Book Title: Sunjo re Bhai Sad Author(s): Hitruchivijay Publisher: Viniyog ParivarPage 83
________________ સુણજો રે ભાઈ સાઠ ગુજરાતની પ્રજાએ તેમનામાં મૂકેલા વિશ્વાસને સાર્થક કરી બતાવવાની જાહેર અપીલ તેમને કરવાનું મન થાય એવું છે. બનાસકાંઠા-મહેસાણાની ભૂગોળથી પરિચિત દરેક વ્યક્તિ જાણે છે કે આ બન્ને જિલ્લાના રાધનપુર-કાંકરેજ-સાંતલપુર-સમી-હારીજ જે ઓછા વરસાદવાળા તાલુકાઓ વરસાદની અછત છતાં પણ ઉપરવાસમાંથી મબલખ પાણી રેલાવતી બનાસને કારણે હજારો મણ ઘઉં-ચણા પક્વતા, કે જે ઘઉંચણાના વેપારથી હારીજનું પીઠું ધમધમતું. પાટણ તાલુકાના ધારાસભ્યના સિંચાઈપ્રધાન તરીકેના કાળ દરમિયાન બનાસ ઉપર દાંતીવાડા બંધ બાંધી તેનું પાણી નહેરો વાટે પાટણ જેવા વધુ વરસાદવાળા પ્રદેશોમાં વાળી લઈ તેમને રોકડિયા પાક ઉગાડતા કરી બનાસકાંઠા-મહેસાણાના હેઠવાસના હજારો મણ ઘઉં પકવતા-ખેડૂતોને પાણીના પ્યાલા માટે વલવલતા કર્યા. આમ, ત્યાં પાણીની કૃત્રિમ અછત એક બંધ દ્વારા ઊભી કરીને તેને બીજા બંધ દ્વારા ઉકેલવાની વાત કરનારા રાજકારણીઓ એટલું સમજી લે કે તમારા રાજમાં આસમાને પહોંચેલા બદામના ભાવોને કારણે લોકોની બુદ્ધિ થોડીક ઘટી હશે, સાવ બહેર નથી મારી ગઈ. નર્મદા બંધ બાબતમાં “અહો રૂપમ્ અહીં ધ્વનિ’નો પોકાર કરનારા ગુજરાતી પત્રકારમિત્રોને કહેવાનું મન થાય છે કે એક વાર દાંતીવાડા બંધના હેઠવાસનાં ૨૦૦ ગામડાંઓની હાલત નજરે જોઈ આવે અને હું ખાતરી આપું છું કે સંવેદનાનો એક અંશ પણ જો બચ્યો હશે તો તેઓ બંધ દ્વારા નંદનવન સર્જવાની વાત ઊંઘમાં પણ નહિ ઉચ્ચારે. ગુજરાત સરકારની નરઘોળ નફટાઈની પરાકાષ્ઠા તો ત્યાં જ છે કે “અમને ઉધાર નર્મદા નહિ જોઈએ, અમને અમારી રોકડી બનાસ પાછી આપો’ના ત્યાંના ૨૦૦ ગામડાંના બેહાલ ખેડૂતોના પોકાર અને ‘તો અમે દાંતીવાડા ડેમ તોડી નાંખીશુંના પીઢ સર્વોદયી આગેવાન ચુનીભાઈ વૈધ જેવાના આકોશને અવગણી આ સરકારે એ જ બનાસ નદીને હેઠવાસમાં મળતી સીપુ નદી પર બીજો બંધ બાંધી રહી છે કે જેથી પેલાં ૨૦૦ ગામડાંઓને મળતું ચાંગળું પાણી પણ અટકી જાય. ઓ અમારા વહાલા દેશી અંગ્રેજે, તમારા સિંચાઈ ખાતાના અધિકારીઓને કામના અભાવે બેકાર બનવું પkતું હોય તો અમે તેમને પેલા વાર્તામાંના જીનની જેમ દાદર ચડ-ઊતર કરવાનો પગાર આપીશું. પણ તેમનું કામ ચાલુ રાખવ. પ્રજાનાશની આવી નિતનવી યોજનાઓ અમારે માથે શું કામ મારો છો માબાપ ! આવી રીતે પ્રજાને નષ્ટ કરીને વસતિઘટાડો કરવાનો તમારો ઈરાદો હોય તો પેલો બિચારો માલ્યુસ પણ તેની કબરમાં શરમનો માર્યો ઊંધું મોં ઘાલી દેશે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104