Book Title: Sunjo re Bhai Sad
Author(s): Hitruchivijay
Publisher: Viniyog Parivar

Previous | Next

Page 84
________________ સુણજો રે ભાઈ સાદ - વર અને કન્યાને મારીને પણ પોતાનું તરભાણું ભરવામાં માનનારા રાજકારણીઓ સુરતના એક છાપામાં નર્મદાની બીજી બાજુ લખનાર સરકારી નોકરી કરતી યુવતી ઉપર ડિસમિસલનો ભય બતાવી માફી મંગાવવાનો પ્રયત્ન કરે તથા ક્યાં રાજા ભોજ અને ક્યાં ગાંગો તેલીની કહેવતને યાદ અપાવતા યુવા કોંગ્રેસના ગુંડાઓ વિરોધનો સૂર ઉઠાવનાર પુરુષોત્તમ માવલંકર જેવા રાજપુરુષના ઘરે ઘેરાવ કરવાની વાત કરે તેમાં કાંઈ આશ્ચર્ય પામવા જેવું નથી. પરંતુ ગુજરાતના જાહેર જીવનના અગ્રણીઓએ તથા અમદાવાદ-મુંબઈની ચોથી જાંગીરે અવસર પ્રમાણે ઊંચેરા ઊઠી સરકારી પ્રચારનો ભાંડો ફોડી નાખી ગુજરાતને આત્મઘાતના ઓવારેથી પાછું વાળવાની વેળા પાકી ગઈ છે. • આજની પળે ગુજરાત માટે તો એમ કહેવાનું મન થઈ જાય છે કે નર્મદાઈઝધ ઓપિયમ ઓફ ધી માસીઝ.' પરંતુ નર્મદા બંધની ગુલબાંગો પોકારી ‘ગુજરાતના મસીહા બનવા નીકળી પડેલા અને ‘નમામિ દેવી નર્મદે'નો બગભગતિયો પાઠ કરી જે દસ પંદર વર્ષ મળ્યા ત્યાં સુધી પોતાની ખુરશીનો મજબૂત બંદોબસ્ત કરી લેવાના કોડ સેવતા રાજકારણીઓ તેમની ગણતરીમાં માત્ર એક જ ભૂલથાપ ખાઈ ગયા છે. તેમને ખબર નથી કે તમે બધા માણસોને ઘણા સમય સુધી મૂર્ખ બનાવી શકો છો, કદાચ ઘણા માણસોને બધા સમય સુધી મૂર્ણ બનાવી શકો છો, પરંતુ બધા માણસોને બધો સમય મૂર્ખ બનાવી રાતા નથી. હકીક્તમાં તો ચીમનભાઈ પટેલ જેવા રાજકારણના દાવપેચના નિષ્ણાત મુત્સદ્દીએ પણ ‘નર્મદાનો વિરોધ કરીશું તો ગુજરાતની પ્રજા વીફરરો’ના ભ્રમમાં રાચવાની જરૂર નથી. જો હકીકતમાં એવું જ હોત તો નર્મદા યોજનાની બાબતમાં ઢીલાં પોચાં વિધાનો કરનારાં મેનકા ગાંધીના પક્ષને ૨૩ સીટો આપવાને બદલે નર્મદા યોજનાનો કક્કો ખરો કરવા ગોબેલ્સને પણ શરમાવે તેવા જુઠા પ્રચારોનો આશરો લઈ ગુજરાતની પ્રજાને ઊઠાં ભણાવનાર કોંગીને જ ગુજરાતની પ્રજાએ મતોના દરિયામાં ડુબાડી દીધી હોત. વાસ્તવમાં તો વિરોધ પક્ષના નેતા તરીકે તેમની ફરજ તો નર્મદા યોજનાના બાંધકામમાં અત્યારથી જ ચાલતાં કૌભાંડોનો પ્રગટ કરવાની છે. બંધના સ્થળે સુરંગ દ્વારા પથ્થર ફોડવાની મજૂરી સોફટ રોક અને હાર્ડ રોકની જુદા જુદા દરે ચૂકવાતી હોય છે. સોફટ રોકને ફોડીને ચોપડે હાર્ડ રોકની મજૂરી લખી લાખો રૂપિયા ચવાઈ ગયા હોવાની બાબત નર્મદા નિગમમાં કામ કરનાર અધિકારીઓ દ્વારા જ જાણવા મળી હોવાનું ગુજરાતના એક ઈ-વેસ્ટિગેટિવ પત્રકારે લખ્યું છે. નર્મદા કિનારે આવેલા ચાણોદના વતની Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104