Book Title: Sunjo re Bhai Sad Author(s): Hitruchivijay Publisher: Viniyog ParivarPage 66
________________ નિદાન પરિવર્જનમ્ રોગ થવાનાં માત્ર કારણોનું વિસ્તૃત-તલસ્પર્શી વિવેચૂન કરનાર ‘માધવનિદાન’ નામનો આયુર્વેદનો એક અપ્રતિમ ગ્રંથ છે. પોતાના શિષ્યોની બુદ્ધિપ્રતિભાની પરીક્ષા કરવાના હેતુથી કાઠિયાવાડના અજોડ વૈદ્ય શ્રી નાનુભદ્રબાપાએ એકવાર શિષ્યોને પૂછેલું કે, ‘માધવનિદાન ચિકિત્સાનો ગ્રંથ ખરો કે નહિ ?' ગ્રંથમાં રોગનાં માત્ર કારણો (Diagnosis) જ દર્શાવ્યા હોવા છતાં અને ચિકિત્સા (ઉપાયો- Treatment) નું વર્ણન તેમાં ન હોવા છતાં પણ ચકોર શિષ્યોએ પટ દઈને ઉત્તર વાળ્યો કે “ચિકિત્સા ગ્રંથ પણ ખરો.’ જે કારણથી રોગ થયો તે કારણને ટાળીએ એટલે રોગ મટ્યા વગર રહે નહિ, તેવા સનાતન સત્યની અભિવ્યક્તિ કરતા ‘નિદાનું પરિવર્જન, સૂત્રના આધારે શિષ્ય આવો જવાબ આપેલ. નર્મદા યોજના અંગેના વાદવિવાદમાં વારંવાર આમ કહેવામાં આવતું હોય છે કે “નર્મદા યોજનાને લીધે પર્યાવરણથી માંડીને વનવાસીઓ સુધી કેટલાંકને થોડુંઘણું નુકસાન થતું હોય તો પણ નર્મદા યોજના સિવાય કોઈ છૂટકો નથી. કચ્છ-કાઠિયાવાડની તરંસ ભાંગવા તથા ગુજરાતના ઔદ્યોગિક વિકાસ માટે બીજો કોઈ વિકલ્પ હોય તો બતાવો.' લિફટ ઈરીગેશન અને ટ્યુબવેલથી લઈને બંધની ઊંચાઈ ઘટાડવા સુધીના વિકલ્પો કેટલાક બતાવતા હોય છે. પરંતુ કદાચ એ સાચા વિકલ્પો નથી. સૌથી પહેલાં તો, જે.કચ્છ-કાઠિયાવાડને અગણિત વર્ષોથી નર્મદાના પાણી વગર ચાલ્યું અને ઉદ્યોગોથી લઈને પ્રજાજીવનનાં અનેક પાસાંઓમાં ગુજરાતે નર્મદાના પાણી વગર પણ નમૂનેદાર પ્રગતિ કરેલ તે ગુજરાતમાં પીવાના પાણી સુધ્ધાંની આવી સમસ્યા કેમ પેદા કંઈ તે અંગે ગંભીર મંથન કરવું પડશે. યોજનાના સમર્થકો અને વિરોધીઓ બંને એકી અવાજે એટલું તો કબૂલ કરશે જ કે, પશ્ચિમની અસર નીચે આપણે ઘરવપરાશ તથા ઉદ્યોગોથી લઈને ખેતી સુધીના દરેક ક્ષેત્રમાં પાણીનો ગુનાહિત વેડફાટ કરનારી જે જીવનરોલી અપનાવી છે તે જ ગુજરાતની વર્તમાન જળસમસ્યાના મૂળમાં છે. For Personal Jain Education International www.jainelibrary.org Private Use OnlyPage Navigation
1 ... 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104