગાંઠથી જોડાઈ ગાહ પ્રવેશ કરશે. આવા રૂડા અવસરીએ આપ સરીખા પ્રિયજનને સાગમટે નોતરું પહોંચાડતા અમારાં હૈયાં હરખે હિલોળા લે છે. આપના હેતહેવાયા, . લીલાં તોરણિયાં બંધાવો રે આંગણિયામાં માણેક થંભ રોપાવો રે... હેન શ્રી, મહાસુદી ચોથની સવારનું માળારોપણે કોકિલ કંઠે ગવાતાં ધવળમંગળ થી ગાજી ઊઠશે.. ગવાશે ગીતડાં.... જાણે વેરાશે ફૂલડાં... ગીતના સૂરમાં સૂર પૂરાવવા આપણે સ્નેહભર્યું તેડુ છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 98 99 100 101 102 103 104