Book Title: Sunjo re Bhai Sad
Author(s): Hitruchivijay
Publisher: Viniyog Parivar

Previous | Next

Page 77
________________ સુણજો રે ભાઈ સાઠ નવાઈભર્યું પણ નથી, પરંતુ ખરી નવાઈ તો તે વાતની થાય છે કે દિ’ ઉગ્યે આવા સરકારી અન્યાયોને જોતા અને તેનો નિષ્ફળ પ્રતિકાર કરવા મથતા લોકો પણ સરકાર નર્મદા બાબતમાં પોતાનાં વચનો પાળો’નો ઠાલો આશાવાદ હોંશે હોંશે સેવી રહ્યા છે. અંગ્રેજીમાં એક રૂઢિપ્રયોગ છે “ઈફ વીશીઝ વેર હોર્સીઝ... (જો ઈચ્છાઓ અશ્વો હોત...)” હકીક્તમાં તો જેમને પાણી મળવાનું છે તેવા અમદાવાદ, ખેડા, વડોદરા અને ભરૂચ જિલ્લાના સમૃદ્ધ ખેડૂતો પણ નર્મદાનું પાણી મેળવી તમાકુકપાસના રોકડિયા પાક, બનાવટી ખાતરો અને જંતુનારાકોના રવાડે ચડી જઈ “ભીના દુષ્કાળના વિષચક્રમાં સપડાઈ વિનાશ જ નોતરવાના છે, પરંતુ તેમને પતંગિયાની જેમ નર્મદા-જ્યોતની.ઝાક-ઝમાળમાં કૂદી પડી નાંશ નોતરવો જ હોય તો તેમની પસંદગી તેમને મુબારક. આપણે તો નર્મદા નિગમ પાસેથી એટલી જ અપેક્ષા રાખીએ કે ગુજરાતની પ્રજાને ઘેનમાં રાખવા માટે કચ્છસૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતને પાણી પહોંચાડવાની વાહિયાત વાતો કરશો મા ! જ્યારે જ્યારે નર્મદાની વાત નીકળે ત્યારે બીજી એક વાત પણ અચૂક સાંભળવા મળે કે “આટલું બધું પાણી આપણને કશાય કામમાં આવ્યા વિના વેડફાઈ જાય તે કેમ પોસાય ? દરિયામાં નકામા વહી જતા પાણીને રોકવા આવી યોજના થતી હોય તેમાં આટલો બધો ઘોંધાટ શીદને ?” કુદરતની વ્યવસ્થાના ઘોર અજ્ઞાનમાંથી ઊભો થતો આ તર્ક છે એમાં રહેલી તર્મક્ષતિ તરફ નજર કરતાં પહેલાં મને વિનોબા ભાવેની એક ચાક્તિ યાદ આવી જાય છે. છેલ્લા બસો-ત્રણસો વર્ષની ભૌતિકવાદી-ભોગવાદી વિચારસરણીના પરિણામે માણસ આજે એવું માનતો થઈ ગયો છે કે દુનિયામાં જે કાંઈ પૃથ્વી, પાણી, વનસ્પતિ વગેરે છે તે બધું માણસને ભોગવવા માટે જ સર્જાયેલું છે આવી ગેરસમજને પરિણામે તેમની–ભૂલનયાત્રા દરમ્યાન કોઈ સભામાં વિનોબાને પૂછવામાં આવેલ કે “આ ગાય, ભેસ તો આપણને દૂધ આપે છે. બળદ આપણને ખેતીના કામમાં આવે છે એટલે ભગવાને તેમને બનાવ્યાં છે તે તો જાણે સમય પણ આ વાધ-સિંહને ભગવાને શા માટે બનાવ્યા હો?'' પોતાના હાજરજવાબી ચબરાધ્યિાપણા માટે જાણીતા વિનોબાએ પોતાની આગવી રોલમાં પ્રત્યુત્તર વાળ્યો: “આ સૃષ્ટિમાં જે કાંઈ છે તે માણસજાતના ઉપભોગ માટે જ છે એવી ગેરસમજ આપણે ન કરી બેસીએ એ માટે ભગવાને તેમને બનાવ્યા છે !' દરિયામાં વહી જતા પાણીને Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104