Book Title: Sunjo re Bhai Sad
Author(s): Hitruchivijay
Publisher: Viniyog Parivar

Previous | Next

Page 80
________________ નર્મદા યોજના : ધ ઑપિયમ ઓફ ધી માસીઝ એક હતા કરસનભાઈ. દરરોજ સવારે ઘરના ઓટલે બેસી દાતણ કરે ત્યારે શેરીમાંથી એક મારણી ભેંસને પસાર થતી જુએ. એક દિવસ એમને વિચાર આવ્યો કે આ ભેસના શિંગડામાં માથું નાખ્યું હોય તો કેવું? પરંતુ આવું કોઈ પણ કામ કરવું હોય તો લાંબો વિચાર કરવો જોઈએ એવા નીતિવાક્યને અનુસરીને કરસનભાઈએ વિચારવાનું શરૂ ક્યું. છ-છ મહિનાના લાંબા (રિપીટ, લાંબા, ઊંડા નહિ) વિચારના અંતે એક ક્રાંતિકારી પળે કરસનભાઈએ ઝુકાવવાનું નક્કી કર્યું અને અંતે જે થવાનું હતું તે થયું. મારકણી ભેંસના શિંગડામાં માથું ઘાલવાની મૂર્ખામીભરી પ્રવૃત્તિના ફલસ્વરૂપે સમગ. શરીરે પટાપિંડીથી સજ્જ કરસનભાઈના સ્નેહી-સ્વજનો ખબરઅંતર પૂછવા આવ્યા ત્યારે સ્વાભાવિક જ સોએ કહ્યું : “અરે ભાઈ, આવું સાહસ કરતાં પહેલાં વિચાર તો કરવો હતો ?’ પરંતુ કરસનભાઈ કોનું નામ ? તેમણે પટ .. દઈને ઉત્તર વાળ્યો : “અમે કાંઈ વિચાર્યા વિના પગલું ભરીએ તેવા થોડા જ છીએ ? છ-છ મહિનાથી વિચાર કર્યા પછી આ નિર્ણય કરેલો.’ સુજ્ઞ વાચક, આ લોકકથાનો ઉપમાન-ઉપમેય સંબંધ તું સુપેરે સમજી ગયો. હશે. “અમે છેક ઈ.સ. ૧૯૪લ્હી આજ દિન સુધી વિચાર કરીને નર્મદા નદી પર બંધ બાંધવાનો નિર્ણય કરેલો છે એમ છાશવારે કહેતા ગુજરાતના રાજકારણીઓ અને આ મૂરખભાઈમાં ઝાઝો ફરક નથી. તફાવત માત્ર એટલો જ છે કે પોતાના સાહસને પરિણામે મરણતોલ હાલતમાં મુકાયા પછી કરસનભાઈના હિતચિંતકોએ તેમને વિચાર તો કરવો હતો'ની પાછોતરી સલાહ આપી હતી. જ્યારે આ કિસ્સામાં ગુજરાત અને દેશના પ્રબુદ્ધ વિચારકોએ નર્મદા યોજનાનાં ગંભીર પરિણામો ભોગવવાં પડે તે પહેલાં જ ચેતવણીની “સાયરન બનાવી છે. આ આખાય વિવાદમાં દુઃખદ આશ્ચર્યની વાત તો એ છે કે ગુજરાતના કેટલાક ગાંધીવાદી આગેવાનો પણ નર્મદા યોજનાને ઉપકારક માને છે. જો કે આ પ્રશ્ન ગુજરાતના ગાંધીવાદી, સર્વોદયવાદી આગેવાનોમાં ત્રણ પક્ષ પડી ગયા છે. ભૂમિપુત્રવાળા કાંતિ શાહથી માંડીને અનેક ગાંધીયન વિચારકો વિકાસના નેહરુ-મોડેલનાં બીજાં અંગોની જેમ “નર્મદા બંધ'ને Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104