Book Title: Sunjo re Bhai Sad
Author(s): Hitruchivijay
Publisher: Viniyog Parivar

Previous | Next

Page 78
________________ -- - - - - - - - - - - --- -- - - - -- - - - - - - - - સુણજો રે ભાઈ સાદ . જોઈજોઈને દુઃખી દુઃખી થઈ જતા અને તેને વેડફાતું' માની લેવાની ભૂલ કરીબેસતા મિત્રોની જાણ માટે રશિયાના આરલ સમુદ્રનો દાખલો આંખ ઉઘાડનારો છે. અમદરિયા તથા સીરદરિયા નામની બે નદીઓ આદમ અને ઈવના જમાનાથી રશિયાના ઓરલ સમુદ્રમાં ઠલવાતી. પરંતુ નકામા વહી જતા પાણીનો ઉપયોગ કરી લેવાના ઉત્સાહમાં રશિયન સરકારે આ બંને નદીઓ પર બંધ બાંધી લેતાં આરલ સમુદ્રમાં ઠલવાતો વિપુલ જળપ્રવાહ અટકી ગયો. પાણીનો “આવરો' (આવક) ઓછો થઈ જવાને કારણે જે બંદર પાણીની છોળથી છંટાતું તે પાણીના કિનારાથી ત્રીસ કિલોમીટર દૂર પડી ગયું છે. આરલનું પાણી આઠ ટકા ઘટી ગયું છે તથા તેના જળાશયનું કદ ચાલીસ ટકા ઓછું થઈ ગયું છે. પરિણામે તેત્રીસ જાતની માછલીઓથી ઉભરાતા આ સમુદ્રમાં હવે માત્ર ત્રણ જ જાતો બાકી બચી છે. ખરી ખૂબી તો એ થઈ છે કે બંધ બાંધ્યો સિંચાઈ કરવા અને અનાજનું ઉત્પાદન વધારવા પણ સમુદ્ર કોરો થતાં રણમાં જેમ રેતીની ડમરીઓ ઊડતી હોય છે તેમ અહીં મીઠાની વિનાશક ડમરીઓ ઉડે છે અને વર્ષે એક હેકટર દીઠ અર્ધાટન મીઠું જમીન ઉપર પાથરે ' છે. કોઈ ખેતી કે પાક આટલી ખારાશે ખમી શકે નહિં. વળી સમુદ્રમાં ઠલવાતાં જળ જે હવામાનને નિયંત્રણમાં રાખતાં તે અદશ્ય થતાં હવામાનમાં ગરમી ને ઠંડી બેય વધવાથી "બાવાના બેય બગડ્યા” જેવી સ્થિતિ પેદા થઈ છે. ન્યૂટન અને આઈન્સ્ટાઈન જેવા ધુરંધર વૈજ્ઞાનિકો જ્યારે પોતાને “કુદરતના વિસ્મયભર્યા અફાટ સમુદ્રના કિનારે છીપલા વીણતાં બાળક જેવા “ગણાવે અને “દરિયાના પેટાળમાં પડેલાં મોતીનો તાગ પામવાનું પોતાના ગજા બહારનું હોવાનું ગણાવે ત્યારે ગમે તે ઓલિયો માલિયો કુદરતની સ્વયંસંપૂર્ણ રચના સામે અવરોધ ઊભો કરી કુદરત પર વિજય મેળવવાની અને તે દ્વારા માનવજાતને સુખી કરવાની વાત કરે ત્યારે તેની ઉપર ગુસ્સો કરતાં દયા વધુ આવે છે. દરિયાના ખારા પાણીને અંદર ધકેલી દેવાનું કામ કરતા, તેનો સુંદર દાખલો “ઘરનો જોગી જોગટો'ના ન્યાયે જેની કિંમત આંક્વામાં આપણે નગુણા નીવડ્યા છીએ તે પોરબંદરની ધરતીના સપૂત સ્વ. વેણીરાંકર મુરારજી વાસુએ નોધેલ છે. સૌરાષ્ટ્રના મહુવા બંદરમાં સમુદ્રની નીચે મીઠા પાણીના પ્રવાહો વહેતા. જેના પરિણામે જ્યારે ઓટના કારણે દરિયાનાં પાણી ઓસરી જાય ત્યારે ખુલ્લી થતી દરિયાની જમીનમાંથી નીકળતા મીઠા પાણીના અંત સુધી દૂરદૂરથી લોકો એ પાણીમાં સ્નાન કરવા આવતા. વિશ્વબેંક કે યુરોપ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104