Book Title: Sunjo re Bhai Sad Author(s): Hitruchivijay Publisher: Viniyog ParivarPage 62
________________ * ૫૦ સુણજો રે ભાઈ સાદ હોટલો, ફરસાણ અને જંકફુડના રવાડે ચઢી જઈ આપણી તેલની માંગ પણ આપણે ઘણી વધારી દીધી છે. જુવાર-બાજરી જેવા પ્રદેશેપ્રદેશના જુદા જુદા ખોરામાં તેલની જરૂર નહિવત્ રહેતી. તેને બદલે સમગ્ર દેશમાં એકમાત્ર ઘઉનું જ એકચક્રી સામ્રાજ્ય સ્થાપી દેવાના કારણે ઘઉની બનાવટોમાં તેલની જરૂરિયાત વધતાં પણ તેલની માંગ વધી. આંધળા ઉઘોગીકરણે ગોચરોનો ભોગ લીધો હોત અને દૂધ-ઘીની અછત સર્જાઈ ન હોત તો વેજિટેબલનું તૂત ઊભું જ ન થાત અને જો વેજિટેબલ ઉઘોગ હાલ જેટલું તેલ વાપરી દે છે એટલું તેલ બચે તો તેલનો પ્રશ્ન ચપટી વગાડતામાં ઊકલી જાય પરંતુ આજે તો પરિસ્થિતિ એવી છે કે તેલના આ ખેલે ભલભલા નટબજાણિયાઓને પછાડ્યા છે અને જ્યાં સુધી મૂળભૂત શસ્ત્રક્રિયા નહિ કરાય ત્યાં સુધી એ ભલભલા ખેલંદાઓને મહાત કરશે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104