Book Title: Sunjo re Bhai Sad Author(s): Hitruchivijay Publisher: Viniyog ParivarPage 76
________________ ६४ સુણજો રે ભાઈ સાઠ ઉપરવાસમાં દાંતીવાડા બંધ બાંધી આ તાલુકાઓની નદીના પાણીમાંથી વંચિત કરી દઈ દુષ્કાળગ્રસ્ત બનાવી દીધા અને હવે તે જ તાલુકાઓને નર્મદા પાણી પહોંચાડી તેમનો દુષ્કાળ ફેડવાની ડાહીડમરી વાત આપણી સરકાર કરી રહી છે. અક્ષરજ્ઞાન ન પામેલા આપણા ગામડાના ખેડૂતો કોઠાસૂઝે ધીંગા હોય છે. ઓછું ભણેલા પણ ઝાઝું ગણેલા આ ખેડૂતો નર્મદાના પાણીના ઉધાર વાયદાથી ભોળવાઈ જાય તેમ નહોતા. તેથી બનાસના પાણીથી વંચિત રહેલા આ ૧૯૨ ગામડાની પ્રજાએ એક સૂત્ર આપ્યું છે કે “અમને અમારી રોકડી બનાસ પાછી આપો. ઉધાર નર્મદાનો અમને ખપ નથી.''. અધૂરામાં પૂરું નીચેવાસનાં આ ૧૯૨ ગામડાંઓને બંધની હેઠવાસમાં બનાસને મળતી સીધુ નામની એક નાનકડી નદીનું જે ચાંગલુ પાણી મળતું તે પણ રોંકી દેવા આ નઘરોળ સરકારી રાજ સીપુની ઉપર પણ હાલ એક બંધ બાંધી રહી છે. કમસે કમ આ સીપુ બંધનું કામ તાત્કાલિક રોકી દેવાની ત્યાંની રાંક પ્રજાની ન્યાયી માગણી પણ “સો તેરી રામદુહાઈ ઓર એક એક મેરી ઉહું'ના ન્યાયે બહેરા કાને અથડાઈ પાછી ફરી છે. ૧૯૪૭ પછીની અત્યાર સુધીની ૧૫૫૪ સિંચાઈ યોજનાઓનો કડવો અનુભવ સ્વીકારતા અને છતાં પણ ‘નર્મદા યોજનામાં બધુ સમુસુતરું પાર ઊતરરો’ના વિશગુલ થીન્કીંગ’માં રાચતાં અને પર્યાવરણવાદીઓને સરકારી વચનોમાં વિશ્વાસ રાખવાની સૂફિયામણી સલાહ આપતા નેતા-મંત્રીઓના ગઠબંધનને મારે કહેવું છે કે એક વાર સીપુદાંતીવાડાના હળાહળ અન્યાયને અટકાવવા માટે સરકારને સમ્મત કરી જુએ અને પછી સરકાર પર શ્રદ્ધા રાખવાની વાત કરે ! “ચાલો બહેનો, દીકરી વહુ, બનાસ લેવા દોડો સહુ’, ‘સાદી સીધી એક જ વાત, અમારે જોઈએ બનાસ માત’ અને ‘એક બે ત્રણ ચાર, બનાસ પાણી લીધે પાર’નાં સૂત્રો પોકારતા ગ્રામજનો જ્યારે ઢોલ સાથે સરઘસાકારે નીકળી ‘‘જનમ જનમક નાતા હૈ, બનાસ હમારી માતા હૈ'દના પોકાર કરે ત્યારે બરોડા યુનિવર્સિટીની લેચરરની પોસ્ટ છોડી દાંતીવાડાગ્રસ્ત ગામડાંઓમાં લોક સંગઠન માટે ધૂણી ધખાવીને બેઠેલ રાજુ પુરોહિતનો એક વર્ષનો નાનકડો પુત્ર રુચિર પણ તાનમાં આવી જઈ લોકોની સાથે સાથે પોતાનો હાથ ઊંચો કરી “બનાસ હમારી માતા હૈ” ઉચ્ચારવાની કોશિરા કરે ત્યારે ભલભલાની આંખમાં આંસુ આવી જાય, પણ દાંતીવાડા બાબતમાં આપેલી લેખિત ખાતરીઓનું ઉલ્લંધન કરનાર ‘પગાર રાજ'ના પેટનું પાણીયે હાલતું નથી. લોકશાહી અને બહુમતવાદના આધારે ચાલતી રાજ્ય સરકારોના આવા વલણમાં છે કે આમ જોઈએ તો કાંઈ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104