Book Title: Sunjo re Bhai Sad
Author(s): Hitruchivijay
Publisher: Viniyog Parivar

View full book text
Previous | Next

Page 89
________________ અહિંસાદેવીની હૃદયમંદિરમાં પ્રતિષ્ઠા ; સમગ્ર જીવસૃષ્ટિને “અભયના દાનની ઘોષણાનો પડઘો વગડાવાના ઘોડા’ જેના ઘટમાં ન થનગને તેનું નામ યુવાન જ નહિ. પરંતુ વિશ્વવ્યાપી હિંસાના તાંડવને ‘ક જાવ’નો આદેશ આપવા માત્ર બાંયો ચડાવવાથીમૂઠી ઉંગામવાથી કે લોહી ઉકાળવાથી જ ચાલે તેમ નથી. આપણી સામે ખડી થયેલી હિંસાની દીવાલનો ભાંગીને ભુક્કો કરવો હોય તો તે દિવાલ ઉપર આડેધડ મુક્કા મારવાથી કામ નહિ થાય. એમ કરવાથી તો ઉપરથી આપણી મૂઠી તૂટી જાય, દીવાલને તોડવાના કામમાં બળ કરતાં વધુ જરૂર તો કળની છે. પર્યુષણના આઠ દિવસો કતલખાના બંધ રાખવાની ભીખ સરકાર પાસે માંગવામાં, શેત્રુજી ડેમમાં માછલાં મારવા પર પ્રતિબંધ મૂકવાની માગણી કરવામાં કે મહાવીર જન્મના એકલદોકલ દિવસોમાં બંધ રહેતા કતલખાનાઓની જાહેરાત કરીને હરખાવવામાં અહિંસાધર્મની ઈતિથી નથી આવી જતી. હિંસા-અહિંસાનો પ્રશ્ન વર્તમાન યુગમાં મોટા ભાગના લોકો સમજે છે તેના કરતાં ઘણો વધુ ગૂંચવાયેલો છે. હિંસાનો આ રોગ આટલો કેમ વકર્યો છે એના કારણો જાણ્યા વિના એની ચિકિત્સા કરવામાં ઘણીવાર ઊંટવૈદું થઈ જવાની પૂરી સંભાવનાઓ રહેલી છે. જ્યારે એકવાર એ રોગનું વાસ્તવિક નિદાન કરી લેવામાં આવે તો પછી આયુર્વેદના ‘નિદાન પરિવર્જનમ્ના સૂત્રાનુસાર રોગનાં કારણોને દૂર કરવાથી રોગ આપમેળે જ દૂર થઈ જશે. . સરકાર પાસે જ્યારે જ્યારે ક્તલખાનાં કે હિંસા બંધ કરવાની વાત કરવામાં આવે છે ત્યારે મેકોલે પદ્ધતિનું શિક્ષણ પામેલા મોટાભાગના અર્ધદગ્ધ સરકારી અધિકારીઓ એકનું એક ગાણું ગાતા હોય છે કે “કતલખાનાં પર પ્રતિબંધ મૂક્વાથી કસાઈઓનો ધંધો પડી ભાંગે છે અને તલ તથા માંસાહાર તો પહેલાંના જમાનામાં પણ થતાં હતાં તો તમે માંસાહારીઓ ઉપર માંસાહાર ન કરવા બળજબરી કેમ કરી શકો ?' Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104