Book Title: Sunjo re Bhai Sad Author(s): Hitruchivijay Publisher: Viniyog ParivarPage 67
________________ સુણજે રે ભાઈ સાદ આ ઉપભોક્તાવાદી યયાતિ સંસ્કૃતિ'ને દેશવટો આપીએ તો ‘નિદાન પરિવર્જનમ્ના સૂત્રોનુસાર કુદરત થોડવંક વર્ષોમાં જ પાતાળપાણીનાં તળ ઊંચા લાવી વગર નર્મદાએ મા સમસ્યા સુલઝાવી દેવાની ક્ષમતા ધરાવે છે. એને ઘેર ઘેર નળ, કરોડો ગેલન પાણી પી જતાં કારખાનાઓ તથા ‘પાણીખાઉં આધુનિક ખેતીની તિલાંજલિ આપવાની દિશામાં પા-પા પગલી પણ નહિ ભરીએ તો કદાચ એક નહિ સેંકડો નર્મદા નદીઓ પણ આપણી ભોગ-ભૂખને સંતોષી નહિ શકે. ગાંધીના પોરબંદરના વતની અને પોતાના દેરાવાસીઓના હિતની ચિંતામાં સમગ્ર જીવન ઘસી નાખનાર શ્રી વેણીભાઈએ નર્મદાપ્રશ્ન યોજાયેલ એક વિચારગોષ્ઠીમાં રજૂ કરેલ આ અંગ્રેજી નિબંધ “ધ ઈલસ્ટ્રેટેડ વીકલી ઓફ ઇન્ડિયા” નામના ખ્યાતનામ સામયિકમાં તથા ‘ડમીંગ ધ નર્મદા” નામના પુસ્તકમાં પ્રગટ થઈ દુનિયાભરના વિચારકો સુધી પહોંચ્યો છે. નાનકડી પુસ્તિકા સ્વરૂપે છપાતું તેનું આ ગુજરાતી ભાષાંતર આ વિવાદને થોડાક જુદા જ પરિપ્રેક્ષ્યમાં મૂકે છે. આ રોગનાં કારણોને દૂર કર્યા સિવાય ટૂંકાગાળાની રાહત આપનારી દવા માટે મથવામાં ઝાઝું શાણપણ નથી. અને રોગના કારણને નિર્મૂળ કરવું હોય તો નર્મદા યોજનાનો નહિ પણ નર્મદા યોજના જેવી યોજનાઓની આવશ્યકતા ઊભી કરનાર ‘સુખવાદી’ સંસ્કૃતિનો વિકલ્પ શોધવાની જરૂર છે. રાજકારણીઓ અને છાપાંવાળાંઓનાં સ્થાપિત હિતો ભલે ક્ષુલ્લક ચર્ચાઓમાં રાચે, ગરવી ગુજરાતના વિચારપુરુષોએ પ્રજાને નર્મદા યોજના માટે નહિ પણ આપણા શાણા પૂર્વજોએ અપનાવેલી નરવી જીવનશૈલી તરફ પ્રેરવાની જરૂર હોય તેમ નથી લાગતું? ('Alternatives to major dams' નામની વેણીશંકર વાસુની નિબંધપુસ્તિકાના ગુજરાતી ભાષાંતર “મોટા બંધોના વિકલ્પો’ની પ્રસ્તાવના) Jain Education International For Personal www.jainelibrary.org Private Use OnlyPage Navigation
1 ... 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104