Book Title: Sunjo re Bhai Sad
Author(s): Hitruchivijay
Publisher: Viniyog Parivar

View full book text
Previous | Next

Page 85
________________ સુણજે રે ભાઈ સાદ અમદાવાદના એક નખશિખ સૌજન્યમૂર્તિ વૈદ્યરાજે મને અંગત વાતચીતમાં એક વાર કહેલું કે “અમે તો રોજ સવારે ઊઠીને ભગવાનને પ્રાથના કરીએ છીએ કે નર્મદા બંધ કયારેય ન બને.’ સાશ્ચર્ય પૂછયું કેમ ?” ત્યારે તેમણે જવાબ આપ્યો કે “બંધના સ્થળેથી સિમેન્ટની જેટલી ટ્રકો ઈતી હોય તેટલી તમને અપાવી દઉ. આમ, દૂકબંધ સિમેન્ટ જ્યારે પગ કરી જતી હોય અને તેના સ્થાને ભળતું જ મટીરિયલ વપરાતું હોય ત્યારે મોરબી હોનારતની યાદ આવતાં મને કમકમાટી વછૂટી જાય છે કે ભ્રષ્ટ તંત્ર દ્વારા બંધાયેલો આવો હલકી કક્ષાનો બંધ ફાટશે તો ગુજરાતનું થશે શું ? સમગ્ર વિરોધ પક્ષ ચકોર નજરે સરદાર સરોવરના કળણમાં ઊંડો ઊતરે તો બોફોર્સ જેવા મગરમચ્છો નહિ તોય મિની-બોફોર્સનાં માછલાં તો ઘણાં મળી રહે. ગરીબ ગુજરાતની રાંક પ્રજા છાપાના અક્ષરને ભગવાનનો શબ્દ માની લઈને સ્વીકારે છે અને કમનસીબે ગુજરાતનાં છાપાંઓએ નર્મદાની બાબતમાં સ્વૈચ્છિક સેન્સરશિપનો સ્વીકાર કર્યો હોવાથી ગુજરાતની પ્રજાને “ગુજરાતની જીવાદોરી’ અને ‘ગુજરાતના હિતશત્રુઓ જેવા બે-ચાર ચવાઈ ગયેલા શબ્દપ્રયોગો સિવાય બીજું કાંઈ વાંચવા મળતું નથી. હકીકતમાં તો લોકશાહીની ચોથી જાગીર” અને “રાઈટ ટુ નો’ની મોટી મોટી વાતો કરનારાં ગુજરાતી છાપાંઓએ નર્મદા નિગમના કરોડોના બજેટનો ગેરલાભ ઉઠાવી લાખો પુસ્તિકાઓ અને છાપાંઓમાં અર્ધા–અર્ધા પાનાની જાહેરખબરો (અર્ધા પાનાની જાહેર ખબર અને ‘અર્ધ-સત્ય’ વચ્ચે કોઈ સંબંધ હશે ?) દ્વારા અર્ધસત્યો પીરસનાર નર્મદા નિગમની સાથે પોતાનો પક્ષ રજૂ કરવા ફરફરિયું છાપવા માટે પણ જેમને પાંચ- પંદર રૂપિયાનો ફાળો કરવો પડે છે તેવી મેઘા પાટકર જેવી આદર્શઘેલી યુવતીઓની પડખે ઊભા રહેવું જોઈએ. નર્મદા નિગમના પ્રચાર પડઘમના સૂરમાં સૂર મિલાવ્યા વિના જાત-અભ્યાસ કરીને જો ગુજરાતી પત્રકારો લખવા માંડે તો લોકોને એ વાતની જાણ થશે કે સૌરાષ્ટ્ર અને કચ્છને નંદનવન બનાવી દેવાનો જે જુકો પ્રચાર થઈ રહ્યો છે તે માત્ર પ્રજાને ઉલ્લુ બનાવી નર્મદા યોજનાના બહાને પોતાની ખીચડી પકાવવા માટે જ છે. બનાસકાંઠા અને મહેસાણાનાં અછતગ્રસ્ત વિસ્તારને નર્મદાનાં પાણી પહોંચાડવાની વાત તો લોકોને ઉલ્લુ બનાવવાની સઘળી તરકીબોમાં શ્રેષ્ઠ તરકીબનો એવોર્ડ મેળવી શકે તેટલી રસપ્રદ છે. (સમકાલીન, ૨ ફેબ્રુઆરી, ૧૯૯૧) Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104