Book Title: Sunjo re Bhai Sad Author(s): Hitruchivijay Publisher: Viniyog ParivarPage 59
________________ સુણજો રે ભાઈ સાદ ४७ પડે છે. આ જ જાદુગરની કમાલને કારણે આજે ઢોરને ધાસ ખવડાવીને આવતી કાલે પેદા કરી શકાતું દૂધ અને અબજો વર્ષેની જટિલ પ્રક્રિયાને અંતે તૈયાર થઈ હજારો માઈલ દૂરથી આવતું પેટ્રોલ એ બંને વસ્તુના લિટરના ભાવ મુંબઈ જેવાં શહેરોમાં સરખા હોય છે. તેલના ક્ષેત્રની આ મોનોપોલીને દૂર કરવાનો અધરો ગણાય તો અધરો અને આકરો ગણાય તો આકરો પણ એકમાત્ર ઉપાય આ વિકેન્દ્રિત ઉત્પાદન-વિતરણ વ્યવસ્થાને પુનર્જીવિત કરવાનો છે. કેન્દ્રિત ઉદ્યોગોને. અકબંધ રાખીને ઉત્પાદન કે વિતરણની વ્યવસ્થા તેલિયા રાજાઓના હાથમાંથી એન.ડી.ડી.બી.ના હાથમાં સોંપવાથી જે પરિણામ આવ્યું છે તેવું જ પરિણામ રાજ્ય સરકાર હસ્તક એ.વ્યવસ્થા લઈ લેવાનું પણ આવશે. કારણ કે જ્યાં મૂળ રોગનું નિદાન અને ચિકિત્સા નહિ થાય ત્યાં સુધી આવા ઉપરછલ્લા ફેરફારો માત્ર “કોસ્મેટિક ચેન્જ' જ બની રહેવાના. તેલના ભાવોની મનસ્વી હેરફેરને નાથવા ઉપરાંત આવો મૂળગત અભિગમ ગામડાંની મૃતપ્રાયઃ અર્થવ્યવસ્થાને બેઠા કરવામાં પણ મોટો ફાળો આપી ‘એક પંથમાં બે કાજ સારશે. રાજના ૪૦૦ ટન તેલીબિયાં પીલતી જૂનાગઢની ગ્રોફેડની એકમાત્ર તેલમિલ ઓછામાં ઓછા ૮૦૦૦ ઘાંચી કુટુંબોના પેટ પર લાત મારીને ઊભી થયેલી છે. આવી મોટી તેલ મિલોમાં ખોળમાં રહી જતા તેલના ટીપેટીપાંને સોલ્વન્ટ એક્સટ્રેફેશનથી કાઢી નાખી પશુના હક્કનો ખોળ ઝૂંટવી લેવા સોલ્વન્ટ તરીકે વપરાતા હેકસન નામના પેટ્રોલ જેવાં રસાયણો, તથા તેલ રિફાઈનિંગની પ્રક્રિયામાં તેલમાં ઉમેરાતા ફોરિક એસિડ, કોસ્ટિક સોડા, બ્લીચિંગ પાઉડર જેવા કેમિકલ્સની સ્વાસ્થ્ય પર થતી વિપરીત અસરોનો તો કોઈ વ્યવસ્થિત અભ્યાસ કરે ત્યારે ખરું. બળદ ઘાણીના નૉન-રિફાઇન્ડ અને નૉન-ફિલ્ટર્ડ કુદરતી તેલની સામે માઈકો રિફાઈન્ડ અને ડબલ ફિલ્ટર્ડની મોટી મોટી જાહેરાતોથી અંજાઈ જતા ગ્રાહકોને એ ખ્યાલ હરો ખરો કે તેલની રિફાઈનિંગ પ્રક્રિયા દરમિયાન તેમાં રહેલ કુદરતી એન્ટીઑક્સિડન્ટ્સ નારા પામે છે. ઠંડા હવામાનવાળું આખું ઉત્તર મારત ગરમી આપતું સરસિયાનું તેલ, દક્ષિણ ભારત તેના વિશાળ દરિયાકિનારે ઊગતા કોપરાનું તેલ તથા ગુજરાત – રાજસ્થાન - મહારાષ્ટ્ર જેવાં રાજ્યો તલનું તેલ જ વધતાં. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104