Book Title: Sunjo re Bhai Sad Author(s): Hitruchivijay Publisher: Viniyog ParivarPage 72
________________ સુણજે રે ભાઈ સાદ કરવેરાથી આગળ વધીને ખેતીવાડી અને પશુઉછેર માટે આ પ્રાચીન વૈજ્ઞાનિકો શું કહે છે તે સાંભળવું છે ? “ગામની ચારે બાજુએ સો ધનુષ્ય (ચારસો હાય યાને છસ્સો ફૂટ) જેટલી અથવા તો ત્રણ વખત લાકડીઓ ફેંકીએ તે જેટલી દૂર જાય તેટલી જમીન ઢોરના ચરાણ માંટે રાખવી. નગરમાં એ ચરાણની જમીન ઉપર બતાવી તેથી ત્રણ ગણી રાખવી.” (મનસ્મૃતિ) આપણા પશુઓ ડેન્માર્કના પશુઓની સરખામણીમાં ઓછું દૂધ આપે છે એવી હૈયાવરાળ ઠાલવતી કુરિયન આણિ મંડળીએ વધુ દૂધ આપવા માટે જરૂરી એવા ચરિયાણોની દેશમાં છેલ્લા ચાલીસ વર્ષમાં શું સ્થિતિ થઈ છે તે જાણવું હોય તો અનિલ અગરવાલ દ્વારા સંપાદિત ““સ્ટેટ ઓફ ઈન્ડિયા’ઝ એન્વાયરમેન્ટ : એ. સિટીઝન્સ રિપોર્ટ’’માંનું ગ્રેઝીંગ લેન્ડ ઉપરનું પ્રકરણ વાંચી જવું. ઉત્તર ગુજરાતના મારા વતનના ગામ વડગામની નજીકના બારોટોની જાગીરના ગામે મારા દાદા જ્યારે ઘોડા ઉપર સવાર થઈને ઉઘરાણીએ જતા ત્યારે ત્યાંના વૃદ્ધ બારોટો આજે પણ યાદ કરે છે કે તેમની પાઘડી પણ ન દેખાય એટલા ઊંચા ઘાસમાંથી તેમને ઘોડું હાંકવું પડતું. આજે જ્યારે એ ગામડામાં એ ચરિયાણના અવશેષ જોવા જઉં છું ત્યારે સરકારી વનીકરણ કાર્યક્રમ હેઠળ ત્યાં વવાયેલા નીલગિરી અને કુબાબુલ મારી સરકારી ઉડાવતા હોવાનો ભાસ મને થાય છે. અમિતાભ બચ્ચન અને સુનિલ ગાવસ્કરથી આગળ વધીને દુનિયામાં બીજું કાંઈ છે કે કેમ તેનાથી અજાણ આપણા કોલેજિયનોએ વર્ષો પહેલાં એક્વાર જે મનુસ્મૃતિને જાહેરમાં બાળી નાખવાનો સ્ટન્ટ કર્યો હતો તે પ્રત્યાઘાતી મનુ પોતાની મનુસ્મૃતિના આઠમાં અધ્યાયના ૨૫મા શ્લોકમાં કહે છે કે “જે જે વનસ્પતિનો જેવો જેનો ઉત્તમ, મધ્યમ આદિ ઉપયોગ થતો હોય તેવો તેને કાપી નાંખનારને દંડ કરવો.” મનુના આ સૂચનનો અમલ કરવાનું મન કોઈને થાય તે પહેલાં ઔરંગાબાદના કોલેજિયનોના કદમમાં-કદમ મિલાવી આપણા કોલેજિયનોએ મનુસ્મૃતિની સધળી નકલો મળે ત્યાંથી એકઠી કરી બાળી મૂકવી જોઈએ, નહિતર ન્યુઝપેપર માટે જંગલો કાપતા કારખાનાથી માંડીને સિમેન્ટની ફેકટરી માટે વૃક્ષોનો કચ્ચરઘાણ કાઢી નાંખવા તૈયાર થતાં સ્થાપિત હિતો સુધીનાં બધાં જેલના સળિયા પાછળ ધકેલાઈ જશે. • ‘સ્થાનિક સંસ્થાઓએ તળાવો, નાળાં અને નહેરોને સારી સ્થિતિમાં રાખવાં અને તેને નુકસાન કરનારને સજા કરવી” -શુકનીતિ, (પરેલ ટેન્કને અર્પણ). “હે યુધિષ્ઠિર ! તમારા રાજ્યમાં ફળ ભક્ષણ કરવા લાયક Jain Education Interational For Personal & Private Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104