Book Title: Sunjo re Bhai Sad Author(s): Hitruchivijay Publisher: Viniyog ParivarPage 94
________________ ૨૨ સુણજો રે ભાઈ સાઠ માટેની શાહીથી લઈને હસતાં મોંએ પડાવાતા ફોટાઓ માટેની ફોટોગ્રાફિક ફિલ્મ સુધીની અનેક ચીજવસ્તુઓમાં એટલો વ્યાપક વપરાશ થાય છે કે તેમાંથી સર્વથા બચવા માટે તો કારખાનાઓમાં બનેલી ચીજવસ્તુઓના બહિષ્કારનું એલાન જ વાસ્તવિક ઉપાય બની શકે તેમ છે. અહિંસાનો મહિમા આ દેશની પ્રજાના લોહીમાં એવો તો વણાઈ ગયેલો કે , હિંદુસ્તાનનાં લાખો ગામડાંઓમાં વૃદ્ધો સવારના પહોરમાં જ વાટકામાં આટો લઈને ગામના ગોંદરે આવેલા કીડીયારે લોટ પૂરવા જતા તો વળી કો’ક ગામને પાદર આવેલા નદી, તળાવ કે સરોવરમાં રહેલાં માછલાંને ખવંડાવતા. પશુને ચાર અને પંખીને જાર તો લોકજીવનમાં વણાઈ ગયેલી ચીજ હતી, બહેનો રોટલા ટીપતી વખતે પહેલો રોટલો કૂતરાનો જુદો કાઢતી. એટલે સુધી કે પાટણ, ખંભાત, વઢવાણ જેવા અનેક ગામોની પાંજરાપોળમાં જીવાતખાનાંની વ્યવસ્થા રાખવામાં આવતી અને બહેનો અનાજ વીણતી વખતે અનાજમાંથી નીકળેલ ધનેડા, ઈયળ, વગેરે જીવાતને ભૂખે તે ન મરી જાય તે માટે એક વાટકામાં થોડુંક અનાજ નાખી સાચવી રાખતી. મહાજનનો માણસ નિયત દિવસોએ ઘરે ઘરે ફરીને એક ડબ્બામાં તે વાટકામાંના અનાજ સાથે જીવાત ઉઘરાવી લઈને પાંજરાપોળમાં આવેલ જીવાતખાનામાં અનાજની વચ્ચે સાચવીને મૂકી રાખતો જેથી અનાજનાં ધનેડાં પણ સુખપૂર્વક પોતાનું શેષ જીવન પસાર કરી શકે. અનાજમાં રહેલાં ધનેડાંની પણ જે દેશમાં આટલી કાળજી રાખવામાં આવતી તે દેશમાં જીવતાજાગતા માણસોને પણ ધનેડાંની જેમ જીવતા ઉડાવી દેવામાં આવે છે તેવી પરિસ્થિતિનું સર્જન કેમ થયું છે તેનું રિસર્ચ’ શાણા માણસોએ કરવાનો સમય પાકી ગયો છે. * વર્ષો પહેલાં મુંબઈમાં રામન રાઘવન નામનો એક કુખ્યાત ખૂની થઈ ગયો. કહેવાય છે કે તેના માથા ઉપર એવું પાગલપન સવાર થઈ ગયેલું કે માણસને દેખે ત્યાં એને માણસને મારી નાખવાનો હડકવા ઉપડતો. અંગ્રેજોની વિદાય પછી સત્તાના સિંહાસનો પચાવી પાડનાર આ દેશના સવાઈ અંગ્રેજોને પણ “મારો-કાપો'નું એક પાલગપન લાગું પડ્યું છે. તેમની આર્થિકસામાજિક-રાજકીય નીતિઓના પાપે આજે આ દેશમાં ચારે બાજુ ‘મારોકાપોના જ જાણે કે નાદ સંભળાઈ રહ્યા છે. માથામાં જૂ માસે, પથારીમાં માંકડ મારો, રસોડામાં વાંદા મારો, પોસ્ટ્રી ફાર્મમાં મરઘાં મારો, Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104