Book Title: Sunjo re Bhai Sad Author(s): Hitruchivijay Publisher: Viniyog ParivarPage 96
________________ ધાર્મિક ઉત્સવો : ધનનો ધુમાડો ? - શ્રીમંત વ્યક્તિ પૂરા ઠાઠમાઠ સાથે દીક્ષા અંગીકાર કરે એવી પરંપરા પાછળ મહત્ત્વનું એક એવું કારણ રહેલું છે કે પૈસા પાછળ પાગલ બની પૈસો કમાવા માટે ગમે તેવું ખોટું કામ કરતાં ન અચકાતી વ્યક્તિઓના દિલમાં એવો.” આંચકો લાગે છે કે એક બાજુ આપણે બીજાના હક્કનું પણ અન્યાયથી ઝૂંટવી . લેવા માટે કોશિશ કરીએ છીએ જ્યારે આ વ્યક્તિ સહજપ્રાસ એવી સંપત્તિને. લાત મારીને ચાલી નીકળે છે. આમ ઠાઠમાઠ સાથે લેવાતી દીક્ષામાં પૈસાની નહિ પણ હકીકતે તો પૈસાના ત્યાગની પ્રતિષ્ઠા થાય છે. જો વધુ ને વધુ લોકો શ્રીમંત વ્યક્તિના વૈરાગ્યની વાત જાણે તો તેટલી વધુ વ્યક્તિઓના જીવનમાં કંઈક પણ વિધાયક પરિવર્તન આવવાની શકયતા ઊભી થાય છે. અને આવી જાણ વધુ વ્યક્તિઓને કરવાના પૂર્વની જીવનશૈલીના “એન્વાયરમેન્ટલી સાઉન્ડ’ અનેક રસ્તાઓમાંનો એક રસ્તો વરઘોડાનો હતો. આધુનિક જમાનામાં કાર્યક્રમોની જાણ છાપામાં જાહેરાત આપીને કરાતી હોય છે. જેમાં ન્યૂઝ પ્રિન્ટના વપરાશ દ્વારા જંગલોના નારા સુદ્ધાંને આડકતરું પ્રોત્સાહન મળે છે. જ્યારે પ્રાચીન સમયમાં આપણા દેશમાં આવા અનેકવિધ કાર્યક્રમોની જાણ લોકોને વરઘોડાઓ દ્વારા થતી હતી. વરઘોડો નીકળ્યો હોય તે જોઈને કોઈને પણ સહજપણે જિજ્ઞાસા થાય કે આ શાનો વરઘોડો છે. અને જ્યારે જાણ થાય કે કોઈ શ્રીમંત વ્યક્તિ પોતાને મળેલા ભોગનાં સાધનોનો સ્વેિચ્છાએ ત્યાગ કરી રહી છે, ત્યારે તેના દિલમાં તે ત્યાગ તરફ થોડો પણ અહોભાવ પેદા થયા સિવાય રહેતો નથી. આધુનિક જમાનાની રીત આવાત્યાગને બિરદાવવા ભારે ખર્ચ કરીને તે વ્યક્તિના ત્યાગનો તથા તેના જીવનનો મહિમા ગાતી પુસ્તિકા છાપવાની છે. આવી પુસ્તિકા છપાય તો આપણે તેને વખાણીએ છીએ. જેમાં હકીકતમાં તો કાગળોના બેફામ વપરાશ દ્વારા જંગલોના નાશ સુધીનું નુકશાન થતું હોય છે. જ્યારે જૂના જમાનાની રીત આવા ત્યાગને બિરદાવવા વરઘોડો કાઢવાની હતી કે, જેને આજે આપણે કોઈવાર પૈસાના પ્રદર્શન અને ધુમાડાના નામે વખોડી કાઢીએ છીએ. પણ હકીક્તમાં જો Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 94 95 96 97 98 99 100 101 102 103 104