Book Title: Sunjo re Bhai Sad
Author(s): Hitruchivijay
Publisher: Viniyog Parivar

Previous | Next

Page 75
________________ સુણજો રે ભાઈ સાદ __________ _*_ . ૬ પાનાની જાહેરખબરોનો પ્રતિકાર કરવાનો એક માત્ર વિકલ્પ ભિન્ન મતવાદીઓ પાસે વર્તમાનપત્રોનો છે. ગુજરાતની પ્રજાના કમનસીબે વિચાર સ્વાતંત્ર્યની મોટી મોટી વાતો કરનારા અને પીડિતોની અનુકંપાનાં ગાણાં ગાનારાં ગુજરાતી છાપાઓએ પણ નર્મદાના પ્રશ્ન મગજનાં કમાડ બંધ કરી નાખ્યાં હોવાથી બીજી બાજુ રજૂ કરનારા એક્લદોકલ છાપાઓના માધ્યમ દ્વારા જ અવારનવાર એકએક જૂઠાણાનું પોસ્ટ-મોર્ટમ કરીને સત્ય બહાર લાવી શકાય. ‘કચ્છ-સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતની સૂકી ધરતી નર્મદા યોજનાના રૂડા પ્રતાપે નંદનવન બની જશે’નું ગાણું વર્ષો નહિ, દાયકાઓથી ગવાય છે પણ એ ગાણું ગાનારા.અને સાંભળનારા ઘડીભર થોભીને નર્મદા નિગમ આણિ મંડળી દ્વારા બહાર પાડવામાં આવેલ સત્તાવાર પુસ્તિકા ઉપર નજર ફેરવશે તો પણ તેમને ખ્યાલ આવી જશે કે સૌરાષ્ટ્રના કુલ છ જિલ્લામાંથી જામનગર, અમરેલી અને જૂનાગઢ જિલ્લાના તો સમ ખાવા પૂરતા એકાદ ગામડાનેય નર્મદાનું પાણી મળવાનું નથી. જ્યારે રાજકોટ જિલ્લાના કુલ ૧૩ તાલુકામાંથી માત્ર બે તાલુકાના તથા ભાવનગર જિલ્લાના કુલ ૧૨ તાલુકામાંથી પાંચ તાલુકાના કેટલાંક ગામડાંઓ સુધી જ નર્મદાનું પાણી પહોંચશે અને તે પણ આજ સુધીની બધી યોજનાઓમાં જે રીતે અર્ધથી કામ પડતાં મૂકવામાં આવ્યાં છે તે રીતે નર્મદા યોજના પણ અર્ધથી પડતી ન મુકાય તો. આમ, જે સૌરાષ્ટ્રના ૬૯ તાલુકામાંથી ૫૬ તાલુકા (૮૧%)ને પાણીનું એક ટીપું ન મળવાનું હોય તે સૌરાષ્ટ્રને નંદનવન બનાવી દેવાની વાત કરવાની હિંમત ‘ગોબેલ્સ’ ની પણ ચાલી હોત કે કેમ તે એક સવાલ છે. એવી જ રીતે કચ્છની પણ તદ્દન નાની સાંકડી પટ્ટીને જ પાણી પહોચાડવાની સત્તાવાર યોજના છે. બનાસકાંઠા અને મહેસાણાના દુષ્કાળગ્રસ્ત વિસ્તારોને પાણી પહોંચાડવાની વાત તો ‘અપને આપ મેં એક કિસ્સા' જેવી છે. બનાસકાંઠાના રાધનપુરકાંકરેજ - સાંતલપુર અને મહેસાણાના સમી-હારીજ જેવા તાલુકા ઓછા વરસાદવાળા તાલુકા છે. પરંતુ ઉપરવાસથી પુષ્કળ પાણી લઈ આવી આ તાલુકાનાં ખેતરો રેલાઈ દઈ હજારો મણ ઘઉં-ચણાનો પાક પકવતી બનાસને કારણે આ તાલુકાના ખેડૂતો સુખે જીવન વિતાવતા અને મેઘરાજાને પડકાર ફેકતા હોય તેમ કહેતા કે ““બાપ (મેઘલો બાપ) ન આવે તો કંઈ નહિ. માં (બનાસમાતા) અમને ભૂખ્યા નહીં રહેવા દે.” કહેવાતા કલ્યાણરાજ્યની બેધાયંટુ નીતિઓના એક નાદર નમૂના રૂપે આ બનાસ નદી Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104