Book Title: Sunjo re Bhai Sad
Author(s): Hitruchivijay
Publisher: Viniyog Parivar

Previous | Next

Page 74
________________ નર્મદાની નહેરોમાં શું વહેશે ? નર્મદાનું પાણી કે, ગુજરાતની પાછળથી પસ્તાયેલી. પ્રજાનાં આંસુ ! ઓસ્ટ્રેલિયામાં બનેલી બાળકો માટેની એક કાર્ટુન ફિલ્મ ત્યાંનાં બાળકોમાં ખૂબ જાણીતી બની છે. તેમાં ત્યાંની એક નદી પર બંધાનારા બંધની કાલ્પનિક વાત વિષયવસ્તુ તરીકે છે. મોટા-મોટા પશુ-પક્ષીઓથી માંડીને નાનામાં નાના જીવજંતુઓ સુધીના સૌ કોઈ આ બંધના સ્વરૂપે સામે આવી ઊભેલા રાક્ષસના આક્રમણને કેમ ટાળવું તેના વિચાર-વિનિમય માટે ભેગા થાય છે. પરંતુ લેક્સિકોગ્રાફરને માનવતા અને પાશવતાના અર્થો ઊલટાંસૂલટા કરી નાખવા મજબૂર કરે તેવી આધુનિક માનવીની મનુષ્યતર જીવસૃષ્ટિ પ્રત્યેની રાંસ નિર્ધ્વસતા સામે તેમની કોઈ કારી ન ફાવતાં, તેઓ ગેરીલા પદ્ધતિના આંકમણની રીત અપનાવી, તેમનામાંની જં એક વહાઈટ એટ્સ (જંગલી કીડીઓ)ની એક જંગી ટુકડીને બંધની દીવાલની અંદરથી ખાઈ જઈને ખોખલી બનાવી દેવાની કામગીરી સોંપે છે. ફલતઃ ઉઘાટનના દિવસે જ અંદરથી સંપૂર્ણપણે ખોખલો બની ગયેલો બંધ તૂટી પડે છે અને આમ, જગતના ધણિયામાં’નો રોલ ભજવનાર આધુનિક માનવની હાર થાય છે. બાળકો માટેની આ કાલ્પનિક કાર્ટૂન ફિલ્મ એક બાજુ ‘વિશાળે જગવિસ્તારે નથી એક જ માનવી’ની વાત પ્રતીકાત્મક રીતે કહી જાય છે. તો બીજી બાજુ છેલ્લા બેએક દસકામાં દુનિયાભરમાં આવેલી પર્યાવરણ વિષયક જાગતિનો પણ આછો અંદાજ આપી જાય છે. હિટલરના પ્રચારમંત્રી ગોબેલ્સ એક એવું સૂત્ર વહેતું મૂકેલું કે એકના એક જૂઠાણાને સાત વાર રીપીટ કરવાથી એક હકીક્ત બની જાય છે. ખૂબીભર્યા અર્ધસત્યો. રજૂ કરવા માટે એક ગોબેલ્સને ઠેકાણે કદાચ ગુજરાતી શબ્દકોશકારોએ જેમનું નામ મૂકવું પડે તેવા નર્મદા નિગમનું વાજું એકના એક જૂઠાણાને સાત વાર નહિ પણ સાતસો વાર રીપીટ કરવું હોવાથી ભલભલા સજ્જનોની પણ મતિ મૂંઝાઈ ગઈ છે. લાખ-લાખની સંખ્યામાં નર્મદા નિગમના પૈસે બહાર પડતી પુસ્તિકાઓ અને છાપાઓમાં અપાતી અર્ધા-અર્ધ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104