Book Title: Sunjo re Bhai Sad
Author(s): Hitruchivijay
Publisher: Viniyog Parivar

View full book text
Previous | Next

Page 65
________________ સુણજો રે ભાઈ સાદ ૫૩ વાતને સહૃદયતા ગંભીરતાપૂર્વક સાંભળે તેથી બીજા કોઈ આગળ આવી વાત કરવાનો ઉમળકો થતો નથી. મનસીબે ‘બ્રેઈનવોશિંગ’ પણ ત્યાં સુધીનું થયું છે કે અર્ધી રાત્રે પણ ગામડાના લોકોની નાણાકીય જરૂરિયાતોને પૂરી પાડવા તત્પર રહેતા અને ક્યારેક ઘરાકો’ પાસેથી શેર-બશેર શાકભાજી મફતમાં લેતા, ધીરધાર કરતા મારા પિતાજીને તે જ ગામડાના લોકો શોષણખોર ગણશે જ્યારે મુંબઈમાં બેસી લાખો ગરીબોના જીવન બરબાદ કરી દેતી Resource loot ના આધારે અઢળક ધન કમાઈને ચેરિટીનો કટકો ફેંક્તા અમારા જેવા હીરાના વેપારીને તે જ ગામડિયા લોકો ગામના વિકાસ માટે દાન કરનાર દાનવીર ગણરો. જ્યાં સુધી વિચારોની આ મૂળભૂત સફાઈ ન થાય ત્યાં સુધી આયોજન પંચના કે બીજા કોઈપણ માધ્યમ દ્વારા સાચી દિશાનું કેટલું કામ થઈ શકે એ એક મોટો સવાલ છે છતાં આપના જેવા વિચારકો આ Steel-frame :ની મર્યાદામાં રહીને પણ જેટલું શકય હશે તેટલું તો જરૂર કરી છૂટશો તે વિશ્વાસ આ કાળરાત્રિમાં વીજળીના એક ઝબકારા જેવો બની રહે છે. આ Mission... માં અમારા જેવા અંગે પણ સહભાગી થઈ શકીશું તો કૃતાર્યતા માનીશું. ' લ, અતુલના સાદર પ્રણામ (આયોજન પંચના તત્કાલીન સભ્યશ્રી રજની કોઠારીને લખેલો એક પત્ર) Jain Education International For Personal Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104